પ્રલોકી - 18 DR KINJAL KAPADIYA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

પ્રલોકી - 18

આપણે જોયું કે, પ્રલોકી પોતાના ફ્રેન્ડ્સને પ્રત્યુષ સાથે કઈ રીતે લગન થયા, અત્યાર સુધીની એમની ઝીંદગી કેવી હતી, એ બધું જણાવે છે. પ્રલોકી હવે ઘરે જવું જોઈએ એમ કહે છે. બધા ફ્રેન્ડ્સ એને રોકી લે છે. બધાની વાત માની પ્રલોકી પ્રબલની વાત સાંભળવા તૈયાર થાય છે. હવે જાણો આગળ..
દીપ કહે છે, સોરી યાર.... હું અને રિયા જઈએ છીએ. અમને પ્રબલની બધી વાત ખબર જ છે. ફરી ક્યારેક મળીશુ. એમ કહી દીપ ઉભો થાય છે. જીમ્મી પણ કહે છે, અમારે પણ નીકળવું પડશે, કાલ ત્રણ સિઝેરિઅન કરવાના છે. એટલે આજે અમારે રેસ્ટ જરૂરી છે. અને આમ પણ પ્રબલે તારા વગર કઈ રીતે લાઈફ કાઢી પ્રલોકી એ અમને ખબર જ છે. તું હવે એને સાંભળ. ખબર નથી પ્રલોકી, તું શુ કરીશ આગળ.. હવે તમારી લાઈફ ક્યાં જશે ખબર નથી. પણ તમે એક વાર વાત કરો. રિયા એ કહયું. એ લોકો નીકળી ગયા. પ્રલોકી અને પ્રબલ બંને બેસી રહયા. પ્રબલને તો એજ જોઈતું હતું. કેમ કે, એને જે વાત કરવી હતી એ બધા સામે નહોતો કરી શકવાનો. પ્રલોકી.... મને નથી સમજાતું કે તારી વાત સાંભળ્યા પછી મારે તને કશુ કહેવું જોઈએ કે નહી. મારી એક નાની ભૂલ અને મને કેટલી મોટી સજા મળી છે . એ મને આજે સમજ પડી. તું હવે પ્રત્યુષની થઈ ચુકી છો. કશુ બદલી શકાશે નહી છતા તને હવે એ બધું કહેવાનો મતલબ છે ?.. પ્રબલ ચૂપ થઈ ગયો. કોરી આંખે આકાશમા જોતો રહયો. પ્રલોકી પ્રબલની સામે જોઈ રહી. પ્રબલની હાલત એ સમજી શકતી હતી. પણ હવે એના હાથમા કશુ નહોતું.
આ બાજુ પ્રત્યુષ પરિમલ ગાર્ડન આવી જાય છે. આમ તેમ આંટા મારતા પોતાના પોકેટમાંથી મોબાઈલ કાઢે છે. અને એની નજર પ્રલોકી અને પ્રબલ પર પડે છે. પ્રલોકી પ્રબલનો હાથ પોતાના હાથમા લઈ કહેતી હોય છે. મને નથી ખબર શુ થશે આગળ.. ? હાલ હું તારી વાત એક વાર સાંભળવા માંગુ છું. એ પ્રબલ.. કે જેના માટે હું બધા જોડે લડી લેતી હતી. જેના માટે આકાશમા ઉડવા માટે જે પાંખો ફેલાવી હતી એ મેં કાપી નાખી હતી.. એ પ્રબલ... કાયરની જેમ મને એકલી મૂકીને કેમ ગયો.. ? હું જાણી જોઈને તને નહોતી મળી, પણ કુદરતે તારો સામનો કરાયો જ છે.. તો હું જરૂર જાણવા માંગીશ તારી કઈ મજબૂરી હતી કે જેને મારૂં અસ્તિત્વ બદલી નાખ્યું... ? પ્રત્યુષ દૂરથી જોઈ રહયો હતો. એને કંઈ જ સંભળાતું નહોતું. બસ દેખાતું હતું. પ્રલોકી એકીટસે પ્રબલ સામે જોઈ રહી હતી. પ્રલોકીએ પ્રબલનો હાથ પકડ્યો હતો. પ્રત્યુષ પરસેવે રેબઝેબ થઈ ગયો. કાપો તો લોહી ના નીકળે એવી સ્થિતિ થઈ ગઈ. એ પોતાના મનને કાબુમા રાખવા માંગતો હતો. પણ જે દેખાતું હતું એ શુ હતું તો ? પ્રલોકી પર આંખો બંધ કરી વિશ્વાસ કરવા માંગતો હતો. પણ ખુલ્લી આંખે જે દેખાતું હતું એનું શુ કરવું ? થોડી વાર પહેલા જ પ્રલોકી એ કહયું હતું ,બધા જોડે છીએ અને ખાલી પ્રબલ જ છે. મારી પ્રલોકી ખોટું બોલી શકે ? પ્રત્યુષની નસો ફાટી જાય એટલી અકળામણ એને થવા લાગી. પ્રત્યુષના પગ ચાલવા લાગ્યા. કેમ આગળ જાય છે ? શુ કરવું ત્યાં જઈને કશો વિચાર ના કર્યો. થોડેક દૂર પહોંચ્યા પછી પ્રબલનો અવાજ સંભળાય છે. પ્રલોકી..... હું મનાલીથી નીકળ્યો પછી... પ્રત્યુષ રોકાઈ જાય છે. એને થાય છે આગળની વાત સાંભળવી જોઈએ. પછી કંઈક નિર્ણય લેવાય. પાછળની તરફ થોડે દૂર આવેલા બાંકડા પર પ્રત્યુષ બેસે છે. જ્યાંથી એને પ્રબલનો અવાજ સંભળાતો હોય છે. પ્રલોકી અને પ્રબલ બંને સાથે વાત કરવામા એટલા તલ્લીન હોય છે, કે એમને પાછળ કોણ બેઠું છે? એ જોવાનો વિચાર પણ નથી આવતો.
પ્રલોકી હું મનાલીથી નીકળ્યો પછી, મારા માટે ઘરે આવવું આસાન નહોતું. મેં એક ટૂર બસમા બમણું ભાડું આપી બેસવાનું નક્કી કર્યુ. એ લોકો મને અમદાવાદ લાવવા રેડી થઈ ગયા. તારા મનમા જે રીતનો ગુસ્સો હતો મારા માટે એ જોઈને મને લાગ્યું હતું, કે હું નિર્દોષ છું એ વાતનો સબૂત લઈને જ તારી પાસે આવીશ. હું મારા ઘરે પહોંચ્યો ત્યાં જ મને ખબર પડી કે વડોદરામા મારા કાકા ઑફ થઈ ગયા છે. અને અમારે ત્યાં જવું પડશે. અમે વડોદરા ગયા ત્યાં કાકાના અંતિમ સંસ્કાર વખતે પાપાને હાર્ટએટેક આવ્યો. પાપા ને ત્યાંની એમ એસ હોસ્પિટલમા દાખલ કર્યા. બે દિવસ પછી ખબર પડી પાપાને લકવો થઈ ગયો છે. હું એટલો ફસાઈ ગયો કે તને ફોન કરી સમજાઈ નહોતો શકતો. મને તારી હિમ્મતની, તારા સાથની બહુજ જરૂર હતી પ્રલોકી.... તું તો મને જાણે છે, હું તારા જેટલો સ્ટ્રોંગ નહોતો. હું હારી ગયો. એક બાજુ તારી નારાજગી દૂર કરવા સાચું શુ હતું એ જાણવાનું હતું. અને એક બાજુ પાપાની આ હાલત. મારા ફોઈએ કહયું, પ્રબલ તું અહીં જ રોકાઈ જા, અને એમ એસ હોસ્પિટલમા તું ઇન્ટર્નશીપ કર અને પાપાની સારવાર પણ અહીં જ કરાય. કેમ કે, અમદાવાદમા મમ્મી એકલી બધું નહી કરી શકે અને પૈસાની પણ તો તકલીફ હતી. ફોઈ સિવાય બીજું કોઈ મદદ કરી શકે એમ નહોતું. હું અમદાવાદ આવી મારી બધી ફાઇલ્સને લઈ વડોદરા જતો રહયો.
તને કેટલીય વાર ફોન કરવા પ્રયત્ન કર્યા, પણ હિંમત ના થઈ. મનમા નક્કી કરી દીધું, જલ્દી બધું સરખું કરી તને સાચી હકીકત બતાવીશ. પણ બધું બગડતું જ ગયું. ઇન્ટર્નશીપ ચાલુ થયાને એક મહિનો થયો અને મારી મમ્મી અચાનક ઑફ થઈ ગઈ. સવારમા હું એને પાપા માટે ચા લઈ જવા ઉઠાડવા ગયો. એને આંખો જ ના ખુલી. પાછલા ઘણા સમયથી એ પાપાની હાલત જોઈને હારી ગઈ હતી. એ પાપાની સેવા કરવામાં ખાવા પીવાનું ભૂલી ગઈ હતી. પ્રલોકી, શુ કામનું કે હું ડૉક્ટર બન્યો ?? મારા જ ઘરમા મારી મમ્મીને હું બચાવી ના શક્યો. તું જ મને સમજાવ કઈ રીતે તને ફોન કરતો ?? પ્રતિભા અમદાવાદ માસી જોડે અમારા ઘરમા રહેતી હતી. એની કોલેજ ત્યાં પુરી કરી રહી હતી. તે જયારે એને ફોન કર્યો ત્યારે એને મને કહયું હતું. પણ પ્રલોકી ત્યારે હું બહુ જ હારેલો હતો. પાપાની આ સ્થિતિ અને મમ્મી પણ સાથ છોડી જતી રહી હતી. ફોઈને મેં જ કહયું હતું, પ્રલોકી આવે તો ના પાડજો હું અહીં આવ્યો જ નથી. હું તારો સામનો કરી શકું એ હાલતમા નહોતો. હું નહોતો ઈચ્છતો તું મને આવી હાલતમા જોઈ, મને અપનાવી લે. અને તારા મનમા શંકા રહે. પ્રબલ..... ! પ્રલોકીએ આંખોમા આંસુ અને ગુસ્સા સાથે પ્રબલ સામે જોયુ. પ્રબલ એક વાર તો કહેવું હતું. શુ મારો પ્રેમ એટલો કમજોર હતો. તું કઈ રીતે આ બધું સહન કરી શક્યો ?
હા, પ્રલોકી પ્રેમ તો કમજોર હતો આપણો ! એટલે જ તો તે મારો વિશ્વાસ ના કર્યો અને હું પણ ક્યાં તને વિશ્વાસ અપાવી શક્યો. મને નહોતી ખબર પ્રલોકી તું અમદાવાદ છોડી જતી રહીશ. ધીમે ધીમે પાપાની તબિયત ઠીક થઈ અને સાથે મારી ઇન્ટર્નશીપ પણ પતી ગઈ. અમે અમદાવાદ આવી ગયા. અહીં આવી હું સમીરને મળ્યો. મને પૂરો શક સમીર પર જ હતો. પણ હું ખોટો પડ્યો સમીરે મને કહયું, હા એ ઈચ્છતો હતો કે આપણે બંને અલગ થઈ જઈએ અને તું એની થઈ જાય. પણ એ છોકરી રૂમમા કઈ રીતે આવી એ એને ખબર નથી. સમીરની વાત પર મને વિશ્વાસ ના થયો એટલે એ મને એ છોકરી જોડે લઈ ગયો. પ્રલોકી ત્યાં મને જે જાણવા મળ્યું એ મારા માટે શૉકિંગ હતું. મને ત્યાં ખબર પડી, એ કામ જીમ્મીનું હતું. વ્હોટ.. ! પ્રલોકી એકદમ ચોંકીને બોલી. હા, પ્રલોકી.. જીમ્મીએ પોતાના માટે એ છોકરીને ત્યાં બોલાવી હતી. છોકરી ભૂલથી મારા રૂમમા આવી ગઈ હતી. અમારી વચ્ચે કઈ જ એવું થયુ નહોતું. જે તું વિચારી રહી હતી. પણ પ્રબલ.... જીમ્મી એના પછી મારી સાથે જ રહયો. અને એ મને તારા વિશે ભડકાવતો રહયો. કેવી રીતે જીમ્મી આ કરી શકે ? આજે પણ આપણી આગળ કેટલો સારો બનતો હતો. હા પ્રલોકી, એ બહુ ડ્રાંમેબાજ છે. એને નથી ખબર મને આ વાતની ખબર છે.
પ્રલોકી, તને જાણીને નવાઈ લાગશે પણ એને કોમલ સાથે મેરેજ પણ એટલે જ કર્યા કે, એ અય્યાશી કરી શકે. એને ગાયનેક ફિલ્ડ પણ એટલે જ લીધી. એને ખબર છે કોમલ ભોળી છે અને કઈ બોલી શકશે નહી. ઓહ નો... ! પ્રલોકી બોલી. મને હતું જ જીમ્મી જેવો છોકરો કોમલ ને કેમ પસંદ કરે ? સાચી વાત પ્રલોકી, પણ એને કોમલનો ઉપયોગ કર્યો. ભાગીને મેરેજ કર્યા, એટલે કોમલ કાંઈ બોલવા જાય તો પણ એનું કાંઈ ચાલે નહી. પણ બિચારી કોમલને આજ સુધી કોઈ જ વાતની ખબર નથી. મને બધું સમજાઈ ગયું. પછી મેં તને ફોન કર્યા. પણ તારો નંબર બદલાઈ ગયો હતો. મને ગુસ્સો આવ્યો તારી ઉપર, કે મારી જોડે વાત કરવા પણ તે એ નંબર ના રાખ્યો. ના, પ્રબલ એવું નહોતું. મારો ફોન ચોરાઈ ગયો હતો અને પછી પાપાએ મને બધાથી દૂર રાખવા એનો એ નંબર ના રાખવા દીધો. પ્રલોકી, પછી મેં નૈતિક અંકલને ફોન કર્યો પણ એમને મને ના પાડી દીધી તારી સાથે વાત કરવાની. એમને મને કહયું, તું મને ભૂલી નથી પણ તું ક્યારેય મારી સાથે વાત કરવા નથી માંગતી. હું આગળ બોલું એ પહેલા એમને ફોન કટ કરી દીધો. અને એ પછી મારો નંબર બ્લોક કરી દીધો. બીજા નંબર પરથી ફોન કર્યા પણ એમને મારી એક વાત ના સાંભળી. પ્રલોકી આશ્ચર્યથી જોઈ રહી. એને વિશ્વાસ નહોતો આવતો પ્રબલ જે કહે છે એ સાચું હોય. મારા પાપા મને દગો આપે પ્રબલ.... એમને જ મને કહેલું એટલા વર્ષોમા પ્રબલ નથી આવ્યો હવે શુ આવશે ? તું મેરેજ કરી લે. અને મેં પ્રત્યુષને પસંદ કર્યા. પ્રબલ... આઈ એમ સોરી.... મારા એક શકના લીધે બધું ખરાબ થઈ ગયું. આજ સુધી હું એમ વિચારતી રહી તે મને દગો આપ્યો છે. પણ દગો તો બીજા કોઈએ જ આપ્યો છે.
પ્રલોકી પછી પણ મેં હાર નહોતી માની. પણ મારે માથે પાપાની તબિયત અને પ્રતિભાના મેરેજની જબાબદારી હતી. મારૂં એમ.ડી, પી.જી બધું પૂરું કરવાનું હતું. મને વિશ્વાસ હતો તું રાહ જોઈશ. બધું પતાવીને હું બોમ્બે આવ્યો. તે કહેલું અડ્રેસ મારા મગજના કોઈક ખૂણામા યાદ હતું. હું અંધેરી પહોંચ્યો. ત્યાં આવી ખબર પડી તમે ઘર બદલી નાખ્યું હતું. બાજુ વાળા આંટીએ તારા મેરેજ થઈ ગયા એમ પણ કહયું. મારા માટે ભયાનક સપના જેવું હતું. મેં ક્યારેય વિચાર્યું નહોતું તું મારા સિવાય કોઈ સાથે..... પ્રબલ બોલતા બોલતા રડી પડે છે. હું પાછો આવી ગયો. મારી પોતાની હોસ્પિટલ, એસ જી હાઈવે પર આલીશાન બંગલો, કાર બધું જ છે મારી પાસે. નથી તો બસ તું. આજે પણ હું તારી યાદ આવે એટલે જુના ઘરમા જતો રહું છું. તને શોધવા બહુ પ્રયત્ન કર્યા તું ના મળી. અને મળી ત્યારે તું મારી નહોતી. પ્રલોકી... મારો શુ વાંક ? સમય અને કુદરતે મારો સાથ ના આપ્યો એ મારો વાંક ? પ્રબલ .... કાશ... બધું સરસ હોત. મેં કેટલી મોટી ભૂલ કરી ?? હું માફીને લાયક નથી. એમ કહી પ્રલોકી ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. પ્રબલથી પ્રલોકીની આ હાલત જોવાતી નથી. એને થાય છે, પ્રલોકીને પોતાની પાસે ખેંચી લે અને એને શાંત રાખે. પણ એ એમ કરી શકે એમ નહોતો. એની આંખો પણ આંસુ આવી જાય છે. પ્રત્યુષ પ્રલોકીની આંખોમા આંસુ જોઈ નથી શકતો. એને થાય છે હાલ જ જાય અને પ્રલોકીને ચૂપ રાખે. એને પોતાની બાહોમા લઈ લે. પણ હાલ એ એમ કરી શકે તેમ નહોતો. પ્રલોકી તૂટી પડે છે. એ સમજી નથી શકતી હવે આગળ શુ કરવું. બધા રસ્તા બંધ થઈ ગયા હોય એમ લાગે છે.
શુ પ્રલોકીની આ હાલત જોઈ પ્રત્યુષ એનો સાથ આપશે ? પ્રલોકી શુ નિર્ણય લેશે ? જાણો આવતા અંકે.......