dilni vaat dayrima - 11 - last part books and stories free download online pdf in Gujarati

દિલની વાત ડાયરીમાં - 11 (અંતિમ ભાગ)

આગળના ભાગમાં જોયું કે રેહાન રીયાને પ્રપોઝ કરે છે સાથે રીયા પણ તેનો પ્રેમ રેહાન સામે કન્ફેસ કરે છે અને બંને તેમની ટ્રીપ પતાવી ઈન્ડિયા પાછા આવે છે.. હવે આગળ....

રીયા બે દિવસ આરામ કરી તેની ફેમીલી સાથે સારો સમય વિતાવે છે અને બીજા દિવસે વડોદરા જવાનું હોવાથી તે તેનો સામાન પેક કરી રહી હોય છે ત્યાં જ મીનાબેન અને નલીનભાઈ રીયાને રૂમમાં આવે છે. નલીનભાઈ આડીઅવળી વાત કર્યા વગર સીધુ જ રીયાને પૂછી લે છે કે તને રેહાન કેવો લાગ્યો, તને એ પસંદ છે?

રીયા મનમાં જ જવાબ આપે છે મને તો ખૂબ ગમે છે અને સગાઈ પણ કરી દીધી છે માફ કરજો પપ્પા.. હું મેરેજ પણ તેની સાથે જ કરીશ.. ત્યાં જ નલીનભાઈ તેનો હાથ ઢંઢોળીને કહે છે, ક્યાં ખોવાય ગઈ? રીયા કહે છે, પપ્પા મને રેહાન પસંદ છે એ સારો છોકરો છે. નલીનભાઈ ખુશ થઈ જાય છે પરંતુ આ જ ખુશી મીનાબેનના ચહેરા પર નહોતી જોવા મળતી. આ વાત રીયા નોટીસ કરે છે અને તે બોલે છે, શું વાત છે મમ્મી? મે હા પાડી મેરેજ માટે અને તુ ઉદાસ છે..! કેટલા સમયથી તુ મને મેરેજનુ પૂછતી અને આજે જ્યારે હું માની ગઈ મેરેજ માટે તો તું કંઈ બોલતી નથી અને ખુશ પણ નથી લાગતીને?

મીનાબેન વાત છુપાવતા કહે છે, ના ના અવું કંઈ નથી બેટા.. આ તો તુ મેરેજ કરીને સાસરે જતી રઈશ પછી અમે તારી વગર કેમ રહીશું તેવુ વિચારી ઉદાસ થતી હતી. નલીનભાઈને ખબર પડી જાય છે કે રીયાના મમ્મી શુ વિચારે છે..!

નલીનભાઈ ઊભા થાય છે અને કહે છે, બેટા તુ હવે સૂઈ જા કાલે વહેલું ઊઠવાનું અને વડોદરા જવાનું છે.

નલીનભાઈ અને મીનાબેન તેમના રૂમમાં આવે છે. નલીનભાઈ તરત મીનાબેન ને કહે છે, તું ખાલી ખોટી ચિંતા કરે છે લગ્નનાં ખર્ચાની, કેટલી વખત કીધું તને કે આપડે રીયાના લગ્ન સારી રીતે કરાવીએ એટલું સેવીગ્સ છે..! તુ ખાલી રીયાની ખુશી જો.. આપણાને જે છોકરો પસંદ આવ્યો છે તેને પણ તે ગમે જ છે અને રેહાન સરસ છોકરો છે તે આપણી રીયાને હંમેશા સુખીથી રાખશે.

રીયા અને રેહાન પોત પોતાના કામમાં લાગી જાય છે. બંને પોતાના પેન્ડિંગ કામ પતાવી રોજ સાંજે મળતા, એકબીજા સાથે સમય પસાર કરતા.. આમ અઠવાડીયું નીકળી જાય છે.

આ બાજુ કેશવભાઈ અને પ્રેમીલાબેન નલીનભાઈનાં ઘરે જઈને રેહાન અને રીયાનું સગપણ કરવાનું વિચારે છે. બે દિવસ પછી તેઓ સીધા જ નલીનભાઈનાં ઘરે પહોંચી જાય છે. સંજોગોવસાત નલીનભાઈ ઘરે જ હોય છે, કેશવભાઈને જોતા નલીનભાઈ આવકારે છે.. ચારેય ખૂબ વાતો કરે છે. કેશવભાઈ સીધું જ નલીનભાઈને કહી દે છે રેહાન અને અમને તો રીયા પહેલેથી જ પસંદ છે જો તમે હા કહો તો તેમના સગપણનું કંઈક વિચારીયે..!

નલીનભાઈ કહે છે કે રીયા અને અમને પણ રેહાન પસંદ છે. તરત જ કેશવભાઈ કહે છે પણ અમારી એક શરત છે. નલીનભાઈ પૂછે છે, શું શરત છે?

કેશવભાઈ હસતા હસતા કહે છે, સગાઈ અમારે ત્યાં જ થશે અને લગ્ન તો તમારે ત્યાં જ કરવાના હોય પરંતુ લગ્નમાં બહુ વધારે લોકોને નઈ બોલાવીએ. તમારે છૂટ છે જેટલું માણસ બોલાવુ હોય પરંતુ અમારી બાજુથી તે ફક્ત પચાસ માણસ જ આવશે.

નલીનભાઈ તરત જ કહે છે, એવું તો કંઈ હોતુ હોય તમારે છૂટ છે જેટલાં માણસ લઈને આવવા હોય એટલાં લાવી શકો છો.

કેશવભાઈ એક વખત કીધું એટલે ફાઈનલ. મેરેજ માં આપડા લોકો હોય તો જ મજા આવે અને હુ રહ્યો ધંધાદારી માણસ, મારે તો સગાં-વ્હાલાં કરતાં બહારનાં લોકો વધારે થાય અને તે માટે અમે રીસેપ્સન તો રાખવાનાં જ છેને.

બંને વચ્ચે થોડી આનાકાની થયા પછી નલીનભાઈ માની જાય છે. સગાઈની તારીખ નક્કી થાય છે. નલીનભાઈ થનારા વેવાઈ- વેવાણને જમાડીને વિદાય આપે છે.

નલીનભાઈ મીનાબેનને કહે છે, જોયું હુ તને કહેતો હતોને, કેશવભાઈ અને તેમનો પરીવાર ખૂબ સારો છે, આપણી રીયું ક્યારેય દુ:ખી નહીં થાય.

રેહાન તેની ઓફીસમાં કામ કરતો હોય છે. રિષીતાનો ફોન આવે છે, ભાઈ જલ્દી ઘરે આવો મમ્મી રડે છે. રેહાન પૂછે છે, શું થયું મમ્મીને? રિષીતા રડતા રડતા કહે છે, તમે જલ્દી આવો..

રેહાન ફટાફટ ગાડી ઘર તરફ ભગાવે છે. ગાડી માંથી ઊતરી સીધો તેના મમ્મી-પપ્પાનાં રૂમ તરફ ભાગે છે, જેવો તે રૂમમાં પ્રવેશે છે તરત જ કેશવભાઈ, પ્રેમીલાબેન અને રિષીતા જોરથી બોલી ઉઠે છે, સરપ્રાઈઝ..!!

રેહાન તેના મમ્મી તરફ જોઈ છે અને કહે છે તમે તો રડતા હતા અને હવે તો જો કેટલી ખૂશ દેખાય છે. રિષીતા બોલે છે.. ઓહ.. ભાઈ..! કોન્ગ્રેચ્યુલેશન..! તમારી સગાઈ થવાની છે તમારા સપનાની રાણી સાથે..! રેહાન તેના પપ્પા સામે જોઈ છે.. કેશવભાઈ હા કહે છે. રેહાન તો જાણે સાતમા આસમાને હોય એવી ખૂશી થાય છે તેને જે ગમતી છોકરી સાથે તેના લગ્ન થવાના છે એ વાત જાણી ભગવાનનો આભાર માને છે અને તેના મમ્મી-પપ્પાને હગ કરે છે.

આ બાજુ રીયા પણ ખૂશ છે.

બંને ફેમીલી સગાઈ અને લગ્નની તૈયારીમાં લાગી જાય છે.

જોતજોતામાં સગાઈનો દિવસ આવી જાય છે. રેહાન અને રીયાની સગાઈ ધામધૂમથી થાય છે. સગાઈના દિવસે રાત્રે રેહાન રોજ જે ડાયરીમાં લખતો તેમાં છેલ્લે લખે છે મારી આ સફરનું નામ દિલની વાત ડાયરીમાં.

બે મહીના પછી.. રેહાન અને રીયાનાં લગ્ન થાય છે. રીસેપ્સન પત્યા પછી રેહાન તેના મિત્રો સાથે બેઠો હોય છે જ્યારે રીયા તેના નવા રૂમમાં(રેહાનનાં) ડાયરી લઈને તેમાં શીર્ષક લખે છે, દિલની વાત ડાયરીમાં..

હા, બંને તેમની ડાયરીનું શીર્ષક અનાયાસે સરખું જ રાખે છે જેની તેમને બંનેને જાણ નથી. રેહાન માટે તે

શીર્ષક રીયા સાથેની લગ્ન પહેલાની યાદોની હતી જ્યારે રીયા રેહાન સાથે લગ્ન થયા પછીની યાદો તેમાં કંડારવા માંગતી હતી.

આ સ્ટોરીને અહીં પુર્ણવિરામ આપું છું. મને આશા છે કે તમને આ સ્ટોરી ગમી હશે. પહેલી વખત પ્રયાસ કર્યો છે લખવાનો ભૂલચુક હોય તો માફ કરજો. આગળ નવી રસપ્રદ સ્ટોરી લખવાનો પ્રયત્ન જરૂર કરીશ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED