પ્રલોકી (18) 185 409 1 પ્રબલ , શું કરવા આવ્યો હવે મારી લાઇફમાં ! why? બહુ મોડું કર્યું તે આવવામાં ! જરૂર હતી મને તારી બહુ જ, પણ ત્યારે તુ ના આવ્યો., બહુ રાહ જોઇ મેં, બહુ જ યાદ કર્યો, દરેક ગલી, રસ્તા, થિયેટર, આઈસ્ક્રીમ શોપ, બધે જ શોધ્યો તો મેં. પણ તુ મને કયાંય દેખાયો નહોતો. મારા મનને હુ સમજાવી નહોતી શકતી, કે તુ મને ભુલી ગયો , મારુ દિલ નહોતું માનતું કે તુ મને છોડીને બહુ દૂર ચાલ્યો ગયો છે.એટલામાં જ દરવાજો ખખડયો, ને મન સાથે લડી રહેલી પ્રલોકી ભાન માં આવી. પ્રલોકી એ બહાર આવી જોયું તો બહુ જ પવન ચાલુ થઈ ગયો હતો.. જાણે વાવાવાઝોડું આવશે ને બધું જ તબાહ કરી જશે, એમ લાગતું હતું. પ્રલોકી ઊંચે આકાશ તરફ જોતી રહી. પવન એના શરીરને અથડાયા કરતો હતો, એના રેશમી વાળ વેરવિખેર કરી રહ્યો હતો. પવન એને હચમચાવી નાખતો હતો, છતાં પ્રલોકી અડગ ઊભી રહી હતી., પવન સામે, નસીબ સામે, કુદરત સામે. નિશ્ચય કરી લીધો હતો એને લડીશ બધા જોડે અને જીતીશ. અંદર થી તો તુટી ગઈ હતી એ છતાં ઝઝુમી રહી હતી બે જણ ની વચ્ચે પ્રત્યુષ અને પ્રબલ. '' તુજમે રબ દિખતા હે , યારા મેં કયા કરુ " ...ગીત સંભળાયું ને એને કોલ રિસિવ કર્યો, સામે છેડે થી પ્રત્યુષે પૂછ્યું, શું કરે છે? પ્રલોકી એ કહ્યુ , બસ કંઈ નહીં પવન ને જોઈ રહી હતી. પ્રત્યુષે કહ્યું પવન તો કંઈ જોવાની ચીજ છે? એતો અનુભવવો પડે. પ્રલોકી એ હસીને કહ્યુ એવું જ કંઈક. સારું ચાલ બોલ જમવામાં શું બનાવીશ? એમ પૂછીને પ્રત્યુષે વાત બદલી. પ્રલોકી એ કહ્યુ આમ તો હુ તમારી ફેવરીટ ડિશ પનીર ટીકા બનાવાની છુ, પણ તમને જે ગમે એ કહો. મને તો તારા હાથનુ પાલક પનીર બહુ ભાવે છે. એમ પ્રત્યુષે કહ્યું. પ્રલોકી એ કહ્યુ પણ હવે એ possible નથી, વાવાઝોડું છે અને વરસાદ પણ આવશે એમ લાગે છે. પાલક લેવા જઈશ તો ફસાઇ જઇશ. સારું તો જે બનાવીશ એ હુ ખાઇ લઇશ, પણ જો તુ તારા હાથે ખવડાવીશ તો! પ્રલોકી હસી પડી, ને bye, I love you કહી કોલ કટ કર્યો. પછી ફરી ઊંચે આભમાં જોવા લાગી. કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા. એમ લાગતું હતું એ પણ આજે પ્રલોકીની જેમ મનમાં ડૂમો ભરીને ફરે છે. પ્રલોકી એ મન ને સમજાવી બધું સાઈડ પર મૂકી ને રસોડામાં આવી ગઈ .હમણાં પ્રત્યુષ આવશે ને ગરમાગરમ જમવાનું શોધશે એમ વિચારીને ફટાફટ રસોઈ બનાવા લાગી. પણ આજે એનુ મન કયાંય લાગતું નહોતું. વારે ને વારે એને પ્રબલ યાદ આવી રહયો હતો. કેમ કર્યો મેં પ્રબલ ને મેસેજ, કેવી રીતે હુ કરી શકુ એને કોલ? અને પ્રબલ ને પણ શું જરૂર હતી મારા મેસેજ કે કોલ નો રીપ્લાય આપવાની????? પ્રલોકી એ ડોરબેલ સાંભળી ને દોડી ને દરવાજો ખોલીને જોયું તો , પ્રત્યુષ વરસાદમાં પલળીને આવ્યો હતો. પ્રલોકી એકીટશે જોતી જ રહી ગઈ, વ્હાઇટ શર્ટ અને બલ્યુ ડેનિમ જીન્સ માં તે સોહામણો લાગી રહયો હતો. વ્હાઇટ શર્ટ પલળી ને એના શરીરને ચોંટી ગયો હતો , એના ઘૂઘરાળા વાળમાંથી પાણી નીતરતું હતું. પ્રત્યુષ હતો એના કરતાં પણ વધારે હેન્ડસમ લાગી રહયો હતો. પ્રલોકીને મન થયું કે પ્રત્યુષ ને હગ કરી લે ને કયારેય એનાથી અલગ ના થાય. પ્રત્યુષે કહ્યું હવે મને જોતી જ રહીશ કે ટુવાલ આપીશ ! પ્રલોકી ને ભાન થયું ને જલ્દી થી ટુવાલ લાવી ને પ્રત્યુષ ને કહ્યુ જલ્દી કપડાં બદલી દો , એટલે ફટાફટ જમી લઇએ.પ્રત્યુષે મજાકમાં કહયું કેમ ફટાફટ કરીને શું કરીશું? પ્રલોકી શરમાઈ ને હસી પડી. પ્રત્યુષ શાવર લેવા માટે ગયો, પ્રલોકી એને એકીટશે જોતી જ રહી. એક સેકન્ડ પણ પ્રત્યુષ વગર રહી નહોતી શકતી. તો પછી આજે કેમ એના મન પર પ્રબલ છવાયો હતો? એવું તો શું છે પ્રલોકી નુ મન આજે વિચલિત થઈ ગયુ? કોણ છે પ્રબલ? જાણો આવતા અંકે. *** › આગળનું પ્રકરણ પ્રલોકી - 2 Download Our App રેટ કરો અને રિવ્યુ આપો રિવ્યુ મોકલો ATULCHADANIYA 2 અઠવાડિયા પહેલા Dhvani Patel 4 અઠવાડિયા પહેલા Heena Suchak 1 માસ પહેલા Noopur Nanavati 1 માસ પહેલા Jasmina 1 માસ પહેલા બીજા રસપ્રદ વિકલ્પો લઘુકથા આધ્યાત્મિક વાર્તાઓ નવલકથા પ્રકરણ પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ DR KINJAL KAPADIYA અનુસરો શેર કરો કદાચ તમને ગમશે પ્રલોકી - 2 દ્વારા DR KINJAL KAPADIYA પ્રલોકી - 3 દ્વારા DR KINJAL KAPADIYA પ્રલોકી - 4 દ્વારા DR KINJAL KAPADIYA