Bedhadak ishq - 4 books and stories free download online pdf in Gujarati

બેધડક ઈશ્ક - 4

બેધડક ઈશ્ક ભાગ-4
પાર્થ શ્રુતિ અને અવિનાશ ઈલેક્ટ્રોનિકસ ની દુકાનમાં જાય છે અંદર જતા તેમની સામે એક લિફ્ટ નૉ દરવાજો હતો તેના એકટિવેટર પર શ્રુતિએ ફિંગરપ્રિન્ટ આપી તો લિફટ ખૂલી ત્રણેય જણ તેમાં જતાં રહ્યાં અને શ્રુતિ એ પાંચ મા માળ નુ બટન દબાવ્યુ .ત્રણેય પાંચ માં માળે પહોંચી ગયા. તે ત્રણેય આગળ વધ્યા અને ઓટોમેટિક ડોર ઑપન થવા લાગ્યા. પાર્થ તૉ કયારનોય વિચારમાં હતૉ કે બહારથી ખખડધજ દેખાતી આ બિલ્ડીંગ મા ગુજરાત એટીએસ નુ સેન્ટર હશે! હવે તેઓ એક રૂમમાં પહોંચી ગયા .શ્રુતિ એ કહ્યુ જૉ પાર્થ આ ગુજરાત એટીએસ નુ ગુપ્ત કેન્દ્ર છે આ વિશે માત્ર બાવીસ લૉકોને જ ખબર હતી અને હવે તને એટલે કુલ ત્રેવીસ લૉકોને ખબર છે આના વિશે બીજા કોઈને પણ ખબર પડવી જૉઈએ નહિ તારા મમ્મી પપ્પા ને પણ નહીં. ઑકે શ્રુતિ આ વાત સિક્રેટ જ રહેશે. હવે શ્રુતિ પાર્થને કેટલીક બંદૂક, કેટલાક વિચિત્ર મશીન વિશે સમજાવ્યું અને બાકીનું અવિનાશ ને સમજાવવા જણાવ્યું. અવિનાશે પાર્થને થોડી સમજણ આપી અને બાકીનું સમય આવ્યે સમજાવશે તેવું જણાવ્યું હવે પાર્થ ઘરે આવ્યો અને મમ્મીને જણાવ્યું કે પરમ દિવસે તૅની મુંબઈની ફ્લાઈટ છે અને પપ્પાને પણ જણાવી દીધું. આ વાત તેણે આર્યા થી છૂપાવી રાખવાનું નકકી કર્યું હતું. મમ્મીને જણાવી પાર્થ આર્યા સાથે સરપ્રાઈઝ વાળી સાઈટ પર લઈ જવા નીકળે છે. તેણે આર્યા ને ફોન કરીને જણાવી દીધું હતું. આર્યા તો કયારનીય તૈયાર જ હતી તે ગાડીમાં બેસી ને ગાડી અમદાવાદ ના ટ્રાફિક માથી પસાર થતી અને હવાને ચીરતી આગળ વધી રહી હતી. હવે ધીમે ધીમે ટ્રાફિક ઓછો થઈ રહ્યો હતો અને શહેર નો ઘોંઘાટ પણ ઓછો થઈ રહ્યો હતો. આર્યા એ પાર્થને પૂછયું આપણે કયા જઈ રહ્યા છીએ? પાર્થ કંઈ પણ જવાબ આપ્યા વગર ગાડી ચલાવતો રહ્યો આર્યા સમજી ગઈ કે હવે તેઓ જલદી જ તે સ્થળે પહોચવાના છે. હવે ગાડી આવીને ઉભી હતી શેઠ શ્રી મગનલાલ પ્રભુદાસ પટેલ અનાથાલય ની સામે. જેના બોર્ડ પર લખેલું હતું એક કરુણ વિધાન:અનાથ બાળકો કે જે તમારા પુત્ર સમાન છે તેમના માટે આ અનાથાલય દયાની ભીખ માગે છે. આર્યા થોડી આશ્ચર્ય ચકિત થઈ ગઈ. ગાડી અનાથાલય મા પ્રવેશતાં જ ત્યાં આંગણામાં રમતા નિર્મળ અને નિ:સ્વાર્થ હદયના બાળકો પાર્થ ની આજુબાજુ આવી વીંટળાઈ ગયા. પાર્થે કહ્યું તમે બધા થોડીવાર માટે રમો હુ હમણા જ આવુ છું. એમ કહી પાર્થ આર્યા ને સંચાલકના કાર્યાલય તરફ લઈ જાય છે આર્યા પાર્થને પૂછે છે, પાર્થ અહીં તો શું જોવા જેવું છે , આર્યા તને મારા પર વિશ્વાસ તો છે ને, હા પાર્થ મને તમારા પર સંપૂર્ણ વિશ્વાસ છે એટલે તો હું તમારી સાથે એક પણ ક્ષણના વિલંબ વિના આવવા તૈયાર થઈ જાઉં છું., તોબસ મારી આર્યા થોડા સમય માટે રાહ જો તને હુ એવી વસ્તુ બતાવીશ કે જે મારા હદય ને અપાર શાંતિ અને આનંદ આપે છે. ઓકે માય લવ આઇ એમ રેડી ફોર વેઈટીંગ. પાર્થ આ અનાથાલય ના સંચાલક શ્રી રમણલાલ દવે ને મળવા જાય છે . રમણલાલ તો પાર્થને જોતાં જ ઉભા થઇ ગયા અને કહ્યું આવ પાર્થ આ બાળકોને તારી બહુ યાદ આવતી હતી સારું થયું કે તુ આવી ગયો. .કાકા મને પણ અંદરથી જ મુલાકાત લેવાની ઈચ્છા થતી હતી તેથી હુ આવી ગયો. બોલો બીજું આ બાળકોને કોઈ તકલીફ તો નથી ને?અને હા આપણા લાયક કોઈ કામ હોય તો જણાવો. ના ના પાર્થ હાલ તો કોઇ જ તકલીફ નથી . ઓકે કાકા તો હુ તેમને મળવા જાઉ? હા કેમ નહીં બેટા તમે જઈ શકો છો અને હા આ છોકરી કોણ છે . હા કાકા તેના વિશે જણાવવાનું તો રહી જ ગયું તે મારી કોલેજની ફ્રેન્ડ છે અને અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ. રમણકાકાએ આર્યા ને કહ્યું બેટા આ પાર્થ ખૂબ જ સારો અને દયાળુ છોકરો છે તુ એની સાથે હંમેશાં ખુશ રહીશ. ચાલો કાકા ત્યારે અમે બાળકોને મળવા જઈએ છીએ. હવે પાર્થ આર્યા સાથે પાછો પેલા બાળકો પાસે આવે છે . અને કહે છે, બાળકો કેમ છો મજામાં ને ?.હુ તમારા માટે ફરી ગિફ્ટ લાવ્યો છુ અને મને વિશ્વાસ છે કે તમે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરશો. એમ કહી તે આર્યા સાથે પોતાની ગાડી પાસે જાય છે અને આર્યા ને કહે છે ,હવે જોજે આર્યા આ બાળકો મને કેટલો પ્રેમ કરે છે અને હું તેમને કેટલો પ્રેમ કરુ છું તે તને સમજાશે. આર્યા હું તને આ જ બતાવવા અહીં લાવ્યો છું આ બાળકો ના નિર્મળ મુખ પરનું નિર્મળ હાસ્ય મને આ દુનિયામાં સૌથી વધુ આનંદ આપે છે. અને મને ખાતરી છે કે તને પણ આનાથી ખૂબ જ આનંદ થશે. પાર્થ પોતાની ડેકી માંથી કેટલાક બિસ્કિટ અને નોટબુક તથા પેન્સિલ ના બોક્ષ કાઢે છે અને આર્યા સાથે તે બોક્ષ લઈ બાળકો પાસે જાય છે અને તેમને પ્રેમ થી બિસ્કિટ, નોટબુક, પેન્સિલ આપે છે દરેકેદરેક બાળક ને ખૂબજ પ્રેમ થી મળે છે અને દરેક બાળક તેમને પ્રેમ થી ચુંબન દે છે થોડા સમય બાદ એક બાળક પાર્થને આર્યા વિશે પૂછે છે ત્યારે પાર્થ બાળકોને જણાવે છે કે આ આર્યા છે તે મને અને હું તેને ખૂબજ પ્રેમ કરીએ છીએ ત્યાં તો એક નાની બાળકી બોલી ઉઠી તો તો આર્યા કાકી સાથે પણ અમે મળવા માગીએ છીએ મળવા દેશોને પાર્થકાકા ! આર્યા તો આ સાંભળી શરમાઈ ગઈ . પાર્થે આર્યા સામે જોયું તો તે શરમાઈ રહી હતી .પાર્થે મજાક મા કહ્યું ઓ મેડમ આ બાળકો તમને મળવા ઈચ્છે છે આર્યા પાર્થ ની નજીક આવી બેસી જાય છે અને બાળકોને મળે છે દરેક બાળકો આર્યા ને પણ કિસ કરે છે . આર્યા ને આ બાળકો સાથે ની અને બાળકોને પ્રેમાળ આર્યા સાથે ની મુલાકાત ગમે છે . બાળકો પૉતાની ઈચ્છા વ્યક્ત કરતા કહે છે ,પાર્થકાકા હવેથી તમે દર વખતે આર્યા કાકી ને સાથે લાવજો અમને તેમની સાથે પણ તમારા સાથે જેટલો આનંદ આવે છે તેટલો જ આનંદ આવે છે . બાળકો હવેથી હૉ તમારી આર્યા કાકીને પણ સાથે લાવીશ . કેમ આર્યા બરાબર ને?હા પાર્થ મને પણ આ બાળકો સાથે ખૂબ જ મજા આવે છે ખૂબ જ સ્વીટ બાળકો છે . તારા જેટલા જ મારી આર્યા ત્યાં જ અચાનક બધા બાળકો તાળીઓ પાડવા લાગે છે. આ જોઈ આર્યા તો શરમથી પાણી પાણી થઈ જાય છે. હવે આ બાળકોથી છૂટા પડવાનો સમય થઈ જાય છે દરેક બાળકના મુખ પર ઉદાસી જોઈ આર્યા નુ પણ મન ભરાઈ આવે છે .જેવા તૈઓ બંને ગાડીમાં આવે છે કે આર્યા રડી પડે છે. પાર્થ તેણે શાંત કરવા પ્રયત્ન કરે છે અને તેને પાણી પાય છે હવે આર્યા થોડી સ્વસ્થ થાય છે આર્યા કહે છે પાર્થ તુ ખૂબ ભાગ્યશાળી છે કે આ બાળકો તને આટલો બધો પ્રેમ કરે છે. એતો હુ છું જ આર્યા પણ હવે આ બાળકો તને પણ મારા જેટલો જ પ્રેમ કરશે. આર્યા પાર્થને ગળે લાગે છે .ચાલ આર્યા આપણે એક બીજી જગ્યાએ પણ જવાનું છે . એમ કહી ગાડી દોડાવી મૂકે છે.
વધુ આવતા અંકે ..... મિત્રો આપના અભિપ્રાય અને સૂચનો મને ઉપયોગી નીવડ્યા છે અને મને આ નવલકથા આગળ વધારવામાં મદદ કરી રહ્યા છે. .......મારો સંપર્ક તમે ઈમેઈલ દ્વારા કરી શકો છો મારો ઈમેઈલ gizapodul@gmail.com છે
ધન્યવાદ!💐💐💐💐💐💐.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED