ધ એક્સિડન્ટ - session 3 - 12 Dhruv Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ એક્સિડન્ટ - session 3 - 12

આગળના ભાગમાં આપે જોયું કે આયરા સુમેર ને એના અનાથ હોવાની જાણકારી આપે છે અને સુમેર એનાથી ગુસ્સે થઈ જાય છે અને એવા ખરાબ સમય પર આરોહી એનો સાથ આપવા જાય છે અને વાત વાતમાં બંને એકબીજાને પ્રેમ કરે છે એ વાત ની જાણ થાય છે. એક બાજુ આયરા દુઃખમાં ખોવાયેલી છે આ બાજુ સુમેર ને એનો પ્રેમ મળે છે.. ત્યાં એના દુઃખને ભૂલવા માટે પ્રયાસ કરી રહ્યો છે.......

(બીજા દિવસે)

સવારનો સમય છે સુમેર અને આરોહી ગાર્ડન માં બેઠા છે... ત્યાં એના મોબાઈલ માં આયરા નોમેસેજઆવે છે....

(બેટા sorry આ બધું તને અજીબ લાગે છે પણ વિશ્વાસ કર એના પાછળ કારણ પણ એવું જ છે ...)

સુમેર મેસેજ નો reply નથી આપતો... આ જોઈને આરોહી એને મેસેજ કરવા કહે છે પણ સુમેર ના પડી દે છે......

આરોહી :કેમ મેસેજ નો reply નથી કરતો
સુમેર :મારે નથી કરવો યાર
આરોહી :તું બહુ જિદ્દી છે સાચે.
સુમેર : હા તો એમને કાઈ સારા કામ નઈ કર્યા મારાથી આ બધું છુપાવીને ..
આરોહી :-હું સમજી શકું છું યાર પણ તું આમ કરીશ તો ક્યાં ચાલશે....
સુમેર :તને બહુ ચિંતા હોય તો જા એમના જોડે મને ફરક નઈ પડતો એ લોકો થી..
આરોહી :એ લોકો નથી તારા mom dad છે હો...
સુમેર :એનું તો આ રામાયણ છે યાર ... એ નથી મારા mom dad એટલેતો પ્રોબ્લેમ છે

આરોહી : ગાંડા જેવી વાતો ના કર તું... યાર મેં પણ સાંભળી તી તારી અને આયરા આન્ટી ની વાત રૂમની બહાર થી પણ એનો મતલબ એમ નથી કે તારો એમને પર અને એમનો તારા પર કોઈ અધિકાર નઈ...

સુમેર :તું યાર બખાળો બંધ કર
આરોહી :-ઓહ અત્યાર થી મારી વાતો તને બખાળો લાગવા લાગી..
સુમેર :અરે એવું નથી યાર સાચ્ચે બસ ગુસ્સા માં બોલાઈ જાય છે
આરોહી :- (સુમેર ને ભેટીને) ok તું બેસ હું આયરા આન્ટી જોડે જઈને આવું એ sad હશે.......
સુમેર :હા હા જાઓ જાઓ.... તમારા aunty.. (મોઢું બીજી સાઈડ કરીને)

( આ બાજુ માહિર અને આયરા રૂમમાં બેઠા છે બસ હમણાં જ ઉઠ્યા છે અને આરોહી એમના રૂમનો દરવાજો ખખડાવે છે........)


આરોહી :GOOD MORNING AUNTY AND UNCLE
માહિર :good morning બેટા
આયરા :good morning બેટા... કેમ સવાર સ્વરમાં
આરોહી :- aunty મને ખબર છે તમે Sad છો હાલ સુમેર ને લઈને...
આયરા :પણતને આ વાતની કેમની ખબર પડી...
આરોહી :sorry પણ મેં રૂમની બહાર ની બાજુથી સાંભળી લીધું હતું.
આયરા :મને સુમેર ની ચિંતા થાય છે એ અમને ખોટા સમજે છે..
માહિર :જે વાતની મને બીક લાગતી હતી આખરે એ જ થયું.
આયરા :- આરોહી મને એની બહુ ચિંતા થાય છે જેને મેં મારી આંખોની સામેથી હટવા નઈ દીધો એને મને આજે ખોટી કહી દીધી..(રડવા લાગે છે.)
માહિર :-(આયરા ને ભેટી ને) રડીશ નહીં કંઈક સારું થશે..
આયરા :બેટા અમે આજે સાંજે લંડન જવા નીકળી જઈશું.... પ્રીશા ને કહી દે જે

આરોહી: પણ aunty તમે તો હજુ રહેવાના હતા ને
આયરા :બેટા.. નઈ હવે મન નથી લાગતું અહીંયા ... માહિર તમે book કરી flight?

માહિર :- હા ધ્રુવ જોડે વાત થઈ ગઈ છે એને કરાવીદીધી હશે
આરોહી :aunty plz ના જાઓ plz aunty..
આયરા :બેટા બહુ બધું રહી લીધું અમે અહીંયા....
આરોહી :(ભેટી પડે છે) aunty તમને બહુ miss karis હું...
આયરા :સાચું બોલ મને miss કરીશ કે સુમેર ને ? (મોઢા પર smile લાવી ને)
આરોહી :તમને કઈ રીતે ખબર?
આયરા :-બેટા સુમેર ને બચપણથી જોયો છે એ કોઈના જોડે મળતો બેસતો પણ નથી અને તારા જોડે હોય તો એના મોઢા પર અલગ જ smile હોય છે એની મા છું બેટા... ખબર પડી જાય
આરોહી :હા aunty....
માહિર :સુમેર નસીબ છે કે તારા જેવી છોકરી એને મળી...
આરોહી :પણ મારા mom dad ને ખબર.......
આયરા :ચિંતા ના કર તમારા હાવભાવ જોઈને એમને ખબર જ હતી કે કોઈક તો સારા news મળશે જ... તો તું ધ્રુવ અને પ્રીશા ને કહીશ તો કાઈ નવાઈ નહિ ...
આરોહી :અરે બાપરે..... (શરમાઈ જાય છે)
માહિર :બેટા રૂમ બંધ કર મારે તારું એક કામ છે.....
આરોહી :હા uncle.....

((અહિયાં આરોહી રૂમ બંધ કરે છે રૂમમાં માહિર, આયરા અને આરોહી છેથોડા સમય પછી આરોહી ના ચહેરા પર ઉદાસી છવાઈ ગયેલી છે
....))

(ત્યાં પ્રીશા આરોહી ને જોઈ જાય છે.)

પ્રીશા :શુ થયું બેટા કેમ ઉદાસ છે ? તારા બંદરે કાઈ કર્યું કે શુ ? ..
આરોહી :- એ પાગલ કંઈક કરે તો મને પ્રોબ્લેમ નથી પણ આમ મોઢું ચડાવીને બેસે એમાં મને પ્રોબ્લેમ છે.
પ્રીશા :કેમ શુ થયું?
આરોહી :- તમને તો ખબર છે ને કે સુમેર આયરા આન્ટી અને માહિર અંકલ નો સાગો છોકરો નથી!!!

પ્રીશા :હા એતો ખબર છે કેમ.?
આરોહી :બસ આ વાત સુમેર ને કાલે ખબર પડી અને મોઢું ચડાવીને બહાર બેઠો છે. વાત પણ નથી કરવા માંગતો આયરા આન્ટી અને માહિર uncle જોડે
પ્રીશા :હું સમજવું એને ??
આરોહી :નહીં મમ્મી બધી વસ્તુનો એક time હોય છે એને આ વાતનો અનુભવ હું કરાવીશ time આવશે ત્યારે
પ્રીશા :ઠીક છે..

(આરોહી ના ફોન પર સુમેર નો કોલ આવે છે.)

સુમેર :ક્યાં ગઈ ચુડેલ તું
આરોહી :- બસ મમ્મી જોડે છું બોલ
સુમેર :બહાર આવ બેસીએ
આરોહી :હા આવી બેસ તું હું આવી


(આરોહી બહાર જાય છે , સુમેર આરોહી ના doggy સાથે રમતો હોય છે.)

સુમેર :મને બંને dogy બહુ ગમ્યા
આરોહી :last day છે તારો અહિયાં India માં સાંજે London જવાનું છે તારે તો...રમાડી લે જેટલું રમાંડવું હોય એટલું
સુમેર :-કોને કહ્યું?
આરોહી :- uncle aunty એ
સુમેર : મને પૂછ્યું પણ નહિ એમનું એમનું જ વિચારે છે એ લોકો
આરોહી :તું સુ બોલે છે તને ભાન છે કે નઈ?
સુમેર : એમની સાઈડ લેવી હોય તો જા એમની બાજુ

આરોહી :યાર તું મનેખોટી સમજે છે
સુમેર :હા બધાને હું જ ખોટો દેખાઉં છું હા ભૂલ મારી છે માફ કર (ઉભો થઈને ત્યાંથી જતો રહે છે.)


((એક બાજુ આયરા માહિર એમના છોકરા નો પ્રેમ મેળવવા માટે તરસી રહ્યા છે તો બીજી બાજુ સુમેર એમનાથી ગુસ્સે થઈને બેઠો છે અને બધા થી અલગ આરોહી જે બધાને એક કરવાના પ્રયાસ કરી રહી હતીએ પોતે ધર્મ સંકટમાં મુકાઈ ગઇ છે.))


ઘડિયાળ માં 3 વાગેલા છે, બહાર તપતાપતિ ગરમી છે અને ઘરના મેન હોલ માં માહિર બેગ લઈને ઉભા છે.. પ્રીશા રોકાવા માટે આગ્રહ કરી રહી છે પણ હવે બહુ રહી લીધું જલ્દી પાછા આવીશું.... ફરીથી એવા જવાબો આયરા તરફથી પ્રીશા અને ધ્રુવ ને મળે છે...

ધ્રુવ :માહિર તમારે airport નીકળવું પડશે જલ્દી થી
માહિર :જરૂર.... ચાલો
આયરા :પ્રીશા સાચે બહુ મજા આવી ગઈ અને આરોહી હું wait કરીશ તારી જલ્દી આવી જા london
આરોહી :(શરમાઈ જાય છે અને આયરા ને hug કરે છે ) Miss u aunty.
આયરા :હું પણ તને બહુ જ miss કરીશ બેટા
આરોહી :બંદર નું ધ્યાન રાખજો
આયરા :એ ક્યાં છે?
આરોહી :wait call કરું છું હું

(આરોહી સુમેર ને call કરે છે)
સુમેર :hello
આરોહી : ક્યાં છે બંદર તારે જવાનું છે ને

સુમેર :- મારા રૂમમાં છું
આરોહી :જલ્દી આવ નીચે તારે જવાનું છે બધા wait કરે છે late થાય છે..
સુમેર :હા આવ્યો wait કર

(તરત સુમેર સીડીઓ ઉતરીને નીચે હોલ માં આવે છે. બધા એને જોઈને અચરજમાં મુકાઈ જાય છે એના જોડે એની બેગ પણ નથી અને એ હજુ તૈયાર પણ નથી થયો.)

આરોહી :બેગ ક્યાં છે તારી ? & તૈયાર કેમ નઈ થયો?
સુમેર :હું એમની જોડે London નથી જવાનો
આરોહી :તું શુ બોલે છે
સુમેર :હા હું નથી જવાનો એમને મને નથી પૂછ્યું જવાનું છે કે નથી જવાનું

આયરા :બેટા ચલ ને સાથે
સુમેર :કહ્યું ને નથી આવવું મારે કેમ મગજ ખરાબ કરો છો?.
આયરા :બેટા....
સુમેર :બસ હો હવે મારા વગર કાઈ લૂંટાઈ નઈ જાય ત્યાં તમારું, પોતાનું મન ભરાઈ ગયું અહીંયા થી એટલે જવાનું નક્કી કરી લીધું .. મારું ના વિચાર્યું મારે આરોહી સાથે રહેવું હશે કે નઈ Selfish છો તમે.
આયરા :અમે selfish બેટા? (આંખોમાં આંસુ રોકાઈ નથી રહ્યા)
માહિર :બેટા તારી મમ્મી એ તારા માટે બહુ બધું કર્યું છે એને તું selfish કહે છે!!
સુમેર :- હા, તમારી મહાનતા બતાવવાની બાકી રહી ગઈ હતી ને... કે એક અનાથ ને તમે મોટો કર્યો.... એને ભણાવ્યો.... તમે કાઈ નઈ કર્યું મારા માટે , જે કર્યું એ તમારા માટે કર્યું છે..

(માહિર અને આયરની આખો આંસુથી છલકાઈ ઉઠી છે; ધ્રુવ અને પ્રીશા પણ આખો ભીંજાય છે. છતાં સુમેર ની આખોમાં ગુસ્સાની ચિંગરીઓ છે. )

સુમેર :- જેને જવું હોય એ જાય હું નથી આવવાનો મારા માટે wait કરીને ફાયદો નથી જલ્દી થી જાઓ flight miss થઈ જશે


( આટલું કહીને સુમેર ફરી પાછોરૂમ તરફ જાય છે અને આયરા અને માહિર બેબસ થઈને car માં બેસી ને airport તરફ જાય છે.)