અનન્યાના માથા પર કાચના પોટ વડે પ્રહાર કરી દીધો. અનન્યા કાંઈ વધુ એ સમજે એ પહેલા તો એને ચક્કર આવતા તે નીચે જમીન પર ફસડાઈ પડી.
તેની આંખો ખુલી તો તે આદિત્યનાં ઘરમાં જ સાંકળ વડે બંધાયેલી હતી.
"ઓહહ માય ડિયર તને હોશ આવી ગયો??"' શીલાએ હવામાં લહેરાતા પૂછ્યું.
"તું તારી ફિકર કર. મને બાંધીને તે બહુ મોટી ભૂલ કરી નાખી. જો હું તારી શું હાલત કરું છું." અનન્યા ગુસ્સામાં બરાડતા બોલી.
"તું પહેલા પોતાને તો સાચવ. બાથરૂમમાં જયારે તારા શરીર પર લાલ ચકામાં પડ્યા હતા એ વખતે મેં તારી મદદ ના કરી હોત તો આદિત્યને તું ખોઈ બેસત એ જ દિવસે." શીલા અભિમાન કરતા બોલી.
"આદિત્ય મને પ્રેમ કરે છે એટલે એને મારા શરીર પરના નિશાન જોઈને કોઈજ વહેમ ના થાત.."
"આદિત્ય અને તને પ્રેમ... " હાહાહા શીલા જોરજોરથી હસવા લાગી.
"તારા નાટકો બંધ કર અને મને અહીંથી છોડ. આદિત્યને તારી અસલી હકીકત હું કહીને જ રહીશ. એને પણ ખબર પડે જે માઁને માઁ માં કરીને પૂજે છે એના મગજમાં કાંઈક બીજું જ ચાલી રહ્યું છે."
"તું આદિત્યને કાંઈ પણ કહીશ એ તારી વાત બિલકુલ નથી માનવાનો. ભલે એને જનમ નથી દીધો પણ એનામાં મારા માટેનો પ્રેમ કુટી કુટીને ભરેલો છે."
"છોડ મને શીલા નહીં તો હું તારી બહુજ ખરાબ હાલત કરીશ." ગુસ્સામાં લાલચોળ થતી અનન્યા બોલી.
શીલા કાંઈ પણ સાંભળ્યા વગર ત્યાંથી અદ્રશ્ય થઇ ગઈ.
અનન્યાએ પોતાની આંખો બંધ કરી પણ તેની કોઈજ શક્તિ તેનો સાથ નહોતી આપી રહી. અચાનક અનન્યાને પોતાની આસપાસ અલૌકિક શક્તિનો ભાસ થયો. તેણે તરત આસપાસ નજર કરી પણ કોઈજ ના દેખાયું. એક આંચકા સાથે જાણે તેના દેહમાં કાંઈક પ્રવેશ્યું હોય એમ તે સળવળવા લાગી. અનન્યા ના ના કરતી પોતાના પગ પછાડતી રહી. અનન્યાની આંખે અંધારા આવવા લાગ્યા. તે મૂર્છિત થઈને નીચે ઢળી પડી.
**********************
આ તરફ આદિત્ય અને ઓમ બંને અમદાવાદ જતા રસ્તે જઈ રહ્યા હતા. ગાડી આદિત્ય ચલાવી રહ્યો હતો. આદિત્યએ સન્નાટાભર્યા માહોલને વિખેરતા ઓમ સાથે વાતચીત કરવાનું શરુ કર્યું.
"ઓમ તું મને તારી સ્ટોરી તો જણાવ પુરી. હોસ્પિટલમાં આપણે બહુ વાત નહોતી થઇ શકી."
"આદિત્ય એમ જોવા જઉં તો હું અનન્યાનો ગુનેગાર છું.મેં એની સાથે કરેલું વર્તન બિલકુલ યોગ્ય જ ના કહેવાય પણ જે રીતે અનન્યાએ મને મોત આપી હતી હું એના લાયક જ હતો."
"શું?? મોત?? વેઇટ જસ્ટ અ મિનિટ?? તું કોઈ ભૂત બુત તો નથી ને??"
"ના આદિત્ય હું તારા જેવો જ માણસ છું. હા મારી મોત થઇ ચૂકી હતી એક વખત પણ મને ફરીથી જીવનદાન મળ્યું હતું. અનન્યાએ એના હાથોથી મને માર્યો હતો પણ એ જ અઘોરીએ મને જીવિત કર્યો હતો."
"અઘોરી?? કોણ અઘોરી??"
"ત્રિલોકનાથ"
"ત્રિલોકનાથ આ તો એ જ અઘોરી હતો જેનું નામ મેં મારી મોમના મોંઢે સાંભળ્યું હતું."
"તારી મોમ અને એને શું લેવાદેવા??"
"ઓમ, મારી મોમ મરી ચૂકી છે પણ તેની આત્મા મારી સાથે જ રહે છે." આદિત્યનાં આમ બોલતા જ ખબર નહીં અચાનક મોસમમાં પલટો આવી ગયો.
બહાર વાવાઝોડુ ફૂંકાવા લાગ્યું. આદિત્યને સામેનો રોડ પર દેખાતો બંધ થઇ ગયો.
"આદિત્ય આ શું થઇ રહ્યું છે અચાનક??"
"આઈ ડોન્ટ નો, અચાનક આવો પલટો!! કાંઈ ખબર નથી પડતી."
"આદિત્ય સામે જો ટ્રક...." ઓમના આટલું કહેતા સુધીમાં તો કારને એક જોરદાર ટક્કર વાગે છે અને કાર જમીનથી હવામાં 2 ફૂટ ઊંચે ફંગોળાઈને નીચે જમીન પર પટકાય છે.
થોડીવાર બાદ....
"ઓમ ઓમ આંખો ખોલ ઓમ." આદિત્ય ઓમના શરીરને હલાવતા કહે છે.
ઓમ ધીરે ધીરે આંખો ખોલે છે પણ તેની પાસે હવે છેલ્લા શ્વાસ ચાલી રહ્યા હોય એટલી જ તાકાત બચાવીને તે આદિત્ય અને એની આસપાસનું દ્રશ્ય જોતો રહ્યો.
"આ.... આ... દિત્ય મારી જોડે બહુ ટાઈમ નથી. આપણો એક્સીડેન્ટ થવો કોઈ સંજોગ નથી. તને તારી મંઝિલ સુધી ના પહોંચવા દેવાનો પ્લાન છે... તું માધવી સાથે વાત કરજે અમદાવાદ જઈને. એ જ તારા સવાલોના જવાબ આપી શકશે અને અનન્યા...... " આટલું બોલીને ઓમે તેના અંતિમ પ્રાણ ત્યજી દીધા.
આદિત્ય જોરજોરથી બુમ મારીને ઓમને ઉઠાડવાનો નિરર્થક પ્રયાસ કરી રહ્યો. તેની આંખોમાં આંસુ આવી ગયા હતા.
આદિત્યને પણ હાથે ફ્રેક્ચર આવ્યું હતુ.આદિત્ય ત્યાંજ બેસીને વિચારવા લાગ્યો. તેને સમજ નહોતી પડતી કે તે આ પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરે!! વારેવારે ઓમનાં કહેલા છેલ્લા શબ્દો તેની મનમસ્તિષ્ક પર જમાવડો રાખીને બેઠા હતા. આદિત્યને વિચાર આવવા લાગ્યો કે "શું ઓમે કહ્યું હોય એમ આ એક પહેલેથી બનાવેલ પ્લાન છે તો નક્કી કોઈ છે જે તેમની ઉપર સતત નજર રાખી રહ્યું છે."
આદિત્યએ કાંઈક વિચાર્યું અને ઉભો થઈને રોડ પાસે આવીને લિફ્ટ માંગવા લાગ્યો. તેણે પોતાની પોકેટમાં રહેલું એક લોકેટ કાઢ્યું અને પોતાની આંખો બંધ કરીને કોઈક મંત્રોચ્ચાર કરવા લાગ્યો.
તેના મંત્રોચ્ચાર થતા જ તેની આસપાસના વાતાવરણમાં ફરી પહેલા જેવી ઉષ્મા પ્રસરી ગઈ.
એક અજાણી કાર આદિત્ય ઉભો હતો તેની બાજુમાં જ ઉભી રહી ગઈ.
"મારે અમદાવાદ જવું છે. તને મેં કહ્યું એમ કર. તારા કામ પછી કરજે."
આદિત્ય આટલું બોલીને એ કારમાં બેસી ગયો. આ વખતે આદિત્ય સતત બહાર થતા માહોલ પર એકીટસે જોઈને ધ્યાન રાખી રહ્યી.
"હું તને અમદાવાદ નહીં પહોંચવા દઉં. એ રાઝ હંમેશા માટે દફનાઈ જાય એવોજ રસ્તો કરીશ.હાહાહા." હવામાં એક કાળો પડછાયો આટલું બોલીને ફરી અદ્રશ્ય થઇ ગયો.
અચાનક આદિત્યના મોબાઈલ પર રિંગ વાગી. અનન્યનો કોલ જોઈને...
ક્રમશ :)
(આપને વાર્તા ગમી હોય તો પ્રતિભાવો આપવાનું નાં ભૂલશો, આપના પ્રતિભાવો મને સારુ લખવાં પ્રેરે છે. )