કોલ સેન્ટર (ભાગ-૧૭) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

કોલ સેન્ટર (ભાગ-૧૭)

ઓકે....!!!ઓકે હું જઈ રહી છું,અને એ પણ તારા ફોને કારણે કોઈ બીજાનો ફોન આવ્યો હોત તો હું તરત જ "ના" પાડી દેત.કે હું નહિ આવી શકું.અનુપમે જેવો ફોન મેક્યો તરત જ ધવલ કેન્ટીનમાં જવા તૈયાર થઈ ગયો,અને જલ્દી તે નીચે કેન્ટીનમાં પોહચી ગયો.

ધવલ કેન્ટીનમાં બેસી વિચારી રહ્યો હતો કે હું માનસીને કેવી રીતે કહશ કે હું તને પ્રેમ કરું છું.ધવલને આજ ડર લાગી રહ્યો હતો.તેનું શરીર ધ્રુજી રહ્યું હતું.નહિ આજે તો મારે મારા મનની વાત માનસીને કહી જ દેવી છે.એક વર્ષથી હું તેને એકતરફી પ્રેમ કરું છું.ક્યાં સુધી તેને હું એ જ રીતે જોયા કરું.જે પણ થાય તે હું ભોગવી લશ પણ આજ હું માનસીને કહીને જ રહશ કે માનસી હું તને ખૂબ પ્રેમ કરું છું.

ધવલ વિચારી રહ્યો તો ત્યાં જ સામે તેને માનસી દેખાણી.આજ તે બ્લેક જીન્સ અને ઉપર બ્લ્યૂ ટોપમાં મસ્ત લાગી રહી હતી.મારી નજર તેનાથી હટતી ન હતી.તે ધીમે પગલે કેન્ટીનમાં આવી બધી બાજુ નજર કરી એ પછી તેની નજર મારી તરફ ગઇ.તે મારી નજીક આવી.હાય,ધવલ તું અહીં શું કરી રહ્યો છે?બસ એમજ."ચા" પીવાનું મન થયું તો હું અહી નીચે કેન્ટીનમાં આવી ગયો.બેસને અહીં ટેબલ ખાલી જ છે.

નહિ ધવલ સોરી,મને કોઈ અહીં મળવા આવી રહ્યું છે.તો હું સામેના ટેબલ પર તેનો ઇંતજાર કરું છું.હજુ ધવલ કઈ બોલે એ પહેલાં જ માનસી તે ટેબલ પર બેસી ગઇ.તે બધી બાજુ જોય રહી હતી.તે વિચારી રહી હતી કે કોણ મને મળવા આવી રહ્યું છે.અનુપમે મને ઉલ્લુ તો નથી બનાવી ને?નહિ અનુપમ મારી સાથે આવી મજાક કરે નહિ.

ત્યાં જ ધવલના મોબાઈલમાં અનુપમનો મેસેજ આવ્યો,બેસ્ટ ઓફ લક....!!!!

માનસી અહીં આવીને બીજા ટેબલ પર બેસી ગઇ છે અને આ મને બેસ્ટ ઓફ લકનો મેસેજ મેકલી રહ્યો છે.મારા શરીરની ધ્રુજારી હવે વધી ગઇ હતી.

અંતે અનુપમને ધવલે મેસેજ કર્યો તું માનસીને મેસેજ કરીને કે ધવલે તને કેન્ટીનમાં બોલાવી છે.

કેમ માનસી બીજા કોઈ જોડે બેઠી છે...?

અરે નહિ અનુપમ તે રાહ જોઈ રહી છે.કોઈને આવા ની તે કહ્યું હતું કે કોઈ તને મળવા માંગે છે પણ તે નામ મારુ આપ્યું ન હતું.

ઓકે..ઓકે..હું માનસીને મેસેજ કરું છું..!!!

"માનસી સામેના ટેબલ પર ધવલ તારી રાહ જોઈ રહ્યો છે"

અનુપમનો મેસેજ જોતા માનસીને ગુસ્સો આવ્યો હું કયારેયની તેની સામે જ બેઠી છું,પણ તેના મો માંથી શબ્દ બહાર નીકાળતો નથી કે મેં તને જ મળવા બોલાવી છે.

માનસી ટેબલ પર ઉભી થઈને ધવલના ટેબલ પર આવી.તારે મને મળવું હતું તો અહીં કેન્ટીનમાં શા માટે બોલાવી તું મને મારી રૂમમાં પણ મળી શકે છો.અને અહીં આવી તો મોં માંથી બોલાય તો ખરાને મેં જ તને અહીં બોલાવી છે.

હા,માનસી હું તને રૂમમાં પણ એ વાત કહી દેત પણ
આ કેન્ટીન તે વાત માટે અનુકૂળ હતું એટલે આ જગ્યા મેં પસંદ કરી.




ઓકે શું કામ હતું મારુ?એવી કઈ વાત હતી કે તે મને અહીં કહેવા માટે બોલાવી.ધવલ હજુ પણ બોલી રહ્યો ન હતો.તે શરમાય રહ્યો હતો માનસી સામે વાત કરવા.તે નીચું જોઈને ફોનમાં જોય રહ્યો હતો.તે મને અહીં બોલાવી છે કોઈ વાત કહેવા માટે તો તું હવે કઈ બોલીશ કે પછી હું જાવ..!!!

માનસી આઇ લવ યુ...!!!હું તને એક વર્ષથી એક તરફી પ્રેમ કરું છું,પણ હું તને કહી નોહતો શકતો.આજ મેં નક્કી કર્યું હતું કે માનસીને મારા દિલની વાત કહી જ દવ.આજ મેં તારી સામે આવીને તને કહી જ દીધું.હું તને ફોર્સ નથી કરી રહ્યો માનસી પણ તને હંમેશા માટે ખુશ રાખીશ.

તારી આદત,તારી બોલવાની કળા,તારી સુંદરતા પર હું ઘણીવાર પીગળી ગયો છું.માનસી હું તારા પ્રેમમાં ઘણા સમયથી પાગલ છું.આજ આ વાત કહેવા જ મેં તને અહીં બોલાવી હતી.

તું મેડીકોલ કોલસેન્ટરમાં મારી બાજુમાં જ બેસતો ધવલ છો ને?

કેમ માનસી તું આવો સવાલ કરે છે..!!!

મને વિશ્વાસ નથી આવતો કે તું મને આ રીતે પ્રપોઝ કરીશ એટલે હું તને પૂછી રહી છું.હા, હું એજ ધવલ છું મેડીકોલ કોલસેન્ટર વાળો.ધવલ વાત છે આજથી બે વર્ષ પહેલાની જ્યારે હું હજુ મેડીકોલ કોલ સેન્ટરમાં આવી જ હતી ત્યારે તું અને અનુપમ બંને આ કોલ સેન્ટરમાં પહેલેથી જ કામ કરી રહ્યા હતા.

એ વખતે હું તારા કામથી તારા પ્રેમમાં પાગલ હતી તને પ્રેમ કરવા લાગી હતી.હું તને મારા મનથી ખૂબ પ્રેમ કરવા લાગી હતી.હું એવું પણ જોય રહી હતી કે ધવલ મારા પ્રેમમાં પડી મારી સાથે લગ્ન પણ કરશે,પણ અફસોસ મારી વાત ખોટી પડી.

તું માધવીને તો ઓળખતો જ હશ?હા,બે મહિના માટે આપણા કોલ સેન્ટરમાં કામ કરવા માટે આવી હતી.હા,તે જ માધવી એક દિવસ મેં તને આપણા મેડીકોલ કોલસેન્ટરમાં માધવી સાથે ઘણી નજીકથી બેસતો જોયો.તેની સાથે ખુશી ખુશીથી વાતો કરતો મેં તને જોયો.મને લાગ્યું કે માધવી તને પ્રેમ કરવા લાગી છે.

તું એની સાથે ખુશ છો.એટલે હું એ દિવસથી તારી સાથે મારા લગ્ન થવાના સપના જોતી બંધ થઈ ગઈ.તે દિવસે હું ખૂબ રડી.અને તને ભૂલી જવાનું નક્કી કર્યું. એ પછી મેં તને હંમેશા માટે મારા દિલમાંથી બહાર નીકાળી દીધો.પણ અચાનક માધવી મેડીકોલ કોલસેન્ટર છોડી કેમ વહી ગઈ એ મને આજ પણ ખબર નથી.

માધવી મેડીકોલ કોલ સેન્ટર છોડીને નોહતી ગઇ પણ વિશાલસરે તેની કોલસેન્ટર માંથી નીકાળી દીધી હતી.

પણ શા માટે?તેણે કોલ સેન્ટરમાંથી પૈસાની સોરી કરી હતી અને તે પકડાય ગઇ હતી,પણ તેણે કોલ સેન્ટરમાંથી પૈસાની ચોરી શા માટે કરી?

માધવીના મમ્મીને કેન્સર હતું અને તેના પપ્પા ઘરમાં પૈસા આપી રહ્યા ન હતા એટલા માટે તેણે કોલસેન્ટરમાંથી ચોરી કરી.પણ વિશાલ સરને પૈસા આપવા જોતા હતા?પણ તેણે માધવીને એક પણ પૈસો આપ્યો નહિ.અને એક દિવસ મારા પર તેનો ફોન આવ્યો કે મેં લગ્ન કરી લીધાં છે.હું ડરી ગયો.મેં તેને કહ્યું માધવી તે આવી રીતે કેમ લગ્ન કરી લીધા.તું તો મારી સાથે લગ્ન કરવાની હતી ને?

પણ તે એટલું જ બોલી મજબુરી હતી.એટલે મેં લગ્ન કરી લીધા.સામે વાળા પૈસા આપવા ત્યાર થયા એટલા પપ્પા એ મારા લગ્ન કરી દીધા.આમ પણ અમારે માથે ઘણું લેણું થઇ ગયું હતું.તે ચૂકવાય ગયું.પપ્પા અને મમ્મી ખુશ છે.હું થોડી દુઃખી છું પણ
સ્ત્રીનું જીવન તને ખબર જ છે ને ધવલ.તે આગળ કહી બોલી નહિ અને તેણે તેનો ફોન કટ કરી દીધો.

મેં એ ફોન પર ઘણી કોશિશ કરી ફોન કરવાની પણ
એ ફોન પર ક્યારેય ફોન નથી લાગતો.હવે હું માધવીને ભૂલી ગયો છું.જે થવાનું હતું તે થઈ ગયું હવે બધું ભૂલી હું મારું નવું જીવન શરૂ કરવા માંગતો હતો.

ઓકે ધવલ પણ મેં હવે કોઈ સાથે મારું નવું જીવન શરૂ કરી દીધું છે.સોરી.!!!તે મને કહેવામાં ઘણું મોડું કરી દિધું,અને હા,ટૂંક સમયમાં જ અમે બંને લગ્ન પણ કરી રહ્યા છીયે.તું મને સવાલ નહિ કરતો કે તે કોણ વ્યક્તિ છે.તારા સવાલનો જવાબ તને મારા લગ્ન પછી મળી જશે.માનસી ટેબલ પરથી ઉભી થઈને કેન્ટીની બહાર ચાલી ગઇ.

***********ક્રમશ**************


લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)