ajod anjani books and stories free download online pdf in Gujarati

અજોડ_અનજાનીઅજોડ_અનજાની
ત્રિવેણી સંગમસુરત ની શ્રેષ્ઠ લૉ કોલેજમાં અભ્યાસ કરતી ત્રણ સહેલીઓ_ આકાંક્ષા, ધરતી અને કરૂણા.
ત્રણેય ની મુલાકાત એડમિશન દરમિયાન પ્રથમ દિવસે જ થયેલ અને લૉ કોલેજ આ ત્રિવેણી સંગમ સ્થળ.સમય સાથે મિત્રતા ની દોર મજબૂત થવા લાગી.દરરોજ સમયસર લેક્ચર માં પહોંચવું અને શિસ્તબદ્ધ અભ્યાસ કરવો પણ જેવો લેક્ચર પતે એટલે જાણો કોઈ અલગ જ સ્વરૂપ😈
પોતાનું એક અલગ જ સામ્રાજય , પોતાના નિતી_નિયમો , દરેક સામ્રાજય માં એક જ પટરાણી હોય પણ અહીં તો ત્રણેય પટરાણી એ પણ વગર રાજા એ😄
મન_દેખાવે તો ત્રણેય માં સુંદરતા નાં તમામ લક્ષણો જોવા મળતાં હતાં.
કરૂણા સ્વભાવ થી એકદમ શાંત જ્યાં બોલવાનું હોય ત્યાં પણ ચુપ રહે અને અભ્યાસમાં પણ ઠીક ઠાક, તો ધરતી ચંચળ અને ચાલાક અને અભ્યાસમાં પણ હોશિયાર જ્યારે આકાંક્ષા આ બંને ના સ્વભાવ થી મિશ્રીત, ક્લાસ દરમિયાન ચુપ રહે પણ બોલે ત્યારે બધાંની બોલતી બંધ કરી દે, જાસુસી કરવી અને લોકો ને દુર થી જ જોઈ એનાં વ્યક્તિત્વ ને ઓળખવું તો જાણે એનો જન્મસિદ્ધ અધિકાર 😊.સતત એનાં મન માં વિચારોનું વાવાઝોડું ચાલતું એટલે જ કદાચ વકિલાત નાં વ્યવસાય માં પોતાનું ભવિષ્ય બનાવવાનું સપનું સેવ્યું હતું.
સ્વભાવ થી ભિન્ન હોવા છતાં ત્રણેય વચ્ચે ટૂંકા ગાળામાં જ આત્મીયતા બંધાઈ ગયેલી, કોલેજમાં ના કોઈ પ્રત્યે અરુચિ કે ના કોઈ પ્રત્યે આકર્ષણ. સ્વાવલંબી અને સક્ષમતા ના સમન્વય થી ‌કામ વગર બધા જોડે વાત પણ ઓછી થતી , ત્રણેય વચ્ચે એકપણ રહસ્ય નહોતું પણ એ ત્રણેય બધાં માટે રહસ્ય જ હતી.

5વષૅ બાદ

એક ક્રિમીનલ પ્રેક્ટીસ કરતાં એડવોકેટ જીલ્લા અને સત્ર ન્યાયાલય,સુરત. ની બહાર સાંજ નાં 4:30 નાં સમયે ઉભા ઉભા પોતાના પર જ ગુસ્સો કરી રહ્યા હતા જે હતી એડવોકેટ આકાંક્ષા
કારણ કે અડધી કલાક પહેલા જ તેની મિત્ર સુમી એ કહેલ કે, ( સુમી પણ એડવોકેટ જ છે અને કોલેજ પૂર્ણ થયાં બાદ આકાંક્ષા ની બનેલ પ્રિય મિત્ર,જેઓ બંને સાથે જ કાયદા નાં દાવ પેચ શીખતા અને સાથે જ ઘરે થી કોટૅ અને કોટૅ થી ઘરે જતાં )
" મારે કામ પતી ગયું છે તારે ક્યાં પહોંચ્યું? હું રાહ જોઉં કે જતી રહું?"
આકાંક્ષા ને આજે એક કેસમાં આખરી ચૂકાદો આવવાનો હતો એટલે બીજા કામ ન હોવાછતાં બેસવું પડે એમ હતું એટલે એને સુમી ને જતી રહેવા કહ્યું અને પોતે કોટૅ માં ગઈ અને જોયું તો કેસમાં ચૂકાદો રજું કરવા તારીખ પડી ગઈ હતી અને આ બાજુ સુમી પણ એક્ટીવા લઈ ઘરે જતી રહી હતી(પોતાને તો એક્ટીવા ચલાવતા જ નહોતું આવડતું).
હવે ઓટો રિક્ષા સિવાય ધરે જવા કોઈ વિકલ્પ નહોતો
પોતાનું બેગ લઈ ગેટ પાસે ઉભી આકાંક્ષા ઓટો... ઓટો ની બુમ લગાવી રહી હતી પણ આજે ખબર નહીં કેમ કંઇ પણ એની અપેક્ષા મુજબ થતું જ નહોતું.આખરે એક રિક્ષા ઉભી રહી , કોઈ એકાદ પેસેન્જર બેઠેલ હતું , કોણ બેઠેલ છે તે જોવા સુધ્ધાં ની તસ્દી ન લઈ સુરત સ્ટેશન કહી બેસી ગઈ.
"hey આકાંક્ષા
કેમ છો? ધણા સમયે મળી"
અચાનક પોતાનું નામ સાંભળતા હાશકારો થયો કે ચલો રસ્તો આરામ થી કપાઈ જશે (આ બોલનારો હતો અભિષેક કે જેણે પણ લૉ કોલેજમાં આકાંક્ષા ની સાથે જ અભ્યાસ કરેલ નામ સિવાય કંઈ લાંબો પરિચય નહોતો.)
"Hii,
મસ્ત,
હા, સંજોગે "ઔપચારિકતા નિભાવતા ‌આકાંક્ષા એ કહ્યું.
બંને વચ્ચે લૉ નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ હાલ શું કરે છે અને કામકાજ થી લઈને જીવન માં કોણ ક્યાં પહોંચ્યું એવી બધી વાત કરતાં કરતાં સુરત સ્ટેશન આવી ગયું, પોતાનું રિક્ષા નું ‌ભાડુ આપી પોતે ચાલતી થતાં ફરી પોતાનું નામ સાંભળતા પાછું ફરી
આકાંક્ષા : બોલ
અભિષેક: પાંચ મિનિટ વાત થશે?

આકાંક્ષા : તો અત્યાર સુધી શું હતું?😡

અભિષેક: પાંચ જ મિનિટ બસ
આકાંક્ષા : ફાઈન બોલ

અભિષેક: અહીંયા રસ્તા પર ઉભા રહેવાને બદલે સામે બિસ્મિલ્લાહ માં જઈ બેસીએ?

આકાંક્ષા : હદ કરી છે હવે ચલ

અને બંને બિસ્મિલ્લાહ જ્યુસ સેન્ટર પર જઈ બેસે છે અને અભિષેક મેંગો મિલ્કશેક બંને પોત_પોતાના પૈસા આપશે એ શરતે ઓડૅર કરે છે
એમ પણ કામ વગર ન બોલવાની આદત ધરાવતી આકાંક્ષા ચુપ બેઠા કંઈ વિચારી રહી હતી ત્યાં શાંત પાણી માં પથ્થર નાખવાનું કામ અભિષેકે એક સવાલ થી કર્યું
અભિષેક :આકાંક્ષા તને હજું સુધી કોઈ ગમ્યું નહીં ? કોલેજમાં કોઈ ગમતું હોય અને એનાં વિશે જાણવાનું મન ન થયું ક્યારેય? કે કોઈ એવી બાકી શોધ જે સવાલ બની ગયેલ હોય અને આજદિન સુધી જવાબ ન મળ્યો હોય?

આકાંક્ષા મૌન રહી અને મન પાંચ વર્ષ પાછળ ચાલ્યું ગયું.


લૉ_ કોલેજમાં અભ્યાસકાળ દરમિયાન

અભ્યાસ માં હોશિયાર ‌ અને શરૂઆત માં જ ઈશ્વર ની કૃપા થી સરળ સ્વભાવ ની મળી ગયેલી સખીઓ. ત્રણેય એકબીજા સિવાય કોઈ ચોથા જોડે વાત પણ ન કરે. કોઈ લેક્ચર માં પ્રોફેસર ન આવે ‌તો લાઈબ્રેરી માં જતા રહેતા, કોલેજ પત્યા બાદ બાજું માં આવેલ કોટૅ માં ‌ચાલતા કેસો ના અભ્યાસ માટે જવું બસ .કોલેજ થી કોટૅ અને કોટૅ થી 🏠આ એમનો નિત્યક્રમ.
એવુ ન હતું કે તેઓ કંટાળાજનક વ્યક્તિત્વ હતા પણ તેઓ ત્રણેય ની દુનિયા એ ત્રણેય પર જ પુરી થતી હતી.એક વર્ષ તો મસ્ત પુરું થઈ ગયું , આકાંક્ષા અને ધરતી તો પહેલાંથી જ હોંશિયાર હતાં જ પણ સંગત ની અસર થી કરૂણા પણ સારી ટકાવારી સાથે પાસ થઈ અને સાથે જ ચાલું થયું લૉ અભ્યાસ નું બીજું વષૅ...

શરૂઆત તો હમેશા ની જેમ જોરદાર જ રહી,નવો ક્લાસ અને નવા કલાસમેટ જરૂર હતાં પણ એનાથી કંઈ ફરક પડતો નહોતો આકાંક્ષા, ધરતી અને કરૂણા ત્રણેય સાથે જ હતાં
ક્લાસ માં દરરોજ વિધાર્થીઓની હાજરી લેવા માટે એક શિટ આપવામાં આવતી જેમાં દરેક નાં રોલ નં સામે પુરું નામ લખી સહી કરવાની , એકદિવસ આ શિટ ફરતી ફરતી આકાંક્ષા ની બેન્ચ પર તો આવી પણ એમાં કરૂણા નું નામ અને સહી અગાઉ થી જ થઈ ગયેલા,બીજે દિવસે પણ એવું જ અને આવું કદાચ એકાદ મહિના જેટલું ચાલ્યું.

આ કરનાર કોણ હતું તે રહસ્ય પેલી ત્રણેય દેવીઓની શાંતિ ને હણી રહ્યું હતું અને જે વ્યક્તિ છે તેને કોલેજ પ્રશાસન ની મદદ વગર જ પકડવો એવું તેઓએ નક્કી કર્યું અને તેના માટે પોત_ પોતાના મગજ મુજબ પ્લાન વિચાર્યા.અમલ માં હજું મુકાયો નહીં ત્યાં બીજી એક સમસ્યા ઉભી જ હતી (દુબળા નેં બે જેઠ મહિના) એકદિવસ ધરતી નાં ફેસબુકના એકાઉન્ટમાં અજાણ્યા વ્યક્તિ નો એક મેસેજ આવ્યો કે "આ બંને ફેસબુક તારા જ છે?"
અને એક પ્રોફાઈલ પિક્ચર સાથે બધી વિગત દેખાય એ રીતે લીધેલ સ્ક્રિન શોટ મોકલ્યો,જે જોઈ ચાલાક ધરતી પણ એક સેકન્ડ માટે ડરી ગઈ,તે ફોટા માં આવેલ પ્રોફાઈલ પિક્ચર પર ત્રણેય દેવીઓ બિરાજમાન હતા આકાંક્ષા, ધરતી અને કરૂણા😄 નીચે નામ હતું
"ધરતી પટેલ"

કોઈએ ધરતી નું ફેક એકાઉન્ટ બનાવેલ અને એમાંથી તે લોકો જોડે ભણતા દરેક ને friend Request પણ મોકલેલ એટલે જ કોઈક ભલા માણસે કે સાથે ભણતા કોઈ શુભચિંતકે ધરતી પર મેસેજ કરી જાણ કરી.(શુભચિંતકો તો ઘણા હતાં પણ અમુક ડર નાં લીધે તો અમુક ત્રિદેવી ના attitude થી દુર રહેતા)
હવે તો શું કોઈ હાથ ધોઈને આ લોકોની પાછળ પડી ગયું હતું .હવે તો વધુ એક પડકાર હતો હજું હાજરી પુરવાર નહીં મળેલ ત્યાં આ ધરતી બની બેઠેલા કોઈ ને પકડવો,

ત્રણેયે પહેલાં ધરતી ની ફેસબુકના પર ખોટું એકાઉન્ટ બનાવનાર ને કેમ પકડવો એમ વિચારી ત્રણેય શાતિર મગજ "ઝેર નું મારણ ઝેર" એમ વિચારી અંજલિ પટેલ નામનું ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવી એમાંથી ધરતી પટેલ ના ફેક એકાઉન્ટ માં friend Request મોકલે છે.પણ ફેક એકાઉન્ટ બનાવનાર ને અંજલિ પટેલ ના એકાઉન્ટ પર શંકા ન જાય તે માટે ક્લાસ નાં ઘણા છોકરા-છોકરીઓને મિત્ર બનાવવામાં આવ્યા અને કોલેજ-કોટૅ સિવાય ના સમયગાળા દરમિયાન અંજલિ પટેલ ના એકાઉન્ટ નું સંચાલન કરવાનું કામકાજ આકાંક્ષા ના શિરે નાખવામાં આવ્યું.

હવે અભ્યાસ થી પણ વધુ મહત્વ નું કામ થઈ ગયેલ ફેસબુક પર એક્ટીવ રહેવું, ધરતી નામના ફેક એકાઉન્ટ માં અંજલિ મિત્ર તરીકે પ્રવેશી ચૂકી હતી એટલે હવે મિત્ર તરીકે એની આજદિન સુધી એકાઉન્ટ ખોલ્યા ત્યારથી આજદિન સુધી કરેલ દરેક ગતિવિધિઓ જોઇ શકાતી હતી હવે અંજલિ ધીરે-ધીરે તેની નજર માં જાણી જોઈને આવવાની કોશિશ કરતી જેમકે તેના દરેક પોસ્ટ માં લાઈક અને કોમેન્ટ આપવા , દરરોજ શુભ સવાર અને શુભ રાત્રી કહેવું વગેરે...આ વાત ને એક પખવાડિયા જેટલું થઈ ગયેલ પણ કોઈ ખાસ કડી હાથ આવેલ નહીં સિવાય કે તે એકાઉન્ટ માં નિયમિત એક Good morning ની શુભેચ્છાઓ પાઠવવા થતું પોસ્ટ અને એમાં કોઈ કુરીયર સર્વિસ કરતી હોય તેવી કંપની નું ચિન્હ🛵આ વાત આકાંક્ષા ની ધ્યાને આવતા સમય ન લાગ્યો,

તેણે બીજે દિવસે સવારે કોલેજમાં પોતે જ્યાં હંમેશા બેસતા ત્યાં પહોંચી આ વાત ઘરતી અને કરૂણા ને કરી અને આ હવે માત્ર અંજલિ બનવાથી હલ નહીં નિકળે એવું વિચારી પોલીસ ફરિયાદ કરવાનું ત્રણેય એ નક્કી કર્યું પણ‌ એની વાત કોઈ ચોથું પણ સાંભળતું હતું. હજુ સુધી પોલીસ ફરિયાદ ન કરવાનું કારણ પણ હતું કે એક તો નામ કે જે જેટલું ગૂનો કરનારા નું ઉછળે એટલું જ તે ગૂના માં ભોગ બનનાર નું અને બીજું કામ
જયાં તમે જુનિયર એડવોકેટ તરીકે તાલીમ લઇ રહ્યા હોય અને ત્યાં જ તમારે સાક્ષી તરીકે ઉભા રહેવાનો માણસ સહજ ડર, પણ તે દિવસે માસ નો બીજો શનિવાર હતો જેથી કોટૅ માં રજા હતી જેથી ધરે સમયસર ન જાય તો ઘર નાં ચિંતા કરે એમ વિચારી સોમવારે પોલીસ સ્ટેશન જવાનું વિચાર્યું.

અંજલિ પટેલ નાં એકાઉન્ટ માં કોઈ નાં મેસેજ ન આવતાં પણ આજે એમાં કોઈ વ્યક્તિ નાં ચારેક મેસેજ હતાં
(૧) હું તને ઓળખું છું
(૨) હું તારી મદદ કરી શકું તેમ છું
(૩) તું મારાં પર ભરોસો કરી શકે છે
(૪)એકાઉન્ટ મારું પણ ખોટું છે પણ હું માણસ સાચો છું

અંજલિ બની બેઠેલ આકાંક્ષા નું માથું ભારે થવા લાગ્યું, મન માં ચક્રવાત ઊપડ્યું, શું કરવું -શું નહીં ‌, વિશ્વાસ કરવો કે કદાચ આ અમે શોધીએ છીએ એ જ વ્યક્તિ હશે તો પણ છેલ્લે બધા વિચારો ખંખેરી "જે હોય તે જોયું જશે" વિચારી મેસેજ નો રિપ્લાય કરવા મોબાઇલ હાથ માં લીધો,પણ શું ખરેખર કંઈક જાણે છે કે કેમ તે જાણવા તેણે મેસેજ કર્યો કે
અંજલિ: મને નથી ખબર, કોણ છું હું?
રાહુલ: હા, જેટલી તને તું નથી ઓળખતી એટલી તને ઓળખું છું ,હું બોલ શું જાણવું છે તારે તારા વિશે?
અંજલિ : કંઈ નથી જાણવું મારે , તું શું મદદ કરવાનો છે અને કઈ રીતે ?
રાહુલ: ઈરાદો તો નહોંતો પણ અજાણતા તું કોલેજ પાછળ સવારે તારી ફ્રેન્ડસ ને વાત કરતી હતી તે બધું મેં સાંભળી લીધું હતું

આકાંક્ષા ને તો મોબાઈલ ફેંકવાનું મન થઈ ગયું પોતે કાદવમાં ફસાઈ ગઈ હોય એવું થવા લાગ્યું પણ એની નિમૅળ દોસ્તી સામે આ કાદવ બહું તુચ્છ ગણી રાહુલ કે જે રાહુલ હતો જ નહીં તેની પર વિશ્વાસ કરી તક આપવાનું વિચાર્યું
અંજલિ: સરસ,હવે બધી ખબર જ છે તો તું કોણ છે એ પણ કહી દે
રાહુલ: સમય આવશે ત્યારે એ પણ કહી દઇશ
અંજલિ:ok
રાહુલ: તું કોઈ પોસ્ટ માં હોઇ છે તેવા ચિન્હ ની વાત કરતી હતીને મેં પણ એવું કે એનાં જેવું ચિન્હ જોયેલું છે ,જો મેં ફોટો મોકલ્યો છે
અંજલિ:અરે... આ તો એજ ચિન્હ છે જે પેલા એકાઉન્ટ નાં દરેક પોસ્ટ માં હોય છે.
રાહુલ: આ ફોટો તમારા ક્લાસ નાં ભાવેશે કોઈ ને પાટૅ ટાઈમ જોબ કરવી હોય તો જગ્યા છે એ માટે અમારાં છોકરાઓનું વોટ્સએપ ગ્રુપમાં ધણા સમય પહેલાં મોકલેલ પણ મને એમ કે કોઇ ને જવું હશે તો કામ લાગશે એવું વિચારી નહીં કાઢેલ અને આજે તારી વાત સાંભળીને મને આ ફોટો યાદ આવ્યો અને બધાં ફોટોગ્રાફ્સ ફંફોસી તને મેસેજ કર્યો
અંજલિ: તારો ખૂબ ખૂબ આભાર પણ મારે એનાં મોંઢે થી સાંભળવું છે
રાહુલ: એનો પણ એક રસ્તો છે એનાં ગ્રૂપ માં મારો ખાસ મિત્ર છે તે મદદ કરશે જ , હું કાલે વાત કરી તેને સમજાવીશ,જો ધાયૉ તેં મુજબ થશે તો સોમવારે તારું મિશન પૂર્ણ 😊
અંજલી: હું રાહ જોઇશ એ ક્ષણ ની અને એ ક્ષણ માં તારી

આ બાજું રાહુલ તેનાં મિત્ર ને બધી વાત કરે છે અને આ બાજુ અંજલિ રાહુલ વિશે વિચારે છેકે આ મસીહા બનીને મદદે કોણ આવ્યું 🤔 અને વિચારતા-વિચારતા મુસ્કુરાઈ ઉઠે છે

સોમવાર ની સોનેરી સવાર

આકાંક્ષા ‌આદત કરતાં વહેલી ઉઠી ઉતાવળે કોલેજ જવા નિકળી ભાવેશ ના મોંઢે થી સત્ય સાંભળવાની તાલાવેલી અને એને જેણે મદદ કરી તેને જોવાની જીજીવિષા
કોલેજમાં પ્રવેશતા જ તેની બંને સખીઓ ને વાત કરી અને નક્કી કરેલ સ્થાને ગોઠવાઈ ગયું કે જ્યાંથી ભાવેશ નું ગ્રૂપ પણ દેખાય અને તે લોકો ની વાતચીત ‌પણ સંભળાય.

કેન્ટીન પાસે ચારેક વિધાર્થીઓ ચા પીતા વાતો કરતાં હતાં એક તો એ ભાવેશ જ હતો , બીજા બે ટપોરી જેવા ‌જુનિયરસૅ લાગ્યા અને ચોથો અમારાં જ ક્લાસ નો મેહુલ હતો(કહેવાતા રાહુલ નો મિત્ર) રાહુલ તો પાત્ર જ કાલ્પનિક હતું પણ તોપણ આકાંક્ષા ની નજર અંજલિ બની એને જ શોધતી હતી પણ અફસોસ એવું કોઈ વ્યક્તિત્વ દેખાયું જ નહીં
મેહુલ : ભાવેશ એક વાત કહેવાની છે, પેલી ઘરતી મારી જોડે ફેસબુક પર બહુ વાતો કરે
ભાવેશ: ખરેખર?
મેહુલ: હા ભાઈ તારી કસમ
ભાવેશ: મેં તો ના જોઇ વાત કરતાં
મેહુલ: અરે ફેસબુક પર
ભાવેશ : કંઈ આઈ ડી માંથી? એનાં તો બે એકાઉન્ટ છે ને
મેહુલ : અરે ભાઈ બંને માંથી
ભાવેશ : એવું બને જ નહીં
મેહુલ:સાચે જ , બંને માંથી એ વાત કરે છે મારા જોડે
ભાવેશ બરાડી ને ગુસ્સામાં બોલ્યો કે," એનું એક એકાઉન્ટ બેંક મેં જ બનાવ્યું છે અને હું જ બધાં જોડે ધરતી બની વાત કરતો.એ ત્રણેય જણીઓ બહું ભાવ ખાય છે ને એટલે જ મેં ‌હેરાન કરવામાં પહેલા કરૂણા ની દરરોજ હાજરી પુરી નાંખતો જ્યારે હાજરી પુરેલ શિટ એની બેન્ચ પર જતી ત્યારે ત્રણેય ના મોઢા જોવાની મજા આવતી હાહાહા....અને વધુ હેરાન કરવા ધરતી નું એકાઉન્ટ અને ફરી એજ અટ્ટહાસ્ય. ત્યાં સટ્ટાક એવાં અવાજ સાથે વાતાવરણમાં ગંભીરતા ફેલાઈ ગઈ,ગાલ હતો ભાવેશ નો અને હાથ હતો પ્રિન્સિપાલ સાહેબ નો.
એ માનસિક વિકૃત ને કોલેજ માંથી અધુરાં અભ્યાસે કાઢી મૂક્યો અને દેખીતી રીતે ત્રિદેવીઓ પણ ચિંતામુક્ત બન્યું

આકાંક્ષા ના મન માં પહેલાં થી પણ વધુ ભાર હતો
એણે મેહુલ પાસે જાણવા કોશિશ કરી પણ તેણે કંઈ કહ્યું નહીં
હવે અંજલિ પટેલ નામના ફેક એકાઉન્ટ ની કોઈ જરૂર નહોતી છતાં તેણે તે એકાઉન્ટ ખોલ્યું
એકાઉન્ટ ખોલતાની સાથે મેસેજ, મેસેજ હતો રાહુલ નો
રાહુલ: "તારૂં નામ અંજલિ હોય કે આકાંક્ષા મને તો તારાં વ્યકિતત્વ સાથે ચાહ છે
એડમિશન વખતે પોતે લાઇન માં આગળ હોવા છતાં તેની પાછળ ઘુસણખોરી કરતાં લોકો જોડે ઝઘડતી છોકરી માટે ચાહ છે, અસત્ય સાથે સમાધાન કરવું જેને મન જીવન ની અમુલ્ય મિલ્કત ગુમાવવું ‌બરાબર છે તેનાં સત્ય માટે ચાહ છે મને
આ લાગણી કોલેજ નાં પ્રથમ દિવસ થી છે અને આજીવન રહેશે પણ સામે બોલવાની હિંમત ખબર નહીં ક્યારેય થશે કે કેમ 🤔
આ મારો છેલ્લો મેસેજ
ફરી મળીશું ક્યારેક જો મળવાનું હશે તો"

આવા રાહુલ નાં મેસેજ સાથે અંજલિ ની બચેલી થોડી આશા પર પણ પાણી ફરી ગયું. તે રાહુલ નામનું બનાવેલ એકાઉન્ટ ડિ-એકટીવ કરી નાખેલ, રાહુલ વિશે જાણવાની કોશિશ તો ધણી કરી પણ રહસ્ય જ રહ્યું અને એક અવ્યક્ત આભાર ની લાગણી મન નાં કોઈ ખૂણામાં સાચવી મુકી લૉ નાં ત્રણ વર્ષ પૂર્ણ થઈ ગયા

અભિષેક એ ચપટી નાં અવાજ સાથે આકાંક્ષા વતૅમાન માં પરત ફરી અને માત્ર એક શબ્દ બોલી... રાહુલ
જે હજુ મારા માટે કોયડો છે જે મને આટલે વર્ષે પણ શાંતિ થી સુવા પણ નથી દેતો , ઘણા પ્રશ્ર્ન કરવાનાં હતાં , દોસ્તી ની ભેંટ આપી દોસ્તી બદલામાં લેવાની હતી પણ ખબર નહીં કેમ સમયે સાથ ન આપ્યો

અભિષેક:એટલે જ પાંચ મિનિટ હાથ જોડીને માંગવી પડી અંજલિ શું પુછવાનું છે પુછી લે
કદાચ આજે તે પાંચ મિનિટ વાત ન કરી હોતે તો કદાચ મેં કરેલ ભૂલ ફરી તું જાણતા -અજાણતા કરી બેસેતે

હું તને બધું સામે કહેવા માંગતો હતો પણ હું બીજે દિવસે કોલેજ આવું તેં પહેલા જ અમારે આકસ્મિક સંજોગવશાત્ કાયમી ગામ જતું રહેવું પડ્યું અને તમારો કોન્ટેક્ટ નંબર ક્યાંય થી મળે એમ પણ નહોતો ત્યારબાદ આટલાં વર્ષો પછી અઠવાડિયા પહેલાં જ સુરતમાં આવ્યો

આ સાંભળી આકાંક્ષા જ આંખો માંથી ભર ઉનાળે શ્રાવણ- ભાદરવો વરસવા લાગે છે વગર સવાલે મળેલ દરેક જવાબ ની ખુશી નાં કે સમય સાથે કામ ની વ્યસ્તતા માં ગુમાવેલ ત્રિપુટી ની દોસ્તી નું દુઃખ કે ખબર નહીં શું અને શેનાં
આજે બિસ્મિલ્લાહ સાક્ષી બન્યું હતું એક અજોડ નિઃસ્વાર્થ અને સાશ્વત મૈત્રી અને બીજી પોતાના જ વ્યક્તિત્વ ની શોધમાં ધણું ગુમાવીને પણ બહું બધું મેળવનારી અજાણ અનજાની વ્યક્તિ ની પવિત્ર દોસ્તી નાં મિલન‌ નું 🤗.

_અપેક્ષા દિયોરા.
બીજા રસપ્રદ વિકલ્પો