Premthi prem sudhi - 7 books and stories free download online pdf in Gujarati

પ્રેમથી પ્રેમ સુધી - પ્રકરણ-૭

પ્રકરણ-૭
દિવસ વીતી ગયા, રાત વીતી ગઈ.. બાગમાં વાવેલા ફૂલ છોડ મોટા થઈ ગયા.
"દિવાળી ગઈ હવે ઉત્તરાયણ આવશે ને પછી હોળી.." હોળી શબ્દ બોલતા શબ્દો ઢળવા લાગ્યા..
"હા, હવે ઉત્તરાયણની ક્યાં વાર છે.. કાલ જ છે" જયેશભાઈ હસતા હસતા બોલ્યા..
"હું મારા હાથથી સ્વાદિષ્ટ ઊંધિયું બનાવીને જમાડીશ, ને પછી હું ફીરકી પકડીશને તમે પતંગ ચાગવજો.." ક્યાંક ક્યાંક ઊડતી પતંગને જોતા સરિતાબેન બોલ્યા.
હવે તો મોડે સુધી સુવાની ટેવ પડી ગઈ હતી.. રોજ પહેલા સરિતાબેન જાગી જતા અને જયેશભાઈને પ્રેમથી જગાડતા. લગ્ન કરીને આવ્યા પછી નવવધુ ને જેમ ઘરના લોકો સાચવે તેમ જયેશભાઈ સરિતાબેનને સાચવતાં..
આજ પણ વહેલા જાગ્યા, ને જયેશભાઈ ને જગાડ્યા. ચાલો જાગો બધા પતંગ ચગાવવા પણ લાગ્યા છે. જયેશભાઈ સુખભરી જિંદગી માંથી આળોટીને આળસ મરડી જાગ્યા..
બંને પતિ પત્ની અગાશી પર ગયા. આજુબાજુની અગાશી માંથી બધા તાકીતાકીને જોતા હતા. જયેશભાઈએ પતંગ ચડાવ્યોને પાછળ સરિતાબેન ફીરકી પકડીને ઉભા હતા. સપનાની લિસ્ટમાં આ પણ એક સપનું બાકી હતું જે આજ પૂરું કરી લીધું. બંને હેતથી પતંગ ચગાવતા..
જયેશની આંગળીમાં થોડી પણ દોરી ઘસાય તો પહેલા સરિતાના મુખ માંથી વેદનાનો રણકો નીકળી પડતો.
જિંદગીમાં ફરી પતંગની દોરી છોડવાનો પ્રસંગ આવ્યો હતો. આ વખતે પણ ઉંમરનું ભાન ભૂલી ગયા હતા.
હોંશે હોંશે બપોર થઈ ત્યાં સુધી પતંગ ચગાવ્યા ને ઘણાના પેચ કાપ્યા પણ ખરા, સરિતાબેનની જેમ. નીચે આવીને સરિતાબેન ઝટપટ ઊંધિયું બનાવી દીધું, બંનેએ પ્રણયમાં ઓતપ્રોત થતા હોય તેવી રીતે બંને જમ્યા..
એક સપનાને ઉજાગર કરતો દિવસ પૂરો થયો. આખો દિવસ અગાશી પર રહ્યા છતાં થાક નહોતો લાગ્યો. હજી તો જીવવાનું શરૂ કર્યું હતું.. તો કશું કહેવાનું જ ના આવે.
એક તહેવાર પૂરો થયો.. સાથે રહેવાનું.. જમવાનું.. ને સુઈ જવાનું વચ્ચે વચ્ચે હેતલના ફોન આવતા. દર મહિને કાફે માંથી મેનેજર હિસાબ આપી જતો.. બધું ચક્ર ચાલતું હતું કોઈ જ રુકાવટ વગર..
* * *
"દિવસોને જતા ક્યાં કશી વાર લાગે છે. જયેશ.. એક દિવસ ખબર તમે મને પત્રમાં લખ્યું હતું કે આવતા વખતની હોળી સાથે ઉજવીશું ને સાથે રંગથી રમીશું. પણ એ દિવસ આવ્યો જ નહીં એ પહેલાં તો આપણે છુટા પડી ગયા હતા.." સરિતાબેન જયેશભાઈના ઉડતા કાળા વાળને જોતા બોલી રહ્યા હતા.
"તો કાલે પણ આપણે રંગોથી રમીશું... એકબીજાના ગુલાલ થતા થતા આપણે એકબીજાને ગુલાલ લગાવીશું" શબ્દોમાં પ્રેમભર્યો રંગ હતો.
આજ પહેલીવાર સરિતાબેન ના ચેહર પર સહેજ આનંદની ઓછપ હતી. તે ઓછપ જયેશભાઈ પરખી ગયા.
"કેમ મારા રંગોથી ડર લાગે છે તને.."
સરિતાબેનએ ઊંચું જોયું..
"ના પ્રેમના રંગથી શેનો ડર"
એકાએક ચેહરા પરથી ઉડી ગયા પંખી..
બીજા દિવસે સવારે હાથમાં ગુલાલ લઈ સરિતાબેન, જયેશભાઈને રંગવા આવ્યા. રંગોથી ગાલ રંગીને જગાડ્યા. જગાડીને તરત બંનેએ એકબીજાને પ્રેમનો રંગ લગાવ્યો. એટલા રંગાય ગયા કે ચેહરાના ઓળખી શકાય પણ આ બંને તો ભીતરથી પ્રેમ કરતા હતા. કેમ ન ઓળખી શકે... રંગો ભરી ધુળેટી રમી લીધા પછી બપોરનું નિરાંતનું ભોજન જમીને બેઠા..
* *
"તમને ખબર છે પ્રેમથી પ્રેમ સુધીનું અંતર" સરિતાબેનએ ઉડતો સવાલ પૂછ્યો.
"ના..."
"સમજાય જશે" શબ્દોમાં અલગજ ખાલીપો હતો..
"હવે સુઈ જવું જોઈએ.." પ્રેમભર્યા અંદાજમા જયેશભાઈ બોલ્યા..
સરિતાબેન જયેશભાઈને વળગી ગયા. હોઠમાં હોઠ ડાબી દીધા.. આજ તો ઉઝરડા પણ પાડી દીધા... વ્હાલ અને પ્રેમનો એવો દરિયો એકબીજામાં ઠલવાઇ ગયો કે આજ જિંદગીની આખરી રાત હોય. પછીથી કદી મળવાનું જ ના હોય તેવી રીતે પ્રેમ કર્યો..
બંનેના ચેહરા પર આછો આછો લાલ રંગ દેખાતો હતો. અંધારાને કારણે તેમાં કાળાશ ભળતી જતી હતી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED