Bedhadak ishq - 5 books and stories free download online pdf in Gujarati

બેધડક ઈશ્ક - 5

બેધડક ઈશ્ક ભાગ-5
મિત્રો તમે આ નવલકથા ને આગળ તરફ વધારવામાં જે સહકાર આપો છો તે બદલ હુ આપનો આભાર વ્યક્ત કરું છું.
પાર્થ હવે ગાડી આગળ જવા દે છે. ગાડી ચલાવતી વખતે તેનું ધ્યાન વારંવાર આર્યા તરફ જાય છે . તે આર્યા ને કહે છે, આર્યા મે હંમેશાં તારી આંખો માં મારા માટે અનહદ પ્રેમ જોયો છે હુ તારા આ વિશ્વાસ ને ક્યારેય તૂટવા નહીં દઉ. પાર્થ હુ હંમેશા તમને જ પ્રેમ કરતી રહીશ .આમ જ વાતો કરતા કરતા તેઓ પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી જાય છે. પાર્થ આર્યા ની આંખો પર પૉતાનો હાથ મૂકી તેને આંખો બંધ કરવા કહે છે આર્યા આંખો બંધ કરે છે પાર્થ આર્યા ને સાચવીને એક જગ્યાએ લઈ જાય છે અને એક જગ્યાએ બેસાડે છે . હવે તે આર્યા ને આંખો ખોલવા કહે છે આર્યા આખો ખોલે છે અને તેની આંખ સામે ના દ્રશ્ય ને એકદમ શાંતિ થી જોયા જ કરે છે. ત્યાં એક ઝરણું ખળખળ કરતું વહી રહ્યું હતું અને એક હરણી પોતાના બચ્ચાને લાડ કરી રહી. હતી ત્યાં એક સુંદર પતંગિયું આર્યા ના ગાલ ઉપર બેસી જાય છે. પાર્થ તરતજ આ તસવીર પોતાના કેમેરામાં કેદ કરી લે છે. થોડા સમય પછી એક સસલું પણ આર્યા ના ખોળામાં આવી રમવા લાગે છે પાર્થ તો ઉપરાઉપરી આર્યા ના ફોટા ખેંચી રહ્યો હતો .અને આર્યાની સુંદરતા માં જ ખોવાઈ ગયો હતો. આર્યા એ કહ્યું આવ પાર્થ આ કેટલા સુંદર પ્રાણીઓ છે તેમની પાસે તો બેસ અને તેમની સુંદરતા નો આનંદ માણી લે. આર્યા હુ તો ક્યારનોય તારી સુંદરતાને જ માણી રહ્યો છું એમ કહી તરતજ આર્યા ની એકદમ નજીક પહોંચી જાય છે આર્યા ગુલાબી કોમળ અને મધુરસ થી ભરપૂર હોઠ પર પોતાના હોઠ રાખી દે છે આર્યા પણ આ પળને માણી રહી છે થોડા સમય બાદ તેઓ છૂટા પડે છે આર્યા તો હજુ પણ પાર્થની બાહોમાં જ લપાઈ તેના હદય મા રહેલા પૉતાના પ્રત્યે ના પ્રેમ ને અનુભવી રહી છે. ઘણા સમય સુધી તેઓ બંને એકબીજાને હૂંફ આપી ને પ્રકૃતિને માણી રહ્યા હતા. હવે લગભગ સાડા ચાર થયા હતા અને આ સ્થળથી અમદાવાદ 45 કિમી દૂર હતું તેથી હવે તેમણે અમદાવાદ તરફ પ્રયાણ કર્યું. ગાડી હવે ધીમે ધીમે અમદાવાદમાં પ્રવેશી રહી હતી. ત્યાં પાર્થે ગાડી ને એક કોફી શોપ તરફ વાળી લીધી. અને બે કોફી ઓર્ડર કરી .પાર્થે કહ્યું આર્યા તને આજે મારી ગિફ્ટ પસંદ તો આવીને? હા પાર્થ આવી મને આજ સુધી કયારેય કોઈએ આપી નથી . મને તમારી આપેલી દરેક વસ્તુઓ તમારા વિચારો તમારો સહવાસ અને તમે ખૂબ જ પસંદ છો. હવે મને તમારા વિના સૂનું સૂનું લાગે છે, જો આર્યા ઘણી વખત આપણે એકલા હોઈએ તોપણ એવું લાગે છે કે અહીં બધા મારા પોતાના લોકો છે અને ઘણીવાર લોકોની ભીડ વચ્ચે પણ આપણે એકલતા અનુભવીએ છીએ. આર્યા જો પ્રેમ મા વિરહની વેદના અસહ્ય હોય છે પરંતુ આ વિરહ જ પ્રેમ ને વધુ ગાઢ બનાવે છે. આર્યા મારે તને બીજી એક વાત પણ કહેવી છે કે પરમ દિવસે હુ મુંબઇ જઈ રહ્યો છું ત્યાં મારે ગુજરાત એટીએસ ના એક સિક્રેટ મિશનમાં મદદ કરવાની છે તે લોકોએ તો આ વાત કોઈને પણ જણાવવાની ના પાડી હતી પરંતુ હું તારાથી કોઇ પણ વાત છૂપાવી શકતો નથી.તેથી તને જણાવૂ છું તુ મારા મુંબઇ જવાથી ખુશ તો છે ને? હા પાર્થ તમે જે પણ કરતા હશો તે સમજી વિચારીને જ કરતા હશો પણ મને આ દિવસોમાં તમારી ખૂબજ યાદ આવશે. આર્યા હું તને સમયે સમયે ફોન કરતો રહીશ અને બે ત્રણ દિવસ મા તો પાછો આવી જઈશ. પાર્થ આર્યા ને તેના ઘરે મૂકી આવે છે . રાતે પાર્થ પોતાના મમ્મી પપ્પા ને સ્લીપર સેલના ઑપરેશન વિશે થોડી માહિતી પણ આપે છે થોડી વાર પછી આર્યા નો ફોન આવે છે પાર્થ તેની સાથે આજે વધારે સમય સુધી વાત કરે છે આમ પણ બીજો દિવસ તો મુંબઇ જવાની તૈયારીમાં જ જવાનો હતો. આર્યા એ એકતા બહેનને પૂછી સવારે નવ વાગ્યે પાર્થને સરપ્રાઈઝ આપવા આપવાનું નક્કી કરી લીધું . હજુ તો પાર્થ તૈયાર થઈ ને બેઠકરૂમમા આવ્યો જ હતો અને બેઠકરૂમમા આર્યા ને જોઈને ખૂબજ ખુશ થઇ ગયો . ત્યાં જ એકતા બહેને આવીને પાર્થને કહ્યું પાર્થ , આજે આર્યા પણ તારી બેગ ભરવામાં મદદ કરશે. એકતાબહેને પાર્થ અને આર્યા ને કોફી આપી. આર્યા એ પાર્થને તેની બેગ ભરવામાં મદદ કરી અને બપોરના બાર વાગવા આવ્યા હતા .એકતાબહેને વંદનાબહેનને ફોન કરી જણાવી દીધેલું કે આર્યા આજે પોતાના ઘરે જ જમવાની છે. આર્યા ઍ પાર્થ સાથે જ ભોજન કર્યું ને મમ્મી ને વાસણ ધોવામાં મદદ કરવા જઈ. પાર્થ વિચારી રહ્યો કે મમ્મી મને કેટલી સારી રીતે સમજે છે કે આર્યા ના વગર કહ્યે જ તેને આઋનો દિવસ ઘરે પસાર કરવા બોલાવી . આર્યા અને એકતા બહેન પાછા આવ્યા . એકતાબહેને પાર્થને કહ્યું પાર્થ મારે મારી ફ્રેન્ડ ને મળવા હોસ્પિટલ જવાનું છે આવતા આવતા સાંજ થઈ જશે અને હા આ આર્યા ને સાચવજે તેને હેરાન ના કરતો. ઓકે મમ્મી. મમ્મી ગયા પછી પાર્થે આર્યા ને કહ્યું ,જોયું આર્યા મારી મમ્મી. મારા. મનની વાતો ને. કેટલી સારી રીતે સમજે છે. આર્યા એ કહ્યું, પાર્થ એ તારી એકલાની મમ્મી નથી મારી પણ મમ્મી છે. અને બંને હસી પડ્યા. આર્યા અને પાર્થ બેડરૂમમાં આવ્યા અને ઘણા સમય સુધી પ્રેમ ભરી મીઠી વાતો કરી અને કેટલીય વાર એકબીજાને ચુંબન પણ કર્યું. પણ પાર્થ પોતાની મર્યાદા સારી રીતે જાણતો હતો તેથી જ આર્યા તેની સાથે ઍકદમ કમ્ફર્ટેબલ ફીલ કરતી હતી .આમને આમ સાંજ પડી ગઈ . પાર્થ આર્યા ને ઘરે મૂકવા ગયો. બીજા દિવસે સવારે આઠ વાગ્યે તેની ફ્લાઇટ હતી તેને મૂકવા આર્યા પણ જવાની હતી . બીજા દિવસે સવારે ...આર્યા એકતા બહેન તથા રમેશભાઈ પાર્થને SVP INTERNATIONAL AIRPORT પર મૂકવા જાય છે પરંતુ ત્યારે શ્રુતિ નો ફોન આવે છે. તે જણાવે છે કે અવિનાશ કોઈ કારણસર મુંબઇ એક દિવસ મોડા આવવાના છે તેથી એક દિવસ માટે પાર્થને 'ઑપરેશન સૂર્યા' નો હેડ બનાવવામાં આવે છે. હવે ફ્લાઈટ a-368નુ એનાઉન્સમેન્ટ થાય છે . આ સમયે પાર્થ મમ્મી પપ્પા ને પગે લાગી આશીર્વાદ લે છે આર્યા નુ મન ભરાઈ આવે છે તે પાર્થને વળગી રડવા લાગે છે. પાર્થ તેને શાંત કરતા કહે છે, આર્યા તુ રડીશ તો હું મુંબઈ નહીં જઈ શકુ. તને હું સમયે સમયે ફોન કરતો રહીશ તને જ્યારે પણ મારી યાદ આવે ત્યારે મમ્મી પાસે જતી રહેજે મમ્મીને પણ કંપની રહેશે આર્યા ને મનાવી પાર્થ ફ્લાઇટ મા બેસી જાય છે.
વધુ આવતા અંકે.....
આપના સૂચનો તથા અભિપ્રાય સદા આવકાર્ય છે. મારો ઈમેલ gizapodul@gmail.com છે
ધન્યવાદ!💐💐💐💐💐💐.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED