‌‌bedhadak ishq - 3 books and stories free download online pdf in Gujarati

બેધડક ઈશ્ક - 3

બેધડક ઈશ્ક ભાગ-3
પાર્થ આર્યા સાથે પરીક્ષા વિશે ચર્ચા કરી તેને ઘરે મૂકી જાય છે ત્યારબાદ પાર્થ સીધો જ ગાડી લઈ શ્રુતિ ને મળવા જાય છે. શ્રુતિ એ GUJARAT ATS મા અમદાવાદ બ્રાંચની હેડ છે અને પાર્થના પપ્પા રમેશ ભાઈ અને શ્રુતિ ના પપ્પા દિપકભાઈ બિઝનેસ ના કારણે એકબીજાને છ વર્ષ થી સારી રીતે ઓળખે છે . શ્રુતિ દિપકભાઈ ની સૌથી મોટી દીકરી છે . પાર્થ ખૂબ જ ચપળ અને હોશિયાર છે અને ભારત ભૂમિ ની સેવા કરવાની પ્રબળ ઈચ્છા ધરાવે છે આ વાતની જાણ શ્રુતિ ને રમેશ ભાઈ દ્વારા થઈ હતી. તેથી શ્રુતિ એ તેની ઑફિસમાં પાર્થને મળવા બોલાવ્યો છે. પાર્થ જેવો ઓફિસ પહોંચ્યો કે એક શૂટબૂટ વાળો ઑફિસર તેને અંદર લઈ ગયો. આ ઑફિસમાં શ્રુતિ કેટલીક ફાઈલ પહેલાં થી જ તૈયાર કરીને બેઠી હતી . જેવો પાર્થ આવ્યો કે તરતજ તેણે બે કપ કોફી ઑર્ડર કરી. પાર્થ તો ગુજરાત એટીએસ ની હેડ ઑફિસ જૉઈને અવાચક જ થઈ ગયો. તે બંને એ એકબીજા ના પરિવાર જનોના ખબર અંતર પૂછયા. હવે શ્રુતિ ઍ ઓફિસર ને બહાર જવા કહ્યું અને મુખ્ય વાત શરૂ કરી. શ્રુતિ: જો પાર્થ હુ જાણુ છું કે તારી દેશ ની સેવા કરવાની ખૂબ જ ઈચ્છા છે અને ક્ષમતા પણ છે .આ તારુ પહેલું સિક્રેટ ઑપરેશન છે અને મને આશા છે કે તું આમાં જરૂર જૉડાઈશ . પાર્થ:તમે મને આ ઓપરેશન ની માહિતી સમજાવી દો હુ તમને બે જ દિવસ મા જવાબ આપીશ. શ્રુતિ: ઓકે ઍસ યુ વિશ .સાંભળ આ ઓપરેશન એ મુંબઈમાં રહેલા સ્લીપર સેલ વિરુદ્ધમાં છે ખાસ મહારાષ્ટ્ર એટીએસ ના ચીફે મને આ જવાબદારી સોંપી છે અને તેમને ગુજરાત એટીએસ પર ખૂબજ વિશ્વાસ છે. સ્લીપર સેલ એ એવા લોકો છે જે આપણી જેમ જ સામાન્ય જીવન જીવે છે પણ જયારે તેમના માફિયા નો ઍટલે કે સ્લીપર સેલ ને ઑર્ડર આપનાર આતંકવાદી સંગઠન ના ચીફનૉ સંદેશ મળતા તેઑ સક્રીય થઈ જાય છે અને શહેરમાં બૉમ્બ વિસ્ફોટ, ડ્રગ્સની હેરાફેરી વધારી આતંક ફેલાવે છે . અમારા સૂત્રો પાસેથી માહિતી મળી છે કે આ સ્લીપર સેલ ફરીથી સક્રિય થઈ ગયા છે તેઓ અત્યારે મુંબઈમાં સક્રિય છે જૉ તેમને રૉકવામા નહીં આવે તો સમગ્ર દેશમાં બધા જ શહેરમાં સ્લીપર સેલ સક્રિય થઈ શકે છે. તે થી જ ઈમરજન્સી મા આ સ્ટીંગ ઑપરેશન શરૂ કરવાનું નકકી કર્યું છે તમે મને બે દિવસ સુધી માં જવાબ આપજો . પાર્થ : ઑકે મે'મ આઈ વિલ આન્સર યૂ સૂન !! ઑફિસમાં થી બહાર નીકળી તે સીધો જ ઘરે ગયો અને આજે પપ્પાને જલદી ઘરે આવવા જણાવી દીધું. થોડી વાર પછી આર્યા નો કોલ આવ્યો , હલો માય જાન ભૂલી ગયો કે શું મને ? , આર્યા હુ તને હવે કયારેય ભૂલાવી શકુ તેમ નથી આઇ લવ યુ યાર !!,ઑકે ઑકે બોલૉ હાલ શુ કરો છૉ,? કંઈ નહિ હાલતૉ મમ્મીને બજારમાં થી કંઈક લાવવુ છે તે લેવા જવાનું છે ચાલ હુ તને પછી કોલ કરુ ..
હવે રાત પડી ગઈ પાર્થ રમેશ ભાઈ, એકતા બહેન બેઠકરૂમમા બેઠેલા છે ત્યાં પાર્થ હવે વાત શરૂ કરે છે પાર્થે કહ્યું. પપ્પા હુ તમને એક વાત કહેવા માંગુ છું તમારા બિઝનેસ ફ્રેન્ડ દિપક ભાઈની દીકરી શ્રુતિ એ મને મળવા બોલાવ્યો હતો. તે મને ગુજરાત એટીએસ ના એક સિક્રેટ મિશનમાં ઈનવૉલ્વ કરવા ઈચ્છે છે જૉ પપ્પા તમારી ઈચ્છા હોય તો હું તેમા જોડાઉ.. રમેશ ભાઈએ આખી વાત ધ્યાનથી સાંભળી અને પાર્થને આ મિશન માં જોડાવા રજા આપી. પાર્થે તરતજ શ્રુતિ ને ફોન કરી જણાવી દીધું કે તે આ સિક્રેટ મિશનમાં જોડાવા તૈયાર છે. શ્રુતિ એ તેને બીજા દિવસે સવારે મળવા બોલાવ્યો. ત્યારબાદ તરતજ પાર્થ પર આર્યા નો ફોન આવ્યો હલો આર્યા માય સ્વીટહાર્ટ કેમ છે ? આમ તો મજામાં જ છું પણ તારી બહુ યાદ આવે છે તારા થી આવી શકાય તો કાલે આવી જજે. સારુ આપણે. એમ કરીએ કે કાલે બપોરે હુ તારા ઘરે આવી જઈશ ત્યાં થી આપણે બંને એક મસ્ત જગ્યાએ જઈશું . કઈ જગ્યાએ ?મારા થી હવે રહેવાતું નથી જલદી કહી દે મને. અરે ના યાર આ તો સરપ્રાઈઝ છે તુ કાલે બપોરે તૈયાર થઈ જજે.
બીજા દિવસે સવારે, પાર્થ ફટાફટ તૈયાર થઇ શ્રુતિ ની ઓફિસ પહોંચી ગયો . ત્યાં પાછો પેલો ઑફિસર તેને લેવા તૈયાર જ હતો. તે ઑફિસ સુધી મૂકી આવ્યો. શ્રુતિ જાણે ક્યાક બહાર જવાની તૈયારી કરી રહી હતી. શ્રુતિ:આવ પાર્થ ચાલ હુ તને ઑપરેશન વિશે વધુ માહિતી આપુ છું. જૉ પરમ દિવસ ની તારી મુંબઈ ની ફલાઈટ છે આ તેની ટિકિટ છે શ્રુતિ એ ફોન કરી મિ.અવિનાશ પટેલને પૉતાની ઑફિસમાં બૉલાવ્યા . આવો અવિનાશ ભાઈ આ પાર્થ છે જે તમને મુંબઇ ના સ્લીપર સેલ ઑપરેશન મા મદદ કરશે . પાર્થ આ અવિનાશ છે આપણા 'ઑપરેશન સૂર્યા ' ના ચીફ છે આ આખુંય ઑપરેશન તેમના કમાન્ડ પર જ ચાલશે. ચાલો પાર્થ અવિનાશ આપણે એક ખાસ જગ્યાએ જવાનું છે . તે ત્રણેય ગાડીમાં બેસી એક અડધું કન્સ્ટ્રકશન કરેલ બિલ્ડીંગ પાસે આવ્યા તેની નીચે છ દુકાનો હતી જેમાથી ત્રણ અત્યારે ખુલ્લી હતી. પાર્થ શ્રુતિ અવિનાશ ત્રણેય એક ઈલેક્ટ્રોનિક ની દુકાનમાં પ્રવેશ્યા અને શ્રુતિ એ કહ્યું અમારે ઈસ્ત્રી મા ગેસ પુરાવવૉ છે પાર્થ તૉ પહેલા થી જ આશ્ચર્ય ચકિત હતો શ્રુતિ તેની સામે જોઈ હસી . તરતજ તે માણસ ત્રણેય ને દુકાનમાં લઈ ગયો દુકાન ની અંદર જે હતું તે જોઈને પાર્થ ના તો હૉશ જ ઉડી ગયા.
વધુ આવતા અંકે..... આપના અમૂલ્ય પ્રતિભાવ અને સૂચનો સદા આવકાર્ય અને ઉપયોગી નીવડશે ...મારી ઈમેઈલ આઇડી gizapodul@gmail.com છે.
ધન્યવાદ.💐💐💐💐💐💐.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED