બેધડક ઈશ્ક ભાગ 13
પાર્થ તેના કોલેજ સમયને મનોમન યાદ કરી રહ્યો હતો. પાર્થના વોટ્સએપ પર આર્યાનો મેસેજ આવે છે . પાર્થ વિચારે છે કે આર્યા નો મેસેજ મારા ફોનમાં કેવો રીતે? પણ પછી તેને યાદ આવે છે કે વિનોદભાઈ એ તેનો નંબર આર્યા ના ફોનમાં સેવ કર્યો હતો. પાર્થ આર્યા ના "હાય" નો ઉત્તર "હાય"થી આપે છે. પણ હજી આર્યા એ આ મેસેજ જોયો નહોતો. પાર્થ થોડો સમય કંઈક વિચાર કરે છે .પછી આગળ મેસેજ મોકલે છે: હાય આર્યા, હું પાર્થ બોલું છું વિનોદકાકા નો નંબર મને પણ મોકલજો . અને હા કંઈ પણ કામ હોય તો ચોકકસથી કહેજો. લગભગ એકાદ કલાક બાદ આર્યા તે મેસેજ જુએ છે. તે પાર્થને વિનોદભાઈ નો નંબર સેન્ડ કરી દે છે. આર્યા આગળ મેસેજ મોકલે છે: પાર્થ મારે તમારી સાથે વાત કરવી છે . જો તમે કાલે ફ્રી હોવ તો આપણી કોલેજ પાસે આવેલા રોઝ ગાર્ડન માં આવી જજો. પાર્થ તો આ મેસેજ વાંચી વધારે ગૂંચવાઈ ગયો કે આર્યા તેને સામેથી મળવા બોલાવે છે અને એ પણ રોઝ ગાર્ડનમાં. આ જાણી પાર્થ ખુશ હતો. કારણ કે આ પાર્થની આર્યા સાથેની પહેલી એકાંતમાં મુલાકાત હતી. પાર્થે "ચોકકસ" એટલું મેસેજ મોકલી દીધો. પાર્થને પરિસ્થિતિ નો અંદાજ આવી ગયો હતો કે કાલે ગાર્ડનમાં શું થઈ શકે તેમ છે? તેણે એક ગુલાબ નુ ફૂલ લઈ લીધું અને તેને લઈને ફ્રિજમાં મુકી દીધું. બીજા દિવસે પાર્થ સવારે ફટાફટ તૈયાર થઈ ગયો . આજે પાર્થ ખૂબજ હેન્ડસમ દેખાતો હતો અને વળી તેનું વિશાળ લલાટ તેના વ્યક્તિત્વ મા વધારો કરતુ હતું . તેણે એક ખુબ જ સારો બોડી સ્પ્રે પણ છાંટ્યો હતો. આર્યા એ પાર્થને મેસેજ કર્યો: આર યૂ કમીંગ? પાર્થે રિપ્લાઈ આપ્યો: યસ આઈ એમ કમીંગ એન્ડ નાઉ આઈ એમ ગોઈંગ આઉટ ફ્રોમ માય હોમ ટૂ રીચ રોઝ ગાર્ડન. આ મેસેજ રીડ કરી આર્યા તરત જ ઓફલાઇન થઈ ગઈ. આજે વાતાવરણ વાદળછાયું હતું તેથી પાર્થ થોડો વહેલા જ ગાર્ડન જવા નીકળી ગયો હતો . આમ પણ પાર્થ પ્રકૃતિ પ્રત્યે અપાર લાગણી ધરાવતો હતો. પાર્થ ગાર્ડનમાં જઈને આર્યા ની રાહ જોતો હતો . થોડી જ વારમાં આર્યા ત્યાં આવી ગઈ . આર્યા પણ ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી અને પાર્થની નજીક આવી રહી હતી. પાર્થ અપલક નજરે આર્યા તરફ જોઈ રહ્યો હતો. પાર્થને પરિસ્થિતિ નો ખ્યાલ આવતા તેણે તરતજ નજર ફેરવી લીધી. આર્યા આ જોઈને થોડી શરમાઈ ગઈ પણ આ સુંદર દ્રશ્ય પાર્થ ચૂકી ગયો. આર્યા પાર્થની પાસે આવે છે ત્યારે પાર્થ આર્યા ને કોફી શોપમાં જઈને વાત કરવા જણાવે છે . પાર્થ અને આર્યા બંને ગાર્ડન ની પાછળ આવેલ કોફી શોપમાં જઈને એક ખુણામાં ટેબલ પર બેસે છે. પાર્થ વેઈટર ને બોલાવે છે. પાર્થ : અરે ભાઈ , મારા માટે એક કોફી લેતો આવજે ...... (વચ્ચે અટકીને) આર્યા તમે શું લેશો ? હું તો ચા પીતો નથી . આર્યા: હું પણ ચા નથી પીતી મારા માટે પણ કોફી મંગાવી લો. વેઈટર કોફી લેવા જાય છે. પાર્થ: તે મને જે માટે બોલાવ્યો છે તેના પહેલાં હું તને એક વાત કરવા માગું છું. જો તારી ઈચ્છા હોય તો હું પહેલાં તે જણાવી દઉં... આર્યા: તમે જણાવી શકો છો. આટલું બોલી આર્યા શરમથી નીચું જોઈ જાય છે. પાર્થ: તો આર્યા મારી તરફ દેખ અને મને ધ્યાનથી સાંભળ. આર્યા પાર્થ તરફ જુએ છે. પાર્થ: આર્યા હવે હું તને જે કહેવા જઈ રહ્યો છું તે મારા અંગત વિચાર છે. મારો આશય તારી લાગણી દુભાય તેવો નથી. તેમ છતાં હુ પહેલાથી જ તારી માફી માગું છું. આર્યા આપણી એક્ઝામ પહેલાં ના દસ દિવસથી મારી નજર વારંવાર તારા તરફ જ જઇ રહી હતી પણ હું સમજતો હતો કે તે માત્ર આકર્ષણ હશે . પણ આપણા રીડિંગ વેકેશનમાં મારી હાલત ખરાબ થઇ ગઇ. મારી આંખો સામેથી જરાય પણ હટતો નહોતો . હું આંખ જયારે જયારે બંધ કરું છું ત્યારે ત્યારે તારો જ ચહેરો મારા સામે આવે છે.મેં કયારેય પણ આવું આકર્ષણ અનુભવ્યું નથી અને હવે તો મને મારું મન માત્ર એમ જ કહે છે કે મારી આંખો સમક્ષ હાજર રહે . આર્યા મને ખાતરી છે કે મને તારી સાથે પ્રેમ થઇ ગયો છે અને મેં મારા આ અણીશુદ્ધ પ્રેમની દિલ ખોલીને રજૂઆત કરી દીધી છે અને મારા મનમાં તારા માટે આના સિવાય વધારે કંઈપણ ખરાબ ભાવ નથી . આર્યા મારી વાત ખોટી ન સમજતી. મારો આ પ્રેમ એકતરફી છે કે તુ પણ મને પ્રેમ કરે છે તે તો હું સમજી શકતો નથી . પણ મારા આ પ્રેમનો ઉત્તર તુ મને વિચારીને વોટ્સએપ પર આપજે. આર્યા હું ફરીથી તમારી માફી માગું છું . મારો ઉદ્દેશ્ય તમારી લાગણીઓ ને દુઃખ પહોચાડવાનો નહોતો. પાર્થ આ બધું એક સાથે પણ એકદમ સ્પષ્ટ શબ્દોમાં બોલી ગયો અને તેણે આર્યા ની આંખોમાં જોયું. પાર્થ આર્યાની આંખોમાં આંસુ જોઈને તરત જ ઉભો થઈને પાણી લઈ આવ્યો . તે પાણી નો ગ્લાસ આર્યાને આપે છે. આર્યા હવે પાર્થ તરફ જુએ છે . આર્યા પાર્થના મુખ પર તેના માટે ની ચિંતા સ્પષ્ટ પણે જોઈ શકતી હતી. આર્યા થોડું પાણી પીએ છે. પાર્થ: આઈ એમ રીઅલી સોરી. ફરી વાર આ વાત કયારેય તારી સામે નહિ કરુ. પણ મારા પ્રેમ વિશે તને જણાવવું જરૂરી લાગ્યું બસ એટલે જ. મારા લીધે તારી આંખોમાં આંસુ આવ્યા છે તે બદલ તુ મને માફ કરી દેજે... આટલું બોલતા બોલતા જ પાર્થના આંખમાંથી એક આંસુ નીકળી ગયું અને તે આર્યા ના હાથ પર જઈ પડ્યું . પાર્થનુ આંસુ પોતાના હાથ પર પડતા જ આર્યા તરત જ પાર્થની પાસે આવીને તેને ગળે લાગી જાય છે. બંને એકબીજાને ગળે મળીને રડી રહ્યા હતા. આર્યા અને પાર્થ બંને વોશરૂમમા આવે છે . આર્યા પાર્થની આંખોમાં જોઈને કહે છે: પાર્થ હું પણ તને પ્રેમ કરું છું. તારા જેવા જ અનુભવ મને પણ થયા છે અને મને તારી સામે જોઈ રહેવું તેવી જ ઈચ્છા થાય છે. પાર્થ આઈ ઑલ્સો લવ યુ . આટલું બોલીને આર્યા પાર્થને ગળે લાગી જાય છે. થોડી વાર બાદ આર્યા અને પાર્થ ટેબલ પાસે આવે છે. આર્યા: મે આજે તને મારા પ્રેમનો એકરાર કરવા જ બોલાવ્યો હતો પણ આ કામ તે કરી મારું કામ પૂર્ણ કરી દીધું . પાર્થ હુ તારી આંખોમાં આંખોમાં આંસુ જોઈ શકતી નથી માટે પહેલા ની જેમ જ એકદમ સ્વસ્થ થઈ જા અને આ હરખના આંસુ ઘરે જઈને પાડજે. આર્યા આટલું બોલી તો ગઈ પણ આ સાથે તેની આંખોમાં થી જ આંસુ તેના ગાલ પરથી સરકીને નીચે પડવા ગયું પણ પાર્થે તે આંસુ પોતાના હાથમાં લઈ લીધું. અને તે આંસુ બતાવીને આર્યા ને કહ્યું: આ તારી આંખમાંથી જે મોતી ની જેમ આંસુ વહી છે તે મારા માટે ખૂબજ કીમતી છે માટે તુ રડીશ નહીં . પ્લીઝ યાર હવે મને વધુ તકલીફ ના આપ. આર્યા: પાર્થ જયારે પણ તું મારી સાથે હોય છે ત્યારે ત્યારે મને એક અલગ જ પ્રકારના આનંદની અને સંતોષની લાગણી અનુભવાય છે. ત્યાં અચાનક જ એક જોરદાર અવાજ આવે છે અને આર્યા પાર્થ ને વળગી જાય છે. પાર્થ કોફી શોપની બહાર જુએ છે . તે ખુશ થઈ જાય છે એ જાણીને કે આજે પ્રકૃતિ પણ તેનો સાથ આપી રહી છે. બહાર ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે . પાર્થ આર્યાને કહે છે:મને આ પ્રકૃતિ પ્રત્યે ખૂબજ પ્રેમ છે , પણ તારા પ્રત્યે જેટલો પ્રેમ છે તેના કરતાં તો ઓછો જ . આર્યા મારે વરસાદમાં બહાર પલળવા જવું છે તો હું જાઉં છું તારે આવવું હોય તો ચાલ મારી સાથે. આર્યા: પાર્થ હવે આમ તમારે આમ એકલા નહિ જવાનું . હું પણ તમારી સાથે આવીશ જ. એમ કહી આર્યા અને પાર્થ એકબીજાના હાથ પકડીને ગાર્ડનમાં આવે છે . મંદ મંદ પવન વાઈ રહ્યો છે અને ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે જાણે કુદરત પણ બે પ્રેમી પંખીઓ ના મિલનની ઉજવણી કરી રહયુ હતું. આર્યા પાર્થ સાથે કોઈ પણ સંકોચ વિના કુદરતની છત્રછાયા નીચે ડાન્સ કરી રહી હતી . પાર્થ પણ આર્યા ની સુંદરતા જોઈ રહ્યો હતો અને મનોમન ભગવાનનો આભાર માની રહયો હતો. આર્યા અને પાર્થ હવે ઘરે જાય છે ............
વધુ આવતા અંકે..........
મારો ઈમેઈલ gizapodul@gmail.com છે . તમે આપના પ્રતિભાવ અને સુચનો મોકલી શકો છો...... ધન્યવાદ.......💐💐💐💐💐💐.