Lokdownno Prem - 5 - last part books and stories free download online pdf in Gujarati

લોકડાઉનનો પ્રેમ - 5 - last part

લોકડાઉનનો પ્રેમ
( પાર્ટ ફાઈવ )


સલોનીના લગ્ન સમીરની આંખ સામે થઈ રહ્યા હતાં.... તેની આંખોમાં આંસુ, દિલમાં દર્દ અને ચહેરો ઉતરી ગયો હતો...પણ પરિસ્થિતિ એવી બની ગયી હતી કે એ કઈપણ કરી શકતો ન હતો.... થોડાક સમય માટે તો એને થયું કે સલોનીનો હાથ પકડીને બધા જ લોકો સામે સલોનીને પોતાની દિલની વાત કરી દઉં....અને એની સાથે એજ મંડપમાં લગ્ન કરી લઉં...પણ.... શું સલોની મારો પ્રસ્તાવ સ્વીકાર કરશે.....? અને જો ના કરે તો સલોનીના વૈવાહિક જીવનને આ ઘટના અસર કરશે...? પણ સલોની એ લગ્ન શા માટે કર્યા...? એ મને પ્રેમ પણ કરે છે શું...?

આવા ઘણાબધા પ્રશ્નોની સાથે સમીર માત્ર સલોનીની આંખમાં નિહાળી રહ્યો હતો..... તે આ ઘટના જોઈ શકતો ન હતો છતાં એનું શરીર સ્થિર થઈ ગયું હતું એ હવે સલોનીના લગ્ન જોઈને દુઃખી થઈ રહ્યો હતો...... તેના હૃદયની ધડકન સતત વધી રહી હતી.....તેની આંખ સામે હવે અંધારું થવા લાગ્યું હતું.....

બીજી બાજુ સલોનીના આંખમાં આસું હતાં... એ સમીરને પોતાની સામે જોઈ રહી હતી.... આ લગ્ન જે સલોનીએ અમુક મજબુરીમાં અને પરિસ્થિતિ અનુકૂળ થઈ ને કર્યા હતાં..... થોડાક સમય માટે એને પોતાના નિર્ણય માટે જ દુઃખ થવા લાગ્યું હતું......પણ માતા-પિતાનાની ખુશી જોઈને તેની મંડપમાંથી ઉઠવાની હિમ્મતના થઈ......થોડીકવાર સમીરને જોયા બાદ સલોની બેહોશ થઈ જાય છે.

બીજી બાજુ સમીર પણ પાછળ ફરીને ચાલતા-ચાલતા ચક્કર ખાઈને પડી જાઈ છે.

મંડપમાં બધા લોકો સલોનીના બેહોસ થવાના કારણે ચિંતિત થવા લાગે છે અને સલોનીને ઘેરીને ઉભા થઈ જાય છે

બીજી બાજુ સમીરને નીચે પડતા જ તેના મિત્રો તેને સંભાળે છે... પણ સમીરની હાલત થોડી ગંભીર જણાતા તેના મિત્રો એને હોસ્પિટલ લઇ જવા તૈયાર થાય છે....અને ગાડીમાં બેસાડી હોસ્પિટલમાં દાખલ કરવા માટે મંડપની બહાર આવી જાય છે....

સલોનીના પિતા સલોનીના ચહેરા પર પાણીનું થોડું છાંટ કરીને એને હોંશમાં લાવે છે.....સલોની પહેલા હોંશમાં આવીને આજુબાજુ નજર દોરાવીને સમીરને શોધવા લાગે છે.... પણ સમીર સલોનીને દેખાતો નથી.....

સલોની દુઃખી થઈને મંડપમાં બેસી રહે છે.... અને તેના લગ્નની દરેક રસમ અને વિધિ સમાપ્ત થાય છે.....

બીજી બાજુ સમીરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે.....થોડીવાર પછી સમીરને હોશ આવે છે....

" સમીર તું ઠીક છે ને......... તું લગ્નમાં બેહોશ થઈ ગયો હતો... !!! " પ્રીતિ ચિંતિત થઈ ને કહે છે.

" પ્રીતિ શું... એ સલોની જ હતી.. !!?" સમીર પ્રીતિને પૂછે છે.

" હા.... સમીર એ સલોની જ હતી અમે બધાએ જ જોયું છે" પ્રીતિ દુઃખી સ્વરે કહે છે.

" પણ હવે એના લગ્ન થઈ ગયા છે.... સમીર " અજય સમીરના ખભા પર એક હાથ મૂકીને સહાનુભૂતિ આપતાં કહે છે.

" કોણ હતો એ છોકરો.... જેની સાથે એના લગ્ન થયા છે" સમીર દુઃખી સ્વરે પૂછે છે.

" કુશાલ નામ છે એનું..... પણ વધુ માહિતી મળી નહીં... પણ કઢાવી લઈશ...પણ તું થોડું આરામ કર " જયેશ કહે છે.

" મને માત્ર સાલોનીની જ ચિંતા છે.... હમણાં " સમીર કહે છે.

" હા.... સમીર પણ થોડું આરામ કરીલે.... હમણાં " પ્રીતિ હળવા સ્વરે કહે છે.

સમીર દુઃખી થઈ જાઈ છે.... એ દરેકને રૂમની બહાર જવા કહે છે... અને થોડીક વાર રૂમમાં એકલો સમય વ્યતીત કરે છે... સલોનીના લગ્નનો દ્રશ્ય એના મનમાં વંટોળું ઉત્પન્ન કરી રહ્યું હતું.....

*****

હવે... સમીર, સલોની અને એની યાદોને ભૂલવવા ઈચ્છતો હતો...પણ એ એના માટે એટલું જ મુશ્કેલ બનતું જતું હતું..
તે પોતાના કામમાં જેટલું થાય એટલું વ્યસ્ત થવા લાગ્યો હતો.... તેણે વાતો કરવાનું પણ ઓછું કરી નાખ્યું હતું.. અને માયુસ અને ચૂપ રહેવા લાગ્યો હતો.... બીજી છોકરીઓ જોડે વાતો કરવાનું બંધ કરી નાખ્યું હતું..... અને બીજી છોકરીઓ એને ગમતી પણ ન હતી....

થોડોક સમય પસાર થાઈ છે.... એના મિત્રો પણ હવે એની સામે સલોનીનો ઉલ્લેખ કરવાનું કે વાતો કરવાનું બંધ કરે છે.

સમીરની કંપનીમાં ઘણી છોકરીઓ એની સાથે મિત્રતા કરવા આવે પણ સમીર.... સલોનીને ભૂલવી શકતો ન હતો.

બે મહિના પસાર થાઈ છે..... સમીર સલોનીના વ્યક્તિગત જીવનમાં દાખલ નહીં થવાનું નક્કી કરી લે છે.

એક દિવસે સમીરના ઘરેથી સમીરના પપ્પા કોલ કરે છે...

" હેલો સમીર બેટા.... કેવો છે તું... તબિયતતો ઠીક છેને કોલ નહીં કર્યો તે ઘણા સમયથી અને ઘરે પણ નહીં આવ્યો.... બે મહિનાથી.... !!? સમીરના પપ્પા કહે છે.

" હા.....હું ઠીક છું.....આવીશ થોડાક દિવસ માટે..... તમે તમારું ધ્યાન રાખજો... " સમીર કહે છે.

" અને દીકરા તારામાટે એક છોકરી જોઈ છે... તારી મમ્મીએ... તને ગમશે... આવીને જોઈ જજે.. " સમીરના પિતા કહે છે.


"પપ્પા મારે લગ્ન નહીં કરવા.... " સમીર કહે છે.

" પણ શું થયું છે તને.... લગ્ન કેમ નહીં કરવા.... કોઈ ગમી ગઈ હોઈ તો કહી દે મને.... હું એના માતા-પિતા જોડે વાત કરી લઈશ..... તું કહે તો ખબર પડેને દીકરા " પિતા કહે છે.

થોડાક સમય માટે સમીરને સલોની યાદ આવી જાય છે...

" ના... પપ્પા કઈ નહીં મળે.... હું થોડાક દિવસો માટે ઘરે આવું છું.. પણ હું કોઈપણ છોકરી જોવા જવાનો નહીં મળે.... ચાલો તમે તબિયતનું ધ્યાન રાખજો.... બાય પપ્પા" કહીને સમીર ફોન મૂકી દે છે.


" પણ... દીકરા.... ઠીક છે... તું ઘરે આવી જા... " પપ્પા કહેતાની સાથે ફોન કટ કરે છે...

સમીર ઘરે જઈને.... પરિવાર સાથે થોડો સમય પસાર કરે છે..... એ ટેરેસ પર જવાનુ વિચારે છે.... પણ એની ઉપર જવાની હિમ્મત થઈ ન હતી.....એને સલોનીને ભૂલવું હતું માટે એ સલોનીથી જોડાયેલ દરેક વસ્તુથી દૂર થવા લાગ્યો હતો...


થોડાક દિવસ પછી તે કંપનીમાં પાછો આવે છે... મિત્રોને જોઈને ખુશ થઈ જાય છે.... ત્યારે એક દિવસ....

" ચાલ.... પ્રીતિ જલ્દી કેન્ટીનમાં...ભૂખ બહુ લાગી છે... મને... " અજય પ્રીતિને કહે છે.

" હા.... ભાઈ... આવું છું....પણ તું સમીરને તો બોલાવ... ક્યાં નીકળી ગયો છે.... જોતો જરા... " પ્રીતિ કહે છે

" પહેલા તો..... તું મને પબ્લિકમાં ભાઈ બોલવાનું બંધ કર....અને... જો એ જયેશ જોડે વાતો કરે છે...ચાલ હવે.......આ સમીરે પોતાની તો ખરી... સાથે મારી સેટિંગની પણ પથારી ફેરવી નાખી છે..."અજય બબડતો બબડતો પ્રીતિ સાથે સમીર પાસે જાઈ છે.... અને પ્રીતિ હસવા લાગે છે.

એ દિવસે કૅન્ટીનમાં (કેફેટેરિયા) ઘણા લોકો હોઈ છે... ત્રણેય કેન્ટીનમાં જઈને ટોકન લેવા માટે લાઈનમાં ઉભા રહે છે....
સમીરની આગળ એક છોકરી ઉભી હોયછે....જેના વાળ લાંબા અને સહેજ ગોલ્ડન કલરથી હાઈલાઈટ કરવામાં આવ્યા હતાં... તેણે ડાર્ક બ્લુ કલરનું ટોપ અને બ્લેક કલરનું પેન્ટ પહેર્યું હતું...અને એ ATMને એક હાથમાં લઈને આંગળીઓ દ્વારા ફેરવી રહી હતી.


સમીરની નજર એના પર પડે છે.... સમીર એની તરફ થોડુંક આકર્ષાય છે....

અચાનક એ છોકરીના હાથમાંથી ATM છૂટી નીચે પડી જાય છે.... સમીર પાછળ ઉભો હતો.... માટે એ ATM ઉપાડવા માટે નીચે વડે છે.... આગળ ઉભી રહેલ છોકરી પણ ATM ઉપાડવા થોડું પાછળ મોઢું કરીને ATM ઉપડવા નીચે હાથ લંબાવે છે....

સમીર ATM ઉપાડીને..... ATM આપવાની સાથે છોકરીના ચહેરા તરફ નજર કરે છે......સમીર એને જોતા જ થોડાક સમય માટે પોતાના ભૂતકાળમાં જતો રહે છે

એ છોકરી સલોની હોઈ છે......

સલોની પણ થોડીકવાર સમીરને જુવે છે..... તેની આંખમાં આંશુ આવાનું શરુ થતાં જ એ ફરી આગળ ફરી જાય છે અને નેપકીનથી આંખ લૂંછી.... પાછળ ફરે છે.....

" Hi.....સમીર.... અરે પ્રીતિ તું પણ..... hii.....!!!" સલોની પાછળ ફરીને હળવી સ્માઈલ આપીને કહે છે......

" hii.....સલોની!" સમીર થોડું અચકાતાની સાથે... કહે છે.

" hii.... સલોની... ઘણા દિવસ પછી... અહીં અચાનક.... !!" પ્રીતિ થોડું આશ્ચર્યમાં પડીને કહે છે.

" પહેલા કઈ ઓર્ડર કરી લઈએ..... પછી આપણે શાંતિથી બેસીને વાતો કરીયે....મારે પણ તમને લોકો સાથે ઘણી વાતો કરવી છે" સલોની એક સ્મિત સાથે પ્રીતિને કહે છે.

"Okay..... ઠીક " પ્રીતિ કહે છે.

હવે.... સમીરને જાણ હોઈ છે કે સલોની એની આગળ છે... એની હાર્ટબીટ વધવા લાગે છે..... થોડાક સમય માટે એને થાય છે કે કઈ બહાનું કરીને કેન્ટીનની બહાર નીકળી જામ.... પણ આટલા સમય પછી એ સલોનીને મળ્યો હતો માટે.... એને હવે સલોની જોડે થોડો સમય રહીને વાત કરવાની ઈચ્છા પણ થતી હતી માટે એ ત્યાંજ ઉભો રહે છે.


બધાજ ડીસ લઈને કૅન્ટીનમાં એક ટેબલ પર બેસે છે....સમીર, સલોનીની સામે અને અજયની સામે પ્રીતિ બેસે છે....અમુક ક્ષણ સુધી ટેબલ પર શાંતિ રહે છે......કોઈને પણ એક શબ્દ બોલવાની હિમ્મત થતી ન હતી.....થોડીવાર પછી....

" સલોની..... આ અજય છે.... મારો ભાઈ....." પ્રીતિ માહોલને નોર્મલ કરવા માટે હાસ્ય સાથે કહે છે.

" Oee........કઈપણ બોલે છે.... હું કઈ આનો ભાઈ નહીં મળે સલોની ... એતો આ લોકો એ મારી સાથે ચીટિંગ કરી હતી... અને એ પણ આ સમીરનો પ્લાન હતો " અજય થોડો ઉત્સાહમાં બોલી પડે છે....બધાના ચહેરા પર સ્માઈલ આવી જાય છે.

" અચ્છા.... એવું.... આ સમીરે કર્યું હતું... એમ!! " સલોની થોડું સ્મિત સાથે સમીર બાજુ જોઈ છે.

" ના..... એ કામજ એવા કરે તો..... દરેક છોકરીના પાછળ પડી જાય તો શુ કરીયે..." સમીર સલોની તરફ સ્મિત સાથે કહે છે.

" એ મારી પાછળ પડ્યો તો.....બોલ....સાવ હેરાન કરી નાખ્યું તું..." પ્રીતિ ઉત્સાહથી સલોની બાજુ જોઈને કહે છે.

" અચ્છા... એમ...." સલોની સ્મિત સાથે કહે છે.


"સલોની.... અમે તારા લગ્નમાં આવ્યા હતાં.... ખબર !!!" અજય થોડું ઉત્સાહમાં બોલે છે.

" હા... મે જોયા હતા તમને લોકોને.... પણ સૉરી હું તમને લોકોને મળીના શકી" સલોની મુંજાતા કહે છે.

" સૉરી...તો અમારે પણ કહેવું છે..... અમે પણ તને નહીં મળી શક્યા હતાં .... આ સમીરની થોડી તબિયત ખરાબ થઈ ગઈ હતી એટલે " પ્રીતિ કહે છે.

" શું થયું હતું.... તને સમીર..!!!" સલોની ચિંતા વ્યકત કરતા પૂછે છે.

" બસ.... થોડું ચક્કર આવી ગયા હતાં " સમીર સામાન્ય રીતે કહે છે.

" હવે તો ઠીક છે ને.... !!" સલોની પૂછે છે.

" હવે.... એકદમ મસ્ત.... પહેલા જેવો " સમીર સ્મિત સાથે કહે છે.

સમીર અને સલોની થોડીક વાતો કરવાનું શરૂ કરે છે.... અને.. પ્રીતિ, અજયને ત્યાંથી જવાનો ઇસારો કરે છે... જેથી એ બન્ને એકબીજા સાથે સમય વ્યતીત કરી શકે.....

" okay..... તો Guys અજય અને મને થોડું કામ છે.... તો અમે જઈએ... તમે લંચ કરો... ચાલ અજય મોડું થાય છે"
પ્રીતિ સલોનીને સ્મિત આપતાં કહે છે.

" ના..... તું જા... હું અહીં જ બેસીને સાંભળું " અજય, પ્રીતિ બાજુ સ્મિત આપતાં કહે છે.

" ચાલને...... માર ખાઈશ તું હવે...કામ છે આપણને સમજાતું નહીં..... "પ્રીતિ અજયને ગુસ્સેથી આંખ બતાવતા.

" હા..... બાપા... આવું ચાલ.....બાય guys " અજય ઉઠીને જાય છે.

હવે સમીર અને સલોની ટેબલ પર એકલા હતાં... થોડીવાર બન્ને શાંત રહે છે....પછી

" તું..... કંપનીમાં નવી આવી છેને ...તો ચાલ તને કંપની ફેરવી દઉં..." સમીર સ્મિત સાથે કહે છે.

" હા ચાલ.... મને પણ થોડો કંટાળો આવે છે..." સલોની સ્મિત સાથે કહે છે....

બન્ને કંપનીના ગાર્ડનમાં આવીને એક બેન્ચ પર બેસે છે...હવે સમીર સલોનીને થોડીવાર જોયા કરે છે... સલોની પણ સમીરનો ચહેરો ઘણા દિવસ પછી જોવાને કારણે નિહાળે છે....

" તને જોઈને એવું લાગે છે કે આપણે ફરી કૉલેજમાં આવી ગયા હોઈ.... " સમીર સલોની તરફ સ્મિત આપતાં કહે છે.

" હા...મને પણ એવુજ લાગે છે.... તું હજુ પણ કૉલેજમાં હતો એવો દેખાઈ છે......શું તે લગ્ન કર્યા કે નહીં... કોઈ છોકરી શોધી.... " સલોની હાસ્ય સાથે પૂછે છે.


"ના......નહીં કર્યા.... કદાચ કરીશ પણ નહીં " સમીર થોડું સ્મિત આપતાં કહે છે.

" કેમ નહીં કરવા.......તને તો કોઈપણ છોકરી મળી શકે.... અને હા મને ખબર પડી હતી કે પ્રીતિએ તને પ્રપોઝ કર્યો હતો...તો તે કેમ ના સ્વીકાર્યું " સલોની થોડુંક મસ્તીના મૂડમાં કહે છે.


" મને કોઈ બીજી ગમતી હતી.... એ સમયે... " સમીર કહે છે.

" કોણ.... !!!! તે મને નહીં કહ્યું?? " સલોની મસ્તીમાં કહે છે.

" તું ચૂપ કર..... તને બધુજ ખબર છે... અને મને પણ બધુજ ખબર છે.... બીજી કોઈ વાત કર.... કેમ અચાનક જોબ? " સમીર પૂછે છે.

" કઈ નહીં.... એ તો ઘરે ટાઈમપાસ નહીં થાય અટલે "સલોની કહે છે.

" તારો....હસબેન્ડ કેવો છે.... ખુશ તો રાખે ને તને " સમીર પૂછે છે.

"હા.... રાખે છે " સલોની મુંજાતા કહે છે.

" અને તારા.... હાથ પર આ નિશાન કેમ છે... કઈ વાગ્યું હતું શુ...?? " સમીર થોડું ચિંતામાં પૂછે છે.

" ના... ના.... એતો કામ કરતા ઘરમાં પડી ગઈ હતી " સલોની મુંજાતા કહે છે.

" okay..... થોડું સાચવજે... યાર " સમીર કહે છે.

બન્ને થોડોક સમય કંપનીની બહાર ગાર્ડનમાં બેસીને વાતો કરે છે.... કૉલેજના દિવસો યાદ કરે છે.... અને સમીર સલોનીને અજયની રાખડી વાળી ઘટના વિશે પણ કહે છે.... આજે.....ઘણા સમય પછી સમીરના ચહેરા પર આટલી ખુશી જોવા મળી હતી....સલોની પણ સમીર સાથે વાતો કરીને ખુશ થઈ ગઈ હતી.....પણ સલોનીના લગ્ન કઈ સ્થિતિમાં થયા હતાં......અને સલોની ફરી કૉલેજમાં આવી હતી... એ વાતની સમીરને જાણ ન હતી....બન્ને વાતો કરતા-કરતા ફરી ઓફિસમાં જઈ છુટા પડે છે.


*****

હવે....સલોની સમીર સાથે એની કંપનીમાં હતી.... ભલે સલોનીના લગ્ન થઈ ગયા હતાં... પણ સમીર એને જોઈને ખુશ થઈ જતો....અને સલોની પણ ઓફિસ આવતાજ પહેલા સમીરને શોધવા લાગતી.....એના ચહેરા પર સમીરને જોઈને ખુશી છવાઈ જતી....એ ઉદાસ ચહેરા સાથે ઓફિસમાં આવતી પણ ખુશ થઈને ઘરે પરત થતી.

સલોની હવે સમીરના ફ્રેન્ડ સર્કલમાં શામેલ થઈ જાય છે..... અને કંપનીમાં તેનો ખુબ મસ્તી કરતાં હતાં...


પણ એક દિવસે.... જયારે સમીર કંપનીની બહાર ફૂટપાથ પર આવેલા ટી સ્ટોલ પર ચા પી રહ્યો હોઈ છે ત્યારે તેની સામે આવીને એક કાર ઉભી રહે છે..... તેમાં સ્વેતા હોઈ છે.

" સમીર.... હું સલોનીની ફ્રેન્ડ સ્વેતા છું મને તારે એક મહત્વની વાત કરવી છે..." સ્વેતા બારી માંથી સમીરને બોલાવતા કહે છે.

" અરે.... સ્વેતા હા.... ઓળખું છું તને.... શું થયું બોલ " સમીર સ્મિત આપતાં કહે છે..

" હા.... કહું છું પણ અહીં નહીં.... તું ગાડીના અંદર આવ " સ્વેતા કહે છે.

" okay... !" સમીર ગાડીમાં બેસે છે.

સ્વેતા ગાડીને કંપનીની થોડીક આગળ લઈ જઈને સાઈડમાં રોકે છે....

" સમીર.... હું આજે રાત્રે વલસાડ પરત થઈ રહી છું....તો મને થયું કે આ વાત તને કહીને જાઉં..... કારણે કે સલોની તને ક્યારેય નહીં કહે" સ્વેતા ચિંતિત થયીને કહે છે.


" હા.... બોલ શું થયું..!? " સમીર પણ થોડો ચિંતામાં આવતા કહે છે.

" સમીર.... સલોની ખુબજ દુઃખી છે...... જ્યારથી એના લગ્ન થયા છે..... કુશાલએ એને ઘણો પજવ્યો ( Harassment ) છે.... " સ્વેતા દુઃખી થઈ ને કહે છે....

" સલોનીનું હેરસમેન્ટ....એટલે.......તું મને આખી વાત સમજાવ........ !!" સમીર ચિંતિત થઈ ને પૂછે છે.


" સમીર.....આ વાત... સલોનીએ એના માતા-પિતાને પણ કહી નહીં... પણ હું એની બેસ્ટફ્રેન્ડ છું.... એટલે એ મને આ બધી વાત કરી હતી.... એ ઘણીવાર દુઃખી થઈને મને કોલ પણ કરતી... "સ્વેતા હતાશ થઈને કહે છે..

" હા... પણ મને તું બધીજ વાત જણાવ...શું થયું હતું સલોની સાથે..." સમીર ચિંતામાં પૂછે છે.

" કુશાલે એની સાથે .... લગ્ન ફક્ત દહેજ માટે અને માતા-પિતાના દબાણમાં જ કર્યા હતાં...... અને એ કોઈ બીજી છોકરીને પ્રેમ પણ કરે છે...કુશાલ સલોનીને ખુબ હેરાન કરે છે.... ઘણીવાર કુશાલ સલોની પર હાથ પણ ઉઠાવે છે...અને એના શરીર પર ચોટના નિશાન પણ દેખાઈ આવે છે....પણ એ કોઈને કહેતી પણ નથી.... મે એને ઘણીવાર કહ્યું છે કે માતા-પિતાને કહીદે પણ..... સમાજના ડર ના કારણે અને માતા-પિતાની ઈજ્જતના ( આબરૂ ) કારણે એ આ વાત બહાર જાહેર કરતી નથી..... મને ડર લાગે છે.... કે કુશાલ એને કઈ કરીના દેય.... " સ્વેતા દુઃખી અને ડરીને કહે છે.

" તો... શું સલોનીના માતા-પિતા એ છોકરા વિશે બરાબર માહિતી કઢાવી ન હતી... !!? " સમીર થોડું દુઃખી અને આશ્ચર્યમાં પડીને પૂછે છે.

" સમીર એ છોકરો એના કાકાએ શોધ્યો હતો... પણ બરાબર માહિતી કઢાવી ના હતી.... લગ્ન સમયે તો એ સારો બનતો હતો પણ..... લગ્નના બીજા જ દિવસે એની અસલિયત સલોની સામે આવી.....એ છોકરો ઘણો બદમાશ છે.... એ પોતાના માતા-પિતાની પણ કદર કરતો નથી... " સ્વેતા દુઃખી થઈને કહે છે.

" તો એ લગ્ન માટે તૈયાર કેમ.... થઈ ગઈ હતી.... !!! " સમીર હળવા સ્વરે પૂછે છે.

" સમીર અમે યુનિવર્સિટીમાં એકવાર પાછા આવ્યા હતાં...તું ઇન્ટરવ્યૂ ટ્રેનિંગના ક્લાસમાં હતો.... ત્યારે સલોનીને ખબર પડી હતી કે... તે.... સલોની માટે પ્રીતિના પ્રપોઝલનું અસ્વીકાર કર્યું હતું.... એ તને પ્રપોઝ કરવા માટે ક્લાસની બહાર રાહ જોઈ રહી હતી.... ત્યારે જ એના માતા-પિતાનું એકસિડેન્ટ થઈ ગયું હતું.... અને અમે ઉતાવળમાં ગાંધીનગર આવી ગયા હતાં.... અને એના માતા-પિતાને ડર હતો કે સલોનીના લગ્ન પહેલા એમને કઈ થઈ ના જાય .... માટે સલોનીએ મજબૂરીમાં લગ્ન માટે હા પાડી હતી...." સ્વેતા કહે છે.


" મને.... આ બધીવાતની તો જાણ જ ન હતી...એ મને ક્યારેય કહ્યું પણ નહીં " સમીર દુઃખી થઈને કહે છે.

" હા... મને ખબર હતી કે.... એ ના કહે... એ પોતાનું દુઃખ ના વહેંચે કોઈ સાથે.... પણ હું એની સાથેજ હોઉં છું....એટલે મે બધું જોયું છે.... તું બસ... એનું સાથ નહીં છોડતો હમણાં.... એને તારી જરૂર છે..... હમણાં.... એટલે જ એ તારી કંપનીમાં આવી છે.... જેથી તારી સાથે સમય પસાર કરીને થોડું ખુશ રહી શકે.... અને કુશાલથી દૂર રહી શકે.... તું એનું ધ્યાન રાખજે.... please....એણે ઘણુંબધું સહેન કર્યું છે જીવનમાં.... " સ્વેતા કહે છે.


" હા.... હું એનું ધ્યાન રાખીશ... તું ચિંતા ના કરતી...તે મને બધી માહિતી આપી તે માટે.... થૅન્ક યુ.. " સમીર હળવા સ્વરે કહે છે.

" હા.... એનું ધ્યાન રાખજે...." સ્વેતા કહે છે.


ત્યારબાદ સ્વેતા, સમીરને કંપનીની ગેટની બહાર ઉતારીને વલસાડ જવા ઉપડી જાય છે.... સમીર સલોનીની સ્થિતિ વિશે વિચાર કરતો કંપનીની અંદર જાય છે....

એ ઓફિસમાં આવીને પોતાના ડેસ્ક પર ચિંતિત થઈને બેસી જાઈ છે.... એની આંખ નમ થઈ જાય છે...હવે... તેને સમજાય છે કે સલોનીના શરીર પર ચોટના નિશાન કેમ હતાં..... સલોની માટે એના મનમાં ચિંતા... અને થોડો ગુસ્સો પણ હતો.. કારણકે સલોનીએ આ બધીવાત સમીરને કરી ન હતી....


બ્રેકમાં...બધા જ મિત્રો કૅન્ટીનમાં એકત્રિત થાય છે.... સલોની પણ આવે છે... નાસ્તો લઇને બધા એકસાથે બેસે છે... સમીર ફરી સલોનીના ચોટના નિશાન પર નજર નાંખે છે...હવે નિશાન વધી ગયા હતાં.... પણ સલોનીના ચહેરા પર સ્માઈલ હોઈ છે.... સમીરને કુશાલના કૃત્ય પર ગુસ્સો આવે છે.... એને કુશાલના હાથ-પગ તોડી નાખવનું મન થાય છે.... પણ હમણાં એ શાંત રહે છે.... એ આ બધીવાત સલોનીના મુખથી સાંભળવા ઈચ્છતો હતો.

***

કંપનીથી છૂટીને સલોની એના ઘરે જાઈ છે.... કુશાલ સોફા પર બેસીને સિગરેટ ફૂંકતો અને ડ્રિન્ક કરતો હોઈ છે....સલોની એને કઈ પણ કહ્યા વગર પોતાના રૂમમાં જતી રહે છે.... કારણે કે એને ખબર હતી કે કુશાલને જો એ કઈ બોલશે તો એ ફરી ઝગડો કરશે... અને એની સાથે મારપીટ કરશે.

" સલોની......અહીંયા આવ... " કુશાલ સલોનીને રૂમમાંથી બોલાવે છે.

" હા... શું થયું....!બોલો " સલોની ધીરેથી કહે છે.

" મને 10000 રૂપિયા આપ.... " કુશાલ રુઆબ સાથે કહે છે.

" 10000 રૂપિયા તો હમણાં નહીં મળે.....5000 છે... એ કાઢીને આપું છું..." સલોની શાંતિથી કહે છે.

"કેમ....તારી બાકી જમા રકમ ક્યાં ગઈ.. !!" કુશાલ થોડો ગુસ્સે થતા કહે છે.

" મે મારા ઘરે થોડાક પૈસા મોકલાવ્યા છે... મમ્મી-પપ્પાને થોડી મદદ થઈ રહે... તે માટે..." સલોની ડરતા-ડરતા કહે છે.

" તુએ..... મને પૂછ્યા વગર.... તારા ઘરે પૈસા મોકલ્યા.... " કુશાલ ગુસ્સે થઈને સોફા પરથી ઉઠે છે.

"હા.... પણ એ મારી સેલરીના પૈસા હતાં.... તો થોડાક મોકલ્યા તો શું થયું... " સલોની કહે છે.

" એટલે.... તું મને પૂછ્યા વગર કઈ પણ કરે એમ...." કુશાલ સલોનીની પાસે જઈને કહે છે.


" પણ... મે આમાં શું ખોટું કર્યું... માત્ર ઘરે પૈસાજ તો મોકલ્યા છે... !!" સલોની કહે છે.

" એટલે.... તું કંઈપણ કરી શકે....#$!&..." કુશાલ ગુસ્સામાં આવતા સલોનીને થાપટ મારતા કહે છે.

"પણ તું મને મારે કેમ છે...... મે એવી તો શું ભૂલ કરી.... દૂર રહે તું મારાથી..... " સલોનીની આંખમાં આંસુ આવી જાઈ છે.

"એટલે.... .. જબાન લડાવે છે.... મારી સાથે તું....#$!& " કુશાલ ફરી સલોની પર હાથ ઉઠાવતા કહે છે.


સલોની રડવાનું શરૂ કરે છે... અને કુશાલ એની સાથે મારપીટ કરે છે.... સલોની... પોતાના રૂમમાં જઈને દરવાજો અંદરથી લોક કરીને રડતા રડતા સુઈ જાઈ છે.... અને કુશાલ એના મિત્રો જોડે બહાર ભટકવા નીકળી જાય છે.

****

બીજા દિવસે સમીર સલોનીની એન્ટ્રી ગેટની સામે આવેલા ગાર્ડનમાં રાહ જોઈ રહ્યો હતો.....સાંજનો સમય હતો.... સલોની માયુસ ચહેરા સાથે કંપનીમાં એન્ટર થાય છે..અને આમતેમ નજર કરીને સમીરને શોધે છે..... ગાર્ડનમાં સમીર એને દેખાઈ છે... એના ચહેરા પર સ્માઈલ આવી જાય છે......તે સમીર પાસે જાઈ છે...

" સમીર.... Good evening....કેમ છે... તું !" સ્માઈલ સાથે સલોની પૂછે છે.

" ઠીક.... છું.... " કહેવાની સાથે સમીર નજર સલોનીની ઇજા પર દોરાવે છે.

" શું... વિચારે છે... અહીં ઉભા રહીને... " સલોની પૂછે છે.

" તારા.... શરીર પર... આ ચોટના નિશાન.... ક્યાંથી આવ્યા... " સમીર ગંભીર થઈને પૂછે છે.

" એ તો જસ્ટ...કિચનમાં કામ કરતા પડી ગઈ હતી... " સાલોની મુંજાતા કહે છે.

" ના.... તું મારાંથી કોઈ વાત છુપાવે છે..... આ નિશાન કાલે નહીં હતાં.... આ ફ્રેશ છે.... અને આ ચોટના નિશાન છે... તું મારાથી કઈ છુપાવે છે.... તને... મારી કસમ છે... મને બધી વાત જણાવ..." સમીર ગંભીર થઈને કહે છે.

" સમીર.... કોઈપણ વાત નહીં મળે... તું મને કસમના આપ" સલોની ચિંતિત થઈને કહે છે.


" તને... મારી કસમ છે.... મને બધી જ વાત જણાવ"સમીર ગુસ્સે થઈને કહે છે.

સલોની થોડી ડરી જાય છે.... અને છેવટે તે સમીરને કુશાલની દરેક વાત કરે છે... અને કાલની ઘટના વિશે પણ જણાવે છે..

સમીર કાલની ઘટના જાણીને ખુબ ગુસ્સે થાઈ છે.... તે સલોનીનો હાથ પકડીને... ગુસ્સામાં કંપનીની બહાર લઇ જાય છે.... અને એને કારમાં બેસાડે છે....સમીરનો ગુસ્સો કુશાલ પર ખુબ વધી જાઈ છે... એ અમદાબાદ માટે કાર દોડાવે છે....... સાંજનો સમય હોઈ છે....

" સલોની... આ સમયે કુશાલ ક્યાં મળશે.... કેહ મને.. "સમીર થોડો ગુસ્સામાં કહે છે.

" સમીર.... તું કેમ ગુસ્સે થાઈ છે.... હું બધું જોઈ લઈશ... તું શાંત થઈ જા.... "સલોની ડરતા કહે છે.

" તુએ...આ વાત હજુસુધી તારા માતા-પિતાને કે પોલીસને પણ કરી નથી.... તું.... ફક્ત કેહ મને કુશાલ ક્યાં મળશે....હમણાં " સમીર ગુસ્સામાં કહે છે.

" રિવર ફ્રન્ટ પર.... હસે... કદાચ... " સલોની ડરીને કહે છે.

****

સમીર ગાડી લઈને રિવર ફ્રન્ટ પર પહોંચે છે... અને કુશાલને શોધવા લાગે.... કુશાલ પોતાના બે મિત્રો સાથે... રેલિંગ પાસે ઉભા રહીને સિગારેટ ફૂંકતો હોઈ છે.... સમીર એને જોઈ છે.

ગાડી કુશાલની નજીક લઇ જઈને સમીર કારમાંથી ઉતરે છે.... અને બીજી બાજુથી સલોની ઉતરે છે... સમીર કારની ડીકી ખોલીને એક હોકી સ્ટિક બહાર કાઢે છે....


સમીર હોકી સ્ટિક એક હાથમાં પકડીને કુશાલને મારવા દોડે છે....કુશાલને કઈ સમજ પડે તે પહેલા...સમીર હોકી સ્ટિકથી એના પગ પર એક ફટકો મારે છે... કુશાલ નીચે પડી જાય છે.


કુશાલના બે લોફર મિત્ર જે ત્યાંજ ઉભા રહીને સિગારેટ પી રહ્યા હતાં... કુશાલને બચાવા આગળ આવે છે.... સમીર સ્ટિક વડે બન્ને ને હાથમાં અને પીઠમાં ફટકો મારે છે.... અને કુશાલ ને ફરી પીઠ પર એક ફટકો મારે છે.....


સલોની આ ઝગડો જોતા રડવા લાગે છે..... અને દોડીને સમીરને પકડીને..... તેને લડવાનું ના પાડે છે..... એટલામાં કુશાલનો એક મિત્ર સમીરના માથા પર પથ્થર મારે છે... અને સમીરના માથેથી લોહી વહેવા લાગે છે....સમીર પાછળ ફરીને તેના ખભા પર સ્ટિક વડે ફ્ટકો મારે છે... અને કુશાલનો મિત્ર ભાગી જાઈ છે..... આ જોતા બીજો મિત્ર પણ ત્યાંથી ભાગી જાય છે.


કુશાલ જમીન પર પડ્યો હતો.... અને સલોનીને ગુસ્સામાં જોઈ રહ્યો હતો.....

સમીર સલોનીને ગાડીમાં બેસવા કહે છે.... સલોની થોડી ડરીને ગાડીમાં બેસી જાઈ છે.

" સંભાળ.... કુશાલ.... સલોનીને તે... હવે પાછી... હાથ પણ લગાવીને.... તો... તારા આજ હાથ હું પહેલા તોડી નાખીસ... પછી.... વુમન હેરસમનેટનો અને દહેજ લેવાનો તારા પર કેસ કરીશ.... તો હવેથી સલોનીને હેરાન કે પજાવવાની હિમ્મત કરીને તો તું મારો બીજો રૂપ જોશે....સમજ્યો" સમીર ગુસ્સામાં કુશાલને ધમકાવતા કહે છે.


સમીરના માથા માંથી લોહી વહી રહ્યું હતું..... તે ગાડીમાં જઈને બેસે છે.....

" સમીર.....તારા માથામાંથી લોહી વહી રહ્યું છે..... હોસ્પિટલ ચાલ જલ્દી... " સલોની રડતા કહે છે.

" હા..... મને... ચક્કર આવે છે.... તું ગાડી ચલાવ... " સમીર ડ્રાંઇવિંગ સીટ પરથી ઉતરતા કહે છે.

સલોની સમીરને લઈને હોસ્પિટલ પહોંચે છે..... સમીર બેહોશ થઇ ગયો હતો...... ડૉક્ટર સમીરની પટ્ટી કરે છે...અને સલોનીને જણાવે છે કે સમીરને 15-20 દિવસ રેસ્ટ કરવાની જરૂર છે... અને એ ટેમ્પોરરી ટ્રીટમેન્ટ કરીને 2 કલાક માં રજા આપી દે છે.... સમીર અને સલોની કંપનીમાં પાછા પરત થવા લાગે છે.....


" સમીર..... હવે આટલુ બધું થઈ ગયું છે.... હું રાત્રે ઘરે નહીં જઈ શકું... " સલોની ચિંતિત થતા કહે છે.

" હા... તારે હવે એના ઘરે જવાની જરૂર નહીં મળે... તું તારા ઘરે જઈને... તારા મમ્મી-પપ્પાને આખી આવત જણાવી દે... " સમીર સલોનીને સમજાવતા કહે છે.


" પણ એ લોકો ચિંતિત થઈ જશે..... " સલોની થોડું ડરતા કહે છે.

" સલોની.... થોડી હિમ્મત બતાવ...એ તને આટલો હેરાન કરે છે... તારા મમ્મી-પપ્પા તારી ચિંતા કરે છે.... એ તને સમજશે... તું આખી વાત જણાવી દેજે" સમીર હિમ્મત આપતાં કહે છે.

" હા... હું એમને કહી દેવા.... પણ તું થોડાક દિવસો માટે તારા ઘરે જા... તને ગંભીર ચોટ લાગી છે.... તને આરામ કરવાની જરૂર છે....please તું મારાં ખાતર તારા ઘરે જતો રે......." સલોની ચિંતિત થતા કહે છે.


"હા....હું ઘરે જતો રહીશ.... પણ તું તારા ઘરે જઈને... આખી વાત કહી દેજે... એ લોકો તારા ભલા માટે જ વિચારશે..." સમીર કહે છે.


સમીરના સાથે હોવાથી હવે સલોનીમાં થોડી હિમ્મત આવી ગઈ હતી....

સમીર અને સલોની કંપનીમાં પહોંચે છે....સલોની પહેલા સમીરને કંપનીના ડૉક્ટર પાસે લઇ જાય છે.. અને 15-20 દિવસની લિવ માટે સર્ટિફિકેટ તૈયાર કરાવે છે....જેથી સમીર પોતાના ઘરે જઈને આરામ કરી શકે.. સમીર સલોનીને તેના મિત્રોને આ ઘટના વિશે જણાવવા ના પાડે છે....સલોની સમીરને લઈને ઓફિસમાં પ્રવેશ કરે છે.


" શું થયું સમીર.... !!! આ માથામાં વાગ્યું કેવી રીતે..?? " ચિંતિત થઈને અજય અને પ્રીતિ પૂછે છે.

" કઈ નહીં...સ્લીપ થઈને પડી ગયો... " સમીર કહે છે.

" સાચવીને રહેવાનું થોડું.... " પ્રીતિ કહે છે.

બીજા દિવસે 20 દિવસની લિવ લઈને સમીર બધા મિત્રો ને મળીને અને સલોનીને સમજાવીને પારડી માટે ટ્રેનમાં બેસે છે.....

****

થોડાક દિવસો પછી.....

" હેલો.... શું... હું... સલોની સાથે વાત કરું છું" અજાણ્યા વ્યક્તિ કહે છે.

" હેલો... હા.. હું સલોની બોલું છું... તમે કોણ?" સલોની કહે છે.

" હું.....રીતા મેડમ બોલું છું... યુનિવર્સિટી માંથી.." B.sc કૉલેજના મેડમ જે સમીર, સલોની, અને પ્રીતિને સ્ટડી કરાવતા.

" હા.... મેડમ કેમછો તમે..? " સલોની કહે છે.

" હું Fine છું.... સલોની...આપણી કૉલેજ તમારા બેચનું 14 ફેબ્રુઆરીએ.... રીયુનિયન થઈ રહ્યું છે...તો તારે પણ આવવાનું રહેશે બરાબર.... " રીતા મેડમ કહે છે.


" હા... મેડમ ચોકકસ.... આવીશ.. " થોડું વિચારવા પછી સલોની હા કરે છે.

" okay... સલોની... bye "રીતા મેડમ કહે છે.

" Bye મેડમ " સલોની કહે છે.

રીયુનિયન ઇન્વિટેશન પ્રીતિ અને અજયને પણ આવ્યું હતું... બધા કૅન્ટીનમાં બેસીને 14 ફેબ્રુઆરી એ અમદાબાદ થી સુરત પ્લેઇનમાં જવાનુ નક્કી કરે છે.....

બીજી બાજુ સમીર માથામાં વાગવાને કારણે રેસ્ટ કરી રહ્યો હતો..... રીયુનિયનનું કોલ સમીરને પણ આવ્યું હતું... તે મિત્રોને કોલ કરી રીયુનિયનમાં ભેગા થવાનું નક્કી કરે છે.


થોડાક દિવસ પહેલા......

સમીર બાઈક પર બજાર જવા ઘરેથી નીકળે છે ત્યારે રસ્તામાં તેને.... સ્વેતા મળે છે...

"Hi..... સમીર.... " સ્વેતા કહે છે.

" Hello.... સ્વેતા... how are you..? " સમીર સ્મિત સાથે કહે છે.

" હું ઠીક છું સમીર.... અને તે જે સલોની માટે કર્યું છે.... તેના માટે તારો ખુબ-ખુબ આભાર...." સ્વેતા સ્મિત સાથે કહે છે.

" હા... પણ આવું કોઈપણ છોકરી સાથે થતે તો હું... એની મદદ કરતે જ... અને સલોની તો મારી ફ્રેન્ડ છે...મારે તો એને આ પરેશાનીમાંથી બહાર કાઢવી હતી "સમીર કહે છે.

" Good સમીર.... હવે...તો તને એકવાત કહેવાનું મન થાય છે.... જે સલોનીએ મને કહી છે... પણ હવે મને એ વાત તને કહેવાનું મન થાઈ છે" સ્વેતા કહે છે.

" કઈ વાત.... !!? " સમીર આતુરતાપૂર્વક પૂછે છે.

( સ્વેતા... સમીરને દરેક વાત જણાવે છે..... "***")

સમીર આ વાત સાંભળીને ખુશ થઈ જાઈ છે.... તે સ્વેતાનો આભાર માનીને બજાર જતો રહે છે....

****

14 ફેબ્રુઆરી......

સલોની, પ્રીતિ અને અજય એરપોર્ટ પરથી યુનિવર્સિટી પહોંચે છે.... યુનિવર્સિટીમાં ખુબ ચહેલ પહેલ હોયછે.... આ દિવસ વેલેન્ટાઈન નો હતો માટે... છોકરા-છોકરીઓ ખુબ સરસ તૈયાર થઈ ને આવ્યા હતાં.....

સલોની યુનિવર્સિટીમાં પ્રવેશ કરતા.... પોતાનો એ દિવસ યાદ કરે છે.... જયારે એ સમીરને પ્રપોઝ કરવા આવી હતી..... લાયબ્રેરી, કેન્ટીન, ગાર્ડન દરેક વસ્તુ જેની સાથે...સલોનીની સુંદર યાદો જોડાયેલ હતી.... તેને જોઈને સલોની ભાવુક થઇ જાય છે.

તે લોકો પોતાના કૉલેજના યાદગાર પળો યાદ કરતાં-કરતાં કૉલેજના રાસ્તે આગળ વધે છે.....

આજે સલોની ખુબ સુંદર તૈયાર થઈને આવી હતી... તેણે લાઈટ બ્લુ કલરની સાડી પહેરી હતી... પગમાં બ્લુ કલરની સુંદર મોજડી... અને એક સુંદર ડાયમંડનો હાર પહેર્યો હતો...સાલોની... જોવામાં કૉલેજની એક સુંદર છોકરી લાગી રહી હતી....ઘણા છોકરા-છોકરીઓનું ધ્યાન એની બાજુ જઈ રહ્યું હતું..... આજે એ ખુશ પણ ઘણી હતી....


ત્રણે કૉલેજમાં પહોંચે છે..... અને સમીરને શોધવા લાગે છે.... તેમને કૉલેજના ઘણા જુના મિત્રો પણ મળે છે....

" યાર.... અજય સમીરને કોલ કર... ક્યાં ગયો એ હજુસુધી આવ્યો નહીં લાગે છે.... " પ્રીતિ કહે છે....

" હા.... મે પણ એને કોલ કર્યો છે.... પણ ઉપડતો નથી... " સલોની ચિંતિત થઈને કહે છે.

" તમારો કોલ નહીં ઉપાડતો.... તો... મારો ક્યાંથી ઉપાડશે... !" અજય હાસ્ય સાથે કહે છે.

" અરે જો..... ગાર્ડનમાં કેટલા સ્ટુડન્ટ એકત્રિત થઈને ઉભા છે!!... ચાલો ત્યાં જઈને જોઈએ..." પ્રીતિ કૉલેજના ગાર્ડનને જોઈને કહે છે.

ગાર્ડન ખુબજ સુંદર રીતે સજાવેલ હોઈ છે..... બધાજ સ્ટુડેંટ્સ ગાર્ડનની ફરતે ઉભા હોઈ છે.... પ્રીતિ, સલોની અને અજય પણ ગાર્ડન પાસે આવે છે.....

અચાનક....

એક છોકરી.... સલોનીનો હાથ પકડીને ગાર્ડનની વચ્ચે લઇ જાય છે.....અને ફરી સાઈડમાં ઉભી રહી જાઈ છે.....

સલોની થોડીકવાર માટે કન્ફયુઝ થઈ જાઈ છે..... એ પ્રીતિ તરફ જોવા લાગે છે....

" Hello.... miss..... " કહેવાની સાથે એક છોકરો સલોનીને પાછળથી બોલાવે છે.

" who...? " કહેવાની સાથે સલોની પાછળ ફરે છે.

" I LOVE YOU......SALONI.... WILL YOU MARRY ME....? "
( સમીર લાલ ગુલાબના ફુલ અને ડાયમંડ રિંગ... એક હાથમાં લઈને... ઘૂટણ પર બેસીને સલોનીને પ્રપોઝ કરે છે.....)



થોડા સમય માટે સલોની ભાવુક થઈ જાઈ છે.... એની આંખમાં આંસુ અને ચહેરા પર સ્માઈલ આવી ગઈ હતી........જાણે એના જીવનનો કોઈ મોટો સ્વપ્ન પૂર્ણ થઈ ગયો હોઈ.....

" I LOVE YOU TOO.....SAMIR "

" YES..... I DO " સલોની ભાવુક થઈને સમીરનો પ્રસ્તાવ સ્વીકાર કરે છે.....બન્ને એક બીજીને....... પ્યારથી "HUG" કરીને " KISS" કરે છે.....



****

આઘટના જોઈને... પ્રીતિ અને અજય કઈ સમજી શક્યા ન હતાં.... જેમ મિત્રો તમે નહીં સમજી શક્યા...

તો ચાલો બેકગ્રાઉન્ડમાં જઈએ.
.
.
.
.
.

" હા... સ્વાતિ કઈ વાત કહેવી છે..... બોલ " સમીર પૂછે છે.

" સમીર....... તારી અને કુશાલના વચ્ચેની ઘટના થવા પછી...તું પારડી આવી ગયો હતો.... ત્યારબાદ સલોનીએ હિમ્મત બતાવીને... પોતાના માતા-પિતાને... કુશાલના કૃત્યો અને એ સલોનીને કઈ રીતે પજવતો અને મારપીટ કરતો એ દરેક ઘટનાઓ વિશે કહી દે છે..... " સ્વાતિ કહે છે.


"હા....ત્યાર બાદ.. " સમીર પૂછે છે.

" ત્યારબાદ.... સમીરના માતા-પિતા સલોનીને સહાનુભૂતિ આપ્યા બાદ ગુસ્સામાં કુશાલના ઘરે વકીલ લઈને જાઈ છે..... અને સલોનીની મરજીથી કુશાલ સાથે સલોનીનું ડાઇવોર્સ કરાવે છે...... સલોની માતા-પિતાના સહયોગથી ખુશ થઈ જાઈ છે..... અને તારા વિશે... વાત કરે... છે....
એના માતા-પિતા... તારાથી ફરી સલોનીના લગ્ન કરવા તૈયાર થઈ ગયા છે..... અને થોડાક દિવસમાં આવીને તારા ઘરે લગ્નની વાત કરવાના છે......સલોની તને સરપ્રાઈઝ આપવાનું વિચારે છે.......પણ તું હવે એને સરપ્રાઈઝ આપ " સ્વેતા ખુશ થઈને કહે છે.

આ સાંભળીને સમીર ખુશ થઈ જાઈ છે... અને સલોનીને પ્રપોઝ કરવાનું પ્લાન તૈયાર કરે છે..... અને કૉલેજના પ્રોફેસરની સહાયથી કૉલેજમાં રીયુનિયનનું આયોજન કરાવે છે.... જેથી સલોનીનું સ્વપ્ન પૂરું થઈ શકે.
.
.
.
.
( આટલા સંઘર્ષ પછી.... કાલે... ..... બન્નેના લગ્ન છે...... તમને પણ આમંત્રણ છે....જઈને વર-વધુને આશીર્વાદ આપજો.... 😆😆😆😂😂😂)


********* THE END *********

NOTE:- Guys....in our society Girls and women's are facing numerous problems some of them are dowry, physical and sexual harassment & violence.... please avoid this kind of cruel and Scandalous crime.... and if you have seen this problem nearby you....then please... inform police.

please...Respect women's and empower them....and it should start from our own home.

and

Thank you to all my reader....Dil se કે તમે મારી નોવેલ વાચી. 💖💓💖

( who are interested in my stories then please... follow me in Pratilipi application for more stories. )

( LAST PART )

લેખક :- ભુપેન્દ્રકુમાર ચૌધરી















































































































































બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED