ધ એક્સિડન્ટ - 3 Dhruv Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ એક્સિડન્ટ - 3























" પ્રિશા ... પ્લીઝ રડ નહિ . ધ્રુવ તને મળશે જરૂર મળશે એ વધારે દૂર નહિ ગયો હોય. "

" ધ્રુવ ..? "

" હા ... પ્રિશા. એનું નામ ધ્રુવ છે. મેં વાત વાત માં એને પૂછી લીધું હતું. એ એની કાર લઇને અહી નજીકની હોટેલ પર જવાનો હતો. ચાલ , હું તને લઈ જાઉં છું."

" thank you so much Dr. uncle ...  thank you so so so much ... ?? "

ડોક્ટર પ્રિશાને લઈને તરત જ ત્યાં જાય છે. ધ્રુવ હજી  તેની કાર સ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હોય છે.

પ્રિશા કારનો દરવાજો ખોલીને અંદર કારમાં એની બાજુની સીટ પર બેસી જાય છે. ધ્રુવ એને જોઈને ચોંકી ઊઠે છે.

"તું ...?  તું અહી કેમની ? તું તો બેભાન હતી ને કેમ છે હવે અને મારી પાછળ પાછળ કેમ આવી ? "

" તું નહિ પ્રિશા. મારું નામ પ્રિશા છે  મિ. ધ્રુવ .."

" તને મારું નામ કેવી રીતે ખબર પડી ? "  પ્રિશા હજી આગળ કંઈ બોલે એ પહેલાં જ ધ્રુવ બોલી ઉઠ્યો.

" ચૂપ ... એકદમ ચૂપ ... કેટલા સવાલો કરે છે. પહેલા તો તું મારા સવાલ ના જવાબ આપ. એ દિવસે હોસ્પિટલમાં મને મૂકીને કહ્યા વગર ક્યાં જતો રહેલો. પાંચ વર્ષ થી તારી રાહ જોઉં છું. ન તો મને  તારું નામ ખબર હતું , ના તો કોઈ એડ્રેસ .. પાંચ વર્ષથી  પાગલ ની જેમ તને શોધું છું. દર મહિને અહી પંચગીની આવું છું અને સનસેટ પોઇન્ટ પર કલાકો સુધી બેસી  રહું છું. એ જ ઉમ્મીદ સાથે કે તું આવીશ અને ફાઈનલી આજે આવ્યો તો પણ મને મૂકીને જતો રહ્યો. કેમ ..?
હંમેશા મને બચાવે છે તો મારાથી દુર કેમ ભાગે છે તું ? .... "

પ્રિશા ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે છે  અને ધ્રુવ બસ તેને જોઈ જ રહ્યો છે એને રડતી જોઈને એની આંખો માં પણ આંસુ આવી જાય છે .

" હવે  આમ જોઈ શું રહ્યો છે જવાબ આપ મને " પ્રિશા ખીજાય જાય છે .

" I'm so sorry Prisha ... પ્લીઝ આમ રડ નહિ તું.  પહેલાં મારી વાત તો સાંભળ. મેં તને એ દિવસે કહેલું ને કે મારે મારા અંકલ ને મળવા જવાનું છે તો મારે મોડું થઇ ગયું હતું તો તારા મમ્મી ના આવતા જ હું નિકળી ગયેલો. તને એકલી મૂકીને નહોતો ગયો. "

" તો આજે કેમ જતો રહેલો ? "

" અરે .. !! હું  પાછો આવવાનો જ હતો એટલે તો ડોક્ટર અંકલ ને કહ્યું હતું નહિ તો હું કહ્યા વગર પણ જતો રહ્યો હોત ને . હું તારો phone લેવા ગયેલો, જે મારી કારમાં પડ્યો હતો. "

" આટલાં વર્ષો ક્યાં હતો તું ? "

"હું હવે કેનેડા માં રહું છું. હું એ જ મહિને ત્યાં શિફ્ટ થઈ ગયેલો અને  20 તારીખે  જ હું પાંચ વર્ષ પછી ઇન્ડિયા આવ્યો છું.  ઇન ફેકટ આવતી કાલે પાછી મારી ફ્લાઇટ છે કેનેડા ની . "

" શું ..? તું  કાલે પાછો જાય છે ? " પ્રિશા આ સાંભળી ઉદાસ થઈ જાય છે .

" હા ... બાય ધ વે તું કેમ મારી રાહ જોઈ રહી હતી ? એ પણ આવી રીતે યાર ? "

ધ્રુવના અચાનક  આવા સવાલ થી પ્રિશા વિચારમાં પડી જાય છે.

" કંઈ નહિ બસ ... એ તો તું અચાનક એ રીતે જતો રહેલો મને ચિંતા થતી હતી. ક્યાંક હું મારા ફ્રેન્ડ ને ખોયી ના બેસું . "

" ઓહ ... પાગલ ... સોરી ... હવે કહીને જ જઈશ બસ ...  અને હા લે  આ તારો ફોન અને એમાં મારો નંબર પણ સેવ કરી દિધો છે. તારે જ્યારે પણ મારી જરૂર પડે મને call  કરી દેજે . "

" it's ok ... thank you !   thank you so so so much for everything ..☺️?"

" thanks  પણ કહે છે અને ફ્રેન્ડ પણ કહે છે આ તો કેમ ચાલે ? "

" sorry  બસ હવે નહિ કહું "

" હા ... એમ.   ચાલ હવે તારી તબિયત નથી સારી. તને તારી હોટેલ પર મૂકી જઉં ."

" હા .. ☺️ "

" તો તું અહીં થી ક્યારે નીકળવાની છે પૂણે જવા ?"

" બસ કાલે સવારે "

" ઓહ ohk તો હું કાલે તને મૂકી જઈશ ... બસ માં જ આવી હોઈશ ને ? "

" હા.. "

" પ્રિશા ... are you ok ? "

" ya ... I'm fine . "

"ohk good "

ધ્રુવ નોટિસ કરે છે કે પ્રિશા થોડી ઉદાસ જણાય છે પણ એ કંઈ પૂછતો નથી એને એમ કે તબિયત સારી નહિ હોય એટલે. પ્રીશાની હોટેલ આવી જાય છે. ધ્રુવ એને એની હોટેલ પર મૂકી આવે છે અને પછી પોતાની હોટેલ પર જાય છે .

બીજા દિવસે સવારે ધ્રુવ પ્રિશાને લેવા એની હોટેલ પર જાય છે.

" good morning Prisha ... are you ready ? "

"yes, let's go "

ધ્રુવ પ્રિશાને પોતાની કારમાં મૂકવા જાય છે.

" એય ... ધ્રુવ ... કાર રોક. બસ સ્ટોપ પાછળ રહી ગયું છે. " 

" હા ... મને ખબર છે. "

" ખબર છે તો કાર ને રોક અને યૂ- ટર્ન લે. "

" ના... અત્યારે મૂડ નથી . "

" what ..? મૂડ નથી એટલે શું  ? " પ્રિશાને ગુસ્સો આવી જાય છે કારણ કે તે પહેલીવાર આવી રીતે કોઈની કાર માં જઈ રહી છે અને એ આ રીતે એને ચીડવે છે.

" relax yar ... I'm just kidding ... sorry ... "

" હા .. પણ તે કાર કેમ રોકી નહિ ? "

" કારણ કે હું તને તારા પૂણે જ મૂકવા આવી રહ્યો છું તારા ઘરે. "

" શું ? પણ કેમ ? હું જતી રહીશ ... it's ok ."

" પ્રિશા અત્યારે તારી તબિયત નથી સારી અને હું કોઈ જ રિસ્ક લેવા નથી માંગતો. સો પ્લીઝ.. "

" અરે મને શું થયું છે..? I'm absolutely fine ... "

"  હા... હો.. મને ખબર છે ડાહી... ચૂપ રે .. હમણાં પડશે ને એક. "

" પડશે એટલે શું હે ? તું મને મારીશ ? એક તો મારી મરજી વિરુદ્ધ મને લઇ જાય છે અને પાછો મારીશ... સરસ ?"

" અરે બાબા સોરી ... પણ પ્લીઝ તું ચૂપચાપ બેસ અને મને મારું કામ કરવા દે ... મેં કહ્યું ને હું મૂકી જાઉં છું. મારે તારું કંઈ નથી સંભાળવું "

અડધો કલાક થઈ જાય છે પણ પ્રિશા કંઈ બોલતી નથી.

" પ્રિશા ... શું થયું ?  ચૂપ કેમ થઈ ગઈ ? કંઇક તો બોલ ... "

" તે તો હમણાં કહ્યું ચૂપચાપ બેસ ... તો ક્યાંથી બોલું ?  ? "

" અરે સોરી યાર ... પણ તું સમજતી કેમ નથી ? તારી તબિયત નથી સારી યાર ... "

" હા બાબા ... it's ok ... ?"

" તારે કંઈ જોઈએ ? I mean અહી એક હોટેલ પર થોડી વાર બ્રેક લઈએ પછી નીકળીએ ? "

" હા .. ઓકે ... તું પણ થાકી જઈશ ડ્રાઇવ કરીને . "

ધ્રુવ કાર હોટેલ પાસે રોકે છે અને બને હોટેલ પર જાય છે.

" ધ્રુવ ... એક મિનિટ ... મારો ફોન ... લાગે છે હું કાર માં જ ભૂલી ગઈ છું. તું મને ચાવી આપ હું લઇને આવું છું ."

" ઓહ ઓકે .... તું રહેવા દે હું લઇને આવું છું. "

" અરે .. તું મને ચાવી આપ હું લઇને આવું છું, ત્યાં સુધી તું  કૉફી નો ઓર્ડર આપી દે ને પ્લીઝ. "

" ok.. fine.. લે આ ચાવી. "

" ya .. thanks... હું હમણાં આવી. "

ધ્રુવ કોફીનો ઓર્ડર આપવા જાય છે જ્યારે પ્રિશા એનો ફોન લેવા જાય છે. પ્રિશા કાર માં એનો ફોન શોધે છે ત્યારે એની નજર એક ડાયરી પર પડે છે. પ્રિશા એ ડાયરી વાંચે છે. એ જોઈને એ ચોંકી ઉઠે છે.

એ ડાયરી માં ધ્રુવ એ અત્યાર સુધીની પ્રિશા સાથે થયેલી મુલાકાત વિશે અને પ્રિશા વિશે લખ્યું હોય છે. અંત માં એ  એક શાયરી વાંચે છે :-

                


      તેરી હર એક અદા મોહબ્બત લગતી હૈ,
   જુદાઈ એક મુદત સી લગતી હૈ...

પહલે ના સોચતા થા,
મેં યે બાતેં ....

પર અબ તું મેરી જિંદગી કી
ખ્વાહિશ લગતી હૈ...


to be continued...

હવે શું ચાલતું હશે પ્રિશાના મગજમાં ? એ આને કઈ રીતે લેશે ?

તમારા વિચારો કૉમેન્ટ કરો....

? thanks ?

                                                                                                - Dhruv Patel