call center - 19 books and stories free download online pdf in Gujarati

કોલ સેન્ટર (ભાગ-૧૯)

આજે પણ તે આવ્યા હતા.હા,આજે પણ તે આવ્યા હતા હજુ છ વાગે ઓફીસ પરથી તે નીકળ્યા અહીં જ હતા.વાઇરસ તું ખોટું તો નથી બોલી રહ્યો ને નહિ સર હું શા માટે ખોટું બોલું,ઓકે થેંન્ક્સ વાઇરસ.

******************************

વિશાલ સર કોઈને કોઈ માનસી સાથે ગેમ રમી રહ્યા છે તે ફાઇનલ છે,પણ આ માનસીને આપડે કેહશું તો આપણને તે એક હજાર સવાલ કરશે કે તમને કેમ ખબર પડી મારા અને વિશાલસરના અફેરની.આજ ફરી માનસીને મળવા વિશાલ સર આવશે તે માનસીને શું કહે છે તે જોશું પછી જ આપણે માનસીને વાત કરીશું.

ઓકે અનુપમ..!!!

રાત્રીના બારને દસનો સમય થઈ ગયો હતા.અચાનક માનસીના રૂમમાં કોઈનો અવાજ આવ્યો.માનસી કોઈ સાથે વાત કરી રહી હતી.ધવલે બાથરૂમની જાળી પાસે જઈને જોયું તો વિશાલસર જ હતા.

હા,મેં તને કહ્યું હતું કે પાયલ આવી રહી છે પણ તે કાલે સાંજે આવશે.આજ અચાનક તેણે આવવાનું બંધ રાખ્યું,મને ખબર નથી તેણે શા માટે અહીં આવાનું આજે બંધ રાખ્યું.મને લાગે છે કે મારી વિરુદ્ધ તે કોઈ કાર્યવાહી કરી રહી છે.

એટલે તું કહેવા શું માંગે છે?

એ મીડિયા સામે ગમે ત્યારે આવી શકે છે.એટલે તું એમ કહેવા માંગે છે કે પાયલ આપણા બંનેની વાત મીડિયા સામે કરી દેશે.

બની શકે...!!!હું તેની ચાલ જાણી શકતો નથી.તે અત્યારે શું કરી રહી છે તે પણ મને ખબર નથી.આજ મેં તેને પચાસ કોલ કરિયા પણ તેણે એક કોલ રિસીવ ન કર્યો.

જો તે મીડિયા સામે આવીને આપણા બંનેના અફેરની વાત કરશે તો હું અને તું બંને બરબાદ થઈ જશુ.મેડીકોલ કોલસેન્ટર પણ બંધ થઈ જશે.તું કંઈક એવું કર કે આપણા બંનેના અફેરની વાત કોઈ બીજા વ્યક્તિ સુધી ન જાય.

પાયલ મારો ફોન રિસીવ કરે તો હું તેને સમજાવાની કોશિશ કરુંને?એક બાજુ મીટીંગ છે નહીં તો હું તને કોઈ સારી જગ્યા પર લઇ પણ ગયો હોત,અને ત્યાં આપણે લગ્ન પણ કરી લેત.મને તો કઈ સમજ પડતી નથી શું કરવું.મને તો આજ સવારથી જ ડર હતો કે તે આવી રહી છે,પણ મેં હોટલના એન્ટ્રી ગેઇટ પર તપાસ કરી તો ખબર પડી કે તે આજ તે નથી આવી રહી.

એક મિનિટ માનસી જો અત્યારે જ પાયલનો મારામાં મસેજ આવ્યો.કાલ તે આવી રહી છે પણ આ હોટલમાં રહેવાની નથી.તેણે કોઈ બીજી જ હોટલ બુક કરાવી છે કઈ હોટલ બુક કરાવી મને પણ ખ્યાલ નથી,હોટલનું નામ લખ્યું નથી,પણ તે અહીં આવીને હડકંપ મચાવશે એ ફાઇનલ છે.


મારી અત્યારે સુધીની રેપયુટેશન પર પાણી ફેરવી દેશે એનો મને ડર છે.હું આજ પણ અહીં ધ્રુજી રહ્યો છું.મને ડર છે કે મેં મારી મેહનતથી ઉભી કરેલ મેડીકોલ કોલ સેન્ટર બંધ ન થઈ જાય.

નહિ એવું કહી નહિ થાય વિશાલ હું તારી મદદ કરીશ.એવું કહી નહિ થાય અને ટૂંક સમયમાં જ આપણે બંને પતિ પત્ની બનીશું.માનસી વિશાલસરની નજીક આવી તેના ગાલ પર કિસ કરી તેને ધીરજ આપી.

વિશાલ તે આપણી સાથે ગેમ રમશે તો હું પણ પાયલ સાથે ગેમ રમીશ,અને તને બચાવાનો પ્રયત્ન કરીશ.

પણ તું કઈ ગેમની વાત કરે છે.એ તને કાલે ખબર પડી જશે,પણ જો એ આપણી સાથે ગેમ ખેલશે તો જ હું તેની સાથે ગેમ રમવાનો પ્રયત્ન કરીશ નહિ તો નહીં.

બસ વિશાલ હવે તું મને સવાલ પર સવાલ ન કર જે થશે એ કાલે હવે થશે.જલ્દી પાયલને છૂટાછેડા આપી આપણે બંને લગ્ન કરી લેશું.આટલું બોલીને માનસી વિશાલ સરને ભેટી પડી.

વિશાલ હું તારા વગર હવે નહિ રહી શકું.ગમે તેવી પરિસ્થિતિ આવશે પણ હું તારો સાથ ક્યારેય નહીં છોડું.હું તને ખૂબ પ્રેમ કરું છુ.તારાથી અલગ થાવું મને જરા પણ પસંદ નથી.હું એક દિવસ પણ તારા વગર નહીં રહી શકું.તું મારાથી દુર તો નહીં જા ને?

કેમ તું આવો સવાલ કરે છે માનસી..?

કેમકે મારા શરીરના ધબકારા વધી રહ્યા છે,મને એવું લાગી રહ્યું છે કે તું મરાથી દૂર ચાલો જશ.હું એકલી પડી જશ.મારુ આ દુનિયામાં કોઈ નહીં હોઈ.હું તને ખૂબ પ્રેમ કરું છુ.તું પ્રીમિસ કર કે પાયલને છુટાછેડા આપી તું મારી સાથે જલ્દી લગ્ન કરીશ.

પ્રોમિસ માનસી પાયલ મારાથી દૂર થાય એટલે હું તરત જ તારી સાથે લગ્ન કરી લશ.ફરી માનસી વિશાલ સરની નજીક આવી,અને તેને કિસ કરવા લાગી.માનસી વિશાલસરના એક પછી એક કપડાં ઉતારી રહી હતી.ધવલ આજ આ દ્રશ્યને જોતા જોતા અનુપમની યાદ કરી રહ્યો હતો કે સ્ત્રીને સેક્સમાં કયારેક શરમ તો ક્યારેક તેના પ્રયતે આકર્ષણ પણ હોઈ છે.માનસી આજ વિશાલસરના એક એક કપડાને ઉતારી વિશાલ સરનો રિસ્પોન્સને વધારી રહી હતી.

નગ્ન અવસ્થામાં જ વિશાલસર માનસીને બે હાથે તેડીને દરવાજા પાસેથી બેડ પર લાવ્યા.જાણે તે બંને સાથે કઈ બન્યું જ નથી.પાયલ વિશાલની પત્ની જ નથી.માનસી અને વિશાલસર સાથે પાયલને કોઈ લેવાદેવા નથી.કોણ પાયલ?કયું મેડીકોલ કોલ સેન્ટર? બધું ભૂલી આજ વિશાલ સર માનસીના શરીરમાં જુદા જુદા રંગ પુરી રહ્યા હતા,અને એ રંગથી જ માનસી આજ નાહી રહી હતી.

***********ક્રમશ**************


લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED