લોકડાઉનનો પ્રેમ - 1 Bhupendra kumar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

લોકડાઉનનો પ્રેમ - 1










લોકડાઉનનો પ્રેમ


'' આજે ખુબજ સારો પવન આવે છે ને સમીર!''સમીરે પાછળ જોયું, એ સમીરનો નાનપણનો મિત્ર અજય હતો.

'' હા અજય પવન તો ખુબજ સરસ આવે છે આપણી બિલ્ડીંગની ટેરેસ પર '' હસતાં હસતાં સમીરે જવાબ આપ્યો.

અને ઘણાં સમય પછી મળ્યાં હોવાને કારણે બન્ને મિત્રો એકબીજાને ગળે ભેટે છે.

" ક્યારે આવ્યો વડોદરાથી....?" અજય ખુશ થઈ પૂછે છે.

" બે દિવસ પેહેલા...યાર.....લોકડાઉનની સંભાવનાના કારણે નીકળવા પડ્યું અને સ્કૂલમાં પણ રજાની જાહેરાત અનિશ્ચિત સમય સુધી વધારી દેવામાં આવી છે " સમીરે અજયને સ્મિત સાથે અને દુઃખી અવાજે કહયું, કારણે કે તેની બોર્ડની પરીક્ષા બાકી રહી ગયી હતી.

બન્ને મિત્રો એ દસમાં ધોરણ સુધીનો અભ્યાસ પારડીની સરકારી સ્કૂલમાં પૂર્ણ કર્યું હતું, અજય થોડા સંપન્ન પરિવાર માંથી હતો જયારે સમીર મધ્યમવર્ગીય કુટુંબમાંથી હતો, સમીર ભણવામાં હોંશિયાર, થોડોક રમુજી સ્વભાવ, નટખટ અને જીવનમાં એક મોટો વ્યક્તિ બનવાનો સ્વપ્ન રાખતો હતો.

બન્ને મિત્રો પોતાની પારડી સ્કૂલની મસ્તીઓ, શિક્ષકોનો માર અને ફટકાર,છૂટવા પછી કેરી માર્કેટમાં જઈને કેરીની રમુજી ચોરી, બપોરે રીસેસમાં બોર તોડવાની મજા, લખોટી રમતા-રમતા ઝગડો કરવો, અને રીસેસનો બેલ વગાડવા પહેલા ઉઠીને દોડવું વગેરે જેવી ઘટનાઓ યાદ કરતાં હતાં.

" તુ વાત મારી સાથે કરે છે પણ તારી નજર ક્યાં જાય છે..!? " અજયે મૂંઝવણ અને આતુરતા પૂર્વક સમીર તરફ જોઈને કહ્યું.

"ક્યાંય નહીં.." સમીર અજય તરફ જોઈને કહે છે.

બિલ્ડીંગ પર ઘણા લોકો સાંજના પવનની મજા માણવા આવ્યા હતાં, નાના બાળકો આમથીતેમ દોડી રહ્યા હતાં, અમુક લોકડાઉનની વાતો કરતાં હતાં, સ્ત્રીઓ ઘરનું કામ વધી જવાની વાતો કરતી હતી.

પરંતુ થોડાક ક્ષણો બાદ.....

"સામેની બિલ્ડીંગ પર એ છોકરી( સલોની ) કોણ છે?" ધીમે અવાજે સમીરે અજયને પૂછ્યું.

"શું છોકરી.....!? "

" હા...જો સામેની બિલ્ડીંગની ટેરેસ પર પોતાની ફ્રેન્ડ જોડે વાતો કરતી છોકરી...મને એ ગમવા લાગી છે" સમીરે થોડુંક શરમાતાં અને સ્મિત સાથે બિલ્ડીંગ તરફ આંખથી ઇસારો કરીને કહ્યું.

"એ કોણ છે...?"

"મેં પણ બંનેને આજે જ જોઈ છે" અજયે નજર છોકરીઓ તરફ દોરતા મૂંઝવણમાં કહ્યું.

સામેની બિલ્ડીંગ પર એક ખુબજ સુંદર છોકરી, સહેજ ગોરો કહી શકાય એવો ચહેરો, જેના વાળની એક લટ પવનના કારણે એના મુલાયમ ગાલ અને મોટી ભાવુક આંખોની સામે આવતી જેને એ ઘડીકે આંગળીઓ વડે કાનની પાછળ મૂકતી હતી, જોવામાં સમીરના ઉંમરની હતી અને કોઈ જ પ્રકારના મેક-અપ વીના આકર્ષક લગતી હતી.

"મને શું ખબર..!? હું તને પૂછું છું..યાર " સમીર કહે છે.

" મેં પણ આજે જ જોઈ છે...લાગે છે લોકડાઉનમાં અહીં રોકાઈ ગયી છે" અજય મુંજાતા કહે છે.

" હોઈ શકે...પણ મને એ ગમવા લાગી છે અજય.." સમીર સ્મિત સાથે કહે છે.

" કઈ નહીં સમીર.... તને ગમવા લાગી છે તો... હવે એ આજથી મારી ભાભી...બરાબર " અજય હસતાં હસતાં મજાક ઉડાડતા...સમીરની મજા લેય છે.

હવે સમીરને દરેક ક્ષણે એ છોકરીનું સ્મિત સહિતનું ચહેરો યાદ આવવા લાગ્યું હતું, અને એ છોકરી સાથે સમીરને વાત કરવાનું પણ મન થવા લાગ્યું હતું, સમીર સંપૂર્ણ પણે સલોનીના પ્રેમમાં પડી ગયો હતો, અને રોજે ટેરેસ પર જઈને સલોનીને નિહાળતો થયો હતો.

એક દિવસે સલોની એની ફ્રેન્ડ સાથે ટેરેસ પર વાતો કરતી હતી.

સમીર એ સમયે પણ એને નિહાળી રહ્યો હતો.

"સલોની જો પેલો છોકરો તનેજ ઘણા દિવસોથી જોવે છે" સલોનીની ફ્રેન્ડ( સ્વેતા...જે સલોનીની માસીની છોકરી છે) સલોનીની બાજુ હસીને આંખનાં ભમરથી ઇસારો કરતા કહે છે.

"મને ખબર છે..." સલોની સ્મિત સાથે કહે છે.

"શું? તને ખબર છે!" સ્વેતા આશ્ચર્ય સાથે પૂછે છે.

"હા મને ખબર છે કે એ મને જોઈ છે અને મને એવું લાગે છે કે એ મને પસંદ કરવા લાગ્યો છે" સલોનીએ મનમાં ખુશ થતા-થતા સ્વેતા બાજુ જોતા જવાબ આપે છે.

" અને ... તું પણ એને પસંદ કરવા લાગી છે કે શું? " સ્વેતા એ સલોનીની મજામાણતાં કહ્યું.

" હા....મને પણ એ છોકરો ગમવા લાગ્યો છે....દેખાવમાં પણ સારો છે અને ડીસંટ પણ લાગે છે" સલોની થોડુંક શરમાતાં અને હળવા સ્મિત સાથે કહે છે.

" વાહ રે વાહ..... આટલુ બધું થઈ ગયું મને ખબર જ ના પડી!!" સ્વેતા ઠપકો મારતાં કહે છે

" એવું નહીં મળે....હું એને પસંદ કરુંછું અને એ મને ભલે પસંદ કરતો હોઈ... પણ તને ખબર છે આપણે અહીં વધારે સમય નથી... લોકડાઉન સમાપ્ત થવા પછી હુ ઘરે પાછી જઇશ".

" હા બરાબર " સ્વેતા કહે છે.

" અને હવે કૉલેજમાં પણ એડમિશન લેવાનું છે...... અમે મળીયે એ મુશ્કેલ છે ".

" હા પરંતુ એ તને પસંદ છે તેનું શું?".

" હા પસંદ છે એ મને યાદ પણ આવે છે ઘણીવાર.... એટલે હું ઉપર રોજ આવું છું".

"ઓહો.....એટલે તું રોજે મને ઉપર આવા કહેતી....તું લાઈન મારે છે એને...એમને... " સ્વેતા ચિડાવતા અને હાંસી ઉડાડતા કહે છે.

" હા તો...... મને પણ લાઈન મારવાનો અધિકાર છે....." એક આંખ મારતા સલોની હસતાં હસતાં કહે છે.

બન્ને હશે છે....... સામે સમીર એને નિહાળીતો હોઈ છે અને આ છોકરી શું વાતો કરતી હશે એવું મનમાં વિચારે છે અને.... નક્કી કરે છે કે કાલે એ સલોનીની બિલ્ડીંગના નીચે જઈ સલોની વિશે માહિતી મેળવશે.

બીજા દિવસે બન્ને ( સમીર અને અજય ) ઘરેથી હિમ્મત કરીને બહાર આવે છે, લોકડાઉનનો સમય હોવાને કારણે એ સમયે યુવાનોમાં પોલીસની મસાજનો ભય તો રહેતો જ.. અને સમીર અને અજય પોલીસની મસાજનો ( કે પોલીસનો સ્પેશ્યિલ માવો કે શ્રીખંડ જે ઘરથી...વગર કામે બહાર નીકળતા લોકોને ખાવાનો લાભ પ્રાપ્ત થતો હતો ) સ્વાદ ચાખવાનો શોખ ના હતો.

માટે સંતાતા સંતાતા બન્ને રોડ પર આવે છે...નજર ચારેય બાજુ ફરાવે છે રસ્તો સાફ દેખાતા સલોનીની બિલ્ડીંગના નીચે પહોંચે છે (જે રોડને ઓળંગીને સમીરની બિલ્ડીંગની ડાબી બાજુએ હતી).

" બોલ સમીર હવે શું કરવું છે? " આમથી તેમ નજર ફેરવતા પોલીસની ગાડીનો ધ્યાન રાખતા અજયે પૂછ્યું.

"મને શું ખબર અહીં તો એની ફ્રેન્ડસ પણ નહીં દેખાતી કે એને હું પૂછી લઉ કઈ... ! " મૂંઝવણમાં સમીર એની ફ્રેન્ડસ (સ્વેતા કે અન્ય કોઈ પણ ) ને શોધતો હતો.

" સલોની જલ્દી અહીં આવ જો નીચે કોણ છે!" સ્વેતા બારીમાંથી સમીરને નીચે ઉભેલ જોઈને આતુરતા પૂર્વક સલોનીને બોલાવે છે,

"કોણ છે...? "

" તું આવતો પહેલા..."

" હા આવું છું થોભને બે ઘડી.. "

" અરે કોણ છે? કે તું આવી રીતે બોલાવે છે....અરે આતો એજ છોકરો છે!" સલોનીના ચહેરા પર એક અલગજ સ્મિત દેખાઈ આવ્યું એ મનમાં ખુશ પણ થતી હતી,

"મને લાગે છે આ તને શોધવા આવ્યો છે અહીં... " સ્વેતા હાસ્ય સહીત કહે છે.

" ના ના કઈ કામ હશે એટલે આવ્યો છે એવું લાગે છે "સલોની કહે છે.

" અરે તું નીચે જા પહેલા....અને એ બહાને તારી વાત પણ એની જોડે થઈ જશે "સ્વેતા સલોની થપકી મારીને કહે છે.

" ના સારુ ના લાગે..... માશીને શું કહીને નીચે જઈશ અને નીચે કોઈ જોઈ ગયું તો....ના હમણાં ના જવાઈ.... અને શું ખબર એ કોને મળવા આવ્યો છે" સલોની મૂંઝવણમાં કહે છે.

" પણ તું ઉપરથી એને જોઈ છે એનો ઇશારોતો કરી શકે છે ને.....? " સ્વેતા ઉત્સાહીત થઈ ને કહે છે.

એને નીચે સમીર એને અજય આમથીતેમ નજર દોડાવી રહ્યા હતા... અને ઘણીવાર બિલ્ડીંગ ની બારીઓ પર પણ નજર કરતા પરંતું તેઓ સલોની ને જોઈ શકતા ન હતાં.

" તું એક કાગળમાં તારો નંબર લખીંને નીચે નાખ...." સ્વેતા સલોનીને મસ્તીમાં કહે છે.

" ના નંબર ના આપું હમણાં...."

" કેમ? "

" એ જો મને પસંદ ના કરતો હોઈ તો.... મને કેવી છોકરી સમજશે....ના ના મને ના ગમે મારી ઇમ્પ્રેસન આવી પડે "

" તો શું કરીયે? " મૂંઝવણ માં સ્વેતા પૂછે છે

" આપણે ફક્ત હમણાં નીચે કોઈ કાપડ નાખીયે..."સલોની કહે છે.

" તેનાથી શું થશે? "

" તેનાથી એ આપણી બાજુ જોશે અને.... આપણે એને નીચે આવીને લઈ જવાનો ઇશારો કરીશું...જેથી આપણને નીચે જવાનો બહાનો મળી જશે"સલોની ખુશ થઈને કહે છે.

" વાહ રે વાહ..... તારો મગજતો બોવ ચાલે હા..." મજાક ઉડતા સ્વેતા ટુવાલ લેવા અંદરના રૂમમાં જાઈ છે.

" સમીર ચાલ હવે કોઈ નહીં દેખાતું" કંટાળીને અજય સમીર ને હાથથી જવાનો ઇશારો કરે છે.

" ના થોડી વાર રાહ જોઈએ..... મને એવું લાગે છે કે એ આવશે"

" હાં અને મને પણ એવું લાગે છે.... કે કોઈ આવશે પણ એ પોલીસ હશે..... ચાલ ચુપચાપ હવે "

" રુક ને બે મિનિટ... યાર "

" સ્વેતા જલ્દી આવ... મને લાગે છે એલોકો પાછા જવાનાં છે"

"અરે હા આવું છું"

" આવ જલ્દી "

" આ લે તારી ટુવાલ " અને પોલીસની ગાડી ની સાઇરેનની અવાજ જોરથી રસ્તેથી આવે છે

" અરે..... સમીર ભાગ જલ્દી પોલીસ આવે છે "

" હાં ચાલ હવે... પછી ક્યારે જોશું "અજય કહે છે.

"ટુવાલ નાખ સલોની "

" હાં લે.... નાખી "સલોની ટુવાલ બારીમાંથી નીચે નાંખે છે.

"જો પોલીસની ગાડી સમીર ચાલ જલ્દી... "

બન્ને ઝડપથી પોતાની બિલ્ડીંગ બાજુ રસ્તો ક્રોસ કરીને દોડે છે અને ટુવાલ એમની જસ્ટ પાછળ પડે છે પરંતુ તેમને એની જાણ થતી નથી... અને બન્ને બિલ્ડીંગની ગેટ માં એન્ટર થાય છે.

" હાસ..... આજે બચી ગયા..." અજયે ઊંડો શ્વાસ લેતા સમીરના ખભા પર એક હાથ રાખીને ટેકો લેતા કહ્યું.

" યાર મને આવું લાગે છે કે થોડી વાર હજુ રોકાતે તો આજે એને રૂબરૂ મળી શકાતે.... " સમીર ઉદાસ સ્વરે ચહેરો ઉતારીને કહે છે

" ચાલ કઈ નહીં મિત્ર આપણે કાલે પાછા જઈશું..." અજય હસતાં હસતાં ફેસને ઉપર ઝટકો મારતા કહે છે.

" હાં કાલે પાછા જઈશું" સમીર દુઃખી સ્વરે કહે છે.

બીજા દિવસે બન્ને મિત્રો સરસ મજાના નવા કપડા પહેરી સંતાતાં સંતાતાં સલોનીની બિલ્ડીંગની નીચે જાઈ છે પરંતું થોડીકવાર રાહ જોયા પછી પણ સલોનીની કોઈ ફ્રેંડ્સ દેખાતી ન હતી...અને તેઓ હતાશ થઈને પાછા ફરે છે

થોડાક દિવસો વિત્યાં બાદ....

" શું થયું સમીર? " અજયે સમીર નો ઉદાસ ચહેરો જોઈને પૂછ્યું.

" યાર અજય..... એ છોકરી અને એની ફ્રેન્ડ બન્નેએ ટેરેસ પર આવવાનું બંધ કરી નાખ્યું લાગે છે " દુઃખી અવાજે અને સાલોનીની બિલ્ડીંગની ટેરેસ પર નજર કરતાં સમીરે જવાબ આપ્યો.

" સમીર તું હતાશ ના થા આપણે એને શોધી નાખશું" દિલાસો અને ઉમ્મીદની આશ આપતાં અજય સમીરના ખભા પર હાથ મૂકીને કહે છે.

" આ છોકરીને હું ભૂલવી ના શકું અજય..." સમીર નો આ પહેલો પ્યાર અને અહેસાસ હતો જેના કારણે એ સલોનીને હવે વધુ યાદ કરવા લાવ્યો હતો.

ત્રણ મહિના(જુલાઈ 2020)પછી સમીર પરીક્ષા ભવનમાં બેસે છે અને હવે સલોની સાથે ક્યારે મુલાકાત થશે....એ વિચારની સાથે પેપર લખેછે.

ઓગસ્ટના અંતમા...

***

" શું મારાં 89% આવ્યા છે..!? " સમીર ખુબજ થઈને અજય તરફ જોતાં પૂછે છે.

" હાં મેં હમણાં તારું પરિણામ જોયું છે... " ખુશ થઈને અજય કહે છે.

" અને તારા...? " સમીર આતુરતાપૂર્વક અજયને પૂછે છે.

" મારાં કે? "

" હા તારા.. "

" હે હે હે..... પુરા 56%..." અજય હસતાં હસતાં ખિસ્સા માંથી પોતાના બ્લેક ગોગલ્સ કાઢી એક હાથથી પહેરી.. ચહેરો ઉપર કરતા કહે છે.

" બોલ સમીર હવે એડમિશન કઈ કોલેજ માં લેશે...? "

" હવે હું વીએનએસજીયુ યુનિવર્સીટી માં B.sc ડિપાર્ટમેન્ટમાં એડમિશન લેવાનું નક્કી કર્યું છે " સમીર ખુશ થઈને કહે છે.

" સારુ છે હું પણ હવે ભુજ માં કોઈ સારી કૉલેજમાં માઇક્રો બાયોલોજી લેવાનું વિચારું છુ" અજય કહે છે.

" સરસ અને આગળ સારો સ્કોપ પણ મળશે...." સમીરે અજય નો ઉત્સાહ વધારતા કહ્યું.

કૉલેજો માં એડમિશનની શરૂઆત થાય છે અને સમીર સવારે જલ્દી ઉઠીને પારડીથી 6:45ની મેમો પકડવા નીકળ્યો હતો.

માત્ર એક રીક્ષા એને મળે છે જેમાં પાછળ બધાજ ફિટ થયીને બેસેલ હોય છે આગળ ડ્રાઈવરની બાજુવાળી સીટ પર બેગ પોતાના ખોડામાં મૂકીને એક હાથથી બેગ પકડી અને બીજા હાથે માથાના ઉપર આવેલ રીક્ષાના સળિયાને પકડી સમીર રીક્ષામાં ટીંગાઈને સ્ટેશન પહોંચે છે, એણે ઘણા મિત્રો થી સાંભયું હતું કે ટી.સી લોકલ ટ્રેઈનમાં મોટા ભાગે આવતા નથી માટે એ ટિકિટ નહીં લેવાનું નક્કી કરે છે.

મેમો માં ભીડ વધારે હતી માટે સમીર ઉપરવાળી સીટ પર ચઢીને બેસી જાય છે, અને પ્રાર્થના કરે છે કે ટી.સી આજે ના આવે... 9:30 એ મેમો સુરત સ્ટેશન પહોંચે છે.

સમીર જેવો નીચે ઉતારવા જાઈ છે એની નજર સામે ઉભેલ રહેલ અને બધાને અટકાવીને ટિકિટ માંગતા ટીસી પર પડે છે.


એ રૂમાલ ભૂલી જવાનો બહનો કરી પાછળના યાત્રીઓ ને આગળ જવા દઈ પોતે ફરી અંદર આવે છે.

થોડુંક વિચાર કરવા પછી બીજા દરવાજેથી સંતાઈને ઉતરીને સમીર ઝડપથી ચાલવાનું શરૂ કરે છે, રેલવે સ્ટેશનથી બહાર આવી તે ઊંડો શ્વાસ લેઈ છે.

અને અચાનક...

સામે ધીરેથી ઉપડતી 126 નંબરની બસને જોઈને દોડીને પકડે છે જે યુનિવર્સિટી જતી હોઈ છે, યુનિવર્સિટીના BRTS ના સ્ટોપ પર ઉતરી...યુનિવર્સિટીના ભવ્ય ગેટથી અંદર આવીને સમીર એક સ્ટુડન્ટથી B.sc વિભાગનો રસ્તો પૂછે છે.

B.sc વિભાગની એડમિશનની બારી પર ઘણાં સ્ટુડન્ટ એડમિશન માટે ઉભા હતાં, સમયસર પહોંચી ગયા પછી તે એડમિશનની લાઈનમાં એક છોકરીની પાછળ ઉભો થઈ જાય છે,અને બેગમાંથી પાણીની બોટલ કાઢીને પાણી પીવે છે.

યુનિવર્સિટીની B.sc એડમિશનની લાઈનમાં ઉભા રહેતાની સાથે આમથી તેમ તે નજર ફેરવે છે યુનિવર્સિટી ની છોકરીઓને જોઈને એને સલોની ની યાદ આવે છે.

તેની આગળ ઉભેલ છોકરી જેણે બ્લેક કલરની ટોપ (જેના પર નાની નાની સફેદ બટરફ્લાઇ છાપેલી હતી )અને વાઈટ કલરનો જીન્સ પેન્ટ પહેર્યો હતો અને સતત પોતાની હાથ ની આંગળીઓ વડે બોલપેન ગોડ-ગોડ ફરાવતી હતી... એને એ પાછળ ઉભો રહી નિહાળી રહ્યો હતો.

થોડીવાર પછી છોકરીના હાથ માંથી પેન નીચે પડી જાય છે, અને એ પેન ઉપાડવા સમીર અને આગળ ઉભેલ છોકરી નીચે ઝૂકે છે....પેન સમીર ના હાથ માં આવે છે.... ઉપાડેલી પેન આપવા માટે સમીરની નજર છોકરીના ચહેરા પર પડતા જ તેની આજુબાજુનું વાતાવરણ, સ્ટુડન્ટસ ની ચહેલપહેલ સંપૂર્ણ પણે સ્થિર થઈ ગયું હોઈ એવું સમીરને લાગે છે.

તેની આંખો છોકરીના ચહેરા પર જ થોડાક ક્ષણો માટે અટકી જાય છે....

(Second part will be released soon).
લેખક :- ભુપેન્દ્રકુમાર ચૌધરી