આ કહાની બે એવા વ્યક્તિ ની છે. જે કયારે પણ મળ્યા જ નથી.એક દિવસ એમની મુલાકાત પોલીસ હેડ કવાર્ટર મા થાય.બંને વ્યક્તિનું સિલેકશન પોલીસ ડીપાર્ટમેન્ટ મા થયું હોય છે.બંને હાજર થાય છે પછી તો રોજ સવારે 6 વાગે ઉપરા અધિકારી ની સમક્ષ હાજર રહેતા. આશરે 100 છોકરા અને 25 છોકરી ઓનું સિલેકશન થયું. સવારે દરરોજ એજ સમયે પી. ટી ડ્રેસ માં હાજર રહેતા અને દોડવું,પી. ટી, કસરત કરવી.આવું સતત 6 દિવસ ચાલ્યું પછી. પછી છોકરાઓને ટ્રેનિંગ માટે બીજી જગ્યાએ અને છોકરી ઓનું બીજી જગ્યા એ મોકલવામાં આવ્યા.3 મહિના સુધી ટ્રેનિંગ ચાલતી.તે દરમ્યાન આ બંનેનું પોસ્ટિંગ બદલી ગયું અને બંને હેડકવર્ટર મળ્યા.3મહિના પહેલા ફક્ત એક બીજા ને જોયા જ હતા.આજે બંને તે જગ્યા એ થી છૂટા કરી જ્યાં બીજી જગ્યા હતી.ત્યાં મોકલવામાં આવ્યા જે જગ્યા એ પોસ્ટિગ હતું. એ શહેર છોકરી માટે એક દમ નવું એ જગ્યા એને કોઈ દિવસ જોઇ જ નોતી અને તેમની સાથે બીજી એમની દોસ્ત નું પોસ્ટિગ બીજી જગ્યાએ થયું.એમને તે આ છોકરનો ફોન નંબર માગ્યો અને કીધું કે આ મારી મિત્ર તે શહેર જોયું જ નથી અને એકદમ નવી છે તો તમ મદદ કરજો. પછી બધા છૂટા પડ્યા.અને આ કહાની હવે શરૂ થાય છે.કે તે બંને ને બીજી જગ્યાએ દસ દિવસ પછી હાજર થાય છે.તે દરમ્યાન બંને એકબીજાના સંપર્કમાં આવતા હતા.અને વાતો કરતા. એકબીજા નો પરિચય કરે છે. ભણતર વિશે,શોખ,વિશે બંને જાણે છે.દસ દિવસ પછી છોકરી ઘરેથી નીકળે છે શહેર જવા માટે પણ છોકરીના ઘરથી તે શહેર 550કિમી દૂર હોય છે.ઘરના ને ચિંતા થાય છે અને છોકરી પણ આટલું દૂર કયારે પણ ગયેલી ના હોવાથી ડરતી હોય છે. બસમાં એકલા આખી રાત્રિ દરમ્યાન છોકરી એકલી ને મુસાફરી કરવાની હોય છે.છોકરીને બસમાં બેસાડી બસ ચાલુ થાય છે. છોકરી બોવ જ ડરતી હોય છે.તે પેલા વિચારે છે કે કોલ કરું કે ના કરું પછી છોકરી વધુ ડર લાગવાથી કોલ કરે છે.અને પેલા છોકરા ને કહે છે કે મને ખૂબ જ ડર લાગે છે હું કયારે પણ રાત્રિ દરમ્યાન મુસાફરી કરી નહિ અને બસમાં પણ નહિ તો છોકરો કહે છે કે તો હું છું તમારી મદદ કરી શકું. ત્યારે તે કહે છે મારી સાથે વાતો કરો તો મને ડર નહિ લાગે પણ મુશ્કેલી એ હતી કે તે પણ ઘરે હતો. એટલે વાત કરી શકે તેમ નહોતું. પછી તે છોકરો વિચારે છે અને ઘરે કહે છે કે હું આજે વાડીમાં સુવા જાવ છું. ત્યારે તેના મમ્મી કહે છે કે આજે તો બેટા તારે છેલ્લી રાત્રિ છે કાલે તો જતો રહી આજે અહી જ સૂઈ જા પણ ના પાડે અને જાય છે અને પપ્પા તમે ઘરે રહો આજે હું જાવ.જે વ્યક્તિ કોઈ દિવસ ના જાય વાડીમાં એ આજે કોઈ અજાણી છોકરી માટે વાડીમાં સુવા જાય છે.અને બંને આખી રાત્રિ દરમ્યાન વાતો કરે છે.સવારે છોકરા ને પણ હાજર થવાનું હોય છે.એટલે એ પણ સવારે ઘરે જઈ અને બસ પકડી નીકળી પડે છે શહેર તરફ.સવારની વાત છે તે છોકરી પોહચી જાય છે.અને આ છોકરો હજી બસ માં જ હોય કેમકે તેના ગામથી આ શહેર નજીક હોય છે. છોકરી બસ સ્ટેશન આવતા ઉતરી જાય છે.અને પછી ખબર નહિ પડતી ક્યાં જવું. રીક્ષા ક્યાંથી કરવી. બધું નવું નવું લાગતું હતું.ફરી એ તેને ફોન લગાવે છે.હવે આગળ આવતા અંક મા જો મિત્રો તમને પસંદ આવે તો મને પ્રોતસાહિત કરજો જેથી આગળ લખી શકવાની પ્રેરણા મળી રહે.