પ્રત્યુષ અને પ્રલોકી જમી ને અગાશીમાં બેઠા બેઠા વરસાદ ને જોઈ રહ્યા હતા. હાથમાં હાથ નાખી પ્રલોકી પ્રત્યુષ ના ખભા ઉપર માથું ઢાળીને બેઠી હતી. પણ પ્રબલ ની યાદ એના મન પર હાવી થઈ ગયી હતી. પ્રત્યુષે કહ્યું આજે વરસાદ બંધ થશે એમ લાગતું નથી. પ્રલોકી બોલી હા એને આજે મન ભરીને વરસવા દો, બંધન માથી મુક્ત થવા દો. પ્રત્યુષ સમજી ના શક્યો પણ કહ્યુ આ બધી કુદરત ની કરામત છે, આપણુ કંઈ ચાલે જ નહીં. આપણુ તો કયાંય ચાલતું જ નથી, પ્રલોકી બોલી. પ્રલોકી ને સારી રીતે જાણનાર પ્રત્યુષ આજે એના આવા વાક્યો સમજી શકતો નહોતો.
બંને સૂવા માટે બેડરૂમ માં આવી ગયા. પ્રત્યુષે પ્રલોકી ના વાળ સાથે રમત કરવા લાગ્યો ને પ્રલોકી ને પોતાની તરફ ખેંચી રહયો હતો. પ્રલોકી ને મન થયું કે પ્રત્યુષ ને વળગી ને રડે ને એના આંસુ નો વરસાદ પણ વરસાવી દે. પણ એ એમ કરી ના શકી. ગમે તેમ કરીને એ પ્રત્યુષથી દૂર થઈ. પ્રત્યુષ ને નવાઈ લાગી કે એક જ વાર માં બધું સોંપી દેનાર , પોતાના માટે કંઈ પણ કરી છૂટનાર પ્રલોકી આજે કેમ આવી રીતે વર્તન કરી રહી હતી. આજે કોઈ ચિંતા માં છે , કદાચ વાતાવરણને લીધે એની તબિયત સારી નહીં હોય, પણ એ મને કહેવા નહીં માંગતી હોય .એમ વિચારીને પ્રત્યુષે લાઈટ ઓફ કરી ને નાઈટ લેમ્પ ઓન કર્યો.
પ્રલોકી સૂવા ટ્રાય કરી રહી હતી પણ એને ઊંઘ આવતી નહોતી. નાઈટ લેમ્પ ના આછા પીળા અજવાળા માં એ છત સામે જોઈ રહી હતી. પ્રબલ ની યાદ એને સતાવી રહી હતી. કેટલો ભયાનક હતો એ દિવસ જયારે એના પાપા ને એ કહી રહી હતી, પાપા please બચાવી લો પ્રબલ ને, બહુ સારો છોકરો છે. મારાથી એની આ હાલત નથી જોવાતી. કહોને પાપા શુ કહ્યુ ડોક્ટરે? શુ થયું છે પ્રબલ ને? પ્રલોકી ના પપ્પા નૈતિક ભાઈ કાપડિયા એ કાપડ ના બહુ મોટા વેપારી હતા. કાપડ બજારના બિઝનેસમા એમનુ મોટું નામ હતુ. નાના પાયેથી લઇને મોટા રાજકારણીઓ સુધીની ઓળખાણ હતી. એમના એક જ ફોનથી મોટા મોટા કામ પતાવી શકતા હતા. પણ આજે કુદરત સામે લાચાર હતા.પોતાની દિકરી ની આ હાલત જોઈ નહોતા શકતા. એ કહેવા માગતા હતા પ્રલોકી ને કે ડોક્ટરે તો કહી દીધુ છે પ્રબલ ને નહી બચાવી શકાય. એને જે સ્યુસાઇડ કરવા પોઇઝન પીધું છે એ આખી બોડી માં ફેલાઈ ગયું છે. કોઈ પણ રીતે નીકાળી શકાય તેમ નથી .
પાપા બોલો ને શું કહ્યુ ડોક્ટરે? પાપા તમારી બહુ ઓળખાણો છે, ગમે તે મોટા ડોક્ટર ને બોલાવો. અરે પેલા બોમ્બે વાળા ડોક્ટર અંકલ એ બહુ મોટા surgeon છે. એમને બોલાવો. પ્રબલ ને કંઈ થઈ જશે તો એના મમ્મી પપ્પાનું શું થશે?? અરે પાપા એના ઘરના કોઈ ને inform જ કર્યુ નથી. પ્રલોકી એ ફોન કર્યો સુનીલ ભાઈ ને.
સુનીલ ભાઈ વ્યવસાયે શિક્ષક હતા. નાનુ એવું ચાર જણ નુ કુટુંબ હતુ. એમના પત્ની સરલા બેન , દિકરી પ્રતિભા અને દિકરા પ્રબલ સાથે સુખેથી જીવી રહ્યા હતા. એમને ખબર નહોતી આ એક ફોન એમના પગ નીચેથી જમીન હટાવી દેશે. હેલો કોણ ? અંકલ હુ પ્રલોકી બોલી રહી છુ. અરે હા એજ પ્રલોકી ને જે પ્રબલ ના કલાસ માં ભણે છે. પ્રબલ તારા બહુ વખાણ કરે છે. કલાસ માં પણ તુ અવ્વલ નંબરે પાસ થઈ હતી. આ વખતે દસમા ની બોર્ડ નો એકઝામ માં પણ ગુજરાત માં તારો પહેલો નંબર આવશે એમ લાગે છે. સુનીલ ભાઈ એમના સ્વભાવ પ્રમાણે કયારેય કોઇ ની વાત સાંભળે નહી.
પ્રલોકી એ કહ્યુ અંકલ એ વાત છોડો, પ્રબલએ સ્યુસાઇડ કરવા ટ્રાય કર્યો છે. તમારો નંબર એની ડાયરીમાંથી લીધો. હુ સ્કૂલથી સાયકલ લઇને ઘરે જતી હતી. રસ્તામાં પ્રબલ પડયો હતો, એના મોમાંથી લોહી નીકળતું હતું. બહુ ભીડ હતી પણ કોઈ હોસ્પિટલમાં લઈ જવા તૈયાર નહોતુ. મે મારા પાપા ને બોલાવી અમે અહીં હોસ્પિટલમાં લઈ આવ્યા. કલાક થઈ ગયો પણ પ્રબલ હજી હોશમાં આવ્યો નથી. તમે જલ્દી થી આવી જાઓ.
સુનીલ ભાઈ ના હાથમાંથી ફોન છટકી ગયો, એમના પત્ની દોડીને આવ્યા. શુ થયું છે પ્રબલ ને? સુનીલ ભાઈ કંઈ બોલી ના શકયા. રડતા રડતા બંને બાઇક લઇને હોસ્પિટલમાં પહોંચ્યા. ત્યાં જઈને જોયું તો પ્રલોકી બહુ રડી રહી હતી. ડોક્ટર આમથી તેમ દોડી રહ્યા હતા. પ્રબલ જે ICU રૂમ માં દાખલ હતો, ત્યાં સુનીલ ભાઈ આવ્યા. પ્રબલ ને વેન્ટીલેટર
પર રાખવામાં આવ્યો હતો. વારેઘડીએ નર્સ પ્રબલ ના પલ્સ ચેક કરી રહી હતી. બીજી નર્સ વેન્ટીલેટર નુ ધ્યાન રાખી રહી હતી. આ બધું જોઈ ને સરલા બેન બેહોશ થઈ ગયા.
શુ થયું છે પ્રબલ ને? કેમ એને સ્યુસાઈડ કરવા ટ્રાય કર્યો?
પ્રલોકી કેમ આટલી ચિંતા માં છે? જાણો આવતા અંકે...