call center - 18 books and stories free download online pdf in Gujarati

કોલ સેન્ટર (ભાગ-૧૮)

ઓકે ધવલ પણ મેં હવે કોઈ સાથે મારું નવું જીવન શરૂ કરી દીધું છે.સોરી.!!!તે મને કહેવામાં ઘણું મોડું કરી દિધું,અને હા,ટૂંક સમયમાં જ અમે બંને લગ્ન પણ કરી રહ્યા છીયે.તું મને સવાલ નહિ કરતો કે તે કોણ વ્યક્તિ છે.તારા સવાલનો જવાબ તને મારા લગ્ન પછી મળી જશે.માનસી ટેબલ પરથી ઉભી થઈને કેન્ટીની બહાર ચાલી ગઇ.

*********************************

ધવલ થોડીવાર માનસી સામે જોય રહ્યો અને મનમાં જ બોલ્યો.માનસી મને પ્રેમ કરી રહી હતી
તેની મને ખબર પણ ન પડી,અને આજ માનસી બીજાને પ્રેમ કરે છે,અને હું તેને પ્રેમ કરી રહ્યો છું.વાહ શું સમયનું ચક્ર છે,નહિ હું એ સમયના ચક્રને ફેરવીને બતાવીશ.માનસી મારી જ સાથે લગ્ન કરશે.ગમે તેવી પરિસ્થિતિમાં હું વિશાલસરે સાથે લગ્ન માનસીના નહિ જ થવા દવ.

ભલે માનસી એ તેના દિલ માંથી મારુ નામ નીકાળી દિધું હોઈ પણ હું એના દિલમાં ફરી પ્રેવેશ કરીશ જ.કહીને તે કેન્ટીના ટેબલ પરથી ઉભો થઇ ગયો,અને તેની રૂમમાં ગયો.જેવો તે રૂમમાં ગયો અનુપમ આવ્યો.શું થયું ધવલ..?માનસી એ તારા સવાલનો જવાબ આપ્યો કે નહીં.

નહીં અનુપમ તે વિશાલસર સાથે લગ્ન કરી રહી છે,અને તે તેને પ્રેમ પણ કરી રહી છે.તેવું તેણે તને કહ્યું?હા,પણ વિશાલસરનું નામ તેણે એકવાર પણ નથી લીધું.પણ,હું માનસીનો પીછો એમ છોડવાનો નથી તે મારી સાથે લગ્ન કરશે જ.

પણ અનુપમ તે વિશાલસરે સાથે લગ્ન હવે કરી રહી છે,તો તારી સાથે કેવી રીતે લગ્ન કરે તું સમજવાની કોશિશ કર.અને તેને ભૂલવાનો પ્રયત્ન કર.

અનુપમ તું પ્લીઝ મને મારી રૂમમાં થોડીવાર એકલો છોડી દશ...!!ઓકે..ઓકે હું મારી રૂમમાં જઈ રહ્યો છું.સાંજે ડિનર માટે મળીયે.ઓકે હું સમય સર ડિનર માટે આવી જશ.

આજ અનુપમ અને ધવલ બંને પ્રેમમાં તડપી રહ્યા હતા.અનુપમ પલવી માટે તડપી રહ્યો હતો તો ધવલ માનસી માટે.અનુપમ પલવીને ખુશ કરવા માંગતો હતો તો ધવલ હવે જેમ બને તેમ માનસીની નજીક જવા માંગતો હતો.અનુપમ એવું ઇચ્છ તો હતો કે પલવી મારા પ્રેમમાં જલ્દી પડે.અને ધવલ એવું ઇચ્છ તો હતો કે વિશાલસરને છોડી માનસી મારા પ્રેમમાં પડે.અનુપમ ને પલવી સાથે લગ્ન કરવા હતા તો ધવલને માનસી સાથે લગ્ન કરવા હતા બંને એકબીજાની બાજુમાં રહેલ રૂમ પાર્ટનર સાથે અથવા તો મેડીકોલ કોલસેન્ટરના બાજુના પાર્ટનર સાથે લગ્ન કરવા માંગતા હતા.

સાજના આઠ થઇ ગયા હતા.અમે બધા ડિનર પર સાંજે ભેગા થયા.બધા જ એકબીજાની સામ સામે જોઈ રહ્યા હતા પણ કોઈ કઈ બોલી રહ્યું ન હતું.કેમ અનુપમ તું આજ કઈ બોલી નથી રહ્યો?માનસી એ સવાલ કર્યો.

બસ એમ જ..!!!આજ ભૂખ થોડી વધારે છે તો ખાવા પર ધ્યાન હું આપી રહ્યો છું.પલવી એ ત્રાસી નજર કરી અનુપમની સામે જોયું.અનુપમ પણ થોડું હસવું આવ્યું.થોડીવારમાં ડિનર લઇ અમે બધા અમારી રૂમ તરફ ગયા.

અનુપમ ધવલની રૂમમાં ગયો.ધવલ આજ વિશાલ સરની વાઈફ પાયલ આવાની હતી ને કેમ દેખાય નથી રહી?હા,અનુપમ હું પણ એ વિચાર કરી રહ્યો હતો કે પાયલ અહીં આવાની હતી પણ દેખાય રહી નથી.શાયદ તે ન પણ આવાની હોઈ હવે.

એવું પણ બની શકે ધવલ..!!!વિશાલ સરની ચાલ કોઈ પણ સમજી શકે નહીં.તે માનસીને ખોટું પણ કહી રહ્યા હોઈ કે પાયલ અહીં કાલે આવી રહી છે,અને તેના ટેન્શનમાં જ જલ્દી માનસી વિશાલસર સાથે લગ્ન પણ કરી લે એવું બની શકે.

નહિ અનુપમ આ વખતે વિશાલસર મોટી ગેમ રમી રહ્યા હોઈ એવું મને લાગી રહ્યું છે.માનસી પર દબાણ લાવા માટે.આપડે મેડીકોલ કોલસેન્ટરમાં તપાસ કરાવી જોઇએ કે પલવી ત્યાં આવી હતી કે નહીં.

એક કામ કર વાઇરસનો તારી પાસે નંબર છે.હા,છે ને તું વાઇરસને કોલ કર અને પૂછ કે વિશાલસરના વાઈફ પાયલ મેડમ મેડીકોલ કોલ સેન્ટરમાં આવ્યા હતા.

ઓકે હું ફોન લગાવું છું.હેલો.!!!હું અનુપમ બોલું છું.
બોલો સરજી તમે તો બેંગ્લોર ગયા પછી અમને ભૂલી જ ગયા યાદ જ નથી કરતા.નહિ વાઇરસ અમે તો તને યાદ કરી જ રહ્યા છીએ.

ઓકે બોલોને સર જી શું કામ પડ્યું અમારૂ?
મારે એ વાત જાણવી હતી કે પાયલ મેડમ ત્રણ દિવસની અંદર ક્યારેય કોલસેન્ટરમાં આવ્યા હતા.

હા,સર એ તો દરરોજ આવે છે,સાંજે આવીને કોમ્પ્યુટરમાં થોડીવાર જોવે તો થોડીવાર બધી ફાઈલો જોવે મને પણ નવાઈ લાગે છે આ રીતે તે કયારેય પહેલા આવતા નહી.

આજે પણ તે આવ્યા હતા.હા,આજે પણ તે આવ્યા હતા હજુ છ વાગે ઓફીસ પરથી તે નીકળ્યા અહીં જ હતા.વાઇરસ તું ખોટું તો નથી બોલી રહ્યો ને નહિ સર હું શા માટે ખોટું બોલું,ઓકે થેંન્ક્સ વાઇરસ.

***********ક્રમશ**************


લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)
બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED