લોકડાઉનનો પ્રેમ (પાર્ટ થ્રી)
" અરે.....!તમે લોકો ઘાયલ વ્યક્તિને ઘેરીવળીને કેમ ઉભાછો ...! બંધ કરો ફોટો પાડવાનો, તમને લોકોને સમજ નહીં પડતી, ઘાયલ વ્યક્તિની મદદ કરવાને બદલે તમે લોકો એના ફોટોઓ પાડવામાં વધારે રુચિ ધરાવો છો!.
એમ્બ્યુલન્સમાંથી ઉતરીને એક નર્સ, ઈજાગ્રસ્ત થઈને જમીન પર પડેલ સલોનીને ઘરેવળીને ઉભા રહેલ વ્યક્તિઓને ફટકાર લગાવતા કહે છે.
" કોલ કોણે કર્યો હતો....? "એમ્બ્યુલન્સનો ડ્રાઇવર ટોળામાં ઉભેલ વ્યક્તિઓને પૂછે છે.
" કોલ મે કર્યો હતો..!" ટોળામાંથી એક વૃદ્ધ વ્યક્તિએ જવાબ આપ્યો.
" આભાર કાકા આપનો.... તને તમારી જવાબદારી ખુબ સારી રીતે નિભાવી છે" નર્સ એમ્બ્યુલન્સનો દરવાજો બંધ કરતાં આભાર વ્યક્ત કરે છે.
****
કૉલેજમાં સમીર સતત સલોનીનો કોલ ટ્રાઇ કરતો હતો અને પ્રીતિ દુઃખી થઈને તરતજ 1:07 વાગ્યાની સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન પકડીને નવસારી પોતાના ઘરે પરત થાય છે, 5:30 વાગ્યા સુધી રાહ જોયા બાદ સમીર પણ ખુબજ દુઃખી અને હતાશ થઈને મેમુ પકડીને ઘરે પહોંચી જાઈ અને જમ્યા વગર સુઈ જાઈ છે.
સલોનીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, એક્સીડેન્ટમાં તેનો મોબાઈલ ફોન અને સિમ પણ પડીને તૂટી જાઈ છે.
" સોરી સર......પણ તમારી છોકરીને અકસ્માતમાં માથે ગંભીર ઇજા થવાથી તેના બ્રેઈનને ક્ષતિ થઇ છે તેથી તેનું ઈલાજ કરવું મુશ્કેલ બન્યું છે તમે એને અમદાબાદના બ્રેઈન એન્ડ સ્પાઇન હોસ્પિટલમાં દાખલ કરવી પડશે ત્યાંજ તેનું ઈલાજ સારી રીતે થઈ શકાશે" ઝેનિથ ડૉક્ટર હાઉસના ડૉક્ટર દુઃખી સ્વરે સલોનીના માતા-પિતાને સલોનીને અમદાબાદ લઇ જવાની સલાહ આપે છે.
સલોનીના પિતા અમદાબાદમાં તેને દાખલ કરે છે સાથેસાથે પોતાની જોબનું ટ્રાન્સફર પણ અમદાબાદમાં લઈ લેય છે અને કૉલેજમાં જઈ સલોનીની TC પણ કઢાવી લેઈ છે કારણ કે સલોનીના ઘણા સગા સંબંધી અમદાબાદમાં રહેતા હતાં.
બીજી બાજુ સમીર સલોનીના ફ્રેન્ડસને સલોની વિશે પુછપરછ કરી માહિતી મેળવવા પ્રયાસો કરે છે, પણ સલોનીનું કોઈ સાથે વધુ કોન્ટેક્ટ ન હોવાને કારણે તે સલોનીની માહિતી મેળવી શકતો ન હતો.
બ્રેઈનમાં ઇજા થવાને કારણે વીસ દિવસ સુધી તે બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ હોય છે અને 6 માર્ચના રોજ તેને હોશ આવે છે મમ્મી-પપ્પાને આંખોની સામે ઉભા રહેલ જોઈને તે રડવા લાગે છે સલોનીના મમ્મી-પપ્પા તેની નજીક આવી તેના આંસુ લૂંછી વહાલ કરીને એને ભેટી પડે છે.
અચાનક સલોનીને સમીરની યાદ આવે છે પણ તેની સાથે પ્રીતિ દ્વારા કરવામાં આવેલ પ્રપોઝલનું દ્રશ્ય પણ એની નજરની સામે આવી જાઈ છે.
" પ્રીતિ ખુબજ સુંદર છે ! સમીરે એનું પ્રપોઝલ સ્વીકારી લીધું હશે.....હું હવે ફરીથી સમીરના જીવનમાં કઈ રીતે આવી શકું? હું હવે એના જીવનમાં નહીં આવું" સલોની સમીર વિશે વિચાર કરતાં કરતાં....રડવાનું શરૂ કરીને મનમાં નક્કી કરે છે.
ટૂંક સમયમાં સલોની સંપૂર્ણપણે તંદુરસ્ત થઈ જાઈ છે.
" મમ્મી હું અહીંની કોઈ સારી કૉલેજમાં એડમિશન લેવાનું વિચારું છું" સલોની મમ્મી કહે છે.
" ઠીક મારી વહાલી....તને જે ઠીક લાગે તું તે કર" સલોનીની માતા એને વહાલ કરતા હામી ભરે છે.
અહીં સમીરની કૉલેજ પણ શરુ થવાની હોઈ છે આ સમયગાળામાં સમીરે સલોનીને શોધવાના ઘણા પ્રયત્નો કર્યા હતાં પણ સલોની સાથે કોઈપણ પ્રકારના કૉન્ટેક્ટ થયા ન હતાં, સમીર જ્યારે સલોનીને યાદ કરતો એ ટેરેસ પર જઈને બેસી જતો અને સામેની બિલ્ડીંગને નિહાળતો રહેતો.
એક દિવસે...જયારે સમીર ટેરેસ પર બેઠો હતો.
"ઓઇઇઇઈ ...... ઓઇઇઇઇ સમીર.... કેમ છે ટોપા......!? " પાછળથી સમીરનો નાનપણનો મિત્ર અજય હસતાં હસતાં સમીર પાસે આવે છે.
" અરે... અજય... તું ક્યારે આવ્યો ભુજથી? " સમીર અજયની સાથે ભેટીને હસતાં હસતાં પૂછે છે.
" આજે બપોરે " અજય હાસ્ય સાથે જવાબ આપે છે.
" અને કૉલેજ..... શું થયું પેપરનું?" સમીર અજય તરફ જોઈને થોડી શંકામાં પૂછે છે.
" અરે....... કઈ નહીં, આપણને ના હદ્યરે આ માઈક્રોબાયોલોજી, પેહેલાજ સેમિસ્ટરમાં ચાર K.T આવી, પછી... એને જેમતેમ ક્લિયર કરી તો પછી.........સાલ્લ્લું...બીજા સેમમાં ફરી બે K.T આવી બોલ, પછી આજુબાજુમાંથી પૂછીને અને ફાં ફાં મારીને.... એનેય ક્લિયર કરી, પછી ત્રીજુ અને ચોથું સેમિસ્ટર કાપલા મારીને જેમતેમ કાઢ્યા.... બસ યાર... હવે ના થાય મે તો હાર માની લીધી ભાઈ.... હું હવે તારી કોલેજમાં એડમિશન લઈનેે તારી સાથે ત્યારી કરીને ફાઇનલ યર પાસ કરીશ, પપ્પાએ પણ મંજૂરી આપી દીધી છે" અજય સમીરને રસપ્રદ રીતે ઉત્તર આપે છે.
" પાક્કું... કહે છે ને....પાસ કરશેને?" હાસ્ય સાથે સમીર અજયને પૂછે છે.
" હા.... તો, પણ કાપલા મારીને" અજય ઉત્તર આપે છે અને બન્ને હસવા લાગે છે.
" શું થયું?... .. તું ઉદાસ કેમ હતો હમણાં? હવે અજય થોડુંક ચિંતિત થઈને સમીરને પૂછે છે.
સમીર, અજયને સલોની વિશેની બધી વાતો કરે છે જોકે સલોનીને મળ્યાની વાતો, સમીર અજયને કરી ચુક્યો હોય છે, પણ સલોનીને પ્રપોઝલના પ્લાન વગેરેની વાતો અને કોઈપણ પ્રકારનો કૉન્ટેક્ટ ન થવાની વાતો કરે છે અજય સાથે વાત કરીને અને ફરી મળીને સમીરને થોડોક સારો અનુભવ થાય છે.
બીજી બાજુ સલોની પણ સમીરને ભુલાવવા માટે જુદા-જુદા કામોમાં પોતાને વ્યસ્ત રાખતી હતી, પણ ઘણીવાર સમીર સાથે વિતાવેલા કૉલેજના દિવસો યાદ કરીને રડી પણ લેતી હતી, પરંતું તે સમીરના જીવનમાં ફરી દાખલ નહીં થવાનું નક્કી કરી બેઠી હતી, સલોની અમદાબાદની "St. Xavier's College" માં એડમિશન લઈ લે છે.
સમીરનું કૉલેજ પણ હવે શરૂ થાય છે, સમીર અને અજય બન્ને સવારે જલ્દી ઉઠીને 6:45ની મેમુ પકડવા પારડી ચાર રસ્તા પર પહોંચે છે બન્ને રીક્ષામાં ડ્રાઇવરની આજુબાજુમાં બેસીને ટીંગાઈ -ટીંગાઈને રેલવેસ્ટેશન પહોંચી ટ્રેન પકડીને 9:30 વાગે યુનિવર્સિટી પર પહોંચે છે સમીર અજયને કૉલેજના માર્ગે આગળ વધતા લાયબ્રેરી, ગાર્ડન, પાર્કિંગ અને કૅન્ટીન વગેરે બતાવે છે.
" ચાલ... Bye રીસેસમાં મળીયે " સમીર અજયને હાથથી જવાનો ️ઇસારો કરીને કલાસમાં જાય છે.
ક્લાસમાં સમીરની બેન્ચ પર પ્રીતિ બેઠી હોઈ છે.
" હાઈ.... પ્રીતિ !" સમીર બેન્ચ પર બેસતા સ્મિત સાથે પ્રીતિને કહે છે.
" શું...? તે મને કહ્યું.... ? " પ્રીતિ આશ્ચર્ય સાથે પૂછે છે.
" હા.... બીજું કોણ બેઠું છે બાજુમાં !? " થોડુંક સ્મિત સાથે સમીર કહે છે.
" તું મારાથી નારાજ નથી " પ્રીતિ આશ્ચર્ય સાથે પૂછે છે.
" હું કેમ તારાથી નારાજ થવાનો...!!?" સમીર કહે છે.
" પણ..... સમીર મને તને કઈ વાત કહેવી છે પણ હિમ્મત નહીં થતી " પ્રીતિ થોડા દુઃખી સ્વરે કહે છે.
" હા,બોલતો.... શું થયું !" સમીર સામાન્ય રીતે પૂછે છે.
" અહીં નહીં ગાર્ડનમાં ચાલ "
" ઓકે..... કઈ નહીં ચાલ બહાર " સમીર કહે છે.
બન્ને ફરી, કૉલેજના બાજુમાં આવેલા ગાર્ડનમાં જાઈ છે,
બન્ને એકબીજાની સામે ઉભા રહે છે.
" હા બોલ... શું કહેવા ઇચ્છતી હતી તું!" સમીર પૂછે છે.
" મારે.... તને એ દિવસ માટે સૉરી કહેવું છે" પ્રીતિ ચહેરો ઉતારતા દુઃખી સ્વરે કહે છે.
" શું...તું વેલેન્ટાઈન દિવસની વાત કરે છે? " સમીર થોડુંક સ્મિત સાથે પૂછે છે.
" હા " પ્રીતિ ઉત્તર આપે છે.
" અરે..... ! એના માટે તો હું તારાથી માફી માંગુ છું કે મારા દ્વારા તારો પ્રપોઝલ નકારવાને કારણે તને દુઃખ થયું હતું" સમીર થોડાક દુઃખી સ્વરે કહે છે.
" પણ હું એ ઘટના વિશે વાત નહીં કરતી" પ્રીતિ ચહેરો ઉતારીને સમીરને જોતા કહે છે.
" તો ! શા માટે? " સમીર થોડુંક આશ્ચર્યમાં પડીને પૂછે છે.
" સમીર.... એ દિવસે.... "
" શું..... એ દિવસે? " સમીર પૂછે છે.
" સમીર.... એ દિવસે.... સલોની પણ તને પ્રપોઝ કરવા માટે કૉલેજમાં આવી હતી" પ્રીતિનું આ વાક્ય સાંભળીને સમીરનું હૃદય જોરથી ધડકવા લાગે છે તેના પગ ધ્રુજવા લાગે છે અને એ તરતજ તેની પાછળ પડેલી બેન્ચ પર સીધો બેસી પડે છે.
સમીરનું દિલ હજુ પણ જોરથી ધડકતું હોઈ છે,તેની આંખોમાં આસું આવી જાઈ છે,થોડાક સમય માટે એ શાંત થઈને બેસી પડે છે.
" શું થયું હતું? તને કેવીરીતે ખબર પડી?" સમીરની આંખો
ભરાઈ આવી અને એ પ્રીતિ તરફ જોતા પૂછે છે.
" જયારે......હું તને પ્રપોઝ કરવા એક ઘૂટણ પર બેસી હતી ત્યારે મે એને તારી પાછળ થોડીક દૂર ઉભી જોઈ હતી અને એના હાથમાં ગુલાબનો ફૂલ હતો મને ખાત્રી છે કે એ તને પ્રપોઝ કરવા જ આવી હતી, મને થયું કે મારા પછી તને એ પ્રપોઝ કરશેજ એટલે હું ત્યાંથી નીકળી ગઈ હતી, પણ પછી ખબર પડી કે એ તને મળીજ નહીં" પ્રીતિ સમીરની બાજુમાં, બેન્ચ પર બેસીને ઉદાસ ચહેરા અને કરુણ સ્વરે કહે છે.
" એટલે એ આવી હતી.... અને તને પ્રપોઝ કરતાં જોઈને પાછી જતી રહી હશે" સમીર ઉદાસ ચહેરા અને નમ આંખો સાથે કહે છે.
" હા સમીર મને એવુ જ લાગે છે" પ્રીતિ દુઃખી સ્વરે કહે છે.
" પણ એ ક્યાં ગઈ છે કોઈને ખબર નથી એનો કોન્ટેક્ટ પણ નહીં થતો એ કોઈપણ ફ્રેન્ડને પણ કોન્ટેક્ટ નહીં કર્યા" સમીર ઉદાસ ચહેરા અને નમ આંખો સાથે કહે છે.
" સૉરી સમીર.... આ બધું મારા કારણે થયું છે " પ્રીતિ દુઃખી સ્વરે સમીરને કહે છે.
" એમાં તારી ભૂલ નથી... જે થવું હતું એ થઈ ગયું " સમીર દુઃખી સ્વરે કહે છે.
બન્ને પાછા લેકચરમાં પરત થાઈ છે, રીસેસમાં સમીર, અજય
અને પ્રીતિને એકબીજાની ઓળખાણ કરાવે છે, થોડો સમય પસાર થાઈ છે, ત્રણે સારા મિત્રો બની જાઈ છે, સમીર બન્ને સાથે રહીને ખુશ રહેવા લાગ્યો હતો, ત્રણે કોલેજમાં ખુબ મસ્તી કરતા, દરેક સ્પર્ધામાં સાથે ભાગ લેતા, લેકચર બન્ક કરીને બહાર ફરવા જતા.
આ સમયગાળામાં અજયનું આકર્ષણ પ્રીતિ તરફ વધી જાઈ છે જોકે એ મોટાભાગે બધી છોકરીઓ તરફ આકર્ષાતો અજયનો સ્વભાવ મજાકીયા અને નટખટ હતો, એ પ્રીતિને થોડો પરેશાન અને ફ્લર્ટ પણ કરતો અને પ્રીતિ તેને ઘણીવાર ગુસ્સામાં ફટકાર પણ લગાવતી.
3 સપ્ટેમ્બરના દિવસે.....
" યાર... સમીર આ અજયને સમજાવને માનતો જ નહીં " પ્રીતિ થોડુંક ગુસ્સે થઈ ને કહે છે.
" કેમ હવે શું કર્યું એ..? " સમીર હાસ્ય સાથે પૂછે છે.
" એ એના ક્લાસના ફ્રેન્ડને કહે છે કે આ તમારી ભાભી બનશે... બોલ આવું બોલે છે અને એના પહેલા એ આવું પંદર છોકરીઓને કહી ચુક્યો છે! શું કરું મે આ ગધેડાનું તુજ કે? " પ્રીતિ હાસ્ય સાથે પૂછે છે.
" તને તો એનો સ્વભાવ ખબર જ છે અને ઘણીવાર મે પણ એને કહ્યું છે પણ એ બધીજ છોકરીઓ સાથે આવી મસ્તી કરે છે" સમીર બેન્ચ પર બેસીને કહે છે.
" હા એતો છે.... પણ.... મારે પણ એને સબક શીખાવું છે "
પ્રીતિ મૂંઝવણમાં અને કર્કશ સ્વરે કહે છે.
" ઓકે..... મારી પાસે એક યોજના છે " સમીર હાસ્ય સાથે કહે છે.
" શું? " પ્રીતિ આતુરતાપૂર્વક પૂછે છે.
" અહીં આવ કાનમાં કહું " સમીર ધીમેથી આખી યોજના પ્રીતિને કહે છે.
****
4 સપ્ટેમ્બરનો દિવસ આવે છે
સમીર અને અજય સવારે 10 વાગે યુનિવર્સિટી પહોંચે છે.કોલેજના રસ્તા પર આગળ વધતા.....
" શું થયું ! સમીર તું આટલો ખુશ કે કેમ થાય છે " અજય હાસ્ય અને મૂંઝવણમાં સમીરને પૂછે છે.
" અરે કઈ નહીં...... " સમીર કહે છે.
"અરે......કે ને હું પણ સાંભળું ને શુ ન્યૂ લાયો તું " અજય આતુરતાપૂર્વક અને હાસ્ય સાથે પૂછે છે.
" કહું છું કૉલેજમાં તો ચાલ પહેલા " સમીર હાસ્ય સાથે કહે છે.
" ચાલ એમાં શુ મોટીવાત....... કૉલેજમાં કેજે " અજય કહે છે.
કૉલેજમાં સમીર અને અજય દાખલ થાય છે.
" અજય.... મારા ક્લાસમાં આવને તારું થોડું કામ છે" સમીર અજયને પોતાના ક્લાસ તરફ બોલાવતા કહે છે.
" અરે.... તું મને જોક્સ કહેવાનો હતો ને બોલને ....... હું કોઈ છોકરીને સંભળાવીશ " અજય હસતાં હસતાં કહે છે.
"અરે અંદર તો આવ પહેલા..." હસતાં હસતાં સમીર અજયને અંદર બોલાવે છે.
અજય સમીરના ક્લાસમાં પ્રવેશે છે, અજયનો જ એક અન્ય મિત્ર ક્લાસનો દરવાજો...અજયના પ્રવેશતાની સાથે જ ધીરેથી પાછળથી બંધ કરે છે અને બન્ને હાથ પાછળ રાખીને અજયની સામે આવીને પ્રીતિ ઉભી થઈ જાઈ છે.
" ઓહો.... પ્રીતિ ગુડ મોર્નિંગ..... શું થયું આવી રીતે કેમ આવીને ઉભી થયી ગઈ !!!" અજય હાસ્ય સાથે પૂછે છે.
" અજય કાલે શું..........છે " હાસ્ય સાથે પ્રીતિ પૂછે છે.
" કાલે.... હંમમમમમ..... હા 5મી સપ્ટેમ્બર છે.
" હા....તો 5મી સપ્ટેમ્બરે શું છે? "પ્રીતિ સ્મિત સાથે પૂછે છે.
" હમમમમમ...હા રક્ષાબંધન... right !!" અજય ખુશ થઈને.
એટલામાં......
" હેપ્પી રક્ષાબંધન...અજય " બોલવાની સાથે જ પ્રીતિ પાછળ છુપાવેલી રાખડી અજયના ચહેરા સામે લાવે છે.
" ઓઈ.....આ શું..... હું ના બંધાવું રાખડી....આ શું કરે છે તું.... હું ના બંધાવું કાંઈ રાખડી.......... જવાદો મને ક્લાસમાં " અજય પાછળ ફરતા બોલે છે.
" દરવાજો બંધ છે જો બરાબર..... " પ્રીતિ હાસ્ય સાથે કહે છે.
ક્લાસના બધા સ્ટુડન્ટસ અજયને પકડવા દોડે છે અને એને ઘેરવાનો પ્રયાસ કરે છે, સમીર પણ અજયને પકડવા દોડે છે.
" સમીર...... ગદાર.... આ બધી તારી યોજના હતીને.... હા સમજી ગયો એટલે તું હસતાં હસતાં આવતો હતો " અજય ક્લાસની બેન્ચો પરથી કૂદતો કૂદતો થોડોક હસતો હસતો બોલ્યો.
" હા.... પણ તું અહીં તો આવ " સમીર પણ બેન્ચો પર ચઢીને અજયને પકડવાનો પ્રયાસ કરે છે.
અંતે ક્લાસના બધા વિદ્યાર્થીઓ અજયને ઘેરી વડે છે, કોઈ એનું હાથ તો કોઈ એનું પગ પકડીને ઉભા હોઈ છે, પ્રીતિ રાખડી લઈને આવે છે.
"ફુલો કા.....તારો કા...સબકા કહેના હે.....એક હજારો...મે.... તેરી.....પ્રીતિ બહેના હે...... સારી ઉંમર તુજે ઉસકી રક્ષા કરની હે...... " ના ગીતથી આખુ ક્લાસ ગુંજી ઉઠે છે.
પ્રીતિ અજયને રાખડી બાંધે છે, અજય બધાને ગુસ્સો કરતો કરતો અને બબડતો - બબડતો પોતાના ક્લાસમાં જતો રહે છે, બધા સ્ટુડન્ટસ હસવાં લાગે છે.
આવા ઘણા બધા કિસ્સાઓની સાથે ત્રણે મિત્રો કૉલેજનું લાસ્ટ યર સમાપ્ત કરે છે.
બીજી બાજુ સલોની પણ નવા મિત્રો બનાવી, કૉલેજ સારી રીતે પાસ કરે છે.
સલોની અને સમીર હજુ સુધી એકબીજાને ભૂલી શક્યા ન હતાં, બન્ને એકબીજાને લગભગ રોજ યાદ કરતા હતાં અને બીજા કોઈ જોડે એમનો આવો સંબંધ બન્યો પણ ન હતો, ઘણા છોકરાઓએ સલોનીને કૉલેજમાં પ્રપોઝ કરી હતી, પણ તેના દિલમાં માત્ર સમીર હોવાને કારણે તેણે બધાના પ્રસ્તાવોનો અસ્વીકાર કર્યો હતો.
****
લાસ્ટ યરની સમાપ્તી સાથે સમીરની કૉલેજમાં TCS ( ટાટા કનસલટન્સી સર્વિસ )નું જોબ ઇન્ટરવ્યૂ ગોઠવાઈ છે, સમીર, પ્રીતિ અને અજય TCS BPS માં જોબ માટે ઇન્ટરવ્યૂ પાસ કરે છે અને ગાંધીનગરમાં સીફ્ટ થાઈ છે.
કંપનીમાં ત્રણેને નવા પ્રોજેક્ટની એક નવી ટીમમાં સાથે જ મુકવામાં આવે છે.
" અલ્યા..... સમીર.... જોતો કેટલી સારી કંપની છે...અને જો જો છોકરીઓ પણ કેટલી બધી છે અહીં મારું પરિવાર નિયોજન થવાની સંભવના છે " એન્ટ્રી ગેટની અંદર દાખલ થતા અજય સમીરને ખુશ થતા કહે છે.
" તારી બહેન પ્રીતિ...... ક્યાં છે...કોલ કર્યો તારી પ્રીતિ બહેનને? " સમીર અજયની મજા લેતા કહે છે.
" તું દર વખતે બહેન બહેન.... ના કર હા..... મારા આખા સેટિંગની પથારી તેજ ફેરવી હતી, હવે અહીં કઈ થતું હોઈ તો વચ્ચે ભીંડો નહીં નાખતો" અજય સમીરને કહે છે.
" હેલો..... ગાઇઝ " પ્રીતિ બન્નેની પાછળથી આવતા કહે છે.
" હાઈ.... ..હેલો....... " સમીર અને અજય પ્રીતિને કહે છે.
"આ તારા ભાઈને સમજવતો હતો કે અહીં ફાંફા ઓછા મારે " સમીર અજયની મજા લેતા પ્રીતિને કહે છે.
"અજય ભાઈ..... સમજી જાઓની " પ્રીતિ પણ હાસ્ય સાથે અજયને કહે છે
" ચૂપ રેહ....... તું પ્રીતિ... આ પોતેતો આખા દિવસ સાલોની - સલોની કરતો હોઈ...... અને રાત્રે પણ સુતા સુતા એનું નામ બબડતો હોઈ છે અને મારું કઈ થવાનું હોઈ ત્યાં વચ્ચે આવીને ભીંડો નાખી દેય છે." અજય, સમીર અને પ્રીતિને કહે છે.
" હું તો કહું, બીજી કોઈ ગોતીલે, અહીં..... જો...... નજર કર તારી આજુબાજુ જો કેટલી હરિયાળી છે તનેતો કોઈપણ છોકરી હા પાડી દેશે.....નસીબ તો અમારા જેવાના ખરાબ હોઈ છે" અજય, સમીર અને પ્રીતિ તરફ જોઈને કહે છે.
" હા.... પણ સલોની.....જેવી કોઈ નહીં હોઈ શકે, એને હું આખી જિંદગી ના જ ભુલાઈ શકું " સમીર અજયને કહે છે.
"અરે.... અરે.... બસ બસ બહુ વાત થઈ ગઈ ચાલો હવે ઓફિસમાં !" પ્રીતિ બન્નેને ચૂપ કરાવતા કહે છે.
****
કંપનીના કામમાં ત્રણે વ્યસ્ત થઈ જાય છે, કંપનીમાં સમીર સાથે ઘણીબધી છોકરીઓ ફ્રેન્ડશીપ કરવા આવે છે પણ સમીરને સલોની સાથે જેવું ફીલ થતું તેવું કોઈ પણ છોકરી સાથે થતું નહીં.
" વાહ ભઈલા.....શું ચા બનાવી છે આજે માથું દુઃખતું બંધ થઈ ગયું " TCS ના એક્ઝીટ ગેટની બહાર ફૂટપાથ પર આવેલ ટી સ્ટોલ પર ચા ની ચુસ્કી લેતા સમીર ચા વાળાને કહે છે.
" અલા.... સમીર..... જો તો .. ઓલી પિન્ક ટીશર્ટ વાળી કેવી મસ્ત લાગે છે" અજય ચા ની પીતા પીતા કોમેન્ટ કરે છે.
" રાખડી બંધાવી છે એનાથી...... તો કહે.....હું વાત કરું એની જોડે જઈને " પ્રીતિ અજયની મજા લેતા કહે છે.
" શું એ સલોની હતી.....? " સમીર રસ્તા પરથી પસાર થતી કારમાં બેસેલ એક છોકરીને જોતાજ બોલી પડે છે.
"શું?" પ્રીતિ સ્તબ્ધ થતાં.
" શું.....સલોની...ક્યાં? અજય આશ્ચર્યમાં પડીને પૂછે છે.
" હા.....કારમાં સલોની જ હતી ....." ચા નો કપ નીચે ફેંકતા સમીર કારની પાછળ દોડે છે.
" અરે..... સમીર રુક... !" પ્રીતિ પણ કપ ટેબલ પર મુકતા ઝડપથી પાછળ દોડે છે.
" અરે..... હું પણ આવું છું" અજય પણ કહીને દોડે છે.
સમીર સતત કારની પાછળ દોડતો હોઈ રહે છે, કારની સ્પીડ ખુબ વધારે હતી, છતાં હાંફતા હાંફતા તે બે કિ.મી સુધી કારનો પીછો કરે છે, કારની સ્પીડ હવે વધી જાઈ છે અને તે સમીરની અજરથી અદ્રશ્ય થઈ જાય છે, સતત દોડતા દોડતા તે રસ્તા પર પડી જાય છે, અને ચક્કર આવતા બેભાન થઈ જાય છે.
" સમીર.......સમીર......સમીર.... ઉઠ... હોંશમાં આવ તું ઠીક તો છે ન...!? " પ્રીતિ સમીર પાસે પહોંચીને ચિંતિત થઈ ને કહે છે.
" સમીર..... ઉઠ યાર.... હોંશમાં આવ... પ્રીતિ એને સાઈડમાં ખસેડવા મદદ કર મને થોડીક" અજય સમીરને ઉઠાવીને રોડની કિનારે ફૂટપાથ પર છાંયડામાં બેસાડે છે.
" શું હતું !.... કેમ દોડ્યો તું આટલો... શું તને ખાત્રી છે કે એ સલોની જ હતી એ તારો ભ્રમ પણ હોઈ શકે ને?" પ્રીતિ સમીરને પૂછે છે.
"નહીં એ મારો ભ્રમ ના હોઈ શકે..... એ સલોની જ હતી, હું એ ફીલ કરી શકુ છું જે સલોનીના નજીક હોવાથી જ મને થાઈ છે" સમીર ધીમા સ્વરે કહે છે.
" ઓકે.... તો હવે શું?" અજય મૂંઝવણમાં કહે છે.
" કાલે હું એને શોધવા નીકળીશ " સમીર કહે છે.
" પણ ક્યાં.....? કેવી રીતે? શું તને એ મળશે? " પ્રીતિ ચિંતિત થઈ ને પૂછેછે.
" મને નહીં ખબર બસ મારે એને શોધવું છે " સમીર કહે છે.
"હા.... પણ આટલા મોટા શહેરમાં તું સલોનીને ક્યાં શોધવા જશે....અને શું તને એ મળશે ખરી? " પ્રીતિ સમીરની બાજુમાં બેસીને સમજવાતા કહે છે.
" અમદાબાદ......એ કારની નંબરપ્લેટ GJ 01થી શરૂ થતી હું એને શોધવા કાલે જઈશ...મે નક્કી કરી લીધું છે હવે" સમીર કહે છે.
"ઠીક છે, તને જે ઠીક લાગે... પણ હમણાં પાછો ચાલ... ને આરામ કર થોડો" પ્રીતિ કહે છે.
ત્રણે કંપનીમાં પરત થાઈ છે, બીજા દિવસે સમીર બાઇક પર સલોનીને શોધવા અમદાવાદ જાઈ છે, અમદાબાદના બજારોમાં, મોલમાં, બેન્કોમાં, ગાર્ડનમાં, રિવરફ્રન્ટ પર લગભગ તે આખા અમદાબાદમાં સલોનીને શોધવાનો પ્રયત્ન કરે છે, પણ તે સલોનીને શોધી શકતો નથી, તે હતાશ થઈને ઘરે પાછો આવી જાય છે.
સમીરનું સલોની માટેનું પ્રેમ ખુબ વધારે હોઈ છે, પણ શું સમીરને એની સલોની મળશે એની ચિંતા પ્રીતિ, અજય અને કંપનીના અન્ય મિત્રોને થવા લાગે છે, માટે તેઓ સમીર જુદી જુદી રીતે ખુશ રાખવાનો પ્રયાસો કરતા.
એક દિવસે....કંપનીના બધા મિત્રો સમીરને બહાર ફરવા લઇ જવાનો આયોજન કરતા.
" પણ ક્યાં જશું.....?" ફ્રેન્ડ સર્કલમાથી જયેશ પૂછેછે.
"એવી જગ્યાએ જવું જ્યાં સમીરને કોઈ છોકરી પસંદ આવી જાય...અને એ પાછો ખુશ રહેવા લાગે." અજય કહે છે.
" મેરીજ (લગન)માં જઈએ... કાલે અમદાબાદ ?" સપના પૂછે છે.
"કોની મેરીજમાં? " પ્રીતિ પૂછે છે.
" મારી એક ફ્રેન્ડના રિલેશનમાં છે.... નામ તો મને પણ નહીં જાણ પણ..... બસ આપણે જઈશું અને થોડી મજામાણીને આવી જાશું" સપના કહે છે.
" Ok..Done, હું સમીરને લઈને આવી જવા" અજય ખુશ થતા કહે છે.
****
બીજા દિવસે રાત્રે.....
બધા મિત્રો અમદાબાદ મેરીજ માં પહોંચે છે, સમીર લગનમાં વધુ રુચિ ધરાવતો ન હતો એના મગજમાં તો સાલોની ને ફરી શોધવાનો વિચાર ચાલતો હતો,એ માત્ર મિત્રોની ખુશી માટે સાથે આવ્યો હોઈ છે, તેની આંખોતો લગનમાં પણ સલોનીને શોધવાનું પ્રયત્ન કરતી હતી.
" ચાલો હવે.... મારી ફ્રેન્ડ બોલાવે છે, વર-વધુના સાત ફેરા શરૂ થઈ ગયા છે" સપના ઉત્સુકતા સાથે કહે છે.
" ઓ.....સમીર ચાલ હવે.....તું અહીં પણ સલોનીને શોધે છે!" જયેશ કહે છે.
" હા....આવું છું.. ચાલો " સમીર બધા સાથે મંડપમાં બેસેલ વર-વધુ તરફ આગળ વધે છે.
મંડપમાં વર-વધુ બેઠા હોઈ છે, સમીર અને એના મિત્રો અંદર પ્રવેશ કરે છે, સમીરની નજર સોનેરી કલરનું ચળકદાર શૂટ પહેરીને બેસેલ વર પર પડે છે જોવામાં તો રૂપાળો હોઈ છે.
સમીરની નજર દુલ્હન પર પડે છે, જે અડધું ઘુંગટ કરીને લાલ ચળકતી સાડીને પહેરી ખુબ સુંદર રીતે ત્યાર થઈને બેઠી હોયછે.

વર હવે દુલ્હનને ચપટીમાં સિંદૂર લઈને લગાડવા હાથ આગળ વધારે છે, દુલ્હન પોતાનું ઘૂંગટ ઉપર કરે છે, સમીરની નજર દુલ્હનના ચહેરા તરફ જાઈ છે.

.
.
.
.
એ દુલ્હન બીજી કોઈ નહીં....... સલોની હોઈ છે.
**** **** **** **** **** **** **** **** ****
(Forth part will be released soon).
લેખક :- ભુપેન્દ્રકુમાર ચૌધરી