call center - 26 books and stories free download online pdf in Gujarati

કોલ સેન્ટર (ભાગ-૨૬)


વાહ તને કેમ ખબર..??પણ આ વાતથી કાલની અધુરી વાત યાદ આવી આપણે ટેક્સીમાંથી નીચે ઉતર્યા ત્યારની વાત મને ભુલાય ગઇ હતી પહેલી ગર્લફ્રેન્ડ વાળી અત્યારે મને યાદ આવ્યું.તું આગળ વાત તો કર,તારે ગર્લફ્રેન્ડ હતી કે નહીં?

*****************************

હા,પલવી હું અમદાવાદ કોલેજમાં હતો ત્યારે મારી એક ગર્લફ્રેન્ડ હતી તેનું નામ નંદિતા હતું.હું તેને ખૂબ પ્રેમ કરતો હતો.તે પણ મને ખુબ પ્રેમ કરતી હતી.

હું અને નંદિતા ઘણીવાર બહાર ફરવા જતા.સાથે બેસતા કલાકો ને કલાકો હું તેની સાથે વાતો કરતા તેને પણ ગમતું અને મને પણ તેની સાથે વાત કરવી ગમતી.

નંદિતાનું શું થયું અનુપમ?તે નંદિતા સાથે કેમ લગ્ન ન કર્યા?તું તો એને ખૂબ પ્રેમ કરતો હતો એ પણ તને ખૂબ પ્રેમ કરતી હતી.


એ સવાલ ન કર પલવી હવે મને?હું તને એ વાત નથી કરવા માંગતો.

પલવી જમાનો હવે બદલાય રહ્યો છે,લોકો પ્રેમને મજાક સમજી રહ્યા છે.હું નંદિતાને એટલો પ્રેમ કરતો હતો કે એને જે જોઈએ તે હું લઇ આપવા ત્યાર હતો.
એવો કોઈ દિવસ નથી કે તેણે મારી પાસે કોઈ વસ્તું માગ્યું અને મેં તેંને લઇ ને ન આપ્યુ હોઈ.એક વખત તો મારી અને નંદિતાની ખબર પપ્પાને પડી ગઇ.મેં મારા પપ્પા સાથે પણ નંદિતા માટે ઝઘડી લીધું,અને કહી પણ દિધું કે હું લગ્ન કરીશ તો નંદિતા સાથે જ.થોડાક સમય પછી મારા પપ્પા પણ તૈયાર થઈ ગયા.નંદિતા સાથે લગ્ન કરવાની મને મંજૂરી પણ મળી ગઇ.

પણ અચાનક નંદિતા કેનેડા ભણવા ચાલી ગઇ.મને બસ તેણે એટલું જ કહ્યું કે હું કેનેડા જઈ રહી છું.આગળના અભ્યાસ માટે એ પછી પણ મારી સાથે એક વર્ષ સુધી તેણે વાત કરી એમણે એ પણ કહ્યું કે હું કેનેડાથી આવું ત્યારે આપણે લગ્ન કરી લેશું,પણ અફસોસ ત્રણ વર્ષથી એક ફોન કે મેસેજ પણ નથી.

તેની એક ફ્રેન્ડ હતી,મનીષા તેની સાથે મારે થોડા દિવસ પહેલા જ વાત થઈ કે નંદિતાએ બે વર્ષ પહેલાં કોઈ કેનેડાના યુવક સાથે લગ્ન કરી લીધા.મેં સવાલ કર્યો મનિષાને કે નંદિતાએ મારી સાથે આવું કેમ કર્યું પણ હજુ એ સવાલનો જવાબ આવ્યો નથી,પણ હું એ બધું હવે ભૂલી જવા માંગુ છું.આ વાત કહીને અનુપમે પલવીને હાથમાં તેનો હાથ મેક્યો.

શાયદ હું પણ તને આમ મેકીને વહી જાવ તો,અફસોસ નથી..!!! કેમ?કેમ કે તું મારી હજુ ટેસ્ટ લઇ રહી છો,મારા પ્રેમમાં પાગલ નથી થઈ.

બંને હસી પડ્યા..!!!તે મને તારા દિલમાં રહેલ વાત પહેલીથી જ કહી દીધી તે વાત મને પસંદ આવી.

ધવલ આ પલવી અને અનુપમ અડધી કલાકથી શું વાતો કરી રહ્યા છે?બંને વચ્ચે પ્રેમની કૂંપળો તો નથી ફૂટીને?

બની શકે માનસી..!!!મને પણ એવું લાગી રહ્યું છે કે બંને એકબીજાને પ્રેમ કરી રહ્યા છે,પણ આપણે શા માટે તેના પ્રેમમાં દખલ કરવી?

હમ..એ પણ છે,પણ ધવલ હું તને એકવાત કહેવા માંગું છું,ઘણા દિવસથી મને નિંદર નથી આવી રહી આ દુનીયાથી હું થાકી ગઈ છું.હું આ મીટીંગ કાલે છોડી રહી છું,અને મુંબઈ જઈ રહી છું.

પણ આવું શા માટે કરે છે તું?વિશાલસર તને મેડીકોલ કોલ સેન્ટરમાંથી નીકાળી દેશે..!!!નહીં માનસી જ્યાં સુધી મીટીંગ પુરી ન થાય ત્યાં સુધી તારે અહીં જ રહેવાનું છે.કોઈ પ્રોબ્લમ હોઈ તો તું મને અને અનુપમને કહી શકે છો.

નહિ ધવલ પ્રોબ્લમ પણ એવો છે કે હું કોઈને કહી શક્તિ નથી,અને તમે મારો પ્રોબ્લમ સોલ્યુશન પણ નહી લાવી શકો,તમને બંનેને કહી કહેવાનો અર્થ પણ નથી.મારી અંદર જ હું મરી રહી છું,હું કોઈનાથી ડરી રહી છું,મને હમણાં કંઇક થઈ જશે એવો મને ડર સતાવી રહ્યો છે.

પ્લીઝ ધવલ તું મને હવે સવાલ ન કરતો?જો હું એ સવાલનો જવાબ તને આપીશ તો તું મને નફરત કરવા લાગીશ.તું મને મળવાનું પણ પસંદ નહી કરે.

ધવલ બધું જ જાણતો હતો તો પણ ચુપ રહ્યો.તે મનમાં જ કહી રહ્યો હતો માનસી તારી આ વ્યથા હું પણ જોય શકતો નથી,પણ તે જ તારા પગ પર કુહાડી મારી છે,અને એ કુહાડીને હજુ પણ તું વાહલ કરી રહી છે.ધવલે માનસીની સામું જોયું તો માનસીના આંખ માંથી આંસુ ટપકી રહ્યા હતા.

તમેં કહેશો કે,
Sheraton Grand Bengaluru Whitefield Hotel અહીંથી કેટલી દૂર છે?

સર અહીંથી તમે લેફ્ટ સાઈડ જશો એટલે તમારી સામે જ હશે...!!!ઓકે થેન્ક્સ..!

વેલકમ..!!!

ઘડિયાળમાં ૬:૨૦ થઈ ગઈ હતી.વિશાલસર Sheraton Grand Bengaluru Whitefield Hotel માં આવી ગયા હતા.

હેલો મેડમ મી.વિશાલ તમને મળવા માંગે છે,શું તેમને હું તમારી રૂમ નંબર-૫૦૨માં મેકલી શકુ?

યસ..!!!તમે તેમને મેકલી શકો છો...!!!!

થોડીજવારમાં વિશાલ પાયલના રૂમના દરવાજે પોહચી ગયો.પાયલે દરવાજો ખોલી બેસવાનું કહ્યું.સરસ હોટલ છે,આ હોટલ મેં પહેલા ક્યારેય જોઈ ન હતી.

જે વાત માટે અહીં આવ્યો છો તું,તે વાતને તું શરૂ કરી શકે છે.મારે બીજી કોઈ તારી પાસેથી વાત સાંભળવી નથી.આ હોટલ તને ગમે તેટલી સુંદર લાગે પણ અહીં હું મારું જીવન વિતાવવા માંગતી નથી કે તું પણ અહીં આજીવન રહેવાનો નથી.

ઓકે,પાયલ હું તને એ જ કહેવા આવ્યો છું કે હું તારી સાથે ડિવોર્સ લેવા માંગુ છું,અને માનસી સાથે હું લગ્ન કરવા માગું છું.તારે જે જોઈએ તે હું તને આપવા ત્યાર છું.હું તને ના નહિ પાડી શકું.અને હા,આ માહીના જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધીનો ખર્સ પણ હું ઉપાડવા ત્યાર છું.

તને ડિવોર્સ આપવા કે નહીં એ મારે નક્કી કરવાનું છે વિશાલ તારે નહિ?કેમ કે ગુનો તે કર્યો છે,અફેર માનસી સાથે તે કર્યું છે.એટલે ડિવોર્સ તને આપવા કે નહીં એ હું નક્કી કરીશ.

***********ક્રમશ**************


લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED