દિલ ની વાત ડાયરી માં - 1 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિલ ની વાત ડાયરી માં - 1

આપ સૌ ને નમસ્કાર.
મારો પહેલો પ્રયાસ છે નવલકથા લખવાનો.
કંઈ ભુલચૂક હોય તો માફ કરજો.
આ લેખન ની કથા તથા તમામ પાત્ર કાલ્પનિક છે. કોઈ વ્યકતિ કે વસ્તુ સાથે સંબંધ નથી.
મને આશા છે કે તમને આ નવલકથા પંસંદ આવશે.

મારા મુખ્ય પાત્રો રીયા અને રેહાન.
મીનાબેન - રીયા ના માતા
નલીનભાઈ - રીયા ના પિતા
કરન - રીયા નો નાનો ભાઈ
પ્રેમીલાબેન - રેહાન ના માતા
કેશવભાઈ - રેહાન ના પિતા
શેફાલી - રેહાન ની મોટી બહેન
રિષીકા - શેફાલી થી નાની અને રેહાન કરતા મોટી બહેન

આ હતા વાર્તા ના પાત્રો.

પ્રકરણ - ૧

રીયા કોલેજ ના ત્રીજા વર્ષ માં હતી. ભણવા માં હોશિયાર સાથે ઘરકામ મા પણ. રીયા ના ઘર ની આર્થિક સ્થિતિ સારી હતી. નલીનભાઈ કલાસ-૧ અધિકારી હતા અને મીનાબેન ગૃહિણી. રીયા તેના પરીવાર સાથે વિદ્યાનગર માં રહેતા અને રીયા ની કોલેજ પણ ત્યાં જ. રીયા નો સ્વભાવ આમ શાંત પણ તેના મિત્રો સાથે મસ્તી કરવી,હરવુ-ફરવુ ગમતુ, મધ્યમ બાંધા નુ શરીર પણ ઊંચાઈ ને લીધે અલગ તરી આવે, રંગ ઘઉં વર્ણો પરંતુ ચહેરો ઘાટીલો અને તેથી વિશેષ તેના વાળ કાળા ભમ્મર, સીધા અને લાંબા જે તેનુ વ્યકતિત્વ બતાવતુ અને તે જમાના સાથે ચાલતી. કપડાં પહેરવાં ની સેન્સ પણ બધા કરતા અલગ. જોતા કોઈ ને પણ ગમી જાઈ પરંતુ રીયા ને હજી કોઈ રાજકુમાર નથી મળ્યો. એક દિવસ તેને તેના કઝીન ના મેરેજ માં વડોદરા જવાનુ થાય છે આમ તો રીયા ને કોઈ ના મેરેજ માં જવુ પંસંદ નથી પરંતુ ફોઇ ની દિકરી ના મેરેજ હોઈ છે અને નાનપણ થી સાથે રહયા હોય છે એટલે રીયા તૈયાર થાય છે.
મેરેજ ના દિવસે રીયા ખૂબ સુંદર લાગતી હોય છે. વાદળી રંગ ના ડીઝાઈનર લખનૌઈ ચણીયાચોળી પહેરયા હોય છે, લાઈટ મેકઅપ, મેચીંગ ઈયરરીંગસ અને આભલા વાળી કચ્છી મોજળી, હેર માં તેને હાફ પીનઅપ કરી ને મસ્ત રીતે ગુલાબ નાખ્યા હોય છે. છોકરાઓ તેને જોતા જ રહી જાય છે. લગ્ન ની બીજી વિધી ચાલુ થાય છે અને બીજી બાજુ જાન આવે છે. વરરાજા ના મિત્રો તથા ભાઈઓ ખૂબ નાચે છે અને આ દ્રશ્ય રીયા જોઈ રહી છે જેમા તેની નજર એક છોકરા પર પડે છે પરંતુ રીયા તેને સરખી રીતે નથી જોઇ શકતી કારણ કે બહુ ભીડ હોય છે અને તે જ વખતે મીનાબેન રીયા ને કંઈ કામ સોંપે છે તેથી તે અંદર જાય છે. તે છોકરો રેહાન હોઈ છે જે તેના ભાઈ એટલે કે તેના સગા કાકા ના દિકરા ના મેરેજ મા આવ્યો હોય છ. રીયા ની કઝીન અને રેહાન ના ભાઈ ના મેરેજ હોય છે. રેહાન તેના પિતા કેશવભાઈ નો કન્સટ્રકશન નો બિઝનેસ સંભાળતો હોય છે. કેશવભાઈ એ આ બિઝનેસ પોતા ની મહેનત અને શૂન્ય માંથી સર્જયો હોય છે અને રેહાન તો આ કામ ને તેની કુશળતા અને મહેનતથી તેના પિતા કરતા પણ આગળ લઇ જાય છે જેનાથી કેશવભાઈ ને ખૂબ ગર્વ હોય છે રેહાન પર અને તેઓ અત્યારે આરામ ની જિદંગી વિતાવે છે. હા, પરંતુ કોઈક વખતે ઓફીસ આવતા જતા રહે છે અને રેહાન પણ તેના પિતા સાથે કામ કરતો, સલાહ લેતો. રેહાન ભલે અમીર પરીવાર માંથી હતો પરંતુ બધા સાથે નમ્રતા થી અને માન આપી ને બોલાવતો, દેખાવ મા ભલે હીરો જેવો નહીં પરંતુ જોતા કોઈ પણ છોકરી ને ગમી જાય, ઘઉંવર્ણો,ઘાટીલો, ઊંચાઈ પણ ખરી, બોડી કસરત કરી ને મેઇન્ટેન રાખી છે. રેહાન પાછળ છેકરીઓની લાઈન લાગતી પરંતુ રેહાન ને કોઇ રસ નહતો. તેને તો સીધી, જમાના સાથે ચાલે, તેને કામ માં અને લાઇફ માં સાથ આપે એવી છોકરી ની તલાશ હતી. રેહાન આજે વધારે હેન્ડસમ લાગી રહયો હતો વાદળી રંગ ની ડિઝાઈનર લખનૌઇ શેરવાની માં જે તેની બહેન રિષીકા એ ડિઝાઇન કરી હોય છે. રિષીકા વડોદરા શહેર ની જાણીતી ફેશન ડિઝાઇનર છે. રેહાન એ મેચીંગ સાફો માથે બાંધ્યો છે, સફેદ ડિઝાઈનર મોજડી અને બ્લેક ગોગલ્સ પહેરયા છે. જાનૈયા નું સ્વાગત કરે છે છોકરી પક્ષ અને પછી લગ્ન વિધી શરૂ થાય છે. રીયા તેની કઝીન ને લઈ ને લગ્ન મંડપ મા આવે છે ત્યારે જ રેહાન ની નજર રીયા પર પડે છે રેહાન જોતો જ રહી જાય છે. મંડપ માં આવ્યા બાદ રીયા તેની બહેન ની બાજુ માં બેસે છે અને અનાયાસે જ તેની નજર રેહાન પર પડે છે. બંને ની નજર એકબીજા સાથે મળે છે.રીયા બહુ ધ્યાન નથી આપતી પરંતુ રેહાન નુ મન તો રીયા બાજુ લાગી જાય છે. લગ્ન પૂર્ણ થાય છે પરંતુ રેહાન અને રીયા માટે કાંઈક નવુ પાનું લખાવાનું હોય છે જેનાથી તે બંને અંજાન છે.

આગળ નો અંક -૨ રાહ જુઓ.