ધ એક્સિડન્ટ - 7 Dhruv Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

  • આ મોબાઇલે તો ભારે કરી!

         જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો...

શ્રેણી
શેયર કરો

ધ એક્સિડન્ટ - 7
















પ્રિષા બીજા દિવસે એના ડોક્યુમેન્ટસ લઇને એજન્ટ પાસે જાય છે. એજન્ટ કહે છે કે તેને વિઝા મળી જશે. પ્રિષા તેમને જેમ બને એમ જલ્દી કરવા કહે છે. એજન્ટ કહે છે કે 2 મહિના જેટલો સમય થશે.

આ 2 મહિનામાં પ્રિષા બધી જ તૈયારી કરી દે છે. એ બહુ જ ખુશ હોય છે. આખરે 2 મહિના પછી પ્રિષાની ધીરજ નો અંત આવે છે, એને વીઝા મળી જાય છે. 7 દિવસ પછી પ્રિષાના મમ્મી પપ્પા તેને મૂકવા એરપોર્ટ જાય છે.

પ્રિષાને આમ ઘરથી આટલું દુર જઈ રહી છે, એ વિચારીને એના મમ્મી પપ્પા ની આંખો માંથી આંસુ અાવી જાય છે.

" બેટા .. તારું ધ્યાન રાખજે.. "

" હા મમ્મી... હા.. પપ્પા.. પણ પેલા તમે તમારું ધ્યાન રાખજો... "

" હા બેટા... કોઈ પણ તકલીફ હોય તું અમને કહી દે જે અથવા તો ધ્રુવ ને કહી દે જે અમે હંમેશા તારી સાથે છીએ. "

" હા પપ્પા .. "

પ્રિષા પણ એના મમ્મી પપ્પા ને હગ કરીને રડે છે. અને એમના આશીર્વાદ લઈને પોતાની મંજિલ તરફ આગળ વધે છે.

પ્રિષાનું પ્લેન અનાઉન્સ થઈ જાય છે. એ પ્લેન માં બેસે છે પણ તેને અનેક વિચારો ઘેરી વળ્યા હોય છે.

" હું ધ્રુવ પાસે જઈને ઠીક તો કરી રહી છું ને ? હું એને લવ નથી કરતી પણ ક્યાંક હું એની નજીક રહું તો ક્યાંક એને એવું ના લાગે કે હું પણ એને...? "

પ્રિષા બે દિવસ પછી ટોરન્ટો સિટી પહોંચે છે.

ગિરિશભાઈ ધ્રુવને એમના ફ્રેન્ડ ની દીકરી ને લેવા માટે એરપોર્ટ જવા માટે કહે છે.

" ધ્રુવ બેટા મારા એક ફ્રેન્ડ ની ડોટર ને તારે એરપોર્ટ લેવા જવાનું છે. એ અહીં થોડા દિવસ માટે રહેવા આવે છે. "

આ સાંભળતાં જ ધ્રુવ ને પ્રિષા ની યાદ આવી જાય છે. એને થાય છે કે પ્રિષા તો નથી આવી રહી, પણ તરત જ એને પ્રિષા એ કહેલી ના યાદ આવી જાય છે. એટલે એને થાય છે કે બીજું કોઈ હશે.

" કોણ પપ્પા ? "

" બેટા, તું એને નથી ઓળખતો. "

" તો પપ્પા હું એને ઓળખીશ કઇ રીતે ? "

" હા બેટા.. તું એને નથી ઓળખતો પણ એ તને ઓળખી જશે . મે તારો ફોટો એને મોકલી આપ્યો છે. તું એરપોર્ટ પહોંચ, હું તને નંબર મેસેજ કરી દઈશ. "

" ઓકે પપ્પા .. "

ધ્રુવ એરપોર્ટ પહોંચે છે. ફ્લાઇટ હજી લેન્ડ નથી થઈ હોતી. ત્યાં ગિરિશભાઈ એને નંબર સેન્ડ કરે છે. થોડી વાર પછી ફ્લાઇટ લેન્ડ થાય છે. ધ્રુવ રાહ જોતો ઉભો રહ્યો છે. એ કોલ કરે છે પણ ફોન વ્યસ્ત બોલે છે.

અચાનક એની નજર એક છોકરી પર પડે છે. એ ધ્રુવ ની તરફ પીઠ ફરીને ઉભી હોય છે, આથી ધ્રુવ બરાબર તેનો ચહેરો જોઈ નથી શકતો. એ કોઈને કોલ કરવાની કોશિશ કરી રહી હોય છે પણ લાગી નથી રહ્યો. એ છોકરી ખુબ જ નર્વસ થઈ ગઈ હોય છે.

ધ્રુવ ને ખબર નહિ શું સુજે છે કે એ અચાનક એની પાછળ જાય છે અને એના ખભા પર હાથ મૂકીને બોલે છે, " પ્રિષા....... ? "

હા... એ પ્રિષા જ હતી. પ્રિષા તરત પાછળ ફરે છે. ધ્રુવ તેને જોઈને સ્તબ્ધ થઈ જાય છે.

" ધ્રુવ... ક્યાં હતો તું ? ક્યારની રાહ જોઉં છું તારી , ખબર નથી પડતી તને? કેટલા કોલ કર્યા તને ? પણ તમે તો વ્યસ્ત હતા કોઈની સાથે વાત કરવામાં .. ? "

પ્રિષા આગળ કંઈ બોલે એ પહેલાં જ ધ્રુવ એને હગ કરી દે છે. એને લાગે છે કે એ જાણે કોઈ સપનું જોઈ રહ્યો છે. એની આંખો રડમસ થઇ જાય છે પણ તે એ આંસુઓને બહાર નથી આવવા દેતો. એ પ્રિષા ને દૂર કરે છે. પ્રિષા એને જ જોઈ રહી હોય છે. ધ્રુવ ની આંખો એને ઘણું બધું કહી રહી છે. પણ પ્રિષા જાણે છે કે એ કંઈ જ નહિ બોલે.

" ચૂપ રે ... મારી મા ... પહેલાં તો તું એમ કે તું અહી કેમ આવી ? "

" કેમ આવી એટલે તે તો કહ્યું હતું , આવવા માટે . "

" જેના જવાબમાં તમે ના પાડી દીધી હતી તો હવે કેમ આવી છે જતી રહે પાછી .. "

" એ તો મારે તને સરપ્રાઇઝ આપવી હતી એટલે .. "

ધ્રુવ કંઈ જ બોલતો નથી. એ મોઢું ચઢાવીને ઉભો રહ્યો છે. પ્રિષા રડમસ થઇ જાય છે. એ તરત જ પાછળ ફરે છે અને જવા લાગે છે. પણ ધ્રુવ તેનો હાથ પકડી લે છે.

" ઓય.. હવે ક્યાં જાય છે..? "

" તારે શું મારે જ્યાં જવું હોય ત્યાં જઈશ. તારી જોડે તો નહિ જ આવું. " પ્રિષા ગુસ્સામાં આવી જાય છે.

" અરે .. બાબા .. I'm sorry .. I was just kidding ... relax ... don't cry ... yar.. pls.. "

પ્રિષા ના ચહેરા પર સ્માઈલ આવી જાય છે.

" આમ પણ તને કોણ છોડે... પપ્પા મને ઘર ની બહાર કાઢી મૂકે... પછી હું રહું ક્યાં.. આમ પણ મારા કરતાં તો તું એમને વધારે વહાલી છે.. "

" હા .. તો કેમ ના હોઉં ? બેસ્ટ ફ્રેન્ડ કોની ? પાછી હું તો એમના બેસ્ટ ફ્રેન્ડ ની છોકરી છું તો હોઉં જ ને ? "

" હા ... માતાજી ... હવે આવશો ઘરે ? "

" હા બેટા .. જરૂર " અને બંને હસી પડી છે.

ધ્રુવ પ્રિષાને લઈને એના ઘરે પહોંચે છે. ત્યાં ગિરિશભાઈ અને ભાવનાબેન પ્રિષાની રાહ જોતાં બેઠાં હોય છે. ધ્રુવ ના મમ્મી ભાવનાબેન પ્રિષાનું સ્વાગત કરે છે.

" પ્રિષા બેટા ... ઘરે બધા મજામાં ને ? " ભાવનાબેન પૂછે છે.

" હા આન્ટી .. બધા મજામાં.. "

" મમ્મી પપ્પા ... તમે બંનેને ખબર હતી ને કે પ્રિષા આવવાની છે તો પણ તમે મને ના કહ્યું... " ધ્રુવ એ ફરિયાદ કરતા કહ્યું. "

" અરે બેટા એ તો તને સરપ્રાઇઝ આપવા માંગતા હતા એટલે ના કહ્યું . " ગિરિશભાઈ એ કહ્યું.

"ધ્રુવ તું અંકલ આન્ટી ને કંઈ ના કહીશ એમને મેં કહ્યું હતું એટલે એમણે તને ના કહ્યું. " પ્રિષા ધ્રુવ ના મમ્મી પપ્પા ની સાઇડ લેતાં અને પોતાનો વાંક નીકળતાં કહે છે.

" હા .. તું તો બહુ ડાહી છે ને ... હવે જો તું ... બદલો લઈશ ... આમ પણ અહીંથી તો તું ક્યાંય જવાની નથી. "

" પ્રિષા બેટા ... ડોન્ટ વરી ... હું જોઉં છું એ શું કરે છે ... " ભાવનાબેન પ્રિષા ની સાઇડ લેતાં કહે છે.

" મમ્મી ... તું એની સાઇડ કેમ લે છે ? તું મારી મમ્મી છે કે એની ? "

" પ્રિષા હવે અમારી જ દીકરી છે . " ગિરિશભાઈ પ્રિષા ના માથે હાથ મૂકતાં બોલ્યા.

" પ્રિષા તે તો આવતાં ની સાથે જ મારા ઘર પર કબજો મેળવી લીધો .. હવે જો તું ... ?? "

" હા હા... થાય એ કરી લે જે .. " ગિરિશભાઈ ધ્રુવ ને ચીડવતા કહે છે.

" પ્રિષા બેટા... આનું તો ચાલ્યા જ કરશે તું તારા રૂમ માં જઈને આરામ કર. ધ્રુવ પ્રિષા ને એના રૂમ માં લઈ જા .. હું કૉફી મોકલાવું છું .. " ભાવનાબેન કહે છે.

" હા મમ્મી... આવ પ્રિષા ... "

પ્રિષા ધ્રુવ સાથે એના રૂમ માં જાય છે. રૂમ પ્રિષાની પસંદ નો જ ડેકોરેટ કરેલો હોય છે. પ્રિષા આ જોઈને ખુશ થઈ જાય છે. હકીકત માં ધ્રુવ એ એરપોર્ટ પરથી નીકળતાં પહેલા ભાવનાબેન ને ફોન કરીને કહી દીધેલું.

" પ્રિષા ... તું બે - ત્રણ દિવસ આરામ કર ... પછી તારા એડમિશન માટે વિચારીશું... "

" હા .. ઓકે .. "

" તારે કંઈ પણ જોઈએ તો મને કહી દે જે અને ના કેવું હોય તો જાતે જ લઈ લે જે હવે તો આ તારું જ ઘર છે . "

" thanks a lot Dhruv ...?☺️ "

" હા હવે ડાહી.. હું બહાર જાઉં છું, તું આરામ કર ... બાય.. "

" બાય .. "











ત્રણ મહિના પસાર થઈ જાય છે. પ્રિષાની સ્ટડી પણ સ્ટાર્ટ થઈ ચૂકી છે. ધ્રુવનો પ્રિષા પ્રત્યેનો લગાવ પણ ગાઢ થઈ ચૂક્યો છે. જ્યારે પ્રિષા પણ એને બેસ્ટ ફ્રેન્ડ માને છે. પ્રિષા એની કોલેજ ના ટાઈમ સિવાય અને ધ્રુવ એની ઓફિસના ટાઈમ સિવાય , આખો દિવસ બંને સાથે જ હોય. બંને નાના બાળકોની જેમ લડે- ઝગડે , એકબીજાને મનાવે, મસ્તી કરે, ધ્રુવ પ્રિષાને આઉટિંગ માટે પણ લઈ જતો.

પ્રિષા ધ્રુવ ના મમ્મી પપ્પા ની પણ લાડલી બની ગઈ હતી. એ લોકો પ્રિષાને ખુબ જ પ્રેમ કરે છે. એક દિવસ આ જોઈને પ્રિષાને એની મમ્મી ની યાદ આવી જાય છે. અને પોતાના રૂમ માં એકલી બેઠેલી એ રડવા લાગે છે. ત્યાં જ ભાવનાબેન ત્યાંથી એના રૂમ પાસેથી નીકળે છે. એમને અચાનક પ્રિષાનો રડવાનો અવાજ સંભળાય છે. તે ગભરાઈ જાય છે અને તરત જ પ્રિષા જોડે જાય છે. ભાવનાબેન ને જોઈને પ્રિષા તરત જ પોતાના આંસુ છુપાવવાની નિષ્ફળ કોશિશ કરે છે.

" પ્રિષા બેટા... શું થયું ? કેમ રડે છે ? કોલેજ માં કંઈ થયું ? ધ્રુવ જોડે ઝગડો થયો ? બેટા.. પ્લીઝ આમ રડ નહિ .. તું મને કહી શકે છે... "

" કંઈ નહિ આન્ટી... તમે ટેન્શન ના લો. આ તો જસ્ટ મમ્મી પપ્પા ની યાદ આવી ગઈ એટલે... બીજું કંઈ નહીં... "

" પ્રિષા... હું પણ તારી મમ્મી જેવી જ છું ને ... આજથી તું મને આન્ટી નહિ પણ મમ્મી કહીને જ બોલાવીશ... સમજીને ..? "

" પણ આન્ટી ... "

" પણ પણ કંઈ નહિ ... મેં કહ્યું ને એકવાર .. "

" ઓકે... મમ્મા ... " આટલું બોલીને પ્રિષા ભાવનાબેન ને હગ કરીને રડે છે. ભાવના બેન એને સંભાળે છે.

ભાવનાબેન પછી પોતાના રૂમ પર જાય છે. પ્રિષા ને થોડી વાર બહાર જવાનું મન થાય છે. એ ભાવનાબેન ને કહેવા જાય છે પણ તેઓ આરામ કરતાં હોવાથી તેમને ડિસ્ટર્બ નથી કરતી અને કહ્યા વગર જ બહાર ગાર્ડન માં જતી રહે છે.

આ તરફ ધ્રુવ ઓફિસ થી ઘરે આવે છે. પ્રિષા ક્યાંય ના દેખાતા એ ભાવનાબેન ને પૂછે છે. ભાવનાબેન એને એના રૂમમાં જોવાનું કહે છે. પણ પ્રિષા ત્યાં નથી હોતી. ધ્રુવ તરત જ એને કોલ કરે છે પણ ફોન પ્રિષા ઘરે જ ભૂલી ગઈ હોય છે. ભાવનાબેન ગિરિશભાઈ ને કોલ કરે છે અને પ્રિષા વિશે પૂછે છે પણ તેમને પણ કંઈ ખબર હોતી નથી. આથી ભાવનાબેન ગભરાઈ જાય છે અને રડે છે.

ધ્રુવ પ્રિષાને શોધવા નીકળે છે આજુબાજુ બધી જ જગ્યાએ ચેક કરે છે પણ એ ક્યાંય નથી મળતી. પાછું પ્રિષાને બધા રસ્તા પણ બરાબર યાદ નથી એ વિચારીને ટેન્શનમાં આવી જાય છે. ધ્રુવ ઘરે આવે છે એને કંઇ જ ખબર નથી પડતી કે એ શું કરે...

થોડી વાર પછી પ્રિષા ઘરે આવે છે. ધ્રુવ ને પ્રિષા પર ગુસ્સો આવે છે.

" પ્રિષા તને કંઇ ખબર પડે છે કે નહિ...? કહ્યા વગર ઘરની બહાર નીકળી જાય છે..? એકવાર કહેવું તો હતું... નહોતું કહેવું તો કંઈ નહિ પણ ફોન તો જોડે રાખવો હતો ... "

" I'm sorry yar ... હવે બીજીવાર આવું નહિ થાય.. I'm so sorry... "

ધ્રુવ પ્રિષાને હગ કરે છે. એ ખુબ જ ચિંતિત થઈ ગયો હતો. પણ પ્રિષાને જોઈને એના જીવ માં જીવ આવે છે. ધ્રુવ રડી રહ્યો હતો. પણ એ આંસુ બહાર આવી શકે તેમ નહોતા.....

રાત્રે બધા સાથે ડિનર કરે છે. ડિનર પાછી પ્રિષા પોતાના રૂમ માં આવી જાય છે. એને બસ ધ્રુવ ના જ વિચારો આવે છે. એને આજ એકદમ અલગ જ ફીલ થયું જ્યારે ધ્રુવ એ એને હગ કર્યું. એ વિચારે છે કે એ જસ્ટ થોડી વાર માટે બહાર ગઈ કહ્યા વગર એમાં ધ્રુવ કેટલો હાઈપર થઈ ગયો. એ મારી કેટલી ચિંતા કરે છે , મારું કેટલું ધ્યાન રાખે છે. કોઈ પણ જાતનાં સ્વાર્થ વગર....
પ્રિષા રાત્રે ઊંઘી પણ શકતી નથી.

બીજા દિવસે સવારે પ્રિષાને ધ્રુવ ની ડાયરી યાદ આવે છે. ધ્રુવ જ્યારે ઓફિસે જાય છે ત્યારે પ્રિષા તેના રૂમ માં જાય છે અને ડાયરી શોધે છે. અચાનક ડાયરી શોધતાં શોધતાં એને કેટલીક મેડિસીન્સ અને કેટલાક ઇન્જેક્શન મળે છે જે કોઈ નોર્મલ ડિસિઝ ના નથી હોતા....

to be continued....

ધ્રુવ કેમ મેડિસીન્સ યુઝ કરે છે ? ઇન્જેક્શન શેના હોય છે ? શું ધ્રુવ પ્રિષાની યાદ માં ડ્રગ્સ નો બંધાણી થઈ ગયો હશે ?

તમારા વિચારો કૉમેન્ટ કરો...

? thanks for the reading ?

- Dhruv Patel