દિલની વાત ડાયરી માં - 7 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

શ્રેણી
શેયર કરો

દિલની વાત ડાયરી માં - 7

આગળ જોયું કે રીયા અને રેહાન મીટિંગ માટે પંદર દિવસ બહાર જવાનું હોય છે અને પહેલા તેઓ દિલ્હી પહોંચે છે જ્યાં રીયાની તબિયત થોડી બગડે છે..હવે આગળ...
રીયાની આવી હાલત જોઈ રેહાન ગભરાય છે.. રીયા રેહાનને કહે છે, મને થોડું સારૂં લાગે છે નર્વસનેસ નાં લીધે આવું થયું છે.રેહાન તેને આરામ કરવાનું કહે છે અને સાથે કહે છે કે કામનું ટેન્શન ન લઈશ મીટિંગ તો હું હેન્ડલ કરી લઈશ. રેહાન તેના કામમાં લાગી જાય છે. કલાક આરામ કર્યા બાદ બંને મીટિંગ માં જાય છે. જે રીતે રેહાન કલાયન્ટસ ને હેન્ડલ કરે છે અને મીટિંગ કરે છે રીયા તો જોતી જ રહી જાય છે. બધુ પત્યા બાદ બંને ફ્રેશ થઈ સાંજે ડિનર પર મળવાનું નક્કી થાય છે. સાંજે ડિનર કરતાં રેહાન રીયાને સમજણ આપે છે કામ ની કે કેવી રીતે કરવું, કલાયન્ટ સાથે કેવી રીતે કામ કરવું બધું સમજાવે છે. વાત કરતા કરતા ડિનર પતાવે છે. બે દિવસ દિલ્હીમાં કામ પત્યા બાદ તેઓ સિંગાપુર પહોંચે છે. અહીંયા રીયા અન્ રેહાન બંને સાથે મળીને મીટિંગ પૂરી કરે છે અને કોન્ટ્રાક તેમની કંપનીને અપાવવામાં સફળ થાય છે. રીયા ખુશ હોય છે કે રેહાન ના કારણે તેનામાં આત્મવિશ્વાસ આવે છે તેથી તે રેહાનને થેન્ક યુ કહેવા માંગતી હોય છે. મીટિંગ પૂરી થયા પછી તે રેહાન ને થેન્ક યુ કહેવા જાય છે ત્યાં જ રેહાનને કોલ આવે છે તેથી તે કહી નથી શકતી. રેહાન રીયા પાસે આવે છે અને કહે છે કે હવે બે દિવસ પછી એક મીટિંગ હશે ત્યાં સુધી આપડે થોડું ફરી લઈશું અને જો તને પ્રોબ્લમ ન હોય તો સાંજે બહાર ડિનર પર જઈએ? રીયા વિચારે છે ડિનર વખતે જ થેન્કસ કહી દઈશ અને તે રેહાનને હા કહે છે. બંને હોટલ પર જઈ આરામ કરે છે રેહાન બહુ આરામ નથી કરતો કેમ કે તેને પોતાની કંપનીનુ થોડુ કામ હોય છે તેથી તે લેપટોપ પર કામ કરે છે. સાંજનો સમય થતા રેહાન ફ્રેશ થઈ રેડી થાય છે અને રીયાને કોલ કરે છે અને પૂછે છે કે તે રેડી હોય તો ડિનર માટે નીકળએ? સામે રીયા હા નો જવાબ આપી ફોન મૂકે છે.
બંને ત્યાંની ફેમસ રેસ્ટોરન્ટ પર પહોંચે છે જ્યાં રેહાન એ પહેલેથી જ ટેબલ બુક કરાવી દીધુ હોય છે. બંને ત્યાં જઈને બેસે છે.. વેઈટર તેમને વેલકમ ડ્રીંક સર્વ કરે છે. રીયા વિચારે છે કે આ જ સારો સમય છે રેહાન ને આભાર વ્યકત કરવાનો..અને સામે રેહાન વિચારે છે કે આજે ખુલ્લા મનથી રીયા સાથે વાત કરી લઉં. ત્યાં જ બંને એક સાથે બોલી ઊઠે છે.. અને એક સાથે બોલવાથી બંને હસી પડે છે. રેહાન રીયા ને કહે છે, લેડીઝ ફર્સ્ટ..! રીયા રેહાન ને થેન્ક યુ કહે છે અને સાથે તેનુ કારણ પણ જણાવે છે.
રેહાન - એમા થેન્ક યુ ના કહેવાનુ હોય..પણ હા, તને કઈ ખબર ના પડે તો હવે મુંઝવાતીના તું મને કહી શકે છે..ઈફ યુ ડોન્ટ માઈન્ડ! હુ ચોક્કસ મદદ કરીશ..! અને હા કોઈ પણ હેલ્પ જોઈએ તો બેજીજક કહેજે. રીયા સ્માઈલ આપે છે અને જવાબ આપતા કહે છે, સ્યોર..! રીયા ને હવે રેહાન સાથે ફાવે છે.. બંને જમવાનુ ઓર્ડર કરી ખૂબ વાતો કર છે. બંને એકબીજાની પસંદ-નાપસંદ જણાવે છે. તેઓ સારા દોસ્ત બને છે.. ડિનર પૂરું કરી તેઓ ચાલતા ચાલતા હોટલ પર પહોંચવાનુ નક્કી કરે છે.. હોટલ પંદર મિનિટ જ દૂર હોય છે જેથી તેઓ એકબીજા સાથે વાત કરી શકે. રીયા તેના ફેમીલી વિશે વાત કરે છે અને રેહાન પણ તેના ફેમીલી વિશે રીયાને કહે છે. આમ બંને વચ્ચે સામાન્ય સંવાદ થાય છે. હોટલ પર પહોંચી બંને પોત પોતાની રૂમમાં જઈ ફ્રેશ થાય છે.. રેહાન ના ફોન પર તેની બંને બહેનો નો વિડીયો કોલ આવે છે, ત્રણેય વાતો કરવા લાગે છે..શેફાલી રેહાનને પૂછે છે કે તે રીયાને પ્રપોઝ કર્યુ કે નઈ? રેહાન કહે છે, ના દી હજી તો આજે દોસ્તી થઈ છે. રિષીતા હસતા હસતા કહે છે, દી આમની લવસ્ટોરી બહુ સ્લો ચાલે છે..! ભાઈ જરા એક્સીલેટર દબાવ તો આગળ વધે તમારી સ્ટોરી..!
રેહાન કહે છે, ના મને સહેજ પણ ઉતાવળ નથી.. હજી અને એકબીજાને જાણી લઇએ પછી સ્ટોરી આગળ વધારીશ. આમ રિષીતા અને શેફાલી રેહાનની ખેંચે છે. ફોન મૂક્યા પછી રેહાન તેના ફોનનાં સોંગ્સ ચાલુ કરે છે, તેને જૂના હિન્દી સોંગ્સ સાંભળવા ખૂબ ગમતા તેમા પણ કિશોરકુમાર અને રફી સાહેબના ગીતો વધારે ગમતા..! દિવાના લેકે આયા હે દિલ કા તરાના....દિવાના લેકે આયા હે દિલ કા તરાના.... દેખો કહી યારો ઠુકરાના ન દેના મેરા નજરાના.... દિવાના લેકે આયા હે દિલ કા તરાના...! રેહાન આંખ બંધ કરી રીયા સાથે વિતાવેલી ક્ષણોને યાદ કરતો હોય છે અને ક્યારે તેને નીંદર આવી જાય છે તેને ખ્યાલ રહેતો નથી..! બે દિવસ માં મીંટિંગ અને કામ પતાવી બંને દુબઈ જવા નીકળે છે.
દુબઈ ચાર દિવસ રોકાવાનુ હોય છે. પહેલા દિવસે જ તેમની મીટિંગ બુર્જ ખલીફા માં હોય છે. રેહાન માટે તો કઈ નવુ નથી કેમ કે તે એક વખત દુબઈ તેની ફેમીલી સાથે ફરવા આવી ચૂક્યો હતો, પરંતુ રીયા એક્સાઈટ હોય છે તે પહેલી વખત દુબઈ આવી હોય છે અને તેની ઈચ્છા હોય છે કે તે એક વખત બુર્જ ખલીફાની મુલાકાત લે.. જે આજે પૂરી થાય છે. રેહાન તેને થોડુ જણાવે છે બુર્જ ખલીફા વિશે...મીંટિગ પૂરી થયા પછી રેહાન રીયા ને ટોપ ફ્લોર પર લઈ જાય છે જ્યાંથી આખા દુબઈનો વ્યુ જોરદાર લાગતો હોય છે. સમય હોવાથી બંને દુનિયાના સૌથી મોટા શોપિંગ મોલમાં જાય છે શોપિંગ કરવા માટે.. જ્યાં બંને પોતાના અને ફેમીલી માટે શોપિંગ કરે છે. રેહાન ને રીયા માટે કઈ લેવુ હોય છે પરંતુ મન માં વિચારે છે કે જો હુ તેના માટે લઈશ તો કેવુ વિચારશે?? અને એ લેશે ખરી?? ત્યાં જ રેહાનની નજર જ્વેલેરીના શો રૂમ પર પડે છે.. પણ જો સાથે રીયા હશે તો તેને ખબર પડી જશે.. તેથી રેહાન વિચારે છે કે કેવી રીતે ત્યા જઈને રીયા માટે ગીફ્ટ લઉ?? રીયા રેહાન ને કહે છે તુ શોપિંગ કર હુ વોશરૂમ જઈને આવુ છુ.. રેહાન કહે છે હા.. નો પ્રોબ્લમ.. ટેક યોર ટાઈમ.. અને હુ ના દેખાવતો કોલ કરી દેજે..રીયા હા કહી જતી રહે છે... રેહાન ફટાફટ જ્વેલેરીના શો રૂમમાં જાય છે.. પણ તે વિચારે છે કે તે રીયાને શું આપશે?? ત્યા જ સેલ્સગર્લ આવી રેહાન ને પૂછે છે, મે આઈ હેલ્પ યુ સર?
રેહાન - યસ, ડેફીનેટલી.. આઈ વોન્ટ સમથીંગ ડિફરન્ટ ફોર માય ફ્યુચર વાઈફ.. બટ આઈ એમ કન્ફ્યૂઝ બિકોઝ ઓલ ધ જ્વેલેરીઝ આર જસ્ટ ફેબ..! પેલી ગર્લ તેને ઓપ્સન આપે છે કે તેને વીંટી, ચેઈન, નેકલેસ, બ્રેસ્લેટ, ઈયરરીંગ માંથી શું જોવુ ગમશે? રેહાન પહેલી એક ચેઈન વીથ પેન્ડટ લે છે પછી વીંટી લે છે પરંતુ તેને રીયા ની આંગળીની સાઈઝને આઈડીયા નથી હોતો.. પેલી ગર્લ તેને કોમન સાઈઝ લેવાનુ સજેસ્ટ કરે છે.. રેહાન એક ડાયમન્ડની રીંગ લે છે.. રિષીતા માટે બ્રેસ્લેટ લે છે. ફટાફટ બિલ પે કરી તે બહાર આવી જાય છે અને ત્યા જ રીયા પણ આવી જાય છે..જ્વેલેરીના બેગ જોતા જ રીયા રેહાનને પૂછે છે કે આ શું લીધું? ઉતાવળ માં રેહાન તે બેગ ને છૂપાવાનુ ભૂલી જાય છે.. હવે રીયાને શું જવાબ આપવો તે ખબર નથી પડતી પણ પછી તે કહે છે કે રિષીતા માટે બ્રેસ્લેટ લીધુ છે.. રીયા ઓકે કહે છે અને પૂછે છે કે કંઈક ખાવા જઈએ?? રેહાન ની હા થતા બંને ખાવા જાય છે..પછી બંને હોટલ પર આવી ચેન્જ કરી સૂવા પડે છે.. ત્યા રેહાન રીયાને મેસેજ કરે છે કે કાલે બપોર પછી કોન્ફરન્સ છે તો સવારે એક વખત પ્રેઝન્ટેશન જોઈ લઈશું..! રીયા હા ને રિપ્લાય આપે છે.. બંને એકબીજા ના વિશે વિચારતા હોય છે.. રીયાને રેહાન ગમવા લાગ્યો હોય છે પરંતુ તે મેસેજમાં વાત કરતા ખચકાય છે જ્યારે રેહાન ને તો ગમતી વ્યકિત સાથે હોવા છતા કંઈ નથી બોલી શકતો. તો પોતાના દિલની વાત કેમ કરીને કહી શકશે???
વધુ આવતા ભાગ -૮ માં..
શું રેહાન તેના દિલની વાત રીયાને ઈન્ડિયા જતા પહેલા કહી શકશે?? રીયાનો શું જવાબ હશે?? રીયા ને પણ રેહાન માટે ફિલીંગ્સ હશે???