call center - 16 books and stories free download online pdf in Gujarati

કોલ સેન્ટર (ભાગ-૧૬)


તે મેસેજમાં સૌથી પહેલા લખ્યું છે કે તું મને પ્રેમ કરે છે.હા,તારી વાત એકદમ કડક છે.તે મને જે તારા મનમાં હતું તે મને કહી દીધું કે તું મને પ્રેમ કરે છે.મને પણ તારી વાત ગમી,પણ પ્રેમ ફક્ત આકર્ષણથી નથી થતો.તે મારુ રૂપ જોઈને પ્રેમ કર્યો છે.

**************************************

હું તારા પ્રસ્તાવને ઠુકરાવતી નથી કે કોઈ મજાક પણ બનાવતી નથી,પણ આ તારો એક તરફી પ્રેમ મને મંજુર નથી.પલવી એ તેના ઈસ્ત્રી કરેલા કપડા અનુપમની બાજુમાંથી લઇ કબાટમાં મેકયા.

એટલે તું કહેવા શું માંગે છે?

એ જ કે તું મને તારા પ્રત્યે કોઈ એવી ફીલિંગ્સ બતાવ કે હું તને પ્રેમ કરવા લાગું.કોઈ મારા માટે એવું વસ્તું કર કે હું તને પ્રેમ કરવા લાગું.તું મને કોઈ સરપ્રાઈઝ આપી ખુશ કર કે હું તારી તરફ આકર્ષવા લાગું.મને તું ગમે છે એવું નથી કે હું તને પસંદ પણ નથી કરતી,પણ મારા જીવનમાં મારે થોડી ખુશી જોઈએ છે,કોઈનો પ્રેમ જોઈએ છે.જો તું તારા પ્રત્યે મને પ્રેમનું આકર્ષણ કરાવીશ તો હું સામે આવી ને કહશ કે અનુપમ હું તને ખૂબ પ્રેમ કરું છું.

બસ આજ વાત કરવા મેં તને અહીં બોલાવ્યો હતો.તારે મને કંઈ સવાલ કરવો હોઈ તો કરી શકે છો.નહિ પલવી..!!અનુપમ પલવીને બેડ પરથી ઉભો થઇને રૂમની બહાર જતો હતો.

એક મિનિટ અનુપમ..!!તું મને મેસેજ કરી ગમે ત્યારે ડિનર માટે બોલાવી શકે છો.હું તને ડિનર માટે "ના" નહિ પાડું.અનુપમ પલવીને એક સરસ મજાની સ્માઇલ આપી રૂમની બહાર નીકળી ગયો.

સાંજનો સમય થઈ ગયો હતો.ધવલ નીચે લટાર મારવા નીકળ્યો.હોટલના કેન્ટીનમાં જઈ એક ટેબલ પર બેઠો.તેની નજર અહીં શું મળે છે તે પર ન હતી પણ તે આજુબાજુ જોઈ રહ્યો હતો અહીં કોઈ છે તો નહીં ને?ત્યાં જ તેની નજર એક કાર પર પડી.તે કાર માંથી કોઈ એક આકૃતિ નીચે ઉતરી રહી હતી.તેણે ગુલાબી રંગનું ટીશર્ટ અને બ્લ્યુ કલરનું જીન્સ પહેરું હતું.તેનો ચહેરો મને સ્પષ્ટ દેખાય રહ્યો ન હતો,પણ તે ગાડીમાંથી ઉતરી કોઈની રાહ જોઈ રહી હોઈ એવું મને લાગી રહ્યું હતું.

થોડીજવારમાં એક વોચમેન તેની પાસે આવ્યો,અને તેણે સવાલ કર્યો.તે આકૃતિ એ હકારમાં માથું ધુણાવ્યું.વોચમેન તેની બેગ લઇ લીધી અને તે વોચમેંની પાછળ પાછળ આવી રહી હતી.તે મારી નજીક નહિ પણ મારાથી દુર જઈ રહી હતી એટલે હું તે આકૃતિનો ચેહરો સ્પષ્ટ જોય ન શક્યો,પણ શાયદ તે જ વિશાલ સરની વાઈફ હોય,એવું મને લાગી રહ્યું હતું.આ હોટલમાં ફક્ત મીટીંગમાં જે લોકો છે તે જ આવી શકે છે.તો આ આકૃતિ કોણ હોઈ શકે પાયલ કે બીજું કોઇ?

હું કેન્ટીન માંથી ઉપર જઈને અનુપમની રૂમમાં ગયો.આવ ધવલ શું છે આજના સમાચાર?અનુપમે મને સવાલ કર્યો...!!!

બસ જો હું પણ હજુ નીચેથી તારી રૂમ પર આવ્યો છું.શાયદ પાયલ આ હોટલમાં આવી ગઇ હશે.શાયદ કે પછી તે તેને નીચે જઈને નજરે જોય.હા,જોય પણ હું કેન્ટીનમાં હતો.એટલે તેનો ચહેરો સ્પષ્ટ હું જોય ન શક્યો.તે મારાથી ઘણી દૂર હતી.જે હોઈ તે આજ સાંજે બધી જ આપણને ખબર પડી જશે.

પણ તારે હવે આ વાતનો લાભ લઇને માનસીને તારા પ્રેમની વાત કહી દેવી જોઈએ.હા,અનુપમ હું પણ એ જ વિચાર કરી રહ્યો છું કે મારા મનની વાત માનસીને હું આજે જ કહી દવ.બે દિવસથી વિશાલસરે સાથે નફરત પણ તે કરી રહી છે,પાયલને બંનેના અફેરની વાત ખબર પડી ત્યારથી.

તું એક કામ કર માનસીને કોલ કરીને તું તેને કે તને કોઈ કેન્ટીનમાં બોલાવે છે.ઓકે તું કેન્ટીનમાં જા હું માનસીને કોલ કરું છું એ કેન્ટીનમાં આવશે.પણ,તું એકવાર એને ફોન કરી પૂછી તો લે કે તે આવશે કે નહીં તો જ હું નીચે જાવ.આમ પણ એને તૈયાર થવામાં થોડો સમય લાગશે ત્યાં સુધીમાં તો હું કેન્ટીનમાં પોહચી જશ.

ઓકે ધવલ હું અત્યારે જ ફોન કરું છું.તું તૈયાર છો ને
હા, અનુપમ તું મને હવે સવાલ ન કર.નહિ તો મારું મન ફરી જશે.

ઓકે..ઓકે..

હા,બોલ અનુપમ કઈ કામ હતું.હા,માનસી નીચે કેન્ટીનમાં તારી કોઈ રાહ જોઇ રહ્યું છે.અત્યારે અને કેન્ટીનમાં કોણ છે?તું જશ કે નહીં...?મને સવાલ ન કર...!!હા,ઓકે અનુપમ હું થોડીવારમાં નીચેની કેન્ટીનમાં જાવ છું.પણ,તું મને વાત કરીશ કે કેન્ટીન પર મારી કોણ રાહ જોઈ રહ્યું છે?માનસી તું સવાલ ન કર.

ઓકે....!!!ઓકે હું જઈ રહી છું,અને એ પણ તારા ફોને કારણે કોઈ બીજાનો ફોન આવ્યો હોત તો હું તરત જ "ના" પાડી દેત.કે હું નહિ આવી શકું.અનુપમે જેવો ફોન મેક્યો તરત જ ધવલ કેન્ટીનમાં જવા તૈયાર થઈ ગયો,અને જલ્દી તે નીચે કેન્ટીનમાં પોહચી ગયો.

***********ક્રમશ**************


લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED