લોકડાઉનનો પ્રેમ - 4 Bhupendra kumar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લોકડાઉનનો પ્રેમ - 4

લોકડાઉનનો પ્રેમ ( પાર્ટ ફોર )



(3 મહિના પહેલા....)


સલોનીની મમ્મી:- સલોની દીકરી ચાલ હવે ઉઠી જા.... કેટલું સુવે છે.... ચાલ હવે ઉઠીજા અને તૈયાર થઈને ચા પી લે.

પણ સલોની ક્યાં ઉઠવાની હતી...એને તો રોજની જેમ સપનામાં સમીર જોડે વાતો કરવી હતી, એ આજે પણ સપનામાં... નદી કિનારે ઘાસના એક ખુલ્લા મેદાનમાં જ્યાં વહેતા પાણીની મધુર ઘ્વની સાંભળાતી હતી ત્યાં... એકબીજાનો હાથ પકડી આકાશ તરફ જોતા સુઈને વાતો કરતા હતાં.

મમ્મી:- ચાલ હવે ઉઠ....કેટલું સુવે છે... શું જોઈ છે તું સપનામાં.. કે આવી નિંદર કાઢતી હોય છે.

સલોની:- શું મમ્મી.... આજે પણ તમે મને ઉઠાવી દીધી.....કેટલું મસ્ત સપનું આવતું હતું.....

મમ્મી :- શું જોતી હતી તું સપનામાં કે આવી રીતે ઉંઘ કાઢતી હોઈ વળી....?

સલોની :- કઈ નહીં મમ્મી....છોડો હું તૈયાર થઈ જામ છું.

સલોની તૈયાર થઈ ને આવીને પપ્પાની બાજુમાં શોફા પર બેસે છે.

સલોની:- લાવો પપ્પા રિમોટ હું કોઈ સારી પિક્ચર લાગવું છું..

પપ્પા:- હા.... લે... સલોની બેટા....

પપ્પા :- સલોની... હવે આગળ શું વિચાર્યું છે તે.. કૉલેજ તો તે ખુબ સરસ રીતે તે પાસ કરી લીધી છે....

સલોની:- પાપા... હમણાં કઈ ખાસ વિચાર્યું નહીં...પણ હું હવે જોબ કરવા ઈચ્છું છું....

પપ્પા:- તો હવે.... વેકેશનમાં ક્યાંક બહાર ફરીઆવ તું....તારું માઈન્ડ ફ્રેશ થઈ જશે.

સલોની :- હા... પપ્પા ફરવાનું મન તો મને પણ છે પણ ક્યાં જાઉં એના જ વિચારમાં છું....

મમ્મી:- હું તો કહું..... તું વલસાડ જઈ આવ પાછી... ઘણો સમય થઈ ગયો છે...તું તારા મિત્રોને પણ મળી લેશે....

સલોની મનમાં વલસાડનું નામ સાંભળીને ફરી પોતાના ઇતિહાસને યાદ કરવા લાગે છે....

પપ્પા:- શું થયું..... શું વિચારે છે....તું સ્વેતાને પણ સાથે લઇ જા.... અને ફરીને પાછા આવતા રહો..... બરાબર....

સલોનીને પણ હવે વલસાડ જવાનુ મન થવા લાગે છે, થોડાક સમય વિચારવા પછી સલોની વલસાડ જવા રાજી થાઈ છે.

બીજા દિવસે સલોની અને સ્વેતા બને વલસાડ જવા માટે ટ્રેનમાં બેસે છે.....

****

"સલોની... શું તું ત્યાં પહોંચતા સમીરને મળશે.. ખરી !? " સ્વેતા થોડુંક મુંજાઈને પૂછે છે.

" મે કઈ વિચાર્યું નથી હમણાં .... પણ થોડું ડર લાગે છે જો એ મારી સામે આવી ગયો તો હું શું કરીશ ?... એ મને કેટકેટકા સવાલો કરશે હું એના જવાબ કેવી રીતે આપીશ...? મને કઈ સમજાતું નહીં હમણાં..... એના અને પ્રીતિના સંબંધો આ એક વર્ષમાં કેટલા સારા થઈ ગયા હશે...!!!" સલોની દુઃખી સ્વરે કહે છે.

" હા.... પણ તને જો...એ મળે તો વાત તો કરશે ને...? "સ્વેતા સ્મિત સાથે પૂછે છે.

"હા...... જો એનો સામનો કરવાની મારાં માં હિંમત આવી તો." સલોની મુંજાતા કહે છે.

રાત્રે બન્ને વલસાડ પહોંચે છે...અને સવારે જલ્દી ઉઠીને... પારડી આંટીના ઘરે જવાનું નક્કી કરે છે...

સવારે બન્ને આંટીના ઘરે પહોંચે છે....એ સમયે સમીર કૉલેજમાં ઇન્ટરવ્યૂની તૈયારી માટે ગયો હતો....સાંજ થાય છે....બન્ને ટેરેસ પર જાઈ છે.

સલોનીની પહેલી નજર સમીરની બિલ્ડીંગ તરફ જાઈ છે... એ સમીરને જોવા માટે આમથીતેમ નજર ફરાવે છે.બિલ્ડીંગના ઘણા લોકો ઉપર હરતા-ફરતા હોઈ છે..... પણ સમીર ત્યાં દેખાતો ન હતો ....સલોની સમીરની ઉભી રહેવાવાળી જગ્યાને નિહાળતી હોઈ છે....અને પોતાના જીવનના ખુબસુરત પળો યાદ કરે છે.....નેક્સટ ડે બન્ને કૉલેજમાં જવાનું નક્કી કરે છે.


બીજા દિવસે સમીર અને અજય વહેલા ઉઠીને 6:45ની મેમુ પકડીને ઇન્ટરવ્યૂ ટ્રેનિંગ મેળવવા કૉલેજ માટે નીકળી જાઈ છે...અને ત્યારબાદ સલોની અને સ્વેતા 9:16ની સટલમાં બેસી યુનિવર્સિટી ફરવા માટે ઘરેથી ઉપડે છે....જોકે તેમને જાણ નથી હોતી કે સમીર પણ યુનિવર્સિટીમાં આવે છે.

સલોની ટ્રેનમાં બેસીને.... ઉપરની સીટને જોતા જ... એ યાદ કરે છે કે ક્યાં પ્રકારે ઉપર બેસીને તે બન્ને એક ઈયરફોનથી સોંગ સાંભળતા સાંભળતા કૉલેજ જતા... ....આવી ઘણીબધી વાતો યાદ કરતા કરતા સલોની અને સ્વેતા યુનિવર્સિટીમાં પ્રવેશે છે.

કૉલેજના માર્ગે આગળ વધતા - વધતા સલોની લાયબ્રેરી, કેન્ટીન, અને કૉલેજનું એ ગાર્ડન જોઈ છે જ્યાં સલોનીને એ સમીરને અંતિમવાર જોયું હતું..... એને સમીર સાથે વિતાવેલા દરેક પળ યાદ આવે છે.... તેની આંખ ભરાઈ આવે છે...એ ક્લાસ તરફ આગળ વધતી હોઈ છે...ત્યારે.... સલોનીની એક ક્લાસમેટ ત્યાંથી પસાર થતી એને મળે છે... જે કોઈ અન્ય કાર્ય માટે યુનિવર્સિટીમાં આવી હતી.


" અરે તું તો સલોની છે ને.....!! અમારી સાથે અભ્યાસ કરતી તે..? " છોકરી પૂછે છે.

" હા....!!" સલોની ઉત્તર આપે છે.

" તો તારી માટે જ.... સમીરે પ્રીતિના પ્રપોઝલનું અસ્વીકાર કર્યું હતું!!!!!" છોકરી કહે છે.

" શું...!!....શું કહ્યું તે... !?" સલોની આશ્ચર્યમાં પડીને પૂછે છે.

" અરે.....તને પ્રપોઝ કરવા માટે જ સમીરે પ્રીતિના પ્રપોઝલ નું અસ્વીકાર કર્યું... હતું ને??? " છોકરી કહે છે.

" એટલે.... સમીરે.... એ દિવસે પ્રીતિનું પ્રપોઝલ એક્સેપટ કર્યું જ ન હતું એમ... ..? " સલોનીની આંખ ભરાઈ આવે છે.

" હા.... તને નહીં ખબર.. !!!!" છોકરી આશ્ચર્યમાં પડીને પૂછે છે.

" ના.... મને ખબર ના હતી" સલોની દુઃખી થતા કહે છે.


અચ્છા.... કઈ નહીં... એ લોકો.... ક્લાસમાં ટ્રેનિંગ મેળવી રહ્યા છે..... છુટસે તો મળી લેજે.... મારો તો છેલ્લો દિવસ છે અહીં.... ચાલ "બાય " કહીને તે છોકરી જતી રહે છે.

હવે સલોનીની હાર્ટબીટ વધી જાઈ છે.... તેના પગ ધ્રુજવા લાગે છે..... તેની આંખમાંથી આંસુ પડતા હોઈ છે...... તેણે સમીર માટે ખોટું વિચાર્યું હતું તે માટે એને અત્યંત દુઃખ થવા લાગે છે.....તે એક બેચ પર બેસીને રડવા લાગે છે..... સ્વેતા એને સંભાળવાનો પ્રયત્ન કરે છે.....



"અરે... સલોની બસ.... પ્લીઝ ચૂપ થઈ જા.... જે થવાનું હતું એ થઈ ગયું.... હવે.... દુઃખીના થા.... પ્લીઝ.... જો થોડીવારમાં જ સમીર બહાર આવશે..... તું હવે એને પોતાના દિલની વાત કહી દેજે.... " સ્વેતા સલોનીને હગ કરીને કહેવા લાગે છે.


સમીરનું ક્લાસમાંથી બહાર આવવાનો સમય થવાનો હતો......... એટલામાં જ સલોનીનો ફોન વાગે છે.... સલોની આંસુ લૂછતાં લૂંછતા ફોન ઉપાડે છે......


" હેલો..... " સલોની કહે છે.

" હેલો..... શું મારી વાત સલોની જોડે થઈ રહી છે...? " અજાણ્યા વ્યક્તિ કહે છે.

" હા.... હું સલોની છું" સલોની ધીમા સ્વરે કહે છે.

" હું... અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી બોલું છું...તમારા માતા-પિતાનું એક્સીડેન્ટ થયું છે.... તેમની સ્થિતિ ખુબજ ગંભીર છે.... તમારે તરત અહીં આવવું પડશે." સિવિલ હોસ્પિટલ ના ડૉક્ટર કહે છે.

" શું.... એકસીડેન્ટ.....!!! કઈ રીતે.......? કોની સાથે.....? " સલોની ડૉક્ટરની વાત સાંભળીને રડતા-રડતા કહે છે.

" તમે માત્ર અહીં આવી જાઓ...... હમણાં" ડૉક્ટર સલોનીને કહીને ફોન મૂકે છે.

આટલુ સાંભળીને સલોનીના પગ નીચેથી જમીન ખસી જાઈ છે..... એ રડતી-રડતી ફરી યુનિવર્સિટીના ગેટ તરફ દોડવા લાગે છે....

"પપ્પા- મમ્મી....પપ્પા-મમ્મી.... " કહેતી અને સતત રડતી સલોની... ભગવાનથી મમ્મી-પપ્પા માટે પ્રાર્થના કરવા લાગે છે...એનું રડવાનું સતત ચાલુ હોઈ છે.

સ્વેતા સલોનીને હિમ્મત આપતાં....

" સલોની... શાંત થઈ જા..... મમ્મી-પપ્પાને કઈ નહીં થશે
... ભગવાન પર ભરોસો રાખ... બસ.... ચૂપ થઈ જા..રડીશ નહીં પ્લીસ..." સ્વેતાની આંખ ભરાઈ આવે છે.

બન્ને રેલ્વેસ્ટેશન જઈને અમદાવાદ માટેની ટ્રેનમાં બેસે છે...સલોની સતત રડતી હોઈ છે.....તેનું જીવ ઘબરાતું હોઈ છે.કોઈ એની આત્મા છીનવાનો પ્રયત્ન કરે છે... એવું એને અનુભવ થાઈ છે.


આવી સ્થિતિમાં સલોનીને સમીરની યાદ આવતી ન હતી.... એને માત્ર માતા-પિતાને એક વાત સહીસલામત પોતાની નજરોની સામે જોવા હતાં..... તે સતત ભગવાનને પ્રાર્થના કરી રહી હતી.....જોકે આ બધીવાતની જાણ સમીરને ન હતી.


****

સલોની અને સ્વેતા અમદાબાદ રેલ્વેસ્ટેશન પર પહોંચી સીધા સિવિલ હોસ્પિટલ પર પહોંચે છે.....રિસેપ્શન પર પૂછી 2nd ફ્લોર પર જાઈ છે.....ત્યાં.... ICU ની બહાર સલોનીના કાકા-કાકી અને માસા-માસી ચિંતામાં ઉભા હતાં..... સલોની દોડીને રડતી રડતી એમની પાસે જાઈ છે......એ લોકોની આંખમાં આંસુ અને ચહેરા પર ચિંતા હોઈ છે.

" પપ્પા- મમ્મી ક્યાં છે.....માસી....એમને વાગ્યું તો નહીં ને.... ......મારે એમને હમણાંજ મળવું છે....ક્યાં છે એ લોકો..... મારે એમને જોવું છે" સલોની રડતા રડતા કહે છે.


" સલોની બેટા ચૂપ થઈ જા.... એ લોકો ઠીક થઈ જશે.... તું હિમ્મત રાખ" માસી સલોનીને પ્રેમથી ભેટીને વહાલ કરતા કહે છે.

" હા... સલોની બેટા... એ લોકો ઠીક થઈ જશે... તું હિમ્મત રાખ.... ચૂપ થઇ જા બેટા...... " માસા સલોની પાસે આવીને કહે છે.

સલોની જયારે ફરવા માટે વલસાડ ગઈ હતી.... .ત્યારે એના માતા-પિતા તેના લગ્નની ચિંતામાં પડ્યાં હતાં..... કોઈ સારો છોકરો શોધી એને પરણાવીને એને વિદાઈ આપના સ્વપ્ન જોતા હતાં... એ ચિંતામાં એક દિવસ ગાંધીનગરથી અમદાબાદ આવતા નરોડા રોડ પર એમની કાર નું અકસિડેન્ટ એક ટ્રક સાથે થઈ જાઈ છે....અને તરત જ સિવિલમાં દાખલ કરવામાં આવે છે.

7 કલાક ના સતત ઓપેરશન બાદ... ICU માંથી ડૉક્ટર બહાર આવતા જ .... સલોની ડૉક્ટર પાસે ઝડપથી જઈને....

" ડૉક્ટર.... ડૉક્ટર.... મારાં મમ્મી-પપ્પા ઠીક થઈ જશેને..... એનમે કોઈ ગંભીર ઇજા તો થઈ નહીં ને....શું હું એમને મળી શકુ છું..?" સલોનીની આંખમાં આંસુ અને ચહેરા પર ચિંતા અને ડર હોઈ છે.

" અમે પ્રયાસ કરી રહ્યા છે.....પણ... હમણા કઈ કહી શકાય નહીં... તમારા માતા-પિતાના માથા પર ગંભીર ઇજા થઈ અને હાથ -પગમાં પણ ઇજા થઈ છે લોહી પણ વધારે વહી ગયું છે....અમે પુરી ટ્રાઇ કરીશુ" ડૉક્ટર કહીને જતા રહે છે.

આવી કપરી પરિસ્થિતિમાં સલોની સાથે સમીર પણ ન હતો ....... કારણ કે તેને આ બધી વાતની જાણ ન હતી... અને સલોની પણ માતા-પિતાની ચિંતામાં થોડાક સમય માટે સમીરને ભૂલી ગયી હતી.

સલોનીના માતા-પિતાની સતત સારવાર ચાલે છે....અને તેમની કન્ડિશનમાં થોડો સુધારો થતાં જ... એક દિવસે....

" સલોની તમારા પિતા તમને અંદર બોલાવે છે...તમે એમને મળી શકો છો" ઇમર્જન્સી રૂમમાંથી ડૉક્ટર સલોનીને કહે છે.

સલોની રૂમ માં જઈને માતા-પિતાની સ્થિતિ જોતા જ રડવા લાગે છે.... તેની આંખ લાલ થઈ ગઈ હતી....ઘણા દિવસથી માતા-પિતાની ચિંતામાં સલોનીએ બરાબર ખોરાક પણ ગ્રહણ કર્યું ન હતું....

રૂમમાં સલોનીની માતા સુઈ રહ્યા હોઈ છે.... અને પિતા હોંશમાં આવતા એને પોતાની પાસે બોલાવે છે....

"અમે ઠીક થઈ જશુ.....બેટા.. તું ચિંતાના કર..... અમને બસ તારા લગનની ચિંતા થતી છે..... કે એના પહેલા અમને કઈ થઈ ના જાઈ....!" સલોનીના પિતાની આંખમાં આંસુ હોઈ છે.


સલોનીના પિતા સલોનીના મેરીજની ચિંતા કરતા હતાં.... અકસિડેન્ટના કારણે તેઓ વધુ ચિંતિત થયા હતાં... માટે તેઓ સલોનીને એને લગન કરવાની વાત કરે છે.....

" સલોની તારા કાકા એ એક છોકરો જોયો છે.... તેઓ કહે છે એ તારા માટે ખુબજ સારો રહશે.... હવે અમને ડર લાગે છે... કે તારા લગ્ન પહેલા અમને કઈ થઇ ના જાઈ.." પિતાની આંખ ભરાઈ આવે છે.


માતા-પિતાની આવી સ્થિતિ જોઈને લગન માટે સલોની તરતજ હા પાડી દે છે.... એ સમયે માત્ર માતા-પિતાની ખુશી એના માટે મહત્વની બની ગઈ હતી........ તે થોડાક સમય માટે સમીરને યાદ તો કરે છે.... પણ આવી સ્થિતિમાં તે કોઈને કહી શકવાની હિમ્મત કરી સકતી ન હતી.


કાકાના સંબંધો સલોનીના પિતા સાથે વધુ સારા પણ ન હતાં.. નાનો-મોટો ઝગડો બન્ને વચ્ચે થતો રહેતો.......છતાં સલોનીના લગન પહેલા અમને કઈ થઈ ના જાઈ એ ડરના કારણે સલોનીના પિતા.... કાકા દ્વારા શોધવામાં આવેલ છોકરા સાથે લગ્ન કરવા કહે છે.....


સલોની લગ્નમાટે તૈયાર થઈ જાય છે...છોકરો ( કુશાલ )જોવામાં રૂપાળો હતો... કુશાલના માતા-પિતાનું સ્વભાવ પણ સારુ હતું.


સલોનીની માતાનું સ્વાસ્થ્ય પણ સુધરવા લાગે છે....બીજી બાજુ કાકા દ્વારા સલોનીના લગ્નની તૈયારી શરૂ કરી દેવામાં આવે છે....સલોની માતા-પિતાની સેવામાં પૂરો સમય આપતી માટે કુશાલ સાથે તેની ઓછી વાતો થતી.... એ કુશાલને હજુસુધી સમજી સકી જ ન હતી.... બીજી બાજુ એ સમીર ને પણ ઘણીવાર યાદ કરતી....

પરંતુ તે એ દિવસે મળવાનું રહી ગઈ હોઈ છે.....અને હવે લગ્નના કારણે તે સમીરને કોન્ટેક્ટ કરવાનું ખ્યાલ છોડી દે છે.


થોડાક દિવસમાં લગ્ન નજીક આવી જાઈ છે.... માતા-પિતાના સ્વાસ્થ્યમાં સારો સુધારો થઈ જાઈ છે.

****

લગ્નના 3 દિવસ પહેલા સલોની અમુક વસ્તુની ખરીદી કરવા માટે સ્વેતા સાથે ગાંધીનગર જાઈ છે, સ્વેતા ડ્રાઇવિંગ કરતી હોઈ છે અને સલોની તેની બાજુવાળી સીટ પર બેસી હોઈ છે.....સલોનીના ભલે લગ્ન થઇ રહ્યા હતાં પણ સમીરને એ ભૂલી ના હતી.


ગાડીમાં સલોની વિન્ડૉ સીટની બહારના દ્રશ્યો નિહાળતા સમીરને યાદ કરે છે.... એજ સમયે એની નજર સમીર પર પડે છે... સમીરને ચા પીતા એ જુવે છે....

અચાનક એના હૃદયની ધડકન વધવા લાગે છે.... એની આંખ ભરાઈ આવે છે... એ કાચમાંથી જુવે છે... કે... સમીર એની ગાડીની પાછળ દોડી રહ્યો છે.... પણ એ સ્વેતાને ગાડી થોડી ફાસ્ટ ચલાવા કહે છે.

" શું થયું સલોની તું આવું વર્તન કેમ કરે છે....!!!હું વધારે ફાસ્ટ નહીં ચલાવી શકુ... અને તારી આંખમાં અચાનક આંસુ.... શુ જોયું તે બહાર.... !!? " સ્વેતા આશ્ચર્યમાં પૂછે છે.

" સમીરને...... " સલોની કહે છે.

" શું... સમીર....!!! અને અહીં....!!! ક્યાં છે? " સ્વેતા આશ્ચર્યચકિત થઈ પૂછે છે.

એ ગાડીના કાચમાંથી સમીરને પાછળ દોડતા જોઈ છે.... અને સલોનીને ગાડી રોકવા માટે પૂછે છે.

" ના... ના... તું ગાડીના રોકતી... હું એનો સામનો નહીં કરી શકુ... શું જવાબ આપીશ હું એને.... એના મનમાં કેટલા સવાલો હસે.... " સલોની આંસુ વહાવતા કહે છે.

" પણ તું એક વાર એને મળીતો લે" સ્વેતા કહે છે.

" હું મારા લગ્ન વિશે એને નહીં જણાવી શકું ...એ સહન નહીં કરી શકશે...હું હવે એનાથી દૂર રહુ એમાજ એની અને મારી ભલાઈ છે"સલોની દુઃખી સ્વેરે કહે છે.

" એ નીચે પડી ગયો છે.... !!" કાચમાંથી જોઈને સ્વેતા દુઃખી સ્વરે કહે છે.

" હા..... પણ.... એને મારાં લગ્ન વિશે જાણીને એના કરતા પણ વધારે દુઃખ થશે..." સલોની આંસુ લૂછતાં કહે છે.

બન્ને ઘરે પહોંચ છે.... સલોની કોઈને પણ કઈ કહ્યા વગર સીધી જ પોતાના રૂમમાં જતી રહે છે.... અને.. રડવા લાગે છે... તેને સમીર પોતાની ગાડી પાછળ દોડતો હતો એ દ્રશ્ય યાદ આવે છે પણ એ કઈ કરી સકતી ન હતી....


****

લગ્નના દિવસે... સલોનીને ખુબ સુંદર રીતે તૈયાર કરવામાં આવી હતી... તેણે લાલ અને ગુલાબી કલરની સુંદર ડાયમંડ વાળી સાડી પહેરી હતી, ગળામાં સોનાનુ સુંદર હાર જેના પર લાલ ડાયમંડ સેટ કરવામાં આવ્યા હતાં.

સલોનીના માતા-પિતાની આંખમાં આંસુ અને ચહેરા પર ખુશી હોઈ છે.. તેઓ સલોનનીને મંડપમાં લાવે છે સલોની થોડી હતાશ હોઈ છે તે હવે સમીર વિશે વિચારવા લાગે છે કે ... જો સલોની કૉલેજમાં સમીરને પ્રપોઝ કરી હોત તો આજે કુશાલ ના બદલે સમીર મંડપમાં તેની સાથે હોત...... એને સમીર સાથે વિતાવેલ દરેક ઘટનાઓ અને યાદગાર પળ યાદ આવે છે.


સલોની મંડપમાં બેસી હોઈ છે....માથ પર ઘૂંઘટ અને આંખમાં આંસુ....અને મનમાં સમીરની યાદ.


સમીર એની નજીકમાં જ ક્યાંક ઉભો રહીને એને જોઈ રહ્યો છે એવી એને અનુભતી થાઈ છે....

કુશાલ સલોનીને સિંદૂર લાગવવા માટે હાથ આગળ વધારે છે... સલોની ઘૂંઘટ ઉપર કરે છે.... એની નજર સામે ઉભા રહીને જોઈ રહેલ સમીર પર પડે છે. સમીરની નજર પણ સલોનીના ચહેરા પર પડે છે.

j


થોડાક સમય માટે બન્ને પોતાના સ્થાને સ્થિર થઈ જાય છે..... માત્ર એકબીજાની આંખોમાં નિહાળતા રહે છે...જાણે બન્નેએ કોઈ અત્યંત... હૃદયની નજીકની વ્યક્તિ ગુમાવી દીધી હોઈ.....અને... મનમાં ઘણાબધા પ્રશ્નો સાથે માત્ર એકબીજાની આંખોમાં જ બન્ને ઘણીબધી વાતો કરી લે છે.

**** **** **** **** **** **** ****

શું સલોનીના લગ્ન થશે..?
અને જો નહીં થાય તો સમીરનું શું થશે..?
અને જો થશે તો કઈ સ્થિતિમાં થશે..?
સલોનીની સાથે બનેલ ઘટનાની સમીરને જાણ થશે..?

આ દરેક પ્રશ્નોના ઉત્તર તમને 5th પાર્ટમાં મળશે.

(Fifth part will be released soon).
લેખક :- ભુપેન્દ્રકુમાર ચૌધરી