Setu - 3 books and stories free download online pdf in Gujarati

સેતુ - કુદરત નો એક અદ્ભૂત ચમત્કાર - 3

ભાગ -3
ડોકટર શાહ હોસ્પિટલ મા આવી રહ્યાં હતાં એ વખત કરતા પણ આમ અચાનક થોડા વધારે અસ્વસ્થ થઈ જતા તેઓ પોતાની જાત ને કંટ્રોલ કરી બીજે ક્યાંય નહીં પણ પુરી હિંમત કરી પોતાને તેમની કેબીન સુધી લઇ જાય છે. કેબીન મા જઇ તેઓ પોતાની જાતને કોઈ સામાન ની જેમ ચેર પર નાંખે છે.એમનાં હાથમાં રહેલું એક કવર નીચે પડી જાય છે. એમનાં મા અચાનક આવેલા આ અણગમતા અને આઘાત ભર્યા સમય નું સાચું, પણ અડધું, અધૂરું કારણ આ કવર મા બંધ છે અને બાકી અડધું કારણ હતુ તે હોસ્પિટલ મા આવતાજ પુરુ થઈ ગયું હતુ.એમને ખબર જ ન હતી કે જેનાં કારણે, જેનાં ભરોશે,અને જેનાં ભવિષ્ય માટે તે જીવી રહ્યાં છે, તે તો, તે તો તેમનુ છેજ નહીં.શું કરવું ? શુ ના કરવું ? એની ડૉક્ટર શાહ ને કંઈજ ખબર નથી પડતી.અહીંથી ઉભા થવું તો શા માટે ? અહિ થી ક્યાંય જવું તો કોના માટે ?
છતાં હિંમત કરી ડૉક્ટર શાહ પેલું કવર ડ્રોવર મા મુકી કમ્પાઉન્ડર ને અંદર બોલાવે છે.
Dr.શાહ : દિનેશ દીપ્તિ ને કેટલી વાર લાગશે ?
કમ્પાઉન્ડર : સાહેબ, આજે એમને મોડું થાય એમ લાગે છે. બીજા બે પેસન્ટ નાં પણ મેડમ ની અપોઇમેન્ટ માટે ફોન આવી ગયા છે.
Dr.શાહ : તુ એક કામ કર, મને ગાડી લઇ ને ઘરે મુકીજા.પછી ગાડી લઇ ને આવતો રહેજે જેથી દીપ્તિ ને મોડું થાય તો ઘરે આવવામાં વાંધો ના આવે.
કંપાઉન્ડર: હા, સાહેબ હું મેડમ ને કહી ને આવુ.
Dr.શાહ : એની જરૂર નથી, તુ ગાડી કાઢ હુ દીપ્તિ ને વાત કરી લઉં છું.
સેતુ અને એનાં મમ્મી-પપ્પા પણ અત્યારે તો માજી ને કાલે મળવા હોસ્પિટલ આવીશું એવું નક્કી કરીને નીકળી ગયા છે.
કંપાઉન્ડર ગાડી લઇને આવે છે અને Dr.શાહ ને ઘરે ઉતારી પાછો વળે છે. Dr.શાહ ગાડી માંથી ઉતરી ઘર નો મેઇન ઝાંપો ખોલે છે. ગણીને 10 ડગલા આગળ ઘરનું મેઇન ડોર છે અને સાતેક ડગલા જેટલો દુર હીંચકો છે. આજે એક એક ડગલું ભરવું શાહ ને બહુ કાઠું લાગી રહ્યુ છે. શાહ ને જાણે પોતાના પગ હાથી જેટલા જાડા ને ભારે થઈ ગયા હોય એમ મહાપરાણે આગળ વધી રહ્યાં છે.હીંચકા સુધી પહોંચતાજ તે ફસડાઈ પડે છે. હીંચકામા બેઠાં-બેઠા તે પોતાના ઘર સામે જુએ છે. અને વિચારી રહ્યાં છે કે, આ ઘર મારુ,પણ પણ મારુ કોણ ? ઘર સામે જોતાં-જોતાં જૂની યાદો મા ખોવાઇ જાય છે.
આ બાજુ ડૉક્ટર દીપ્તિ નું કામ પુરુ થઈ જતા તે કેબીન માં આવે છે.દીપ્તિ અને તેનાં પપ્પા Dr.શાહ ની કેબીન એકજ છે. દીપ્તિ કમ્પાઉન્ડર ને કેબીન મા બોલાવે છે અને પપ્પા વિશે પૂછે છે. તો જાણવા મળે છે કે તેઓ ઘરે ગયા છે. કોઈ કોઈ વાર ડોકટર શાહ આ રીતે ઘરે જ્તાજ હતાં પરંતું દર વખતે તે ફોન કે મેસેજ કરી ને જતા આજે દીપ્તિ ને એ વાતની નવાઈ લાગે છે કે કમ્પાઉન્ડર નાં કહેવા પ્રમાણે એ તમને ફોન કરવાની વાત કરતા હતાં. પછી દીપ્તિ મનમાં જ હશે ફોન કરવાનો રહી ગયો હશે. કદાચ આજે એમનાં અમેરિકા સ્થાઈ થયેલા ડોકટર મિત્ર નો ફોન આવ્યો હતો.એમને અમેરિકા મા કાર એકસિડેંન્ટ થયો હતો અને તેઓ સિરીયસ હતાં તેમણે પપ્પા ને આજેને આજેજ ફોન કરી અહિ રહેતાં તેમનાં દિકરા પાસે જઇ બેંક લોકર માંથી ડૉક્ટર શાહ ના નામનું કવર કલેકટ કરવાનું કહ્યુ હતુ.જે કવર લેવા હું નેં પપ્પા સવારે તેમનાં ઘરે અને પછી બેંક જવા નીકળ્યાં હતાં.રસ્તા મા મે પપ્પા નેં પુછ્યું કે પપ્પા સાનું કવર છે ? તો પપ્પાને પણ આ કવર વિશે કંઈ ખબર ન હતી.અમે તેમનાં મિત્ર નાં દિકરા ને લઈ લોકર માંથી કવર લેવા બેંક પહોઁચીએ એ પહેલા તો હોસ્પિટલ થી નર્સ નો સેતુ કોઈ બીમાર અને ઘાયલ માજી ને લઇને આવી છે એવો ફોન આવ્યો અને હુ હોસ્પિટલ આવી ગઇ. કદાચ પપ્પા નાં અમેરિકા વાળા મિત્ર ની હાલત ને લઇ પપ્પા મને ફોન કરવાનું ભૂલી ગયા હશે આવુ વિચારતા વિચારતા દીપ્તિ ઘરે પહોંચે છે. ઘર નો મેઇન ગેટ ખુલ્લો જ છે ગાડી અંદર આવતાં જ દીપ્તિ ની નજર બંધ ઘર અને હીંચકા પર અસ્તવ્યસ્ત બેઠેલા તેનાં પપ્પા પર જાય છે. ગાડી માંથી ઉતરી દીપ્તિ પપ્પા ને.
દીપ્તિ : શુ થયુ પપ્પા ? કેમ આમ બહાર બેઠા છો ?
થોડા સ્વસ્થ થતા Dr. શાહ
Dr. શાહ : કંઈ નહીં.
તેઓ ઊભાં થઈ ઘરનો દરવાજો ખોલે છે.દીપ્તિ પપ્પા ની સામે જોઇ રહી છે.
દીપ્તિ : શુ હતુ પપ્પા પેલા કવર મા ? કંઈ ચિંતા જેવું છે ?
Dr. શાહ : નાના એવું કંઈ ખાસ નથી.
આટલુ કહી તેઓ પોતાના રૂમ મા જાય છે. દીપ્તિ પણ પોતાના રૂમ મા જઇ ફ્રેશ થઈ ડાઇનિંગ પર જમવાનું તૈયાર કરી પપ્પા ને બોલાવવા એમનાં રૂમ મા જાય છે.અંદર જઇ ને દીપ્તિ જુએ છે તો પપ્પા કપડા ચેન્જ કર્યા સિવાય પલંગ મા ખુલ્લી આંખે છત બાજુ જોઇ રહ્યાં છે. દીપ્તિ એ જમવાનું કહેતાં શાહ મને ભુખ નથી તેમ જણાવે છે દીપ્તિ પણ વધારે ફોર્સ કર્યા સીવાય પપ્પાને બધુ સારુ થઈ જશે એમ કહી પપ્પા ને સુઈ જવાનું કહે છે. દીપ્તિ ને એમ કે પપ્પા નાં ખાસ મિત્ર સિરિયસ છે એટલે પપ્પા અપસેટ હશે. Dr. શાહ નાં મન માં આખી રાત એકજ વાત ઘૂમરયા કરે છે કે જો હુ મારી દિકરી ને સાચી હકીકત જણાવીશ તો એ મને છોડીને જતી તો નહીં રહીને ? વાત જાણી એનાં દિલ પર શુ વીતશે ? મારા માટે કેવું વિચારશે ? કોઈ આડૂ અવળું પગલું તો નહીં ભરને ? એમ કરતા કરતા આખી રાત વીતી ગઇ. પણ આજે કયુ પગલું ભરવું તેનો પાક્કો નિર્ણય Dr. શાહે કરી લીધો છે.
બીજા દિવસે સેતુ અને તેનાં મમ્મી-પપ્પા હોસ્પિટલ પર આવે છે. ગઇ કાલે માજી ICU મા હતાં તેથી મળી શક્યા ન હતા. આજે એમને માજી ને મળવાની મંજુરી મળતાં સેતુ, તેની મમ્મી અને પપ્પા ત્રણે માજીને જે રૂમ મા રાખ્યા હતાં તે રૂમ તરફ જાય છે. એજ રૂમમાંથી બહાર નીકળતી એક નર્સ આ લોકોને જણાવેછેકે માજી હજી સુતા છે તમે બેસો થોડી વાર.આ સાંભળી સેતુ અને તેની મમ્મી પાછા વળે છે પણ સેતુ નાં પપ્પા તેમનાથી બે ડગલા આગળ હોવાથી સેતુ નાં પપ્પા ની નજર રૂમમાં સુતેલા માજી પર પડે છે.માજી પર નજર પડતાંજ સેતુ નાં પપ્પા સ્તબ્ધ થઈ જાય છે. એમનાં પગ જયાં ઉભા છે ત્યાં ચોંટી જાય છે. આખી દુનિયા મા જાણે ભૂકંપ આવયો હોય એટલાં ગંભીર થઈ જાય છે. પપ્પા ને આ રીતે ઊભેલા જોઇ સેતુ એનાં પપ્પા નો હાથ પકડી...
સેતુ : ચલો પપ્પા, અત્યારે એમને ડીસ્ટબ નથી કરવા સુવા દો,પછી મળીશું.
સેતુ નાં પપ્પા સેતુ ને પોતાની તરફ ખેંચી પુરી તાકાતથી ભેટીને ધ્રુસકે-ધ્રુસકે રોવા લાગે છે. સેતુ કે એની મમ્મી ને કંઈ સમજ નથી પડી રહી. તેઓ રમેશ ભાઈ ને શાંત પાડવાની કોશિશ કરે છે પરંતું જાણે તેમની પર કોઈ પહાડ તુટી પડ્યો હોય એટલું આક્રંદ કરી રહ્યાં છે. ત્યાંજ Dr. શાહ અને Dr. દીપ્તિ આવી જાય છે. તેઓ આ દૃશ્ય જુએ છે તેમને પણ કંઈ ખબર નથી પડી રહી. Dr. શાહ સેતુ ના પપ્પા ને શાંત પાડવાની કોશિશ કરે છે. તેમને પોતાની કેબીન મા લઇ જાય છે. પાણી આપે છે અને પછી શાંતીથી તેમનાં રડવાનું કારણ પૂછે છે. ત્યારે સેતુ નાં પપ્પા થોડી શરમ, થોડો સંકોચ અને તેમનાથી કોઈ મોટી ભુલ કે કોઈ મોટો અપરાધ થઈ ગયો હોય એવાં ભાવ સાથે Dr. શાહ ને સેતુ નાં પપ્પા પોતાની વાત રજુ કરે છે.
રમેશ ભાઈ : ડૉક્ટર સાહેબ, મારી સેતુ એ જે માજી નો જીવ બચાવ્યો છે તે માજી બીજા કોઈ નહીં પરંતુ એ મારી માં છે.
આ સાંભળી ડૉક્ટર ને એક બીજો આંચકો લાગે છે. Dr. શાહ થોડા સ્વસ્થ થઈ સેતુ નાં પપ્પા ને પુરી વાત વિગતવાર કહેવા જણાવે છે. ત્યારે સેતુ નાં પપ્પા પોતાની આખી કહાની પહેલેથી જણાવવાનું ચાલુ કરે છે....
(આગળ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED