દિલની વાત ડાયરી માં - 6 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

દિલની વાત ડાયરી માં - 6

આગલા ભાગમાં જોયું કે રેહાન ને જોવા આવનાર છોકરી રીયા જ છે. રેહાનનાં ઘરે થી હા કહે છે પરંતુ રીયાના પરીવાર તરફથી કંઈ જવાબ નથી આવ્યો.. આગળ જોઈએ શું થાય છે..?
રીયા મુંઝવણમાં છે હા કહુ કે ના.. રીયાનું દિલતો રેહાન માટે હા કહે છે.. આખરે તે નિર્ણય કરે છે રેહાનને એક વખત મળશે તેને જાણવાનો પ્રયત્ન કરશે પછી જવાબ આપશે. મીનાબેન નલીનભાઈને કહે છે રેહાન સારો છોકરો છે અને તેનો પરીવાર પણ પરંતુ આપણી પાસે એમના જેટલા પૈસા નથી.. જો આપણે હા કહીશું લગ્ન માટે તો એટલો બધો ખર્ચો આપણાથી નઈ પોષાય. નલીનભાઈ કહે છે..રીયા ત્યાં ખુશ રહેશે અને માણસો તો ઓળખીતા જ છે.. રહી વાત લગ્નનાં ખર્ચાની તો એતો બધુ થઈ જશે અને કેશવભાઈ સમજુ માણસ છે. નલીનભાઈ તો સંમતિ દર્શાવે છે રીયા અને રેહાનનાં લગ્ન માટે પણ મીનાબેન હજી અવઢવમાં છે. ત્યાં રીયા આવે છે અને નલીનભાઈ તેને પૂછે છે કે રીયુ તે શું વિચાર્યુ રેહાન માટે?
રીયા : પપ્પા, જો તમને વાંધો ન હોય તો હું હજી રેહાનને એક વખત મળવા માગું છુ. ઘરનાં બધા લોકો બહુ સારા છે પરંતુ એક જ વખતમાં છોકરો જોઈ કેમની હા કહી દઉ..! જેની સાથે આખી જિંદગી વિતાવવાની હોય એ કેવો છે કેવો નઈ એ જાણવું જરૂરી છે. નલીનભાઈને રીયાની વાત બરાબર લાગે છે તેથી તે કહે છે, સારૂ તો હું કેશવભાઈ સાથે વાત કરીને તમારી મીંટિગ કરાવુ. નલીનભાઈ કેશવભાઈ સાથે વાત કરે છે. રીયા અને રેહાનને બે દિવસ પછી કેફેમાં મળવાનુ હોય છે. આ બાજુ રેહાન ને હવે કામ વધી જાય છે તેથી કામમાં જ તે વ્યસ્ત રેહતો હોય છે. રીયાના મળવાનાં આગલા દિવસે તેને સત્યમ ઈન્ડસટ્રીઝ માંથી મેનેજરનો કોલ આવે છે, ગુડ આફટરનુન સર.. તમારે પંદર દિવસ માટે બિઝનેસ મીટિંગમાં જવાનું છે અને તમારી સાથે એક એમ્પલોય પણ આવશે તમારી મદદ માટે.. તમારી ફ્લાઈટ કાલે રાત્રે છે. બધી ડિટેઈલ્સનો મેઈલ કર્યો છે જોઈ લેજો સર... ત્યાં જ રેહાન થોડો ગુસ્સામાં કહે છે કે.. કાલે જવાનુ છે અને તમે મને હમણાં ઈન્ફોર્મ કરે છે. પ્રેઝન્ટેશન પણ નથી રેડી.. મેનેજર માફી માંગે છે અને કહે છે.. સોરી સર પણ સામે વાળી પાર્ટીએ તાત્કાલિક જ મીટિંગ ગોઠવી દીધી. રેહાન સારૂ કહી ફોન મૂકી મેઈલ ચેક કરે છે જેમાં પહેલા બે દિવસ દિલ્હીમાં રોકાવાનું હોય છે ત્યાંથી પાંચ દિવસ માટે સિંગાપુર, પછી ચાર દિવસ માટે દુબઈ અને પછીનાં ચાર દિવસ માટે જર્મની.. રેહાન ફટાફટ કામ પતાવી ઘરે આવે છે.. જમીને બધાં બેઠા હોય છે ત્યારે તે બિઝનેસ મીટિંગ માટે બહાર જવાનું છે તે ઘરે કહે છે.
કેશવભાઈ કાલની રીયા સાથેની મીટિંગનું પૂછે છે કે, તું રીયાને મળીને જઈશ કે નહી?? રેહાનને તો ખૂબ ઈચ્છા હતી પરંતુ કાલે ઓફીસનુ કામ પતાવવું ખૂબ જરૂરી હતું તેથી તે કહે છે, સોરી ડેડ કાલે તો નઈ મળાય પરંતુ જો તેમને પ્રોબ્લમ ના હોય તો પંદર દિવસ પછીનું મળવાનું રાખીએ.! કેશવભાઈ હા કહીને નલીનભાઈ સાથે વાત કરીલે છે.
બીજા દિવસે રેહાન વહેલો તેની ઓફીસ પહોંચી કામમાં લાગી જાય છે. બધાને બધુ કામ સોંપીને સત્યમ ઈન્ડસટ્રીઝની ઓફીસમાં પહોંચે છે..તેની કેબીનમાં જઈ ડેસ્ક પર પડેલી બધી ફાઈલ વાંચી સાઈન કરે છે અને મેનેજરને તેની કેબીનમાં બોલાવે છે. મેનેજર આવે છે તેને બેસવાનું કહી મીટિંગની ડિટેઈલ્સ પૂછે છે જેથી તે ડિલ કંપનીને અપાવી શકે..અને છેલ્લે તે કહે છે કે, મારી સાથે જે પણ આવવાનું હોય તેને કહે મને મળીને જાય. આ બાજુ રીયા તેના ડેસ્ક પર કામ કરી રહી હોય છે ત્યાં જ મેનેજર આવે છે અને તેને કેબીનમાં આવવાનું કહી જતા રહે છે કામ પતાવી રીયા મેનેજરને મળવા જાય છે.. મેનેજર રીયા ને કહે છે, મિસ રીયા તમારે પંદર દિવસ માટે બિઝનેસ મીટિંગમાં નવાં ડિરેકટર સાથે જવાનું છે અને તમારે સરને આસ્સિટ કરાવાનું રહેશે. બધી ડિટેઈલ્સ તમને મેઈલ કરી દીધી છે કાલે ફ્લાઈટ છે તમારી તૈયારી કરી દેજો.. સરનો નંબર પણ હશે મેઈલમાં, સેવ કરી દેજો તમારા ફોનમાં અને હા ઘરે જતાં પહેલા નવા સરને મળીને જજો. રેહાન કામ પતાવી તરત નીકળી જાય છે ઘરે જઈ પેંકીગ કરે છે અને તેને યાદ આવે છે કે તેને તો એ વ્યકિતને મળવાનું હતુ જે તેની સાથે આવવાની હતી. તે મેનેજરને કહી નંબર મેસેજ કરવા કહે છે. મેસેજ આવતા તરત રેહાન ફોન કરે છે.. સામા છેડે ફોન ઉચકતા જ રેહાન બોલે છે કે સોરી મારે તમને મળવાનું હતુ ને હું નીકળી ગયો.. સાંજે રેડી રેહેજો તમે હુ તમને પીક કરી લઈશ..તમે ફક્ત લોકેશન મોકલી આપજો.. રીયા હા કહી ફોન મૂકે છે. રીયા તેની ઘરે વાત કરી લે છે કે તેને પંદર દિવસ માટે ઓફિસ ના કામથી બહાર જવાનુ છે. ઘરે આવી પેકીંગ કરે છે..જવાનો સમય હજી નહોતો થયો તેથીતે આરામ કરે છે.
રેહાન રેડી થઈ તેની બેગ લઈ નીચે આવે છે ડ્રાઈવરને બેગ આપી તેની મોમ-ડેડને મળીને ગાડી માં બેસે છે. ડ્રાઈવરને એક એડ્રેસ આપી શાંતિથી આંખ બંધ કરીને બેસી જાય છે અને રીયાને યાદ કરે છે. આ બાજુ રીયા ફટાફટ રેડી થઈ જમીને બધું વ્યવસ્થિત કરી ઘર લોક કરે છે .. બેગ લઈને બહાર ઊભી રહે છે અને વાળ સરખા કરતી હોય છે. રેહાન ની ગાડી ઊભી રહેતા રેહાન ની આંખ ખૂલે છે અને ડ્રાઈવરને પૂછે છે કેમ ગાડી ઊભી રાખી? ડ્રાઈવર જવાબ આપતા કહે છે, રેહાનભાઈ તમે જે એડ્રેસ કહ્યું તે આવી ગયું છે.. ત્યાં જ રેહાનની નજર રીયા પર પડે છે.. રીયા તેના વાળ સરખાં કરતી હોય છે.. રેહાનતો જોતો જ રહે છે અને તે સમજી જાય છે કે બિઝનેસ મીટિંગમાં તેની સાથે રીયા આવાની છે જેનાંથી તેના ચહેરા પર સ્માઈલ આવી જાય છે..રેહાન રીયાને બૂમ પાડે છે.. મિસ રીયા હેર સરખાં થઈ ગયા હોય તો જઈએ ફ્લાઈટનો ટાઈમ થવા આવ્યો છે. રીયા રેહાનને જોઈ રહે છે અને ફટાફટ ગાડી તરફ ચાલવા લાગે છે અને કહે છે, સર તમે અહીંયા..રેહાન કહે છે, અત્યારે આપડે ઓફીસમાં નથી એટલે રેહાન કહેશેતો ગમશે. ડ્રાઈવર રીયાનો સામાન પાછળ મૂકે છે. રીયા રેહાન સાથે બેસે છે અને ગાડી એરપોર્ટ તરફ જવા નીકળે છે. આખા રસ્તામાં બંને માંથી કોઈ કંઈ નથી બોલતું. વાત બંનેને કરવી હોય છે પરંતુ શું વાત કરવી તે ખબર નથી પડતી. બંને એકબીજાને ત્રાંસી આંખથી જોઈ લેતા હોય છે. એરપોર્ટ પર આવી ચેક ઈન કરી બંને વેઈટીંગ એરીયામાં બેસે છે. રેહાન હિંમત કરી વાત કરવાનું ચાલુ કરે છે પહેલા તો ઓફિસના કામને લગતી વાત કરે છે.. પછી તે રીયાને કહેવાનું વિચારે છે કે મને તો તું બહુ પહેલેથી જ પસંદ છે પરંતુ જો હમણાં કહીશ તો રીયા શું વિચારશે?? તેથી રેહાન પહેલા દોસ્ત બનવાનું નક્કી કરે છે. રીયાને પણ બધું પૂછવુ હોય છે પરંતુ બોલી નથી શકતી ત્યાં જ ફ્લાઈટનું અનાઉન્સમેન્ટ થતા તેઓ ફ્લાઈટ તરફ ચાલવા લાગે છે. બંનેની સીટ બાજુમાં જ આવે છે. રેહાનને તો કંઈ વાંધો નથી આવતો પરંતુ રીયા ને જરા અતડું લાગ છે અને આ વાત રેહાન સમજી જાય છે તેથી તે રીયા ને કહે છે.. be comfortable..! જો તને ન ફાવે તો હું કોઈ બીજા સાથે સીટ બદલી લઈશ.
રીયા : ના ના.. i’m fine. કોઈ અજાણ્યા સાથે બેસવા કરતા તમારી સાથે ફાવશે..! બંને ડીનર કરી બેસે છે ત્યા તો દિલ્હી આવી જાય છે. તેમનો સામાન લઈ બહાર આવે છે. તેમને લેવા માટે ગાડી આવી ગઈ હોય છે તેઓ સામાન ગોઠવી ગાડીમાં બેસી જાય છે. ગાડી ફોર સીઝન્સ હોટલ માં આવી ઊભી રહે છે. રીયા અને રેહાન ને બે દિવસ અહીં જ રોકાવાનું હોય છે. બંનેની રૂમ બાજુ બાજુમાં હોય છે. રેહાન રીયાને ગુડ નાઈટ કહી તેના રૂમમાં ફ્રેશ થઈ સૂવા પડે છે. રીયા પણ સૂઇ જાય છે. સવારે રેહાનની રૂમનો ડોરબેલ વાગતા તે ઊઠી જાય છે ઘડીયાળ માં ટાઈમ જોઈ છે તો હજી સાડા છ જ વાગ્યા હોય છે અને વિચારે છે આટલી સવારે કોણ હશે? દરવાજો ખોલે છે તો સામે રીયા ઊભી હોય છે.. નાહીને તૈયાર થઈને આવી હોય છે.. હાથમાં લેપટોપ હોય છે.
રેહાન પૂછે છે, આટલી જલ્દી કેમ ઊઠી ગઈ? રીયા થોડી નર્વસ લાગી રહી હોય છે. રેહાન તેને અંદર આવાનુ કહે છે.. રીયા પહેલા ખચકાય છે.. રેહાન કહે છે. ગભરાઈશ નહીં કંઈ નઈ કરું તને.. હસીને બાથરૂમમાં જતો રહે છે.. રેહાન તૈયાર થાય ત્યાં સુધી રીયા નીચું માથું કરી લેપટોપમાં કામ કર્યા કરે છે. ડોરબેલ વાગતા રેહાન રીયાને દરવાજો ખોલવા કહે છે. તે ખોલીને જોઈ છે તો બ્રેકફાસ્ટ આવ્યો હોય છે. રેહાન રીયા ને બ્રેકફાસ્ટ કરવી બોલાવે છે.. રીયા ના કહે તેની પહેલા રેહાન કહે છે, મને ખબર છે તુંએ કંઈ નથી ખાધું એટલે બ્રેકફાસ્ટ તો કરવો જ પડશે. રીયા તેને જોઈન કરે છે. થોડી મસ્તી પણ કરે છે બંને.. રીયા રેહાન સાથે થોડી થોડી ખૂલવા લાગે છે. રેહાન રીયાને મીટિંગનું પૂછે છે કેમનું છે પ્રેઝન્ટેશન? રીયા નર્વસ થઈ જાય છે અને તેને પરસેવો થઈ જાય છે.. આખા શરીર પર ધ્રુજારી આવી જાય છે. રેહાનનું ધ્યાન ફાઈલ્સમાં હોય છે. રીયા જવાબ ન આપતા ફરી પૂછે છે.. પરંતુ રીયાથી કંઈ બોલાતુ નથી. રેહાન રીયા તરફ જોઈ છે તો રીયા ધ્રુજતી હોય છે.. રેહાન ફટાફટ રીયાને પાણી આપે છે અને રીયાને શાંત થવા કહે છે. રીયાને આવી હાલતમાં જોતા રેહાનને રીયાની ચિંતા થવા લાગે છે. રેહાન ડોક્ટર બોલાવાનું કહે છે પરંતુ રીયા ના કહે છે.
રેહાન રીયાને પૂછે છે કે અચાનક તને શું થઈ ગયું?

વધુ આવતા ભાગમાં જાણીશું કે રીયા ને અચાનક શું થઈ ગયું?
રેહાન રીયાને દોસ્ત બનાવી શકશે? રીયા ને રેહાન ગમશે કે નહી?
તમારો ખૂબ આભાર દર્શકો આગળનાં ભાગને વાંચવા અને લાઈક કરવા માટે.