The Accident - 10 books and stories free download online pdf in Gujarati

ધ એક્સિડન્ટ - 10
સાંજે બધા સાથે ડિનર કરવા બેઠા હોય છે. ત્યારે પ્રિષાને થાય છે કે અત્યારે જ કહી દઉં , મારા નિર્ણય વિશે...

" અંકલ - આન્ટી , ધ્રુવ મારે તમને કંઇક કહેવું છે. "

" હા બેટા બોલ ને " ગિરિશભાઈ કહે છે.

" અંકલ.. હું પાછી ઇન્ડિયા જવું છું. "

" પાછી એટલે બેટા ? " ભાવનાબેન બોલ્યાં.

" આન્ટી.. એમ જ કે હું હવે હંમેશાં માટે ઇન્ડિયા પાછી જાઉં છું. "

" પણ બેટા કેમ ? તને અહીં કોઈ તકલીફ છે ? હોય તો તું મને કહી શકે છે ... " ગિરિશભાઈ કહે છે.

" અરે .. ના .. ના.. અંકલ .. એવું કંઈ જ નથી .. પણ હવે મારી સ્ટડી પણ પૂરી થઈ ગઈ છે અને હું લાઈફ ટાઈમ અહી ના રહી શકું ... "

" અરે બેટા.. આ તારું જ ઘર છે.. તું અહીં હંમેશાં માટે રહી શકે છે. "

" હા અંકલ ... હું જાણું છું પણ મારે હવે ઇન્ડિયા માં જ રહેવું છે .. હંમેશાં માટે હું ઇન્ડિયા ના છોડી શકું .. "

" અરે બેટા ... પણ.. "

" પ્લીઝ.. અંકલ આન્ટી... મને રોકતા નહિ ... "

" ઓકે બેટા ... તું કહે એમ જ થશે.. "

" Thanks uncle .. "

આ બધું અચાનક સાંભળી ધ્રુવ ને કંઈ જ સમજાતું નથી.. તેને કંઈ જ ખબર નથી પડતી કે હવે એ શું કરે .. એ કંઇ જ બોલતો નથી.

બધા ડિનર કરીને પોતાના રૂમ માં જાય છે. પ્રિષા પોતાના રૂમ માં બેઠી હોય છે. ત્યાં જ ધ્રુવ આવે છે.

" પ્રિષા... "

" અરે ધ્રુવ.. આવ ને બેસ ... બોલ શું થયું ? "

" પ્રિષા ... પ્લીઝ .. અહીં જ રહી જા ને ... "

" પણ કેમ ? "

" પ્રિષા ... કેનેડામાં જે છે એ ઇન્ડિયા માં તને ક્યારેય નહિ મળે ... તારી જોબ , તારું કરિયર .. આ બધું છોડીને જવાનો શું મતલબ ? "

" પણ જે ઇન્ડિયા માં છે એ અહીંયા નથી . ત્યાં બધાં મારા પોતાના છે. "

" શું છે ઇન્ડિયામાં ? કેમ હું તારો પોતાનો નથી ? તને મારાથી પ્રોબ્લેમ હોય તો હું તારા માટે નવું ઘર લઈ લઉં, તારી એકલી માટે .. "

" અરે .. એવું કંઈ નથી ધ્રુવ .. તું તો મારો બેસ્ટ ફ્રેન્ડ છે. "

" તો કેમ પ્રિષા ? કેમ આવું કરે છે ? સમજને યાર ... હવે આટલી જલ્દી friendship તોડવા માંગે છે ? "

" દૂર જવાથી friendship ના તૂટે યાર અને આપણી વચ્ચે પણ ક્યારેય પણ કંઈ નહિ થાય ... આપણે હંમેશાં કલોઝ જ હોઈશું.. "

" તું મારું નહિ જ માને ને ? "

" ના .. સોરી બટ બિલકુલ નહિ .."

" ઓકે .. કાલે તારી ફ્લાઇટ ની ટીકીટ આવી જશે .. ખુશને ? "

" તું આમ નારાજ થઈશ તો કેવી રીતે જઈશ હું ... પ્લીઝ માની જા.. "

" હું નારાજ નથી પણ મારા બર્થડે પર કોલ કરીને મને વિશ તો કરજે ... બાકી તો તું જે ઈચ્છે છે એ કરી શકે છે ... "

" આવું કેમ કરે તું યાર ... ? " આટલું બોલતા જ પ્રિષા ની આંખોમાં આંસુ આવી જાય છે.

" અરે .. તું .. પ્લીઝ .. ગુડ નાઈટ .. મને ઊંઘ આવે છે. "

ધ્રુવ તરત જ રૂમ માંથી નીકળી જાય છે. એની આંખ માં પણ આંસુ હોય છે.

બીજા દિવસે પ્રિષાની ફ્લાઈટ હોય છે. ધ્રુવ તેની ફેમિલી સાથે પ્રિષાને મૂકવા એરપોર્ટ જાય છે.
પ્રિષા ભાવનાબેન અને ગિરિશભાઈ ને પગે લાગે છે. તેમની આંખો નમ હોય છે. પ્રિષા પણ ઉદાસ હોય છે પણ થોડી ખુશ પણ હોય છે કે હવે એ એના મમ્મી પપ્પા સાથે જ રહેશે.

અને ધ્રુવ... એની તો હાલત જ ખરાબ છે. પ્રિષા ધ્રુવને હગ કરે છે. આ જોઈ ગિરિશભાઈ અને ભાવનાબેન ત્યાંથી જાય છે. બંનેને એકાંત આપે છે.

" તારો બધો સામાન લઈ લીધો ને ? કોઈ બેગ ભૂલી નથી જતી ને ? "

" હા...કંઈ નથી ભૂલતી . "

" ટિકિટ અને પાસપોર્ટ લીધા ને ? "

" હા બધું જ લીધું. "

" એન્ડ ... "

" એન્ડ ... વૉટ ... ? "

" આપણી યાદો ...? "

" પાગલ ... એ તો હંમેશા સાથે જ છે મારી ☺️ "

" એન્ડ હા ... તારી કારનું શું કરું ? "

" કંઈ નહિ ... હવે એ તું રાખજે. "

" હું નહિ ડ્રાઇવ કરી શકું .... એમાં બેસ્યો તો તારી યાદો મારી નાખશે મને ..... "

" ધ્રુવ... ? શું બોલે છે તું ...? "

" I think તારી ફ્લાઈટ અનાઉન્સ થઈ ગઈ... "

" તું હમણાં શું બોલ્યો .. ? "

" અરે ... બોટલ ના લઈ જતી... અંદર અલાઉડ નથી .. "

" ધ્રુવ... પ્લીઝ વાત ના બદલ ... "

" ચલ જા હવે... ફ્લાઇટ ટેક ઓફ થઈ ગઈ ને તો ફરીથી ઇન્ડિયા જવાની ટીકીટ નો ખર્ચો હું નહિ કરું હો ... "

" ઓકે ફાઇન ... ના બોલવું હોય તો કંઈ નહિ.... ગુડ બાય.. "

" બાય... ટેક કેર... ઇન્ડિયા જઈને કોલ કરજે... "

" ઓકે ટેક કેર... "

" બાય... "

" બાય ... "

પ્રિષા જતી રહે છે. ધ્રુવ બસ તેને જોતો જ રહી જાય છે. બંને રડી રહ્યા છે પણ કંઈ જ બોલી શકતાં નથી.

*

6 મહિના પછી.....

" ધ્રુવ બેટા... તે હવે શું નક્કી કર્યું છે ? " ગિરિશભાઈ ધ્રુવ ની ચિંતા વ્યક્ત કરતા બોલ્યાં.

" કંઈ નહિ પપ્પા ... હું હવે ઇન્ડિયા જઈશ. આમ પણ, અહીં રહીને હવે હું શું કરીશ ? તમે શું ઈચ્છો છો પપ્પા.... ? "

" બેટા ... તને જે લાગે તેમ કર... તારી ખુશી ઇન્ડિયા પાછા જવામાં છે તો એ જ ખરું... હું તારી સાથે છું... "

" thanks a lot papa ? " ધ્રુવ તેના પપ્પાને હગ કરે છે.

" તો તું ક્યારે જાય છે ? "

" વિચાર તો કાલનો જ છે . પણ ... મમ્મી ... માનશે ? "

" તારી મમ્મી તો રાહ જોઈને જ બેઠી છે ક્યારે તું જાય ? "

" સાચે પપ્પા ? "

" હા જ તો બેટા . "

" ઓકે પપ્પા .. તો પછી કાલે જ જઈએ ... તમે બંને આવશો ને ? "

" અમારું શું કામ છે બેટા ..? "

" શું કામ છે એટલે ? તમારા વગર તો હું નહિ જ જઉં હો ... "

" અરે .. પણ.. "

" પણ ... બણ.. કંઈ નહિ ... તમારે આવવાનું જ છે ... "

" ok my son... as your wish ... ? "

" ઓકે તો કાલે જ જઈએ ફાઈનલ ... "


*

" પ્રિષા ... હવે પાછી ક્યાં ઉપડી તું ? "

" મમ્મી .. તને ખબર તો છે... "

" તારા પંચગીની .... ? "

" હા મમ્મી... "

" ક્યારે આવીશ ? "

" ખબર નહિ .. "

" ખબર નહિ એટલે ?"

" એટલે મારું મન થશે ત્યારે આવી જઈશ મમ્મી... "

" મહિનો રહીશ કે ત્યાં જ સેટલ ? "

" શું મમ્મી તું પણ ... વધુ માં વધુ 15 દિવસ ... બસ ... "

" બને તો જલ્દી આવી જજે... "

" ઓકે મમ્મી... "

*

" કેમ છે રાજેશ ? " ગિરિશભાઈ આવતાં ની સાથે જ બોલ્યાં.

" અરે રાજેશ તું ? ભાભી ... ધ્રુવ... ? what a surprise ..!!! "

" કેમ ના આવી શકીએ ? "

" અરે !! એવું કંઈ નથી ગિરિશભાઈ ... આ તો તમે આમ સરપ્રાઇઝ આપી ને એટલે .. આ તો તમારું જ ઘર છે... " હેતાક્ષીબેન બોલ્યાં.

" હા જ તો ... એટલે તો કહ્યા વગર આવ્યા ... " આ સાથે જ બધા હસી પડે છે. આમ જ બધા હસી મજાકથી વાતો કરી રહ્યા છે.પણ ધ્રુવ ની નજર તો પ્રિષાને શોધે છે.

" આન્ટી ... પ્રિષા ક્યાં છે ? દેખાતી નથી. "

" અરે બેટા... એ તો પંચગીની ગઈ છે... તમે કહ્યું હોત કે તમે આવવાના છો તો એ ના જાત ...પણ કંઈ વાંધો નહિ ... હું હમણાં જ કોલ કરીને બોલાવી લઉં છું એને ... "

" આન્ટી વેઇટ ... એ પાછી ક્યારે આવશે ? "

" ખબર નહિ બેટા ... એ તો એમ કહેતી હતી કે મન થશે ત્યારે આવી જશે .. વધુમાં વધુ 15 દિવસમાં ... "

" આન્ટી .. તો પછી રહેવા દો .. હાલ એને કોલ ના કરો ... હું જ ત્યાં જાઉં છું ... એને સરપ્રાઇઝ આપીશ ... "

" ઓકે બેટા .. પણ ... અત્યારે તો આરામ કર ... કાલે જજે .. તમે હાલ તો આવ્યા છો.. "

" ઓકે આન્ટી પણ ... એ ત્યાંથી આવતી રહેશે તો ? "

" એની ચિંતા ના કર ધ્રુવ ... એ નીકળશે તો એક દિવસ પહેલાં જ કોલ કરી દેશે. "

" ઓકે તો હું કાલે જ જઉં ... "

" ઓકે બેટા .. "

*

વાતાવરણ એકદમ મનોહર લાગી રહ્યું છે. આજુબાજુ પંખીઓનો કલરવ ગુંજી રહ્યો છે. સૂરજ ધીમે ધીમે વાદળાંઓમાંથી બહાર આવવા માટે ડોકિયું કરી રહ્યો એમ દેખાઈ રહ્યો છે. ગઈ રાત્રે જ વરસાદ પડ્યો હોવાથી રોજ કરતા વધારે ઠંડી જણાઈ રહી છે. આજુબાજુ પહાડો વાદળાં સાથે જાણે કે વાતો કરી રહ્યા છે અને પવન સૂસવાટા સાથે ફૂંકાઈ રહ્યો છે. સનસેટ પોઇન્ટ હોવાથી લોકો સવારે પણ ક્યારેક અહી ઉગતા સુરજના દર્શન કરવા આવે છે.

પ્રિષા પણ અહીં એ ઉગતા સૂર્ય ને નિહાળી રહી છે. પાછું એનું તો છે જ આ મનપસંદ સ્થળ. આ પહાડો વચ્ચે એણે પોતાની એક અલગ જ દુનિયા બનાવી લીધી છે. આટલાં વર્ષો ના બદલાવ માં એ અને એનો કેમેરો આ બદલાવ નો સાક્ષી બની રહ્યા છે. પણ 4 વર્ષ તો એ પણ આનાથી દુર રહ્યા....

પ્રિષા અહીંના દ્રશ્યો ને પોતાના કેમેરા માં કંડારી રહી હતી અને તેના વાળ વેગીલા પવન સાથે મસ્તી કરી રહ્યા હતા. પણ પ્રિષા બિલકુલ મસ્તીના મૂડ માં નહોતી. દેખાવમાં તો અત્યારે વ્યસ્ત લાગી રહી હતી પણ મનમાં તો કંઇક બીજું જ ચાલી રહ્યું હતું.

હા .... એ ધ્રુવ ને યાદ કરી રહી હતી અને એ યાદો પણ એટલી તીવ્ર હતી કે આંસુ બનીને બહાર આવી રહી હતી. એ આંસુ પ્રિષા પર વધારે હાવી ના થાય માટે તે એ આંસુ ને લૂછી નાખે છે. ત્યાં જ પ્રિષાને કોઈ જાણીતો અવાજ સંભળાય છે,

चलो लिख लेंगे कहानी पर बताओ ये मजबूरी है क्या....
लिखनी थी मुझे इसे थोड़ी सी आगे पर बताओ इतनी भी पूरी है क्या ...

પ્રિષા એ પાછળ ફરીને જોયું.

" ધ્રુવ.... તું... " એટલું ધ્રુવને સાંભળે તેમ બોલે છે પણ મનમાં પાછી બોલે છે કે, મારો વહેમ તો નથી ને ...

" કેમ ? પંચગીની તારા પપ્પાને નામે કરેલું છે કે પરમિશન લઇને આવું ? "

" મારા પપ્પાને નામે તો નથી પણ તારા નામે પણ નથી... "

" હા તો મને કોણ આવ્યો એ પૂછવાવાળી તું કોણ ? "

" હા ... ભૂલ થઈ ગઈ મારી.. I'm really very sorry .. "

" શું સોરી હમમ ? બધી જગ્યાએ દાદાગીરી જ કરવી છે તારે... "

" હું દાદાગીરી કરું છું .. વાહ .. સરસ.. તો તમે શું કરો છો ? "

" ઝગડો કરવો હોય તો બીજા પણ ટોપિક છે ... ઝઘડવું છે ? "

" હા તો હું જ ઝગડો સ્ટાર્ટ કરું છું એમને ? હું ઝઘડાળુ છું ... "

" હા જ તો ... એમાં કોઈ શક છે તને ? "

" હું ઝગડો કરું છું તો વાત જ કેમ કરે મારી સાથે ? "

" ના ના .. તું નહિ .. હું જ કરું છું ઝગડો .. "

" મારે વાત જ નથી કરવી બસ .... તો પછી.. કોઈ એક વ્યક્તિ એ તો જવા દેવું પડે ને... બાય ધ વે ... હું જ જાઉં છું અહીંથી બસ ... "

પ્રિષા જાય છે ત્યાંથી પણ ધ્રુવ પાછળથી એનો હાથ પકડીને રોકે છે અને તેને પાછી ખેંચી ને તરત જ તેને હગ કરે છે.

" સોરી ... પ્રિશુ ... હું તો just મજાક કરી રહ્યો હતો. "

પ્રિષા કંઈ જ બોલતી નથી . ધ્રુવ એનાથી અળગો થાય છે. જોવે છે તો પ્રિષા રડી રહી છે.

" હેય .... સોરી બાબા... પ્લીઝ રડ નહિ ... પ્લીઝ... નહિ તો હું પણ રડી પડીશ ... "

" રેવા દે ... તું નહિ સારો લાગે રડતાં... "

" હા પણ તું સારી લાગે છે રડતાં ... "

" વેરી ફની ... ? "

ત્યાં જ અચાનક વરસાદ ચાલુ થઇ જાય છે. ધ્રુવની નજર પ્રિષા પર જ અટકી જાય છે. પ્રિષાના વાળ તેના ચહેરા સાથે ગમ્મત કરી રહ્યા હોય છે. ધ્રુવ તેના ચહેરા સુધી હાથ લંબાવે છે અને તેના વાળને હટાવીને કાન પાછળ કરે છે.

પ્રિષા ધ્રુવની સામે જોઈ રહી છે પણ કંઈ જ બોલતી નથી અને ધ્રુવ તેના વાળ સરખા કરવામાં પડ્યો હોય છે. ત્યાં જ પ્રિષા ધ્રુવની નજીક જાય છે. ધ્રુવ પાછો પડે છે. પણ પ્રિષા તેની નજીક જઈને તેના કાન સુધી ચહેરો લંબાવે છે.

" મારા વાળ સરખા થઈ ગયા હોય તો કોઈ સેફ જાગ્યા એ જઈએ , જ્યાં ભીંજાઈ ના જઈએ? "

" હા હા કેમ નહિ ? બીમાર પડી જઈશ તો હોસ્પિટલ તો મારે જ લઈ જવી પડશે. "

" બહુ સારું .. ? "

ધ્રુવ પ્રિષાને લઈને એક ઝુંપડી જેવી જગ્યા એ જાય છે. તેની પર શેડ તરીકે વેલાઓ હોય છે.
તથા બેસવા માટે બાંકડા હોય છે અને ત્યાંથી આજુબાજુના પહાડો પણ ખૂબ સારી રીતે દેખાય છે.

" વાહ .. ધ્રુવ ... આ જગ્યા તો બહુ મસ્ત છે. પહેલાં કેમ ના બતાવી ? "

" પહેલાં વરસાદ નતો આવ્યો ને ...! "

આ સાંભળી પ્રિષા હસવા લાગે છે. ધ્રુવ બસ તેને જોઈ જ રહે છે. પ્રિષાને હસતી જોઈ તે પણ હસી ઉઠે છે.

બંને કુદરતના સૌંદર્ય ને માણી રહ્યા છે. એકબીજા સાથે વાત કરવી છે, પણ જાણે શબ્દો ખૂટી પડ્યાં છે આજે...

અચાનક બંને એકબીજા સામે જોવા જાય છે, ત્યાં જ બંનેની નજરો મળી જાય છે, તેમના ચહેરા પર સ્માઈલ આવી જાય છે.

ધ્રુવ પ્રિષા તરફ પોતાનો હાથ આગળ કરે છે. પ્રિષા પણ કંઈ જ વિચાર્યા વગર તેના હાથમાં પોતાનો હાથ આપે છે. થોડી વાર બંને એમ જ જોઈ રહે છે.

વરસાદ બંધ થાય છે , અચાનક બંને ભાન માં આવે છે.

" પ્રિષા... હવે ઘરે જઈશું ... "

" કેમ ? "

" અરે ... તારા ઘરે મારા મમ્મી પપ્પા તારો wait કરી રહ્યા છે. "

" અંકલ આન્ટી પણ આવ્યા છે...!? તારે મને પહેલાં કહેવું જોઈને ? "

" હા મારી મા .... ભૂલી ગયો ... જઈએ હવે ? "

" હા હવે ... "

ધ્રુવ પ્રિષાને તેની હોટેલ પર લઈ જાય છે. પ્રિષા રેડી થઇ જાય છે અને પોતાની બેગ પેક કરે છે અને ત્યાંથી ચેક આઉટ કરીને નીકળે છે.

" પ્રિષા .. આ રસ્તો યાદ છે ? "

પ્રિષા સ્માઈલ કરે છે.

" હા જ તો ... આને કેમ હું ભૂલી શકું ? આ રસ્તા પર થયેલો એક્સીડન્ટ મારી લાઇફ નો ટર્નિંગ પોઈન્ટ હતો ... "

" હા... મારો પણ ... "

બંને એકબીજા સામે જોઇને સ્માઈલ કરે છે.

ધ્રુવ અચાનક રસ્તામાં કાર રોકે છે. જે પંચગીની નો જાણીતો કેટ' સ પોઇન્ટ છે.

" ધ્રુવ ... કાર કેમ રોકી ? લેટ થાય છે ને ? શું થયું ..? "

" ચૂપ .... બહાર આવ ચલ ... "

" okay "

ધ્રુવ કારનો દરવાજો ખોલે છે અને પ્રિષાનો હાથ પકડીને તેને બહાર નીકાળે છે.

ધ્રુવ પોતાના પગ પર બેસે છે અને પ્રિષાનો હાથ પકડે છે.

" એક એક્સીડન્ટ એ આપણને મળાવ્યા તો શું તું એ એક્સીડન્ટ ને લાઈફ ટાઈમ મારી સાથે યાદ રાખવા માંગીશ ?
પ્રિષા ... મારે તારી સાથે લાંબી ટ્રીપ પર જઉં છે. પહાડો , જંગલો અને એવી જગ્યાઓ પર રખડવું છે , જ્યાં ના મને કોઈ ઓળખે , ના તો તને ઓળખે... મારે તારા જોડે એવી પળો વિતાવવી છે , જે મારી જિંદગીની અમૂલ્ય પળ હોય.... મારે એકાંત જગ્યાઓ પર તારી સાથે , તારો હાથ પકડીને કલાકો સુધી બેસવું છે અને ફકત મૌનને બોલવા દેવું છે.... તારા સુખ દુઃખ માં તારો સાથ આપવો છે.... બોલવા માટે શબ્દો નથી પણ આંખોની રમતથી ઘણું બધું કહેવું છે તને... મારી બધી ભૂલો માં તારા સજેશન અને તારી ભૂલોમાં તારી નાદાની જોઈએ છે... તારી સાથે અહીં ઇન્ડિયા માં જ રહીને લોકોને મદદ કરવી છે , એવા લોકોને પ્રેમ આપવો છે જેમની જિંદગીમાં પ્રેમ જ નથી... મારે કોઈ બંધનમાં નથી બંધાવું કે ના તો તને બાંધવી છે .... ફકત લાઈફ ટાઈમ સુધી કોઈ પણ સ્વાર્થ વગર તારી friendship જોઈએ છે...
Prisha ... I love you.... I shall continue to love you... "

પ્રિષા કંઈ જ બોલતી નથી. બસ એમ જ ઊભી રહે છે. ધ્રુવ ઉદાસ થઈ જાય છે અને
ત્યાંથી ઉભો થઈ જાય છે. કાર તરફ જઈને પહેલાં પ્રિષા માટે દરવાજો ખોલે છે અને પછી પોતાની સીટ પર બેસવા માટે દરવાજો ખોલે છે. ત્યાં જ પ્રિષા પાછળથી બૂમ પાડે છે.

" ઓહ મિસ્ટર ફટ્ટુ.... "

" શું ? "

" આન્સર નથી સાંભળવો મારો ? "

" હા બોલ ... "

" પહેલાં એ બોલ તું કે તને મારા કહ્યા વગર જ બધું કેવી રીતે ખબર પડી જાય છે ? "

" એ તો એમ જ .. "

" શું એમ જ પણ ? "

" પ્રિષા ... દરેક સવાલ ના જવાબ ના હોય ... "

" તું નહિ સુધરે ને ? "

" ના ... "

" ચલ ઠીક છે કાંઈ વાંધો નહિ પણ every month તારે મને પંચગીની લઇને આવવું પડશે ... લાઈફ ટાઈમ મારો બેસ્ટ ફ્રેન્ડ બનીને રહેવું પડશે .... after marriage ... typical husband ની જેમ નહિ વર્તે.... જેમ અત્યારે રહે છે એમ જ રહેવું પડશે ... તો હું તારા માટે કંઇક વિચારું ... "

" હા મારી મા .... બધું જ મંજુર છે.... "

" હજી મારું પૂરું નથી થયું , સાંભળ તો ખરા પહેલાં ... "

" હા બોલ ... હજી શું બાકી છે ... ? "


" તેરી હર એક અદા મોહબ્બત લગતી હૈ,
જુદાઈ એક મુદત સી લગતી હૈ...

પહલે ના સોચતી થી,
મેં યે બાતેં ....

પર અબ તું મેરી જિંદગી કી
ખ્વાહિશ લગતી હૈ.. "

ધ્રુવ બસ પ્રિષાને જોઈ જ રહ્યો છે.

" ધ્રુવ... ક્યાં ખોવાઈ ગયો ... બોલ હવે ... "

" આ પોએટ્રી કઈંક અંશે જાણીતી લાગે છે ... "

" અરે પાગલ... આ તારી જ છે ... તે જ લખેલી.... તારી ડાયરીમાં ... "

" અરે....!? તને કેમની ખબર ... "

" સોરી ... આમ તો કોઈની પર્સનલ ડાયરી રીડ ના કરાય પણ મેં કરી ... "

" શું...? ક્યારે ? "

" જ્યારે આપણે લાસ્ટ ટાઈમ અહીંથી પાછા જતા હતા , ત્યારે આપણે રસ્તામાં એક હોટેલ પર રોકાયા હતા, ત્યારે હું મારો ફોન ભૂલી ગઈ હતી. એ લેવા માટે પાછી આવી ત્યારે જ ... by the way ... તે આ બધું કેમ લખ્યું ? "

" કારણ કે હું તારી સાથેની દરેક પળ ફરી જીવી શકું તે માટે .... જ્યારે પણ એ બધું રીડ કરું, ત્યારે તને મારી સાથે અનુભવી શકું એટલા માટે .... માટે હું લાઈફ ટાઈમ આપણી બધી જ પળો, લડાઈ- ઝગડા , એડવેન્ચર, ટુર્સ, ટ્રીપ બધું જ હું લખીશ .... પણ તને પેહલેથી બધું ખબર છે ? "

" હા જ તો ...? "

" પેહલાથી ખબર હતી તો હેરાન કેમ કર્યો મને ? જા તું ... મારે બોલવું જ નથી તારી જોડ .. "

" I'm sorry Dhruv ?.... મને કંઈ જ સમજાતું ન હતું ... મને મારી જ ફીલિંગ્સ સમજમાં ન હતી આવતી... તો તને ક્યાંથી હું કહેવાની હતી ... I was totally confused... મને સમજ માં નહોતું આવતું કે આપણી વચ્ચે દોસ્તી છે કે પ્રેમ .... "

આટલું બોલીને પ્રિષાની આંખોમાંથી આંસુ અાવી જાય છે. આ જોઈ ધ્રુવ તરત જ પ્રિષાને હગ કરી દે છે.

" I love you so much ... પાગલ ... "

" I love you too ... "

" પાગલ ... હવે રડવાનું બંદ કર ... નથી સારી લાગતી ... "

" હા હવે ... "

" ચલ હવે ... જઈશું ને ? "

" ક્યાં ... "

" લડાખ જઈએ ... ટુર પર ... "

" શું ..? સાચે ..? "

" હા જ તો ... હું તો જઈશ જ મારી બેસ્ટ ટ્રાવેલ પાર્ટનર સાથે ... તારે આવવું હોય તો ચલ .. "

" આ કોણ છે હવે ... ??? "

" મારી બાજુમાં જ ઊભી છે ... "

" ? સાચે ને ... ? "

" હા જ તો ... "

" તો ઠીક "

આ સાથે જ બંને નિકળી પડે છે... એક નવા એડવેન્ચર પર ... લાઈફ નામનાં સૌથી મોટા એડવેન્ચર પર .....

? thanks for reading ?

- Dhruv Patel


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED