એ ઘરે આવ્યા.... Gor Dimpal Manish દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એ ઘરે આવ્યા....

આજ અષાઢી બીજ હતી. કચ્છી નવું વર્ષ. દર વર્ષે કચ્છ માં આ નવા વર્ષે વરસાદ ની આગમનની રાહ જોવાતી અને પ્રાથના કરાતી, પણ આ વર્ષે ચોમાસુ વહેલું શરૂ થઇ ગયો હતો આષાઢી બીજની પહેલા જ કચ્છ ભીંજાઈ ગયો હતો. પણ શાંતા ક્યારથી કોઈક ના આગમન ની રાહ જોઈ રહી હતી. કામ માં ચિત લાગતું નહોતું. મન માં કેટલાય વિચારો વંટોળ ની જેમ ગોલ ગોલ ફરી તેને વિચલિત કરી રહ્યું હતું. શંકા- આશંકા ઓ થી તે વારંવાર દરવાજા તરફ જોતી અને આંખો બંધ કરીને કંઇક મનોમન બોલતી રહેતી.

શાંતા ના એ આવવાના હતા એટલે કે વર્ષો પહેલાં જેના સાથે લગ્નગ્રંથિથી જોડાયાં હતાં તે તેના ભરથાર. કેટલું સુંદર લાગતું આ યુગલ. વિવહિક જીવન ખુશખુશાલ અને જાણે બન્ને એ જોયેલા સપના વાસ્તવિકતા માં પરિણમ્યું હોય તેવુ સુખમય જીવન. પણ કેહવાય છે ને કાળ નો થપાટ ક્યારે લાગે તે જાણી શકાતું નથી.૨૬ જાન્યુઆરી સવારે લગભગ ૮.૪૫ની આસપાસ કચ્છ ની ધરા ધ્રુજી ઉઠી. અચાનક મોટા આચકા થી જરાવાર માં હતું ન હતું બની ગયું. શાંતા નું ઘર ભુજ ની સોની બજાર ની પાસે આવેલો મોટા વડ પાસે હતું . શાંતા ઘરના કામ માં વ્યસ્ત હતી અને તેનો ધણી બજારે શાક લેવા નીકળ્યો હતો.
આમ અચાનક આવતા ભૂકંપ થી ભુજ આખુ જમીનદોસ્ત થઇ ગયો હતો. શાંતા નું ઘર જરાવાર માં તો પત્તા ઓનું ઘર હોય તેમ ખરી પડ્યું અને શાંતા
કાટમાળ નીચે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી હોય તેમ પડી રહી અને તેનો ભરથાર સાંકડી શેરી ની વચ્ચે આવેલા ઊચા મકાન ની દીવાલ તેના પર એવી રીતે પડી કે તે કંઇક વિચારે તે પહેલાં જ તેના કાટમાળ નીચે દટાઈ ગયો. ચારે તરફ રોકકળ વિકરાળ કાટમાળ નીચે દટાઈ ગયેલા કેટલાય લોકો નું આક્રંદ ભુજ ને વધુ ને વધુ ભયાનક બનાવી રહ્યો હતો. શાંતા આખો દિવસ તેના ઘર ના કાટમાળ નીચે દટાઈ રહી સાવ નિરાધાર સતત પીડા માં કણસતી તેના પતિ ની ચિંતા કરતી રહી માંડ સમી સાંજે એક સેવા ની ટુકડી શાંતા ને બચાવવા આવી માંડ માંડ શાંતા ને તે કાટમાળ થી બહાર કાઢવા માં આવી તેનાં કમર ની નીચે નો ભાગ સાવ નિસ્તેજ થઈ ગયું હતું કદાચ તે હવે ભવિષ્ય માં ચાલવા માટે અસમર્થ હોય શરીર ના બીજા અંગો માં પણ ઊંડા ઘા હતા હોસ્પિટલ પહોંચતાં જ પહેલા તે બેહોશ થઇ ગઇ હતી લગભગ બે દિવસ પછી તેને ભાન આવી. તેને કેટલીયે જગ્યા એ તપાસ કરવી પણ તેના પતિ ના હોવા ના ક્યાંય પણ માહિતી ન મળી. બધુંજ લુટાયું હતું. પણ પતિ ની શોધ આજ સુધી કરતી રહી.૨૦ વરસ સુધી ની શોધ આજે પૂરી થવાની હતી. શાંતા ના એ એટલે કે તેના પતિ વિષ્ણુ આજે તેના ઘરે આવવાનો હતો.
કાલે એક સેવાકીય સંસ્થા તરફથી કોઈ ભાઈ શાંતા ને ઘરે સંદેશો લઈ આવ્યા હતા. વિષ્ણુ ભૂકંપ ના દિવસે જ્યાં કાટમાળ નીચે દટાઈ ગયો હતો ત્યાં થી તેને પૂરા બે દિવસે બહાર કાઠવા માં આવ્યું હતું તેના મગજ પર મોટો ધાવ હતો અને કદાચ એટલે જ તે પોતાની યાદશક્તિ ગુમાવી બેઠો હતો. તેને પુના લઈ જવા માં આવ્યું હતું ત્યાં તેની ટ્રીટમેન્ટ થાય પછી ડોક્ટરો એ યાદશક્તિ ક્ષીણ થઈ ગયા ની જાહેર કર્યું હતું. ત્યાંની એક સેવાકીય સંસ્થા એ વિષ્ણુ ને લઇ તેની પૂરી સારવાર કરી હતી. કેટલાય વર્ષો ની જહેમત બાદ વિષ્ણુ ની યાદશક્તિ પાછી આવી હતી. પછી શાંતા ની શોધ ને આમ પૂરા વીસ વર્ષે આજે અષાઢી બીજ ના શુભ દિવસે શાંતા ના પતિ વિષ્ણુ પાછા મળવા ના હતા.
અને આખરે એ ક્ષણ પણ આવી પહોંચ્યો . શાંતા ના એ વિષ્ણુ પાછા ઘરે આવ્યા...

જય શ્રી કૃષ્ણ
(કાલ્પનિક ઘટના)