Jokar - 36 PDF free in ક્લાસિક નવલકથાઓ in Gujarati

જોકર – સ્ટૉરી એક લુઝરની – 36

જોકર – સ્ટૉરી એક લુઝરની
ભાગ – 36
લેખક – મેર મેહુલ
બી.સી.પટેલનાં લેપટોપમાંથી મળેલી માહિતી ખતરનાક હતી.મને લાગ્યું અમારી કોલેજમાં જ આવું થાય છે પણ માહિતીનું વિશ્લેષણ કર્યું ત્યારે મને ખબર પડી કે અમારી કૉલેજ તો માત્ર એક બ્રાન્ચ હતી.આવી તો સુરતમાં ઘણીબધી બ્રાન્ચો હતી.
એવી જ એક બ્રાન્ચ એટલે વિજય પેલેસ હોટેલ,મેં હોટેલ વિજય પેલેસમાં જઈને એક ખેલ ખેલ્યો હતો.હું એમાં સફળ પણ થયો હતો.હોટેલમાં મળેલી સ્નેહલને હું હાલ મળવા જઈ રહ્યો હતો.
વૉક-વે મૉલ પાસે પહોંચી મેં સ્નેહલને કૉલ કર્યો.દસ મિનિટ પછી એ મારી પાસે આવી.તેને કમ્ફર્ટઝોનમાં લેવા હું તેને બાજુના કેફેમાં લઈ ગયો.
“તમે એ મૉલમાં જોબ કરે છે?”મેં તેનાં માટે ખુરશી ખેંચીને બેસવાનો ઈશારો કરતાં પૂછ્યું.તેણે હકારમાં માથું ધુણાવ્યું.
“મારું નામ તો મેં કાલે જ કહ્યું હતું”મેં કહ્યું, “તને મળવા પાછળનું કારણ હું તને જાણવું એ પહેલાં હું તને જે જે પ્રશ્ન પૂછું તેનાં બેજીજક સાચા જવાબ આપજે.હું તારો હિતેચ્છુ છું એ વિશ્વાસ તો તને કાલે આવી જ ગયો હશે.કારણ વિના હું કોઈને મળવા આટલાં રૂપિયા ના ખરચુ”
તેણે ફરી હકારમાં માથું ધુણાવ્યું.
“તને બ્લેકમેઇલ કરવામાં આવે છે એ મને ખબર છે”મેં કહ્યું, “કોણ છે એ વ્યક્તિ?”
“મૉલનો માલિક, હિરેન ચોવટિયા”સ્નેહલે કહ્યું.
“કેવી રીતે?”મેં પૂછ્યું, “મતલબ તને બ્લેકમેઇલ કરવા એ ક્યાં હથિયારનો ઉપયોગ કારે છે?”
“છ મહિના પહેલાં મૉલમાં કામ કરતાં લોકોની મિટિંગ તેનાં ફાર્મહાઉસ પર રાખી હતી.મિટિંગમાં ત્રણ ગર્લ્સને પ્રમોશન આપી જુદાં જુદાં ડિપાર્ટમેન્ટની સેલ્સ મેનેજર બનાવવામાં આવી હતી.જેમાંની એક હું પણ હતી.મિટિંગ પુરી થઈ એટલે એમને જરૂરી ડોક્યુમેન્ટ પર સાઈન કરવા માટે રોકવામાં આવી.તેઓ વારાફરતી અમે જુદાં જુદાં રૂમમાં લઈ ગયાં.ત્યાં અમારી સાથે બળાત્કાર કરવામાં આવ્યો અને તેનો વીડિયો બનાવી અમને બ્લેકમેઇલ કરવામાં આવી.
થોડાં દિવસ પછી મને એક મૅસેજ મળ્યો.મારે કોઈ બિઝનેસમેનની ઓફિસે જવાનું હતું.જો હું ના ગઈ તો મારો વીડિયો વાઇરલ કરી દેશે એવી ધમકી આપવામાં આવી.વીડિયો વાયરલ થવાના ડરથી હું ચાલી ગઈ.ત્યાં પણ મારાં શરીરને રોળવામાં આવ્યું.પછી આ કામ કાયમી થઈ ગયું.મને મૅસેજ મળે એટલે મારે કોઈ પ્રશ્ન પૂછ્યા વિના ત્યાં પહોંચી જવાનું.”
સ્નેહલે વાત પૂરી કરી ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયાં હતાં.હું તેનું દુઃખ સમજી શકતો હતો.
“તું કોઈને મદદ પણ લઈ શકી હોત”મેં કહ્યું, “તારી ભૂલ નહોતી તો તારે ડરવાની જરૂર નહોતી”
“ઈજ્જત એ અમારું આભૂષણ છે.બાકી બધા આભૂષણો વગર કદાચ અમે કોઈપણ પરિસ્થિતિમાં ચલાવી લઈએ પણ ઈજ્જત તો અમારી કપરી કઠિન કોઈ
પણ પરિસ્થિતિમાં પણ જરૂરી હોય છે.સ્ત્રી ગરીબ હોય કે અમીર, નાની હોય કે મોટી, પરણિત હોય કે અપરણિત, નોકરિયાત હોય કે ઘર સાચવનાર કે પછી મજૂરીયાત હોય તો પણ ઇજજત એક એવું ઘરેણું છે જે બધાને માટે સમાન કિંમતી હોય છે. જ્યારે અમારી ઈજ્જત પૂરાં સમાજમાં રોળાય છે.ત્યારે અમને વૈશ્યા,કુલ્ટા,ગણિકા,રાંડ જેવા નામોથી બદનામ કરવામાં આવે છે.
અને હું કોની મદદ લેતી?,હું ખુદ પોલીસ અધિકારીઓ નીચે સૂતી છું.રક્ષક જ ભક્ષક બને ત્યારે કોણ બચાવે તમને?
સ્નેહલની વાત પણ સાચી હતી.તે કોઈ પાસે શું કહીને મદદ માંગેત?,આમ પણ કદાચ તેણે કોઈ પાસેથી મદદ લીધી હોત તો પણ મૉલનો માલિક રૂપિયાનાં જોરે પોતાને બચાવી લેત અને છોકરીઓનું સાચું ઘરેણું તો તેની ઈજ્જત જ હોય છે.એ રોળાય જાય પછી સમાજનો સામનો કેવી રીતે કરે?
“હવે મારી વાત સાંભળ”મેં કહ્યું, “તું આવી એક જ છોકરી નથી બેન,તારી જેવી કેટલીય છોકરીઓ આવી રીતે હવસનો શિકાર થઈ છે.મારાં હાથમાં એવી માહિતી લાગી છે જે તમને સૌને બચાવી શકશે.હું ખાતરી આપું છું,આમાં તારું નામ ક્યાંય નહીં આવે.બસ તારે મારી મદદ કરવાની છે”
“તમે કાલે જે કર્યું હતું ત્યારથી મને તમારાં પર વિશ્વાસ આવી ગયો છે. તમે એ લોકો જેવા નથી.હું તમે કહેશો એ કરવા તૈયાર છું”સ્નેહલે ભાવુક થતાં કહ્યું.
“આ સમય ઇમોશન થવાનો નથી.ચતુરાઈથી કામ લેવાનો છે”મેં કહ્યું, “હવે પછી તારે આવો મૅસેજ આવે એટલે પહેલાં મને કૉલ કરજે”
સ્નેહલ રડવા લાગી.તેણે રડતાં રડતાં કહ્યું, “તમે કોણ છો ભાઈ?,અમારાં માટે કેમ આટલું બધું વિચારો છો?”
સ્નેહલની વાત સાંભળી મારી આંખો પણ ભીંની થઈ ગઈ.મેં મહામહેનતે રડવા પર કાબુ મેળવી કહ્યું, “તારો નાનો ભાઈ જ સમજી લે”
***
હું જોબ પર હતો.જોબ પર જવાની મારી જરા પણ ઈચ્છા નહોતી.સ્નેહલને મળીને મારે સીધું નિધીને મળવા જવાનું હતું. કમનસીબે આજે ઑફિસમાં કામ વધુ એટલે ઈચ્છા ન હોવા છતાં ત્રણ કલાક માટે મારે ઑફિસ આવવું પડ્યું હતું.આઠ-દિવસ પછી મેં જોબ છોડવાનું નક્કી કરી લીધું હતું.કામ કરતાં કરતાં પણ મારું મગજ નિધિ તરફ જ હતું. નિધીને નહોતી મળ્યો તેને એક દિવસ થઈ ગયો હતો.
અમે બંને મળ્યા પછી આટલો સમય અમે બંને એકબીજાથી દૂર નહોતાં રહ્યા.મારે નિધીને મળવું હતું.તેને બધી વાતો કહેવી હતી.તેને ગળે લગાવી તેનો આભાર માનવો હતો.તેણે જ મને આ કામ કરવા પ્રેર્યો હતો.નિધિ અત્યારે શું હાલતમાં હશે એ વિચારી મને ચિંતા થતી હતી.તેનાં પપ્પા તેના પર ઝુલ્મ તો નહીં કરતાં હોય ને!
ઑફિસેથી છૂટી હું સીધો નિધિના ઘરે જવાનો હતો.હજી હું ઑફિસેથી છૂટું એ પહેલાં મારાં બાપુનો કૉલ આવ્યો.કામમાંથી બ્રેક લઈ હું બાપુ સાથે વાત કરવા બહાર આવ્યો.તેઓ કોઈ દિવસ મને આ સમયે ફોન ના કરતા.તેઓને ખબર હતી,હું આ સમયે જોબ પર હોઉં છું.
“બોલો બાપુ”મેં ફોન રિસીવ કરીને કહ્યું.
“કેમ છે મારો દીકરો?”બાપુએ એટલાં ભાવ ભરેલાં અવાજમાં કહ્યું હતું,મન કરતું હતું બધું છોડીને થોડાં દિવસ તેઓની પાસે ચાલ્યો જાઉં.
“બસ બાપુ જોબ પર હતો”મેં કહ્યું, “બડી મજામાં છે ને?”
“તારી યાદ આવતી હતી બેટા”બાપુ રડવા લાગ્યા હતા.મેં કોઈ દિવસ તેઓને આટલાં ભાવુક થતાં નહોતાં જોયા.મને ફાળ પડી.
“શું થયું બાપુ?”કેમ રડો છો?”મેં પૂછ્યું. મારો અવાજ પણ ગળગળો થઈ ગયો હતો.
“કંઇ નહિ બેટા, તું ભણીને મોટો માણસ થજે.તારાં બાપુનું નામ રોશન કરજે”તેઓએ કહ્યું.
“તમે આવી વાતો કેમ કરો છો બાપુ?”મારાં આસુંઓનો બંધ પણ છૂટી ગયો, “તમે કહેતાં હો તો હું આજે રાતે જ ત્યાં આવવા બેસી જાઉં”
“ના કોઈ જરૂર નથી”બાપુએ કહ્યું, “કહ્યુંને તારી યાદ આવતી હતી એટલે ફોન કર્યો હતો”
મેં કોઈ જવાબ ના આપ્યો. મારી પાસે કોઈ જવાબ જ નહોતો.
“સારું હું ફોન રાખું છું, તું કામ કર તારું”બાપુએ કહ્યું.
“ઠીક છે બાપુ”મેં કહ્યું અને ફોન કટ કરી દીધો.
મારાં માથે એક સાથે મુસીબતોનો પહાડ તૂટ્યો હતો.નિધિ સાથે મારી વાત નહોતી થતી, બી.સી. પટેલને મારી જિંદગી બદલાય ગઈ હતી અને હવે બાપુ આવી વાતો કરી રહ્યા હતાં. શું કરવું એ મને સમજાતું નહોતું.નિધીને મળવા જવું,મેં આદરેલાં મિશનને આગળ વધારવું કે પછી ગામડે બા-બાપુને મળવા જવું.
હું નિર્ણય કરવામાં અસમર્થ હતો.મારે અત્યારે નિધિની સખત જરૂર હતી ત્યારે એ મારી સાથે નહોતી.મેં નક્કી કર્યું.અત્યારે જ નિધિના ઘરે જઈ તેની સાથે વાત કરવી અને સાંજે બસમાં બેસી ગામડે રવાના થવું.
ઑફિસે કહ્યા વિના હું નિધિના ઘર તરફ નીકળી ગયો.શું વાત કરવી,કેમ વાત કરવી એ મેં કઈ નહોતું વિચાર્યું.મારે બસ એકવાર નિધીને સહી સલામત જોવી હતી.હું કાપોદરા વિસ્તારમાં પહોંચ્યો ત્યાં મારો ફોન રણક્યો.ફરી બાપુનો ફોન હતો.બાઇક સાઈડમાં ઉભી રાખી મેં ફોન રિસીવ કર્યો.
“હા બોલો બાપુ”મેં કહ્યું.
“જૈનીત…જૈનીત..”ફોન પર મહેશકાકા હતા, “જૈનીત.. તારાં બાપુએ આત્મહત્યા કરી લીધી છે”
“શું?”મેં રાડ પાડી.મારું મગજ સુન્ન પડી ગયું હતું.
“હા,તમારાં ખેતરના કૂવામાં એ કૂદકો મારી ગયો છે”કાકાએ કહ્યું.મારાં હાથમાંથી મોબાઈલ પડી ગયો.મને ચક્કર આવતાં હતાં.હું બાઇક પરથી નીચે પટકાયો અને બેભાન થઈ ગયો.
(ક્રમશઃ)
જૈનીત સાથે શું થઈ રહ્યું હતું?,જૈનીત બીજા વિશે જેટલું સારું વિચારતો હતો એટલું જ તેની સાથે ખરાબ થઈ રહ્યું હતું. જૈનીતના બાપુએ ક્યાં કારણથી આપઘાત કર્યો હશે?
સ્ટોરી કેવી લાગી એ જરૂર જણાવજો.કોઈ પણ જગ્યાએ ભૂલ હોય અથવા સ્ટૉરીની પકડ ઢીલી પડતી હોય તો પણ જણાવશો.મારી અન્ય સ્ટૉરી પ્રોફાઈલમાં છે જ.એ પણ જરૂર વાંચશો.અને આખરે વાંચતા રહો, જોકર – સ્ટૉરી એક લુઝરની.
-મેર મેહુલ
Contact - 9624755226

રેટ કરો અને રિવ્યુ આપો

Dhaval  Patel

Dhaval Patel 2 વર્ષ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

Pragnesh Desai

Pragnesh Desai 3 વર્ષ પહેલા

Shantilal Thakor

Shantilal Thakor 3 વર્ષ પહેલા

maheshjoshi99131

maheshjoshi99131 3 વર્ષ પહેલા

શેયર કરો

NEW REALESED