પ્રેમથી પ્રેમ સુધી - પ્રકરણ-૬ Chirag B Devganiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમથી પ્રેમ સુધી - પ્રકરણ-૬

પ્રકરણ-૬
રાત માથે ચડી હતી, અર્ધી રાતે બહારથી તમરાંનો તમ.. તમ.. અવાજ આવતો હતો..ને આંખ સામે મનીષાની છબી ફરતી હતી. જયેશ તો પોતાના મુલાયમને અંગો સ્પર્શતા સુઈ ગયા હતા. પણ સરિતાની આંખ લાગી નહોતી. સરિતાની આંગળીઓ જયેશના વાળમાં ધીમી ફરતી હતી. ફુરસદની વેળાએ પોતાની પ્રેમ કહાની ડાયરીમાં લખેલી હતી. તેમાંથી લેખલું પ્રકરણ તાજું થયું, પહેલી વાર આ ઘરમાં આંખમાં આંસુ પડ્યા હતા..
* * * *
અભય મારી સાથે સૂતો છતાં મને એમ જ લાગતું હતું કે કોઈ મારી સાથે બળાત્કાર કરી રહ્યું છે. કદાચ એટલે જ અમારે કોઈ બાળક થયું નહોતું કેમકે સંભોગમાં મારી મરજી જ નહોતી. મનમાં હંમેશા જયેશ.. જયેશ..
મને ઘરમાં ચેન નહોતું પડતું એટલે મારે કોઈ મિત્ર બનાવવી હતી જે મને સમજી શકે, મારા પ્રેમને સમજી શકે. હું તેમને મારા કુંડામાં આવતા ઝાકળ થી માંડી ઘરની બહાર લટકતી રાતની વાત શેર કરી શકું.. પહેલું નામ આવ્યું મનીષા..
મેં મનીષા સાથે મિત્રતા કરી. રોજ રોજ મળવા જતી હતી કે તે મને મળવા આવતી હતી. જયેશ નહીં તો તેની પત્ની જ..
થોડા સમયમાં મારી અને મનીષાની ગાઢ મિત્રતા થઈ ગઈ. પણ મનીષાની એક બહુ ખરાબ આદત હતી કે જયેશને પોતાની મિત્રની અથવા બીજી અમથી વાત શેર કરતી જ નહીં. બસ એ જ એક બાબત મારા માટે સારી પુરવાર થઈ.
જ્યારે તે પ્રગનેટ થઈ ત્યારે, સૌથી પહેલા મને વાત કહી હતી. મને એ વાત સાંભળી બહુ આઘાત લાગ્યો હતો. મને થતું કે બધી વાત હું અભય ને કહી દઉં કે તમારી સાથે માંડેલો ઘરસંસાર એક બળજબરી પૂર્વક કરેલો... શું કરવું તેની દીશા મળતી નહીં.
એમ થતું કે અભયને અને મનીષા બેવને મારી નાખું ને પહોંચી જાવ જયેશની બાહોમાં.. કોઈ રસ્તો દેખાતો નહોતો. પછી એકવાર મને ખ્યાલ આવ્યો કે મનીષાને થોડું થોડું ઝેર આપું.. શબ્દરૂપી ઝેર..
પછી અમે મળતા એટલે જયેશની વિરુદ્ધ વાત કરતી. શરૂઆતમાં તો તે માનતી નહોતી. પછી તેમણે મને મળવાનું ઓછું કરી દીધું. તે પણ જયેશને સાચો પ્રેમ કરતી હતી.
મેં કદી તેની પાસે જયેશને મળવાની જીદ નહોતી કરી. અથવા એમ સુધ્ધાં નહોતું કીધું કે મને તું મળાવ.. હું જ્યારે તેની ઘરે જતી ત્યારે જયેશ કાફે ગયો હોય.
એક દિવસ મોકો જોઈ મેં બધી વાત કરી.. હું ને જયેશ બંને રિલેશનશિપમાં હતા, મેં વાતમાં વાત થોડી વધારીને કીધી.. જયેશએ મારા વિશે બધી વાત કરી હશે તેની મને જાણ નહોતી.. છેલ્લે મેં કીધું હજી પણ અમે મળીએ છીએ ને જિંદગીનો આનંદ માણીએ છીએ. ત્યારે તેની આંખો ફાટી ગઈ..
ઘરે જઈને કશું આગળ પાછળ વિચાર્યું નહીં કે જયેશને પૂછવાની રાહ ના જોઈ. હેતલને મૂકી જયેશની જિંદગી માંથી કાયમ માટે નીકળી ગઈ..
* * *
"કેમ, આખી રાત સૂતી નહોતી" જયેશ સરિતાની લાલઘોર આખો જોઈને બોલ્યા..
"ના. તમારા વાળમાં હાથ ફેરવતા બહુ મોડે આંખ લાગી હતી." સરિતાએ નાસ્તો કરતા કરતા જવાબ આપ્યો.
સરિતાને હજી તે વાતો મનમાં ઘૂમતી હતી. તે અપરાધી હતી, છતાં ખુલ્લેઆમ તે ફરી રહી હતી તેને કોઈની બીક નહોતી.
અભય પાસે કેટલી મિલકત, પૈસા હતી બધું છોડીને આવી હતી સરિતા. તેને શું મિલકતનો મોહ નહીં હોય.. પૂછવાનું મન થયું પણ પૂછી ના શક્યા.

"આપણે હવે હેતલને વાત જણાવવી છે..?" જયેશભાઈએ આથમતી સાંજે બાગમાં બેઠા બેઠા સવાલ પૂછ્યો..
"જેમ મારો અહીં આવવાનો સમય આવ્યો તેમ તેને પણ કહેવાનો સમય આવશે. જિંદગીની બધી રમત સમયને કેન્દ્રમાં રાખીને રમીએ તો તેને રમવાની મજા આવે છે."
પ્રેમ માટે રમતો રમી આવેલી એક સ્ત્રી નીડર થઈને બોલી રહી હતી. ને જયેશભાઈ તેને સમજદાર માની સાંભળી રહ્યા હતા....