ધ એક્સિડન્ટ - session 3 - 10 Dhruv Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

  • આ મોબાઇલે તો ભારે કરી!

         જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો...

શ્રેણી
શેયર કરો

ધ એક્સિડન્ટ - session 3 - 10

બસ આમ થોડા દિવસો પહેલા આરોહી અને માહિર એક બીજા સાથે વિતાવે છે.. હવે સુમેર ને અમદાવાદ ની એક એક જગ્યા આરોહી એ બતાવી છે અને સુમેર એ એની એક એક વાત આરોહી સાથે share કરી છે..
બંને હવે એકબીજા ના બહુ ખાસ થયા છે. ... સવારના ઉગતા સૂરજ થી લઈને સાંજ ના આથમતા સૂરજ સુધી બધો સમય એકબીજા સાથે જ વિતાવે છે.. બહુ બધા ઝગડા અને એ ઝગડા પછી એક બીજા ને સમજાવી ને પાછા ફરી થી મસ્તી ના mood માં આવી જવાનું હવે બસ રોજ નું થઈ ગયું છે......... બંને રોજ ઝગડે, સાંજે પાછા હતા એવા ને એવા જ બસ કંઈક બંને વચ્ચે બદલાય તો એ બંને વચ્ચે નુ અંતર.. જે રોજ ઓછું થતું જઈ રહ્યું છે... હવે આરોહી પણ સુમેર વિશે વિચારે છે અને સુમેર ને પણ આરોહી સાથે રહેવું ગમે છે... ચિનગારી બંને બાજુ લાગી છે બસ હવે આગ લાગે એની જ WAIT કરે છે બંને જણા . આ પળ ની WAIT તો એમના કરતા પણ વધારે પ્રીશા અને આયરા ને છે.. .......પણ હવે વધારે સમય પણ નથી એ લોકો જોડે કારણ કે સુમેર, માહિર અને આયરા ને પાછું લંડન જવાનું છે....




એક સવારે




પ્રીશા અને આયરા બેઠા છે અને વાતો કરી રહ્યા છે





આયરા : બસ હવે થોડા દિવસમાં લંડન હોઈશું અને તમને બધા ને MISS કરીશ

પ્રીશા : શુ જલ્દી છે!! રહી જા ને અહીંયા..

આયરા : સુમેર ની જીદ થી આવેલા, હવે ત્યાં BUSINESS બી સંભાળવા વાળું કોઈ નથી...

પ્રીશા : હા તો માહિર ભલે જતો, તું અને સુમેર રહી જાઓ..

આયરા : મારુ તો છોડ સુમેર ને તો લંડન નામ સાંભળવું પણ નથી ગમતું હવે...

પ્રીશા : કેમ ? ઇન્ડિયા એટલું પસંદ આવી ગયું કે સુ... ?

આયરા : ઇન્ડિયા નું તો ખબર નઈ ઇન્ડિયા વાળી પસંદ આવી ગઈ છે.

પ્રીશા : ઓહ.. આરોહી..

આયરા : હા જ તો.. બંને સાથે ને સાથે

પ્રીશા : હા એ બંને નું સુ કાઈ સમજાતું જ નથી યાર .. કોઈ એક બીજા ને કહી બી નથી શકતું કે એમના માં શુ FEELING છે..

આયરા : સુમેર તો બોલી રહ્યો...

પ્રીશા : આરોહી પણ ક્યાં બોલવા વાળી છે!!

આયરા : બંને એક જેવા ભેગા થયા છે...

આ બાજુ સુમેર અને આરોહી બંને રૂમમાં બેસ્યા છે, બંને એક બીજા માટે ખાસ છે પણ કોઈ એકબીજા ને કહી શકતું નથી )

સુમેર : સાંભળ ને આરોહી..
આરોહી : તું બોલીશ તો સાંભલીશ ને

સુમેર : હું જતો રહીશ પછી તને ગમશે ?

આરોહી : સાચું કહું તો.....

સુમેર : બોલ ને...

આરોહી : હું તો બહુ ખુશ થઈશ

સુમેર : સાચ્ચે?

આરોહી : કોઈ મને હેરાન નઈ કરે ને...

સુમેર : ઓહહ ... મને કોઈ હેરાન નઈ કરે ને....

સુમેર : ઓહહ એટલું હેરાન કરું છું હું ?

આરોહી : તને એમાં બી શક છે ?

સુમેર : હું બહુ સીધો માણસ છું...

આરોહી : વિચિત્ર માણસ છે તું તને કોઈએ કહ્યું નઈ.

સુમેર : ઓહ એવું... સાચ્ચે ?

આરોહી : હા તું બહુ જ ખરાબ છે... તને CARE કરતા નથી આવડતું, તું બહુ આળસુ છે, નાટકો કરે છે મસ્તી કરે છે... મને મારે બી છે અમુક TIME મારો રૂમ બગાડે છે...

સુમેર : અને ?

આરોહી : બહુ બધું LIST છે લાબું થશે...

સુમેર : આ બધું મારી આંખોમાં જોઈને બોલ તો...

આરોહી : ના નઈ બોલવું

સુમેર : તને ખબર છે ખોટું કોઈ માણસ આંખોમાં જોઈને ના બોલી શકે

આરોહી : એવું કાઈ નથી તું નઈ સારો એ તો પાક્કું જ છે..



સુમેર : ઓહ તો હું જાઉં છું, 2 દિવસ પછી તો રોતી નઈ હો...
આરોહી : (એના ચહેરા પર ની મુસ્કાન અચાનક ગાયબ જ થઈ ગઈ ) સાચ્ચે?

સુમેર : હા મારું વેકેશન પતી ગયું , MOM DAD ને BUSINESS ના કામ પણ છે SO જવું પડશે...

આરોહી : ( નીચે જોઈને ) હા, જા ને તું જા એક જાનવર ઓછું

સુમેર : ( આરોહી ના ચહેરા પર હાથ મૂકીને એને ઉપર કરે છે એની આંખ માં આંસુ જોઈ શકે છે ) પાગલ તુ રડે છે!

આરોહી : ના ના એવું કંઈ નથી આ તો બસ એમ જ

સુમેર : ઓહ અચ્છા એમ જ... અમે તો ગાંડા છીએ એમ ને!

આરોહી : મને સુ થાય!! તું જાય તો મને કંઈ ફરક નથી પડતો જા તું... તું આવ્યો જ હતો જવા માટે...

સુમેર : અરે એવું નથી બાબા મારે રહેવું છે પણ....

આરોહી : જાને તું યાર મગજ ના ખા.. ( ખોટો ખોટો ગુસ્સો કરે છે એના આંસુ છુપાવવા )


સુમેર : અરે પણ યાર...

આરોહી : તું જા અહીંયા થી મને હેરાન ના કર તું... રોજ લોહી પી જાય છે

સુમેર : તું સુ બોલે છે આ

આરોહી : તું જા ને યાર અહીંયાંથી....

સુમેર : OK SORRY ... હું જાઉં છું..

આરોહી : હા જા ચાલ જા જલ્દી

સુમેર ઉભો થાય છે અને GATE સુધી પહોંચે છે રૂમ ના અને આરોહી ની બૂમ સંભળાય છે..

" એ.. ઉભો રે.. "
આરોહી એની પાસે જાય છે અને એની આંખમાં જોઈને બોલે છે
"મને ફરક પડે છે પાગલ.. બહુ બધો પડે છે.. "
(એના મોઢામાંથી શબ્દો નીકળે એ પહેલાં એની આંખો એ જવાબ આપી દીધો.. એની આખોમાંથી આંસુ ની નદીઓ વહેવા લાગી છે , કાજળ ઓગાળીને મોઢા પર આવી ગયું છે.. આ જોઈને સુમેરએના આંસુ સાફ કરે છે અને બોલે છે....

" પાગલ હજુ સાત દિવસ છું અહીંયા , 2 દિવસ નહિ મેં મજાક કરી તી..."



આરોહી : બે દિવસ હોય કે સાત દિવસ તું જઈશ તો ખરા ને..
(રડે છે અને ગળે લાગી જાય છે )

સુમેર : ચાલ સાથે મારા....

આરોહી : ચૂપ 🤫 તું કાઈ બોલીશ જ નહીં..


આરોહી એને ગળે લાગી ગઈ છે અને કંઈજ બોલ્યા વગર એ એને એકદમ જકડી રાખેલો છે... એકદમ શાંતિ થી એ સુમેર ને ગળે લગાવી રાખ્યો છે... સુમેર નો એક હાથ આરોહી ના માથા પર છે અને બીજો હાથ એની કમર પર... આરોહી અને આરોહી કાઈ પણ બોલ્યા વગર બસ એકબીજાને ગળે લાગે છે... કોઈ હલચલ વગર બંને પોતાની દુનિયામાં ખોવાયેલા છે... પણ અચાનક સુમેર ના મોબાઈલ ની રિંગ વાગે છે અને બંને હોશમાં આવે છે...બંને એકબીજા થી દુર જાય છે ....બંને એકબીજા ની આંખમાં જોઈ પણ નથી શકતા... સુમેર CALL CUT કરે છે.. આરોહી વાત ફેરવવાનો પ્રયાસ કરતી જ હોય છે ત્યાં સુમેર બોલે છે..

" તે મારો શર્ટ બગાડ્યો તારી આંખોમાં લાગેલી કાજલ મારા શર્ટ પર લાગી હવે આ શર્ટ તું જ ધોઇશ...

આરોહી : ઓહ HELLO..... મને કાઈ શોખ નઈ હો ધોવાનો.... નવો લઈ લે જે

સુમેર : ચુડેલ ઓછો મેકપ લગાવ ને પણ...

આરોહી : જાને બે હું મેકપ લાગવું ના લગાવું મારી ઈચ્છા તને સુ જાય છે.. એમાં તું કેમ બોલે છે?

આ બંને ના ઝગડા નો અવાજ નીચે બેઠેલા પ્રીશા અને આયરા સાંભળે છે

પ્રીશા : જો ચાલુ થઈ ગયું આ બંને નું....

આયરા : આરોહી નો વાંક નઈ હોય, સુમેર એ ચાલુ કર્યું હશે..

પ્રીશા : સુમેર બિચારો શાંત છે એ ના કરી શકે...

આયરા : ચાલ જલ્દી આજે સુ થયું છે નવું

પ્રીશા : ચાલ જઈએ ઉપર

પ્રીશા અને આયરા ઉપર જવા માટે સીડીઓ ચડે છે આ બાજુ સુમેર અને આરોહી ઝગડે રાખે છે....

સુમેર : આંખો તારી, આંસુ તારા, કાજલ તારું તો ભૂલ પણ તારી..

આરોહી : બધું મારુ પણ શર્ટ તો તારો ને .. તો તું સાફ કરીશ.

સુમેર : શર્ટ મારો પણ બગાડ્યો તો તે જ ને

આરોહી : તો તારા શર્ટ નો પ્રોબ્લેમ છે, ક્યાંથી લાવ્યો તો આવું શર્ટ

સુમેર :oh HELLO શર્ટ મારુ બ્રાન્ડેડ છે હો તારા જેમ નઈ સસ્તા મેકપ...

આરોહી : જા રે જા સસ્તા વાળી ચલ જા અહીંયા થી

પાછળ થી અવાજ આવે છે પ્રીશા નો...

પ્રીશા : સુ થયું સુમેર ?
આયરા : સુ થયું આરોહી એને ફરી તને હેરાન કરી?
સુમેર : પ્રીશા AUNTY તમારી છોકરી એ શર્ટ બગાડ્યું મારુ...

આરોહી : આયરા આન્ટી ભૂલ એની છે, મારી નહિ


સુમેર : તું બંધ થઈ જા તને કોણે પૂછ્યું?

આયરા : સુમેર નવું શર્ટ લઈ લેજે બેટા એમાં ઝગડે સુ કામ

સુમેર: ના ના મારુ આ શર્ટ આ ચુડેલ જ સાફ કરશે

આયરા : બેટા પણ...

આરોહી : આન્ટી તમારી આ રાજકુમારી ના નાટકો દિવસે ને દિવસે વધતા જાય છે હો

પ્રીશા : આરોહી પણ તે બગાડ્યું કેમ એનું શર્ટ ?

આયરા : અરે હા.... પણ કોઈ એ તો કહો મને કે સુમેર તારું શર્ટ અને આરોહી તારી આંખો માં લગાવેલી કાજલ બગડી કેવી રીતે ???

સુમેર અને આરોહી એક બીજા સામે જોઈ રહ્યા છે કે કયા આ વસ્તુ પ્રીશા અને આયરા સામે બોલાઈ ગઈ હવે શું જવાબ આપીશું!!



પ્રીશા :- સુમેર બોલ તો.. થયું તું શું?


સુમેર :- અરે કાઈ નઈ ...... એ તો બસ.....

આયરા :- હા બોલ તો... સુ થયું તું ...?
આરોહી :- અરે આન્ટી કાઈ નહિ...

પ્રીશા :- એવું ના ચાલે ને.. એવું કેવું કે સુમેર નું શર્ટ બગડ્યું છે , સાચું તો મારે જાણવું છે... (મનમાં ને મનમાં હસે છે )

સુમેર :- અરે કાઈ નઈ આન્ટી ભૂલી જાઓ થયા રાખે...

આયરા : ના ના હવે તો આરોહી કહી જ દે આ નાલાયક એ સુ કર્યું તારો મેકપ બગાડ્યો બેટા એને તો.

આરોહી : અરે નઈ નઈ આન્ટી એવી કઈ નથી કર્યું એને ભૂલી જાઓ...


પ્રીશા અને આયરા સમજી જાય છે કે શું થયું છે અહિયાં પણ બંને જણા સુમેર અને આરોહી ને હેરાન કરવા માગે છે એટલે એમને ફોર્સ કરે છે.. કહેવા માટે


પ્રીશા : બોલ બોલ સુમેર સુ થયું બેટા ?

સુમેર : અરે મને યાદ આવ્યું ધ્રુવ અંકલ નો કોલ આવ્યો હતો... હું જાઉં છું નીચે..

પ્રીશા : બેટા એ તો ક્યારના ઓફીસ ગયા છે ...


સુમેર : હા એટલે ... મારે ત્યાં જ જવાનું છે હું જાઉં છું બાયય ( સુમેર નીકળી જાય છે , પ્રીશા અને આયરા બંને આરોહી સામે જોઈ રહે છે અને પૂછે છે

" હવે તું બોલ સુ થયું ?"


આરોહી : યાર ગરમી તો જોવો મમ્મી યાર સુ તમે બી યાર ચાલો ચાલો મારે નાહવું છે યાર મોડું થાય છે જલ્દી જલ્દી ચાલો અહીંયા થી જાઓ...

પ્રીશા : અરે થયું શુ

આરોહી : અરે એતો HUG કર્યું....

પ્રીશા : સુ બોલી??

આયરા : હે... સુ બોલી?

આરોહી : અરે હું એમ કહું છું કે નાહીને તમને બંને નેમસ્ત HUG આપીશ હું ચાલો મને નાહવા દો ને યાર ચાલો જાઓ હવે....


એક બાજુ સુમેર બહાર નીકળે છે રૂમની અને આ બાજુ આરોહી બાથરૂમમાં જાય છે બંને ના ચહેરા પર પ્રીશા અને આયરા માટે ગુસ્સી છે પણ અચાનક બંને ને એકબીજાને કરેલી HUG યાદ આવે છે તો બંને નો MOOD પણ બદલાઈ જાય છે.. બંને ના મોઢા પર અચાનક મુસ્કાન આવી જાય છે... સુમેર ગાર્ડન માં જઈને બંને DOGGY જોડે રમવા લાગે છે બીજી બાજુ આરોહી નાહી ને નીકળીને કાચ સામે નાટકો કરવા લાગે છે...
બંને ને એકબીજા માટે સુ FEELING છે ખબર પડી ગઈ છે બંને ને હવે કાઈ પણ થાય કહી જ દેવું છે એનો નિર્ણય લઈ લીધો છે .... બસ હવે WAIT છે સાચા સમય ની


આ બાજુ પ્રીશા અને આયરા બંને ખુશ કે એ બંને એ જે વિચારેલું સુમેર અને આરોહી માટે એ એમજ થઈ રહ્યું છે .... સુમેર અને આરોહી ના નિહીસ્વાર્થ પ્રેમ જોઈને બંને ખુશ છે.... બંને ને એમના જવાની ના દુવસો યાદ આવે છે અને બંને એમના રૂમ તરફ જાય છે..