aatmmanthan - 11 books and stories free download online pdf in Gujarati

આત્મમંથન - 11 - ૪૩૨ રૂપિયા

આત્મમંથન

૪૩૨ રૂપિયા

સત્ય ઘટના . શિયાળા ની સાંજ હતી. અંધારૂ વહેલું થઇ જાય. હું ઓફિસ થી સાંજે ૫.૩૦ છુટી જાઉં. સમાજ સેવિકા છું. જોબ પણ શોખ ખાતર કરું. એક એન.જી.ઓ માં. પહેલે થી ઓફિસ ના ટ્રસ્ટીઓ ને જણાવ્યું હતું કે હું ૨.૩૦ થી ૫.૩૦ સુધી આવીશ. મારું કામ પી.આર.ઓ નું એટ્લે કાંઇ વાંધો ના આવે. ડિસેમ્બર અડધો પૂરો થઇ જવામાં હતો અને ઠંડી પણ શરૂ થઇ ગઇ હતી. ઓફિસ થી નીકળી બહાર રીક્ષા ની રાહ જોઇ ઊભી હતી. પરંતુ આજે રીક્ષા મળતા જરા વધારે વાર લાગી. ૬.૧૫ થઇ ગઇ પણ કોઇ રીક્ષા મારા ઘર તરફ આવવા માગતી ન્હોતી. મારા ઘર અને ઓફિસ વચ્ચે ૧.૩૦ કિલોમીટર નું અંતર એટલે રીક્ષાવાળા ઓ ને નાનું ભાડું પોસાય નહીં. સાંજ પડે રીક્ષાવાળા લાંબા ભાડા માં જ રસ ધરાવે કે જેથી રાત પડે વહેલા ઘરે પહોચાય. આમેય દિવસ આખો રઝળપાટ છતાં માંડ ૨૫૦-૩૦૦ રૂપિયા કમાય તેમાંય રીક્ષામાં ગેસ ના થાય.

સાંજ ના ૬.૧૫ વાગી ગયાં ત્યાં મને એક ખાલી રીક્ષા દેખાઇ

મેં હાથ લાબો કરી ઊભી રાખી, વળી રીક્ષાવાળા ભાઇ માં રામ વસ્યાં હોય કે શું? રીક્ષા ઊભી રહી મેં પૂછ્યું આવું છે નારણપુરા? તેણે હા પાડી. મારા

મોઢાં પર હાસ્ય છવાઇ ગયું અને મેં રાહત નો શ્વાસ લીધો આજે દરરોજ

કરતાં હું ખૂબ મોડી હતી, ઘરે થી મારા ભાઇ ના મોબાઇલ પર બે ફોન આવી ગયાં. મેં જણાવ્યું કે રીક્ષા મળે ત્યારે આવું ને ઘરે. તેણે જણાવ્યું તારી ચા બનાવી છે, ઠંડી થઇ જશૅ. મેં કહ્યું હું જરા મંદિર દર્શન કરીને

આવું છું. મારી દરરોજ ની આદત ઓફિસ થી નીકળી રસ્તા માં આવતાં

બે-ત્રણ મંદિર જવું, મંદિર માં અંદર ના જાઉ, બહાર થી રીક્ષામાં બેઠા-

બેઠા જ દર્શન કરી લઉં. આજે ગુરુવાર હતો ઍટલે ચાર મંદિર જાઉં.

જલારામજી. હનુમાનજી, સાઇ બાબા, શિવજી. રીક્ષાવાળા ભાઇ ને નવાઇ

લાગી, મને પૂછયું, બહેન આમ બહાર થી દર્શન નો શો ફાયદો? મેં જણાવ્યું

કે મારે ભગવાન ને જોવા છે અને ભગવાન એ મને. અમે બન્ને એકબીજા ને

જોઇ લઇએ છીએ. દર્શન મહત્વ ના છે. અંદર જવું નહીં. એણે પણ લાગ્યું કે

મારી વાત સાચી છે. ઍને પણ મન ભરી દર્શન કર્યા. એને એમ પણ ના કહ્યું કે તેને મોડું થાય છે, કે હવે બહેન તમારા ઘર નો રસ્તો બતાવો.

આમે મને ટેવ હું રીક્ષાવાળા ને કાયમ મારા બતાવેલા રસ્તે થી ઘરે લઇ જાઉં. આજે પણ તેમ જ કર્યું.

ઘરે પહોચી ત્યારે ૬.૫૦ થઇ ગઇ હતી. જલ્દી જલ્દી રીક્ષામાં થી

લેપટોપ બેગ અને પાકીટ લઇને ઉતરી ગઇ અને રીક્ષાવાળા ભાઇને પૂછ્યું

કે ભાઇ કેટ્લા રૂપિયા આપું? તે પોતાની ધૂન કે ચિંતા શેના હતાં કે તરત

બોલ્યાં ૪૩૨ રૂપિયા. હું ચોકી ગઇ મેં એકદમ બે વાર મોટે થી પૂછ્યું ૪૩૨

રૂપિયા !!!!!! આટ્લા બધા હોય, તે મારા અવાજ થી જાણે ગભરાઇ ગયા હોય તેમ, બોલ્યાં ના, ના, બેન મીટર પ્રમાણે ૫૦ રૂપિયા થાય છે. અને તેમની આંખમાં આંસુ આવી ગયાં. હું એકદમ હતપ્રત થઇ ગઇ. મેં અવાક

થઇ પૂ્છ્યું, કેમ રડો છો ભાઇ? તેમણે કહ્યું ના બેન આ તો …..

પણ હવે મને જાણવું જ રહ્યું ઍટ્લે મેં ઉપરાઉપરી ત્રણ વખત તેમના રડવાનું કારણ પૂછ્યું ત્યારે તેમને દવા નું કાગળ મારી સામે ધર્યુ અને જણાવ્યું ત્યારે મારી આંખમાં પણ પાણી આવી ગયાં. તેમને ૬ વર્ષ ની એક દીકરી છે અને તેને માનસિક બીમાર છે. તેને ખેંચ આવે છે અને તેને ખેંચ ની દવા દિવસ માં બે વાર આપવી પડે છે. તેમણે કહ્યું તેણીની દવા આજે જ ખલાસ થઇ ગઇ છે અને તેમને રીક્ષાની એટલી ત્રણ દિવસ થી કમાણી નથી થઇ કે ૪૩૨ રૂપિયા ની દીકરી ની દવા લાવી શકે. આજે સાંજે તેને દવા આપવાની છે અને મારે ઘરે દવા લઇ ને જવું પડશે. પરંતુ રૂપિયા નથી. દવા વગર એને ના ચાલે.

મારું મગજ ચાલુ થઇ ગયું. આમેય સમાજ સેવિકા એટલે અમદાવાદ માં સારી ઓળખાણો છે. મેં રીક્ષાવાળા ભાઇને પીવાનું પાણી આપ્યું અને જણાવ્યું કે ચિતા ના કરો. હમણાં દવા અપાવી દઉં છું. રીક્ષા ના ભાડા પેટે ૧૦૦ રૂપિયા આપ્યાં અને દવા ની દુકાન વાળો મારા ભાઇ સ્વપ્નિલ નો મિત્ર હતો, તેણે તરત જ દવાવાળા મિત્ર ને જણાવ્યું કે એક વિજયભાઇ- રીક્ષાવાળા તમારી દુકાને દવાનું કાગળ લઇ ને આવે તેમને તે દવા મફત આપજો – તેના રૂપિયા હું પછી મોક્લી આપીશ. દવાની દુકાન નું સરનામું વિજયભાઇ ને આપી રવાના કર્યા. જતા જતા તેમણૅ મારો અને મારી ભાઇ નો આભાર માન્યો.

વાત આટલે થી ના પતી. વિજયભાઇ ના જણાવ્યાં પ્રમાણૅ દીકરીને ત્રણ વર્ષ તે દવા આપવાની છે. ત્યારે મેં મારા મોટાભાઇ શ્રી ક્ષિતિશભાઇ ને

ફોન કર્યો તેમણે જણાવ્યું કે વિજયભાઇ ને આપણા દર્દીઓના રાહત ફંડમાંથી દર ત્રણ મહિના ની એક સાથે દવા અપાવશું જેથી દીકરી દવા વગર ના રહે. દર્દીઓના રાહતફંડ ના ટ્રસ્ટી શ્રી નગીનભાઇ સાથે શ્રી ક્ષિતિશભાઇ એ વાત કરી લીધી અને આમ આજે જ્યારે દવા હવે બસ બે

મહિના આપવાની બાકી છે ત્યારે વિજયભાઇ અમારા બધાનો ખૂબ ખૂબ

આભાર માને છે. પણ એમાં અમે કાંઇ મોટું કામ નથી કર્યું. આજ સુધી અમે

સમાજ પાસે થી ઘણું લીધું છે ત્યારે અમારી ફરજ છે કે અમે સમાજ ને પાછું આપીએ.

સમાજ સેવિકા તરીકે મારું માનવું છે કે પાણી, ખોરાક, કપડાં,શિક્ષણ અને દવાઓ તો દરેક મનુષ્ય ને મળી રહેવી જોઇએ. તો એક સારા અને સુઘડ સમાજ બને, અને તેમ બનશે તો જ દેશ સમૄધ્ધ બનશૅ.

દુનિયા માં સ્વપ્નિલ. શ્રી ક્ષિતિશભાઇ, શ્રી નગીનભાઇ જેવા મહાનુભાવો છે તેથી દુનિયા ટકી છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED