“બાની”- એક શૂટર
ભાગ : ૯
બાની ઈવાન ગ્રુપ આજે ભેગા થયા હતા. કેમ કે બાનીને એક ઈમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ કરવાનું હતું. આરામથી તેઓ સુટ્ટા મારી શકે એવી એક ફિક્સ જગ્યા રાખી હતી જ્યાં પોલીસની પણ નજર ના પડે એવી ગલીમાં તેઓ સાંજ પડે પછી અંધારામાં મળવાનું પસંદ કરતાં. અને જો પોલીસ આવી ચડે એના માટે પણ બંદોબસ્ત કરી જ રાખ્યું હતું. બધા દોસ્તો ગોળ ટોળું કરીને એક જુના સડી ગયેલા થાંબલાની નીચે બેઠા હતા. જેમાંથી આછા પીળાં રંગનો પ્રકાશ રેલાઈ રહ્યોં હતો.
“સાલ્લા. નમક હરામો. જે થાળીમાં ખાસો એમાં જ કાણું પાડશો. બધા ચુ## નામનાં ફ્રેન્ડો મેં પાળીને રાખ્યાં છે.” બાનીએ ગુસ્સાથી કહ્યું.
મોટાભાગે આખી ટોળકીનો જેટલો પણ ખાવા પીવાનો સિગારેટ દારૂ અને બીજા બધા બંદોબસ્તનો ખર્ચો થતો એ બાની જ ઉઠાવતી હતી.
“એટલે અમે કયા એનિમલ્સ ? ડોગ કેટ કે બીજા કોઈ? અને તને શું એક જ ગાળ આવડે?? બીજી નવી રટાવું??” ક્રિશે મજાક કરતાં પૂછ્યું.
“અરે ભાઈલોગ મજાક છોડો યાર. બાની સચ મેં ટેન્સ મેં જી રહી હેં ?” હનીએ કહ્યું.
“અરે પણ શું થયું છે એ તો તને કહેવાનું નથી. બોલાવ્યાં શું કામ?” ઈવાને પૂછ્યું.
“ઈવાન તું તો ચૂપ જ રહેજે. મારા બાપુને મારા બધા જ કારનામાંની જાણ છે. આય એમ સ્યોર કે આપણા ગ્રુપથી જ કોઈ ખબરીની જેમ માહિતી આપતું હશે.” બાનીએ બધા ફ્રેન્ડોના ચહેરા ભણી શકની નજરે જોતાં કહ્યું.
આટલું સાંભળતા જ બધા જ ફ્રેન્ડો એકમેકને નિહાળવા લાગ્યાં.
“ઓય્ય અમારા પર શક કરવાનું છોડ. તારા બાપુએ જ તારા પાછળ ડિટેક્ટીવ રાખ્યો હશે.” ઈવાને કહ્યું.
“હા તો તારા કે અમારા કારનામાની જાણ આપણા પેરેન્ટ્સઓને થઈ જાય એમાં કઈ મોટી વાત થઈ જવાની છે? આપણે છે આવા તો આવા.” ક્રિશે કીધું.
"નાં યાર ફરક તો પડે. આપણે આ દારૂ સારું સિગારેટ ગાલી ગલોચ ને બીજા પંગા સાથે જો જીવતાં હોય તો આપણા પેરેન્ટ્સઓનું દિલ તો દુઃખવ્યે જ છે ને.. કેટલો વિશ્વાસ છે આપણા મોમ ડેડનો આપણા પર અને આપણે જો શું કરી રહ્યાં છે!!” હનીએ દુઃખી થતાં કહ્યું.
“હની. વધારે સેન્ટી બનવાની જરૂર નથી.” ક્રિશે ઠપકો આપતા કહ્યું.
“અરે યાર તમે બકવાસ બંધ કરો.” એટલું કહીને બાનીએ ઈવાનનાં હાથમાંની સિગારેટ લઈને પોતાનાં હોઠોમાં દબાવી. થોડું વિચાર્યું. પછી ઊંડો કશ લેતાં ધુમાડો હવામાં ઉડાવતાં કહ્યું, “ દોસ્તો. યાર હવે એવું જીવાતું નથી. કંઈ તો કરવું પડશે. આ લાઈફથી કલ્ટી મારીને થોડું સિન્સિયર બનવું પડશે. કશું પણ કરીને દેખાડ્યું નહીં તો ઘરવાળા હાથ ધોઇને મેરેજ માટે પાછળ પડશે શું...!! પડ્યા જ છે.”
“ઓહ્હ વાહ તો કરી લે ને મેરેજ. શાંતિ પછી તો.” ઈવાને કહ્યું.
“અ બે મા@### .” બાનીએ ગાળ આપીને ઇવાનના વાળને બંને હાથે ખેંચતા કહ્યું, “ જસ્ટ શટ યોર માઉન્થ. તારા લીધે બધું થઈ રહ્યું છે. સાલો મારો ઘોર દુશ્મન નીકળ્યો.”
ઇવાનના વાળ ખભે સુધી લાંબા હતાં. ક્યારેક તે સાધુની જેમ ઉપર અંબોડો પણ કરતો. એટલે કે આજના જુવાનીયાઓની વાળની સ્ટાઈલ હતી.
“અરે યાર બાની ગુદગુદી થાય છે યાર.” ઈવાને મસ્તી કરતાં કહ્યું. એનો મતલબ એમ હતો કે વાળ ખેંચાય છે. તે જ સમયે બાનીએ એના છૂટા વાળને છોડ્યા.
“શું થયું છે યાર. ઇવાનને લીધે?” હનીએ પૂછ્યું.
“એ બધું અત્યારે પર્સનલ જ રહે તો સારું. એમ પણ સમય પર બધું જ ખબર પડવાનું છે.” બાનીએ નાકમાંથી ધૂવાડો કાઢતાં કહ્યું. “ હું તમને મેઈન વાત કરું છું.” અને એને સિગારેટનું નાનકડું ઠુંઢૂ ફેંક્યું.
“શું ગૂડન્યુઝ..? અઅઅ..અઅઅ..” ક્રિશે કહ્યું અને બાનીએ ગાળી આપીને એના હાથમાં જે બિયરની બોટલ હતી તે છુટી ફેંકી. બોટલ તૂટી અને કાચના ટુકડા વેરવિખેર થયા. એટલીવારમાં તો ક્રિશ ત્યાંથી ઊઠીને ભાગી છૂટ્યો હતો.
એટલામાં જ ટીપેન્દ્ર આવ્યો.
"સંભાળીને..!!" હનીએ કહ્યું.
"લાગે છે બાની આજ બહુ ગુસ્સામાં છે...!!" ટીપેન્દ્રએ આવતાની સાથે કહ્યું.
"બે તું તો ચૂપ જ રહેજે." ઈવાને કહ્યું. કેમ કે એના એક્સીડેન્ટ વખતે પણ એ ખબર કાઢવા હતો નહીં. છેક આજે દેખાયો. બાનીએ એક વિક પહેલા વોટ્સએપ ગ્રુપ તથા એને પર્સનલી પણ મેસેજ કર્યો હતો. તેથી એ આજે આવ્યો. ગ્રૂપના બધા જ મિત્રો જાણતા હતા કે બાનીનો એ ડાબો હાથ હતો. એટલો પ્રિય બાનીનો ટીપેન્દ્ર હતો.
ટીપેન્દ્ર એક રહસ્યમય આદમી હતો. ક્યારેક ઈવાન બાની ગ્રૂપ પણ સમજી શકતા ન હતા કે સાલો ક્યારે ગાયબ થઈ જાય અને ક્યારે ગ્રુપમાં સામેલ થઈ જાય એની જાણ જ થતી ન હતી...!! એ સાલો રખડવા ક્યાં નીકળી જતો એ જ કોઈને સમજાતું ન હતું. ગ્રુપમાં ટીપેન્દ્ર જ એક એવો વ્યક્તિ હતો જે શરાબ ચીલમ ગાલીગલોચથી દૂર રહેતો. એક નંબરનો સાલો પાક્કો આદમી હતો. દેખાતો તો એવો હતો જાણે આ છોકરાને કોઈ દિવસ ખાવાનું જ મળતું ન હોય...!!
ટીપેન્દ્ર ગ્રુપમાં ટીપીના નામે પણ ઓળખાતો હતો. ટીપીનું ફૂલ ફોર્મ એટલે ટાઈમપાસ. ગ્રૂપમાં બાનીએ એનું નામ રાખ્યું હતું. બાનીનો એ માનીતો ફ્રેન્ડ હતો. માથામાં એટલું બધું તેલ હોય કે એનું કપાળ સુધી આવવું નક્કી જ હોય. વ્યવસ્થિત સેથો કરીને વાળ કરેલા જ હોય. દાંત થોડા બહાર આવવાનાં કારણે એણે તાર બેસાડેલી હતી. એ જયારે પણ ગ્રૂપમાં મળતો એટલે નાંક પર માસ્ક પહેરી જ લેતો. કેમ કે સ્મોકિંગ ઇન્જ્યુર ટુ હેલ્થ. એ એક જ એવો ગ્રૂપમાં ફ્રેન્ડ હતો કે સ્મોક પણ નહીં કરતો અને ના એ એક પણ ગાળ આપતો. શિષ્ટતા એનામાં કુટી કુટીને ભરી હતી. આખા ગ્રૂપમાં જો મજાક ઉડાવવાનું આવે તો ટીપેન્દ્ર બાકાત રહેતો નહીં.
"એ સાધુ..!! કંઈ ગુફામાં જઈને તપ કરીને આવ્યો તૂં...??" બાનીએ ગુસ્સાથી કહ્યું," આ ગ્રૂપના પણ કોઈ રૂલ્સ રેગ્યુલેશન છે સમજ્યો કે. આ ટોળકી મળતી હોય ત્યારે તને આવવા નથી થતું?? જ્યારે મન હોય ત્યારે ક્યારે પણ ટપકી પડે...!! અરે તું રહસ્યની જેમ નહિ રહે. અમે કોઈ રહસ્યમય ગાથા નથી કરવા બેઠા. તારે પણ અમારી જેમ ભળવાનું રહે કે નહીં ગ્રૂપમાં..??" બાનીએ ટીપેન્દ્રને ઝાળી નાખ્યો. અને એ હંમેશની જેમ ચહેરા પર સ્માઈલ લાવતો.
"અબ ખડા ક્યુ હૈ? બૈઠના..!!" બાનીએ એના પટલુનને ખેંચતા નીચે બેસાડ્યો અને એ ધપ દઈને બેસી ગયો. તે સાથે જ બધા ફ્રેન્ડ હસ્યાં. એ પણ હસ્યો. ત્યાં સુધી ક્રિશ પણ રમતો ટીખળ કરતો પાછો ટોળકીમાં બેસી ગયો અને એને ઈવાન પાસેથી ચીલમ લઈને મોઢામાં મૂકીને એક ઊંડો કશ લીધો.
"અરે ટીપેન્દ્ર કંઈ બુક લખી??" રહેમાન ક્યારનો ચૂપ બેઠો હતો એને પૂછી પાડ્યું.
"બુક વાંચી નહિ. ફક્ત લખી છે." ટીપેન્દ્રએ શાંતિથી ઉત્તર આપ્યો. ગ્રુપની જ્યાં ત્યાંની વાત શુરું થઈ ગઈ. અને બાની પોતાની વાત કરવાની ભુલી ગઈ.
"લે ..." બાનીએ હંમેશની જેમ ચીલમ સામે ધરતાં ટીપેન્દ્રને પૂછ્યું. અને ટીપેન્દ્રએ હંમેશની જેમ સાહજિક ભાવે 'ના' માં ડોકું ધુણાવ્યું.
"ટીપેન્દ્ર , તને લખવાનો વાંચવાનો એટલો બધો શોખ તો છે પણ એ બુકને તું ક્યાં પણ પબ્લીશ કરતો નથી ?? કારણ શું છે?" ઈવાને પૂછ્યું.
ટીપેન્દ્રએ જવાબ આપવા પહેલા પોતાના ચશ્માં ઠીક કર્યા," મને હજું એવું લાગ્યું જ નથી કે મેં જે લખ્યું છે એ બધું પબ્લીશ કરવા માટે યોગ્ય છે..!!"
ટીપેન્દ્ર સાલો એટલું બધું વાંચતો કે એનું દિમાગ પણ અલગ અલગ જ્ઞાનથી ભરાઈ ગયું હતું.
"તો એ બધું એમ જ પડી રહેશે?" હનીએ પૂછ્યું.
"લાગે છે એ એડિસનની જેમ કોઈ શોધખોળ કરી રહ્યો છે...!!" રહેમાને કહ્યું.
"કોઈ આવિષ્કાર કરવાની તો તૈયારી નથી કરતો ને?? કોઈ રિવોલ્યુશન લાવવાનો છે કે??" રહેમાને પૂછ્યું અને બધા હસ્યાં..!!
ટીપેન્દ્ર પછી ગ્રુપમાં હોશિયાર બીજો નંબર ભણેશ્રીમાં રહેમાનનો આવતો એટલે જ એ એવા સવાલો પૂછીને ટીપેન્દ્રનું માથું ખાઈ રહ્યો હતો. પણ બીજા બધા ફ્રેન્ડો બોર થઈ રહ્યા હતાં. રહેમાન અને ટીપેન્દ્ર સિવાય બીજા બધા ફ્રેન્ડોને દુનિયાદારીથી કંઈ જ લેવું દેવું ન હતું.
"અબે તમારું બંધ કરશો..?? સાલાઓ ..!! મેં મારી વાત કરવા ટોળકી ભેગી કરી. અને તમે....!!" બાનીએ બધાને શાંત કરતા કહ્યું. બધા ફ્રેન્ડો ચૂપ થયા.
“બે વર્ષ માટે એબ્રોડ જઈ રહી છું. ક્યાં જવાનું છે એ નક્કી નથી કર્યું. મે બી ફાઈ યર્સ પણ લાગે. આ વર્ષની એન્ડીંગ સુધી જવાનું વિચાર્યું છે.” બાનીએ ફટથી કહ્યું.
પરંતુ એણે ક્યાં ખબર હતી કે એની લાઈફમાં કેટલી મોટી ત્યાર બાદ સુનામી આવાની છે...!!
“ઓય્ય હોય્ય!! કેમ મેડમ આમ અચાનક ? તારો ફ્યુચર પ્લાન અત્યારે શેર કરે છે?” ઈવાને પૂછ્યું.
“જો યારો ડેસ્ટીનીટી ક્યાં લઈ જવાની છે આપણાને એ ખબર નથી. સો લાઈફની એવી વાટ લગાવીને એન્જોય કરો કે પછી અફસોસ ના થાય.” હોઠ દબાવીને બાનીએ જમણા હાથની મુઠી વાળીને ઈશારો કરતાં કહ્યું.
“અચ્છા તો અમે આજે એટલે ઝક મારવા ભેગા થયા છે.” ક્રિશ બોલી ઉઠ્યો.
“બે તું ચૂપ મર.” બાનીએ કંટાળીને કહ્યું.
“બાની મને પણ તેં હમણાં બતાવ્યું? આઈ એમ યોર ફેવીરિટ ગાઈ.” માસ્ક પહેરીને ક્યારનો ચૂપ બેઠેલો ટીપી પોતાના ચશ્માં સરખા કરતા કહ્યું.
“અબે જોકર અને અમે શું છે?” ક્રિશે ટીપીના માથામાં ટપલી મારતાં પૂછ્યું.
“લિસન યાર. મેં મારું કહી દીધું. બસ ટચમાં રહેજો બધા.” થોડી ઈમોશનલ થતાં બાનીએ કહ્યું.
“તો ચાલ પાર્ટી આપી દે હવે.” ક્રિશે કહ્યું. પણ બધા જ ફ્રેન્ડ બાનીનું સાંભળીને લાગણીવશ થઈ ગયા હતાં.
“ઓકે ડન." બાનીએ કહ્યું ત્યાં જ એક હવાલદાર ભાગતો આવ્યો. "પોલીસ.. પોલીસ જીપ આવે છે." આંખના પલકવારમાં જ બાની ઈવાન ટોળકી નાસીપાસ થઈને ભાગી છૂટી.
(ક્રમશઃ)
(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)