આગળ ના અંક માં જોયું કે સ્વીટી નો ફોન કાપી નાખે છે.હવે આગળ
આવું સાંભળી સ્વીટી તો બોવ દુઃખી થઈ જાય છે અને અંદરથી ખૂબ રડવું આવતું હોય છે.પણ રડી શકાતી નહિ અને કોઈ ને કહી પણ શકતી નથી. બિટ્ટુ પણ બોવ દુઃખી થાય છે.અને વિચારે છે કે મે આ સુ કહી દીધું.બંને ઉદાસ થઇ જાય છે.સૂઈ પણ નથી શકતાં એક બીજાને ફોન કરવાનું વિચારે પણ ફોન પણ નથી કરી શકતા. રાત એમ જ જતી રહે છે. સવારે વહેલા ઊઠીને સ્વીટી ખૂબ હિમ્મત કરી મેસેજ કરે છે.પણ કોઈ જવાબ નહિ આવતો તો દુઃખી થઈ જાય છે.વિચારે છે કે મારે આવી મજાક નોતી કરવી જોતી મારી ભૂલ છે. મારે જ ફોન કરવો જોઈએ.બપોરે જમવામાં સમયે સ્વીટી જમવા નહિ જતી અને બીટ્ટુ ને કોલ કરે છે.ફોન ઉપાડે છે કોઈ કશું બોલી નહિ શકતાં પછી સ્વીટી બોલે છે.મારી ભૂલ છે મને માફ કરી દો. બિટ્ટુ પણ કહે છે કે ના તમારો કોઈ વાંક નહિ મારી ભૂલ ના લીધે થયું છે. પછી બંને એક બીજા ને જમવાનું પૂછે છે.બંને જમવા ના ગયા તો પછી એકબીજા ને જમવા માટે કીધું માફી માગી પછી બંને શાંતિ થઈ.પછી ફરી બંને પોતાના કામે લાગી જાય છે. સાંજ પડે છે.સ્વીટી અગાશી પર બેઢી છે અને વિચારે છે કે જિંદગી મા પેલી વાર કોઈ મારું આટલી ચિંતા થઈ છે. બિટ્ટુ સ્વીટી ને બોવ જ પ્રેમ કરતો હોય છે.તે નક્કી કરે છે કે જ્યાં સુધી સ્વીટી સામે થી ના કહે ત્યાં સુધી હું ફક્ત ફ્રેન્ડ તરીકે જ વાત કરી હું એને તકલીફ માં નથી જોઇ શકતો.આ બાજુ સ્વીટી ને પણ ફિલિંગ થાય છે.પણ કહી નહિ શકતી બીટ્ટુ ને. સ્વીટી ફોન કરે છે. ઘણો સમય વાત કરે છે.સ્વીટી પોતાના નાનપણ મા પડેલા દુઃખ ની વાત કરે છે બીટ્ટુ એ સાંભળી ખૂબ જ દુઃખી થાય છે.અને મનમાં વિચારે છે કે હું સ્વીટી ને હવે ક્યારે તકલીફ નહિ આવવા દઈશ.પછી તો દરરોજ વાતું વધતી જતી હતી.બંને ફ્રેન્ડ તરીકે બધી વાતો શેર કરે . એકબીજા ને ફિલિંગ વિશે કહી નહિ શકતાં.સમય પસાર થતો રહે છે. બિટ્ટુ રજા પર ઘરે જાય છે.અને ઘરે થી રજા પુરી કરી ફરી.આવતો હોય છે. બસમાં ખૂબ જ ભીડ હોય છે. ઊભવાનું પણ માંડ માંડ મળે છે. સ્વીટી નો ફોન આવે છે. બિટ્ટુ ફોન ઉપાડે છે. કહે છે કે ઊભવાની પણ જગ્યા નહિ જગ્યા મળે પછી બેસી ને કોલ કરું. આટલું કહી ફોન કટ થઇ જાય છે. સ્વીટી ને ચિંતા થાય છે. કે બેસવાની પણ જગ્યા નહિ. કેવી રીતના ઊભા હશે. અડધો કલાક થાય. સ્વીટી ફરી ફોન લગાવે છે.પૂછે છે બેસવાની જગ્યા મળી તમને બીટ્ટુ છે ના નથી મળી.આ બાજુ સ્વીટી કહે તમે સરખા ઊભા રેજો પકડી ને બ્રેક મારશે તો તમને ઊંઘ ના આવી જાય.તમે એ બસમાંથી ઉતરી જાવ બીજી બસમાં બેસી જાવ. બિટ્ટુ કહે તું ટેન્શન ના લે મને કાઈ નહી થાય.અને થાય એ પેલા હું મારી સ્વીટના એ શબ્દો સાંભળવા માગું છું.બસ એટલી જ જોઈએ છે.સ્વીટી તમને કાઈ નહી થાય.આવું ના બોલો તમે બીટ્ટુ કહે છે.તો દિલમાં આટલું બધું છે મારા માટે તો કેમ પોતાની ફિલિંગ નહિ કહેતી........
શું સ્વીટી પોતાની ફિલિંગ બીટ્ટુ ને જણાવશે કે પછી કોઈ મજબુરી ના કારણે બંને ફક્ત ફ્રેન્ડ બની ને સાથે રહેશે...... આગળનાં અંકમાં