પ્રેમથી પ્રેમ સુધી - પ્રકરણ-૨ Chirag B Devganiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમથી પ્રેમ સુધી - પ્રકરણ-૨

પ્રકરણ-૨
તમારી તસવીર નથી પણ તમને દિલથી એક દિવસ પણ જોયા વગર સૂરજ આથમવા દીધો નથી. અભયની બાહોમાં હોવ તો પણ તમારો જ એહસાસ મનમાં ભમતો હોય છે. તમને છોડ્યા પછી તમારી હાલતનો વિચાર જ મને હલબલાવી મુકતો હતો. સરિતાબેન જંખવાય થતા બધી કહાની કહેતા હતા.
જયેશભાઈ ચુપચાપ તેને જોઈ રહ્યા હતા. સંધ્યા ખીલી હતી તેના કિરણો બંનેના અસ્તિત્વ પર પડતા હતા. જયેશભાઈ આવો તેજસ્વી મોકો સરિતાને સ્પર્શવાનો મૂકે ખરા. સરિતાનો હાથ જયેશના હાથમાં હતો. સરિતા જયેશના હાથને પસવારતી હતી. જિંદગીનો ગ્રાફ ફરી પાછો ઉપર ચડી ગયો હતો.
"આટલા વર્ષ કોઈ પત્ર નહીં, ફોન નહીં, કોઈ જ કોનેક્ટ નહીં" પ્રેમથી ગુસ્સો કરતા પૂછ્યું.
મારા મનને કેમ કાબુ કર્યું એ મને જ ખબર છે, પપ્પાએ પોતાની મનમરજીથી મને પરણાવી દીધી અભય સાથે. પણ અંદર આગ લાગી હતી જો તમને મળવા આવતે તો પાછી ના જઈ શકી હોત. મને તેની માયા લાગે તેવા એક પણ દ્રશ્યનું સર્જન થયું નહીં. અમારે એક પણ બાળક નહોતું. છતાં માર પિતાની લાજ સાચવવા મેં હરફ સુધ્ધા આવવા દીધો નથી તેને કે મારા મનમાં બીજા કોઈની છબી હજી જીવે છે.
તે મને ખૂબ સાચવતો, છતાં ક્યારેક મને પણ એમ જ થતું કે હું તેની સાથે પણ દગો જ કરું છું. બે દિવસ પહેલા એક અટક આવ્યું. ને જિંદગીનું છલ્લા શ્વાસને ગળે વળગાવી દીધો. તેની ચિતાને આગ લગાવી..
તમારું સરનામું, તમારો નંબર બધી જ મને ખબર હતી. હું હેતલને પણ ઘણી વાર મળી છું. તેને અને તેના બાળકને મારું પોતાનું બાળક હોય તેમ ખબર વગર વ્હાલ પણ કર્યો છે. અભયના ઘરમાં કોઈ હતું જ નહીં કે હું તેનું સાથે જીવું.
જયેશ બધું સાંભળી રહ્યો હતો. જિંદગીમાં બધા દિવસો ફરી તાજા થયા. શું કરવું એ સમજની બહાર હતું. જોવામાં અને વાતો કરવામાં સૂરજ આથમી ગયો હતો. જયેશની નજર તો સરિતા તરફથી વેગળી જ નહોતી થતી.
"મનીષાનું શું થયું" સરિતા હકીકત જાણતી છતાં સવાલ કર્યો.
જયેશ સાચવેલો કાગળ લેવા ઉભો થયો. સરિતાના હાથમાં સાચવેલો હાથ ખેંચાયો એટલે બંનેએ સામ સામે નર્યા ગુલાબ જેવું હસ્યા. બંને સાથે ઉભા થયા.
એક બુકમાંથી સળ પાડીને જૂનો પીળો પડી ગયેલો કાગળ રાખ્યો હતો તે સરિતાના હાથમાં આપ્યો.
પ્રિય જયેશ..
મને ખબર નથી કે હું શું કરવા જઈ રહી છું, પણ જે કરવા જઈ રહી છું. તે સારા માટે કરી રહી છું. જિંદગીની ફરી શરુઆત કરો તો પણ હેતલને એકલી મુકતા નહીં. હું મરીને છતાં પણ તમારી આસપાસ છું.
"કાગળમાં કોઈ કારણ નથી લખ્યું" સરિતા જાણી જોઈ આ સવાલ કર્યો.
"મેં બહુ જવાબ શોધવાની બહુ ટ્રાય કરી પણ બધી વખતે હું નિષ્ફળ ગયો છું, સમજાતું નથી કે અચાનક કેમ મૂકી ને.." સરિતા સાથે હતી છતાં. ક્યાંક ક્યાંક દિલમાં હજી મનીષા હતી. એક દિલના બે બે અરમાન હતા. પણ હવે તો એક જ રહ્યું સહ્યું હતું ને.
સરિતાએ વાત કાપી નાખી. ચાલ જયેશ આજ હું તને જમવાનું બનાવી આપું.
"જ્યાં સ્ત્રી હોય ત્યાં રસોડું હોય, સ્ત્રી હોય ત્યાં એક અજવાસ હોય, સ્ત્રી હોય ત્યાં મીઠો કોલાહલ હોય, સ્ત્રી હોય ત્યાં અંધારામાં પણ અંજવાળું હોય. એક દાયકો ઓળગી ગયું છે આ ઘર. વઘારનો અવાજ સાંભળ્યો નથી કે નથી સુંઘી ધુમાડાની સુવાસ." જયેશભાઈના અવાજમાં આટલી વયે પણ સાથે એક સ્ત્રીનો ખાલીપો વર્તાતો હતો.
સમય થયો એટલે ટિફિન આવી ગયું. પહેલાથી જાણ કરી દીધી હતી કે બે વ્યક્તિનું ટિફિન મોકલી આપવાનું. એટલે બંનેએ વર્ષો પછી એક બીજાને મુખમાં આપીને જમ્યા.
હવે તો લગ્ન વિના જ સરિતા જયેશની પત્ની બની રહેવાની હતી. સરિતા અહીં આવી તે જાણ કોઈ વ્યક્તિ ને નહોતી. હજી હેતલને પણ કહ્યું નહોતું.
જમ્યા પછી એક માળના બંગલામાં પહલા માળે બંને ઉભા. ચાંદ તારા ને જોતા બંને વાતો કરતા હતા. એક બીજા ના અંગો સ્પર્શ કરતા હતા. આટલા વર્ષ અલગ રહ્યા હતા. હવે રહી શકાતું નહોતું.
જયેશભાઈને અજીબ લાગ્યું હતું કે આજ અચાનક સરિતા અહીં આવી. અભયના મરણને બે જ દિવસ થયા છે.. ઘણા સવાલો હતો. પણ કોઈક વાર ઘણા સવાલોના કોઈ જ જવાબ હોતા નથી. સરિતા પાછી આવી ગઈ એ જ મહત્વનું છે. બીજું કશું વિચારવું જ નકામું..
"ચાલો હવે સૂવું નથી." બહુ માદક સ્વરે સરિતા બોલી.
હજી એ જ સાડી પહેરી હતી. બંનેએ એકબીજાનો હાથ પકડીને રૂમમાં ગયા. જતા જ જયેશએ સરિતાને બાહુપાશમાં જકડી લીધી, સરિતાએ પણ જયેશને બાથ ભરી લીધી. આંખ અને આંસુ બંને વયની રેખા ભૂલી ગયા હતા. દસ મિનિટ સુધી એકબીજામાં સમાય ગયા.
જયેશએ સરિતાના હોઠ પર હોઠ ધરી દીધા, સરિતા શરમાય ગઈ. "શું કરો છો."
સરિતા બંધ હોઠ માંથી બોલી.
મારી પ્રેમિકાને પ્રેમ. અવિરત પ્રેમ શરૂ રહ્યુ મુખ માંથી પ્રેમનું ઝરણું વહ્યા કરે. આજની રાત કદાચ દામ્પત્યજીવનની પહેલીરાત હતી. બંનેએ મર્યાદા છેડે મૂકીને ભરપૂર માણી. ફરી એકબીજાને બાથમાં ભરી બંનેએ ધીમે ધીમે વર્ષો પછી આંખ મીંચી.
ફક્ત સુઈ ગયા હતા.. ઊંઘ નહોતી આવી બંનેને. બધુ જ સપના જેવું લાગતું હતું, જયેશભાઇની નજર સ્મિતભર્યા ફોટા પર સુખડનો હાર લગાવેલ મનીષાના ફોટાને જોઈ રહી હતી.