Bedhadak ishq 14 books and stories free download online pdf in Gujarati

બેધડક ઈશ્ક - 14

બેધડક ઈશ્ક ભાગ 14

વાચકમિત્રો આ ભાગ આવતા સુધીમાં ઘણો સમય લાગ્યો તે બદલ હું તમારી દિલથી માફી માંગું છું પરંતુ હવે આ નવલકથા સંપૂર્ણ પણે લખાઈ ગઈ છે અને વિશ્વાસ છે કે હવે થી પ્રકાશિત થનારા બધા જ ભાગમાં તમે ખૂબ જ રોમાંચક પર જશો. તો તૈયાર થઈ જાઓ આ સફર માટે . welcome back to my thriller novel.


આર્યા અને પાર્થ એકદમ સ્પષ્ટ રીતે તથા કોઈને પણ દુઃખ ન પહોચે તે રીતે પોતાના પ્રેમની રજૂઆત કરે છે અને આ અવસરે કુદરત પણ તેમને આશીર્વાદ આપતું હોય તેમ વરસાદ વરસાવી રહયું છે. હવે પાર્થ અને આર્યા સામે પ્રશ્ન એ હતો કે તેમના પેરેન્ટ્સને આ વાત કઈ રીતે જણાવવી અને બંને પાછા પોતાના મમ્મી પપ્પા ને આ વાત જણાવ્યા વિના વધુ સમય સુધી રહી શકે નહિ કારણ કે આવું કૃત્ય તેમના સંસ્કારમાં હતું જ નહિ. હવે પાર્થ અને આર્યા રાત્રે સમય મળ્યે એકબીજા સાથે વોટ્સએપ પર તો અમુક વખત વીડિયો કોલ કરીને વાતો કરતાં . કોલેજમાં પણ તેઓ બંને એકબીજાને હવે કેન્ટીનમાં મળતા પણ તેઓ પોતાનું એક પણ લેકચર બંક કરતા ન હતા. આમ ને આમ એક મહિના જેટલો સમય વીતી જાય છે . તેમનો પ્રેમ વધુ ને વધુ ગાઢ બનતો જાય છે .પાર્થ અને આર્યા ને એમ જ હતું કે તેમના મમ્મી પપ્પા આ વિશે જાણતા નથી. પણ આ એક મહિના દરમિયાન તેમની જાણ બહાર તેમના માતા પિતાને આ વાતની ખબર થઈ ગઈ હતી. આ વાત છે તે સમયની જયારે પાર્થ અને આર્યા ને ઈનામ મળ્યાં હતાં તે દિવસે આર્યા પાર્થની સામે જે રીતે જોઈ રહી હતી તે રમેશભાઈ ની અનુભવી આંખોથી છૂપું રહ્યું નહોતું . રમેશભાઈને અણસાર આવી ગયો હતો કે આર્યા પાર્થને મનોમન પસંદ તો કરે છે. રમેશભાઈ આવીને એકતાબહેન ને આ વિશે જણાવે છે. એકતાબેન પણ આર્યા ને બે ત્રણ વખત મળેલા હતા એટલે તે જાણતા જ હતા કે આર્યા ની સુંદરતા તથા સંસ્કાર એકદમ યોગ્ય જ હતા . રમેશભાઇ એ પાર્થની જાણ બહાર જ વિનોદભાઈને ફોન કરીને આ બાબત વિશે જણાવેલું . આમ પણ રમેશભાઈ અને વિનોદભાઈ એકબીજાને સારી રીતે ઓળખતા હતા . પરંતુ રમેશભાઈ ઈચ્છતા હતા કે પાર્થ આ વિશે તેમને સામેથી જણાવે અને તેમને વિશ્વાસ તો હતો જ. પાર્થ હવે વધારે મોડું કરવા માગતો ન હતો તેણે આર્યા ને પણ કહી દીધેલું કે તે વિનોદભાઈને યોગ્ય રીતે આ વાત જણાવી દે. પાર્થ સમજતો હતો કે જયારે કોઈ છુપાવેલી વાત માતા પિતાને ખબર પડે છે ત્યારે તેમનું હૈયું કેટલી વેદના સહન કરે છે. ત્રણ દિવસ પછી સવારે પાર્થ રમેશભાઈ જયારે ચા પીતા હતા ત્યારે તે મમ્મીને પણ પોતાની પાસે બોલાવે છે અને તે આર્યા ને પ્રેમ કરે છે અને અત્યાર સુધીની તમામ વાતો જણાવી દે છે. અને આ જ તો સંબંધ હોય છે માતા પિતા અને પુત્રનો . મારા મત મુજબ, સંતાનો પાસે એટલી તો હિંમત હોવી જ જોઇએ કે તેઑ પોતાના માતા પિતા ને સાચી વાત જણાવી શકે. અને આ સાચી વાત માતા પિતા ના ડરથી નહિ, પણ માતા પિતાને મનને દુખ ન લાગે તે ડરથી જણાવતા હોય. પાર્થે જે રીતે રમેશભાઈ અને એકતાબહેન આગળ બધી વાત કરી તેનાથી રમેશભાઈ અને એકતાબહેન બન્ને ખુશ હતા. રમેશભાઈ એ પાર્થને પોતાની પાસે બોલાવ્યો , બેટા પાર્થ અમને આ વિશે ખબર જ હતી અને વિનોદભાઈ ને પણ આ વિશે ખબર જ હતી પણ અમે તારા સંસ્કાર ની ચકાસણી કરી રહ્યા હતા અને અમને ગર્વ છે કે અમારા આપેલા સંસ્કાર તે સાચવી રાખ્યા છે. પાર્થ રમેશભાઈને ગળે લાગી જાય છે. બીજી તરફ આર્યા પણ શરમાઈને પોતાની મમ્મી ને આ વાત જણાવી દે છે .તે રાત્રે વિનોદભાઈને આ વાતની જાણ થતાં તે આર્યા ને પણ જણાવી દે છે કે તેમને અને રમેશભાઈને આ વિશે ખબર જ હતી પણ અમે તમારા સંસ્કારની ચકાસણી કરી રહ્યા હતા. બીજા દિવસે રવિવાર હોવાથી રમેશભાઈ સપરિવાર આર્યા ના ઘરે જાય છે બંને પરિવાર ખૂબ જ ખુશ હોય છે. તેઓ પાર્થ અને આર્યા થી ખૂબ જ ખુશ હોય છે. પછી તો પાર્થ અને આર્યા ના મન પર રહેલો બોજ ઘણો ઓછો થઈ જાય છે. પાર્થ અને આર્યા ને પરિવાર તરફથી પુરતો સહકાર હતો. આમ ને આમ એકબીજાના મિત્ર અને પ્રેમી તરીકે આ કોલેજના દિવસો પસાર થઈ જાય છે. પાર્થના માનસપટ પર આ યાદો એક રીલની માફક પસાર થઈ ગઈ . પાર્થ પોતાના જીવનના આ સંસ્મરણોને યાદ કરીને ઘણો જ ખુશ હતો. હવે પાર્થની કોલેજની છેલ્લી એકઝામનુ રિઝલ્ટ થોડા જ દિવસોમાં આવવાનું હતું. અને આખરે એ દિવસ આવી ગયો. ફરીથી બધા વિદ્યાર્થીઓ પોતપોતાના વાલીઓ સાથે ઓડિટોરિયમ મા હાજર થઇ ગયા. હવે રિઝલ્ટ ડિસ્ટ્રીબ્યુશન પ્રોગ્રામ શરૂ થાય છે. છેલ્લા ઘણા સમયથી પાર્થ અને આર્યા એકબીજા સાથે હતાં અને તેમની સ્ટ્રીમમા પાર્થનો પહેલો અને આર્યાનો બીજો નબર આવતો. બધા પણ એ જ વિચારતા હતા કે આ વખતે પણ આવું જ થાય છે પણ જ્યારે રિઝલ્ટ આવ્યું તો ચોકાવનારુ હતું આ વખતે આર્યા પહેલી અને પાર્થ બીજો હતો. આ જાણી પાર્થ ખૂબ જ ખૂશ હતો . તેણે એ સાબિત કરી દીધું કે કયારેય પણ પ્રેમમાં અભિમાન કે એકબીજા સાથે હરિફાઇ ન હોવી જોઈએ. એકબીજાની ખુશીમાં જ ખુશ થવું જોઈએ.. હવે પાર્થ તેના ભવિષ્ય વિશે વિચારી રહ્યો હતો. તે કોઈ સારી નોકરી કે પોસ્ટ શોધી રહ્યો હતો. પણ તેના માટે કુદરતે કંઈ અલગ જ પ્લાન તૈયાર રાખ્યો હતો. કોલેજ નુ રિઝલ્ટ આવી ગયા બાદ બધા હવે એકબીજા થી છૂટા પડી જવાના હતા. કેટલાક કાયમ માટે અને કેટલાક થોડાક સમય માટે. હવે પાર્થ થોડા સમય માટે ફ્રેશ થવાનું વિચારતો હતો તેથી તે કયારેક મિત્રો સાથે ફરવા જતો તો કયારેક આર્યા સાથે પણ તે જુદી જુદી જગ્યાએ ફરવા જતો. પણ પાર્થની જાણ બહાર કોઈ તેની બધી જ મૂવમેન્ટ પર નજર રાખી રહ્યું હતું. એક દિવસ પાર્થ પોતાના ઘરે કેટલીક સ્વામી વિવેકાનંદ ની બુક્સ વાચી રહ્યો હતો . ત્યારે તેના ફોન પર એક અજાણ્યા નંબરથી મેસેજ આવે છે. જોયું તો તેના મિત્ર જયદીપ નો હતો. તે તેને મળવા માટે આજે સાંજે અમદાવાદ ના છેવાડાના વિસ્તારમાં મળવ બોલાવે છે . તે સાજે તે જયદીપ ને મળવા પહોચે છે . જયદીપ ને જોઈને પાર્થ તેને આમ અચાનક જ મળવા બોલાવવાનુ કારણ પૂછે છે .જયદીપ: પાર્થ મારે તને આજે એક વસ્તુ બતાવવી છે ખાસ તારા માટે જ છે. પાર્થ જયદીપ ની પાછળ જાય છે પણ અચાનક જ પાર્થને કયાકથી ઈન્જેકશન આવીને વાગે છે . આ ઈન્જેકશન કોઈ ડિવાઈસથી છોડવામાં આવ્યું હતું . પાર્થને ધીમે ધીમે ચકકર આવી રહ્યા હતા તે જયદીપ ને પોતાની પાસે બોલાવે છે. જયદીપ તેને હોસ્પિટલ લઈ જવાનો બંદોબસ્ત કરે છે પણ તે પહેલાં તે પાર્થનાફોનમાંથી તેના કેટલાક પર્સનલ ફોટા પોતાના ફોનમાં ટ્રાન્સફર કરી દે છે. પાર્થને હોસ્પિટલમાં થોડા સમય બાદ ભાન આવે છે. તેની પાસે જયદીપ ઉભો હતો. તે જયદીપને પૂછે છે કે તે માણસ કોણ હોઈ શકે? પણ જયદીપ તો વિચારવાનો ડોળ કરીને ઉભો રહ્યો હતો. પાર્થ હવે જયદીપને તેના જવા માટે કહે છે. પાર્થ હવે ઘરે આવે છે પણ આ વિશે તે કોઈને પણ જણાવવા માગતો નથી. પણ તે શ્રુતિ ને ફોન કરી ને આ વાત જણાવે છે. કારણ કે જો આ ઘટના આતંકવાદ સાથે સંબંધિત હોય તો સમગ્ર શહેર માટે મુસીબતરૂપ હતી. શ્રુતિ પોતાની રીતે તપાસ કરાવે છે પણ તેને આ ઘટના વિશે કંઈ જ કલૂ મળતો નથી . પાર્થની પણ પોતાની રીતે તપાસ કરવાની ચાલુ જ હતી. આ માત્ર ઈન્જેકશન દ્વારા થયેલ નાનો હુમલો તેનો સમય બદલી નાખશે આ વિશે કોઈને જરા પણ અણસાર હતો નહીં. હવે તો સમય જ બતાવશે કે પાર્થનો સમય કઈ રીતે પલટાઈ જવાનો છે .

વધુ આવતા અંકે.....

મિત્રો આપના પ્રતિભાવ તથા સુચનાઓ ના કારણે આ નવલકથા ખૂબ જ રોમાંચક બનશે તેનો મને સંપૂર્ણ વિશ્વાસ છે. તમે મારો સંપર્ક gizapodul@gmail.com દ્વારા કરી શકો છો .

ધન્યવાદ... અને હા હવેથી આ નવલકથા ના ભાગ ચૂકશો નહિ . આગળના ભાગ કરતાં ખૂબ જ રોમાંચક સફર તમારી રાહ જોઈ રહી છે

આપની સેવામાં..... -જય પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED