મંજીત
પાર્ટ : ૭
“તો....મેડમ અભી અપની આંખો સે દેખા નાં??” મોન્ટી થોડી મિનિટો પહેલા વિશ્વેશ અને વીર સાથે થયેલી હાથાપાયી વિશે યાદ કરાવતાં કહ્યું.
“હમ્મ..” સારાએ કહ્યું.
“વૉ સબ છોડો.? બુલેટ લે કર મેં ઐસે હી ચક્કર કાટતા રહું? જલ્દી બોલો કહાં છોડું?” મોન્ટીએ અકળાતા કહ્યું.
“ઠીક હૈ યહાઁ પર હી રુકા લો. હમ પૈદલ હી ચલે જાયેંગે.” સારાએ કહ્યું.
“અબે ખોપડી કો કયું હટા રહી હો? મને ફક્ત તારા ઘરે સહીસલામત પહોંચાડવાનું કામ કરવાનું છે.” મોન્ટીએ ગુસ્સાથી કહ્યું અને બુલેટને સાઈડ પર દબાવ્યું.
“હા તો એ જ કહું છું. અહીંયા છોડી દો.” સારા બુલેટ પરથી ઉતરતાં પોતાનું હાથમાં પકડેલું બેગ ખભે ભેરવ્યું. સારા મોન્ટીને ઝીણી આંખો કરીને જોતી રહી કારણ કે સખત તડકાથી એની આંખો બંધ થઈ રહી હતી.
“ઉફ્ફ અબે પાગલ હૈ ક્યાં? ઇતના ધૂપ મેં જાઓગી?” મોન્ટીએ આકાશ તરફ નજર દેખાડતા કહ્યું.
“હા એના સિવાય બીજો કોઈ ઉપાય હોય તો કહો?” સારાએ બંને હાથ કમર પર રાખતા કહ્યું.
“ઉપાય...!!” મોન્ટીએ માથું ખજવાળતા કહ્યું.
“જુઓ અહીંયાંથી થોડે દુર અમારું ભવન આવેલું છે. યુ નો નિવાસસ્થાન..!! હું ત્યાં જ રહું છું. મારા આગળ પાછળ બોડીગાર્ડ રહે છે. પણ મારી ફ્રેન્ડોનાં ઉત્સાવાથી અમે ફરવા માટે રેલવે ટ્રેક સુધી પહોંચી ગયા. મારી ફ્રેન્ડો કહે કે તું અમારા ગ્રુપમાં ભળતી નથી. એટલે એમનું માન રાખી બોડીગાર્ડને આજે ભોળી વાતોમાં ફસવી છુટ્ટી કરી નાંખી હતી. કોલેજ છૂટ્યા બાદ અમે દૂર ફરતા ટ્રેક પર નીકળી આવ્યા હતાં. જો કે આ વિસ્તાર મેં જિંદગીમાં જોયો ન હતો. પ્રેમગલી રાઈટ..??” એકધારું સારાએ કહ્યું અને મોન્ટી શાંતિથી સાંભળતો રહ્યો.
“રાઈટ નહીં રોંગ. પ્રેમનગર ઓકે..!! તારા ફ્રેન્ડ્સ લોકોએ તને બરાબર કીધું, તું ભળતી નથી બધાં સાથે..!! કેવી રીતે ખબર પડે તને એ પ્રેમનગરના વિસ્તાર વિશે..!!” મોન્ટીએ પણ સારાનાં મીઠાશભર્યા અવાજ સાથે પોતાની બોલી મેચ થાય એ પ્રમાણે જવાબ આપ્યો. મોન્ટીને સારા હવે એકદમ માસૂમ લાગવા લાગી.
“અગેઇન, થેંક યુ સો મચ. મને જવું પડશે. નહીં તો બોડીગાર્ડ આવી પહોંચશે તો નકામી જાસૂસી વધી જશે. તમને છોડશે નહીં.” સારાએ વિગત જણાવી.
“ઓકે. નો પ્રૉબ્લેમ..!!” એટલું કહીને મોન્ટી બુલેટ તરફ ગયો.
સારા ને શું થયું..!! એનું મન જ માનતું ન હતું અહિંયાથી નીકળીને એના ઘરે જવા માટે..!!
“બાય..” બાયનો ઈશારો કરતાં એ ઘર તરફ જવા આગળ વધી. એના પહેલા વચ્ચે જ એક રસ્તો ક્રોસ કરવાનો રહેતો. એને લેફ્ટ રાઈટ જોયું અને સંભાળીને રોડ ક્રોસ કર્યો. એ અંદર પ્રવેશી જ્યાં મુખ્ય એન્ટરેન્સ નારિયેળીના વૃક્ષોથી ચાલુ થતા. એક પછી એક આજુબાજુ નારિયેળીના વૃક્ષોનાં નીચે ત્રણ જેટલી કાળા રંગની જીપ ઉભેલી હતી. સારાએ વળીને જોયું. હજું પણ મોન્ટી ઉભો હતો. સારાને વળતા જોતા જ એને હસીને ફરી બાય કર્યું. સારાએ પણ હસતાં બાય કહ્યું પણ એના પગલા હવે ધીમે થતાં ગયા.
સારા વિચારવા લાગી “શું કરું? ફરી એની સાથે જ લોન્ગ ડ્રાઈ પર નીકળી પડું?”
“હા એવું જ કરવું પડશે.” એના દિલે એક પછી એક જવાબ આપવા માંડ્યા.
“આ બોડીગાર્ડરેખાથી તો થોડા દિવસ છૂટી શકાશે. પછી ફરી આવી રીતે જ ઘરે પહોંચી જઈશ.”
સારાએ પોતાનો વિચારને અમલ કરતા જરા પણ વિલંબ કરવા વગર રોડ ક્રોસ કરવા માટે આજુબાજુ જોયું સુદ્ધા નહીં અને એ દોડતી મોન્ટી તરફ આવતી જ હતી તે જ સમયે રસ્તા પર સામેથી ટ્રક પણ તેજ ગતિથી ભાગતું આવી રહ્યું હતું.
તે જ પળે મોન્ટી જોર જોર થી ચિલાવ્યો, “ એ છોકરી..એ છોકરી....!!”
(વધુ આવતાં અંકે)