call center - 25 books and stories free download online pdf in Gujarati

કોલ સેન્ટર (ભાગ-૨૫)

અફકોસ હું તો ફ્રી જ છું,"પલવી" આ માનસી અને ધવલ જો હા,પાડે તો જઇએ.થોડીવાર માનસીએ વિચાર કરી કહ્યું હા,હું પણ તમારી સાથે આવિશ.ધવલે પણ હકારમાં માથું ધુણાવ્યું.

********************************

પણ આપણે બધા જાશું ક્યાં?આપણા માંથી કોઈએ બેંગ્લોરમાં સારી જગ્યા જોઈએ છે?ક્યુબન પાર્ક અહીંથી થોડે જ દૂર છે?મેં તે જગ્યાનું નામ સાંભળ્યું છે,શાંત વાતાવરણ મેળવવા માંગતા લોકો માટે આદર્શ સ્થળ છે.

ઓકે ધવલ..!!ચારને ત્રીસની આસપાસ આપણે બધા ક્યુબન પાર્ક જવા નીકળીશું.ત્યાં સુધી આપડે આરામ કરી લઇએ.થોડીવારમાં બધા બપોરનું ભોજન લઇ ઉપર રૂમમાં ગયા.

હેલો..!!!હું વિશાલ બોલું છુ,પ્લીઝ પાયલ તું મારા ફોન માંથી ફોન કરું તો રિસિવ શા માટે નથી કરતી?વિશાલ તારા સવાલનો જવાબ મારી પાસે હવે નથી.બોલ શા માટે ફોન કર્યો હતો?

હું તને મળવા માંગુ છું,તારી સાથે મારે વાત કરવી છે,ઓકે તો હું તને એડ્રેસ મેકલું છું અને સાથે સમય પણ મેકલું છું તું આવી જા જે.

થોડીજવારમાં વિશાલના મોબાઇલમાં મેસેજ આવ્યા.

**********************************
Sheraton Grand Bengaluru Whitefield Hotel & Convention Center

6:00 PM

ROOM No-502

***********************************

ઓકે પાયલ હું સમય સર તે એડ્રેસ પર આવી જશ.

ચારને ત્રીસ થવાને થોડીજવાર હતી.માનસી,ધવલ,પલવી અને અનુપમ બધા
ક્યુબન પાર્ક જવા માટે તૈયાર થઈ ગયા હતા.અનુપમેં પલવીના ફોનમાં મેસેજ કર્યો,હું અને ધવલ નીચે જઇએ છીયે તમે બંને જલ્દી તૈયાર થઈ નીચે આવો.

ઓકે..બસ અમે તૈયાર જ છીયે તમે નીચે જઈ ટેક્સી કરો,ત્યાં અમે આવ્યા.

ઓકે પલવી..!!

અનુપમ અને ધવલ નીચે હોટલની બહાર નીકળ્યા.ધવલ આજ તું માનસીની થોડી નજીક આવાની કોશિશ કરજે.તેની ચિંતા થોડી ઓછી થાય તેવો પ્રયત્ન કરજે,પણ એવો સવાલ ન કરતો કે તેનું દિલ દુભાય,અને તને ખબર છે વિશાલસર સાથે માનસીનું અફેર છે,તેવી તેની સામે અત્યારે ભૂલથી પણ વાત ન કરતો.

ઓકે અનુપમ..!!!!!હું બંને ત્યાં સુધી માનસી સાથે પોઝિટિવ વાત કરવાની કોશિશ કરીશ.

થોડીજવારમાં પલવી અને માનસી બંને હોટલની બહાર આવ્યા.તમે ટેક્સી હજુ પણ બુક નથી કરાવી?નહિ સામે પડી પહેલી ટેક્સી તેમાં જ આપડે જવાનું છે.ધવલે હાથ ઉંચો કરી ટેક્સીને બોલાવી.

થોડીજવારમાં બધા ટેક્સીમાં બેસી ગયા.આજ ટેક્સીમાં એકબાજુ રિયોલ મેકસીના અંતરની સુગંધ આવી રહી હતી તો બીજી બાજુ કરર્ડિંન વન પ્રફુયુમની સુગંધ આવી રહી હતી.

આજ માનસી બ્લેક કલરના વન પીસમાં એક દમ મસ્ત લાગતી હતી.તેની સુંદરતા આજ પુનમના દિવસે દેખાયેલ ચાંદ જેવી લાગતી હતી.ધવલને થોડીવાર થયું,માનસી પાસે એટલી સુંદરતા છે,તો શા માટે તે એક પરણેલ પૂરૂષ પાછળ પડી હશે,પણ તે સવાલનો જવાબ ધવલ પાસે હતો નહિ.

પલવી પણ આજ યેલો બ્લ્યુ કલરના વન પીસ માં મસ્ત લાગી રહી હતી.અનુપમ પલવીને ચહેરાથી થોડીવાર પણ દૂર થઈ શકતો ન હતો.બસ તેને જ જોય રહ્યો હતો.કાનમાં મોટા એરિંગ અને ગળામાં નાનકડો હીરાનો હાર પલવીને વધુ સુંદર બનાવતા હતા.

થોડીજવારમાં ક્યુબન પાર્ક આવી ગયું.અહીં એકદમ મસ્ત વાતાવરણ હતું.આજુબાજુ ચકલી અને પોપટના અવાજ આવી રહ્યા હતા.અહીં ગ્રીનરી અને એકદમ શાંત વાતાવરણ હતું.મેં પલવીએ અને ધવલ અને માનસી એ એક સારી જગ્યા શોધી શાંત વાતાવરણમાં બેઠા.

ધવલ અને માનસી અમારાથી થોડાદુર બેઠા.પલવી મારી નજીક આવી.કેમ મારાથી દૂર બેસવું ગમતું નથી?નહીં જો તને ન ગમતું હોઈ તો હું તારાથી થોડી દૂર થઈ જાવ,નહીં પલવી અહીં માનસી અને ધવલ પણ છે.

હા,તો તને તેની શરમ લાગે છે?

નહિ શરમ તો નથી લાગતી પણ એટલું નજીક બેસવું મને યોગ્ય નથી લાગતું...!!!વાહ અનુ,પ્રેમ કરવો છે અને તારી મને નજીક નથી આવવા દેવી.

શું નામ તું બોલી ફરી બોલ તો?

અનુ..!!!કેમ ન ગમ્યું,ન ગમ્યું હોઈ તો પણ હવેથી હું તને આ જ નામથી બોલાવીશ.

પણ પલવી મારુ નામ અનુપમ છે,તો અનુપમથી તું બોલાવને બધી છોકરીઓની એક જ તકલીફ છે જીગ્નેશ હોઈ તો જીગુ કરી દે વિશાલ હોઈ તો વીશું કરી દે અને નિમેશને નિબું બનાવી દે.

વાહ તને કેમ ખબર..??પણ આ વાતથી કાલની અધુરી વાત યાદ આવી આપણે ટેક્સીમાંથી નીચે ઉતર્યા ત્યારની વાત મને ભુલાય ગઇ હતી પહેલી ગર્લફ્રેન્ડ વાળી અત્યારે મને યાદ આવ્યું.તું આગળ વાત તો કર,તારે ગર્લફ્રેન્ડ હતી કે નહીં?

***********ક્રમશ**************


લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED