પ્રલોકી - 17 DR KINJAL KAPADIYA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 19

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 19શિર્ષક:- ભદ્રેશ્વરલેખક:- શ્રી...

  • ફરે તે ફરફરે - 39

      નસીબમાં હોય તો જ  કહાની અટલા એપીસોડ પુરા  ક...

  • બોલો કોને કહીએ

    હમણાં એક મેરેજ કાઉન્સેલર ની પોસ્ટ વાંચી કે  આજે છોકરાં છોકરી...

  • ભાગવત રહસ્ય - 114

    ભાગવત રહસ્ય-૧૧૪   મનુષ્યમાં સ્વાર્થ બુદ્ધિ જાગે છે-ત્યારે તે...

  • ખજાનો - 81

    ઊંડો શ્વાસ લઈ જૉનીએ હિંમત દાખવી." જુઓ મિત્રો..! જો આપણે જ હિ...

શ્રેણી
શેયર કરો

પ્રલોકી - 17

આપડે જોયુ કે, પ્રલોકી તેના ફ્રેન્ડ્સને પ્રત્યુષ વિશે કહેતી હોય છે. એ કહે છે, પ્રત્યુષ પ્રલોકીનું ડૉક્ટર બનવાનું સપનું પૂરું કરવા કહે છે. પ્રલોકી બહુ ખુશ થઈ જાય છે. અને પ્રત્યુષને ગાલે કિસ કરે છે. હવે જાણો આગળ.
પ્રલોકીની વાત સાંભળી પ્રબલને ઈર્ષ્યા અને ગુસ્સો બંને આવે છે. એ ચૂપ રહે છે. પ્રલોકી આગળ બોલવાનું ચાલુ કરે છે. પ્રત્યુષ અને એના મમ્મી, પપ્પા બધા જ મને સપોર્ટ કરતા હતા. બીજા જ દિવસે અમે આગળની પ્રોસિઝર કરવા માટે નાણાવટી હોસ્પિટલ પહોંચી ગયા. બધું જ નક્કી કરી અમે ઘરે આવ્યા. અચાનક મને ચક્કર આવવા લાગ્યા. મને થયુ કે તડકામા આવવાથી ચક્કર આવતા હશે. પણ મને વધુ વિકનેસ લાગવા લાગી. પ્રત્યુષ એ દિવસે મોડા ઓફિસ ગયા હતા. એટલે એમને ફોન કરી મેં ડિસ્ટર્બ ના કર્યા. મારા સાસુને લાગ્યું મને ઠીક નથી લાગતું એટલે એમને તરત મને કહયું, દવાખાન જવા માટે. મેં થોડી ના પડી પણ મમ્મી માન્યા નહીં અને મને ડૉક્ટર જોડે લઈ ગયા. ત્યાં મને ખબર પડી હું પ્રેગનેન્ટ છું. મમ્મીની ખુશીનો પર ના રહયો. એમને તરત જ મારા સસરા અને મારા મમ્મી પાપા ને જણાવી દીધું. હું ખુશ હતી પણ માંડ મારા અધૂરા સપનાને પૂરું કરવાની તક મળી હતી, એવામાં આ ન્યૂઝ મારા માટે શોકિંગ હતા.
પ્રત્યુષ તો જાણે હવામા ઉડવા લાગ્યા હોય, એટલી ખુશી એમના ચહેરા પર મેં પહેલી વાર જોયી. એમને ખુશ જોઈ હું પણ ખુશ થઈ. એમને મને કહયું, તારી ઇન્ટર્નશીપ કરવી હોય તો કરી શકાય. કોને કહયું તું ના કરી શકે ? ફરી એક વાર એ મારા દિલની વાત સમજી ગયા હતા. તું મા બનવાની છે, તું બીમાર નથી થઈ. અને સારુ જ ને પેટમા જ બાળક બધી ટ્રીટમેન્ટ આપતા શીખી જશે. એમ કહી એ હસી પડ્યા. નાના બાળકના પિતા બનવાના હતા, પણ નાના બાળકની જેમ હજી હસી પડતા. એ દિવસથી જિંદગી ફરી અલગ મોડ પર આવી ગઈ. ઘરમા વાતાવરણ બદલાઈ ગયું. રોજ નવી નવી વસ્તુઓ આવવા લાગી. મમ્મી મને પૂછીને જ જમવા બનાવતા. મને કોઈ તકલીફ ના પાડે એનું પૂરું ધ્યાન રાખવામા આવતું. મારા મમ્મી પાપા પણ મને અવારનવાર મળવા આવતા. બધું જ સરસ ચાલતું હતું. મારા પેટમા મારૂં બાળક ત્રણ મહિનાનું થઈ ગયું હતું. એક દિવસ હું ઇન્ટર્નશીપ માટે સવારે જવા રેડી થઈ. રોજ મને પ્રત્યુષ મુકવા આવતા અને લેવા આવતા. એમને ઘરના કોઈ ડ્રાઈવર પર ભરોષો નહોતો. પ્રત્યુષે આવીને પાછળથી બૂમ મારી. પ્રલોકી, આજે બહુજ ગડબડ થઈ ગઈ છે. જે નવી દવા બનાવી હતી, એને લઈ ને અમુક ટેસ્ટ કરવાના છે. મારે કોઈ પણ હિસાબે જવું જ પડશે. પ્રત્યુષ શાંત થઈ જાઓ. મેં પ્રત્યુષને હગ કરી કહયું. એમાં શુ ? તમે જાઓ. હું ડ્રાઈવર સાથે જતી રહીશ. અને એક જ દિવસની વાત છે. ના પ્રલોકી, પણ એના કરતા તું ઘરે રહે આજે. પ્રત્યુષની વાત મેં માની નહીં એટલે એમને ડ્રાઈવરને સૂચનાઓ આપી દીધી. અને હું ડ્રાઈવર જોડે નીકળી ગઈ.
મેં એ દિવસે પ્રત્યુષની વાત માની નહીં. અને મારી ભૂલની સજા મારા પરિવારને પણ મળી. એમ કહી પ્રલોકી રડવા લાગી. શુ થયુ હતું પ્રલોકી ત્યારે ? પ્રબલે પૂછ્યું. રિયા અને કોમલ પણ પ્રલોકીની સામે આતુરતાથી જોઈ રહ્યા. પ્રલોકી થોડી ઠીક થઈ અને ફરી બોલવા લાગી. એ દિવસે ડ્રાઈવરે ભૂલ થી આગળ ની કાર સાથે અમારી કાર અથડાઈ દીધી. અચાનક બ્રેક વાગી. હું કારમા આગળ ની સાઈડ એકદમ જોરથી અથડાઈ. મારા પેટ ઉપર જોરદાર ધક્કો વાગ્યો. અને દુખાવા લાગ્યું. મારૂં બાળક.... !બાળક મારા પેટમા નથી એવું મને લાગવા લાગ્યું. ડ્રાઈવરને પણ માથા પર વાગ્યું હતું, એના માથા પરથી લોહી નીકળતું હતું. કદાચ એ બેભાન થઈ ગયો હતો. મેં મારા મોબાઇલ પરથી પ્રત્યુષને ફોન કર્યો. અમે નાણાવટી હોસ્પિટલ નજીક જ હતા. મેં હિંમત રાખી ત્યાં ના એક સ્ટાફ ફ્રેન્ડ ને ફોન કર્યો. તરત જ ત્યાંથી મને હોસ્પિટલમા લઈ જવામા આવી.
પ્રત્યુષ એમના કામ, અને ટ્રાફિકના લીધે જલ્દી પહોંચી ના શક્યા. એ વખતે એમની શુ હાલત હશે એતો એ જ જાણતા હશે ! ઘરના બધા આવી ગયા. મારા ટેસ્ટ કરાયા. બોટલ, ઈન્જેકશન બધું ચાલુ થઈ ગયું હતું. મને બધું સમજાતું હતું પણ હું સમજવા નહોતી માંગતી. હકીકત હું સ્વીકારવા નહોતી માંગતી. ડૉક્ટર મારી જોડે આવ્યા. મને કહયું બાળક બહુ જ નીચે ઉતરી ગયું છે. એબૉરશન કરવું પડશે. નહીં તો ઇન્ફેકશન લાગવાનો ડર છે. પ્રત્યુષ ક્યારે આવે એ હું રાહ જોયા કરતી હતી. જાણે મને ડૉક્ટરની વાત સમજ નહોતી પડતી. ફરી, ડોક્ટરે મને કહયું તમારા હસબન્ડ અને તમારા ફેમિલીમા બધા રેડી છે. કોઈ પણ તમારો જીવ જોખમમા નથી નાખવા માંગતું. મેં ના પાડી. હું નહીં કરાવું એબૉરશન. નીચે ઉતરી ગયું એમાં શુ ? બહુ મોટી વાત ક્યાં છે ? હું ખોટા દિલાસા મને આપવા લાગી. પ્રત્યુષ આવી ગયા. મારા જીવમાં જીવ આવી ગયો. બીજા ડૉક્ટર ને બોલવામા આવ્યા. એ ડૉક્ટર અમારી વાત સમજ્યા. એમને એક દિવસ રાહ જોવા કહયું. એમને કહયું, જો કાલ સુધી બાળક થોડું ઉપર ખસે તો આપણે તમારા નિર્ણય પર વિચારીશુ. અમારા મનને થોડી શાંતિ થઈ. ડર અને એક નવી આશા સાથે અમે બીજી સવારની રાહ જોવા લાગ્યા. પ્રત્યુષની હાલત મારા કરતા પણ વધુ ખરાબ હતી. એ આખી રાત આમતેમ આંટા મારતા રહ્યા. મારી સામે સ્ટ્રોંગ બનવાનો દેખાવ કરતા રહ્યા. હું પણ રાત નીકળે અને સવારે નવ વાગે રાઉન્ડમા ડૉક્ટર આવે એની રાહ જોવા લાગી.
બીજા દિવસે ફરી મારા ટેસ્ટ, સોનોગ્રાફી કરવામા આવ્યું. બાળક સામાન્ય ઉપર ખસ્યું હતું. ડૉક્ટરને આશા જન્મી. એમને મને કહ્યું હું પૂરેપૂરું ધ્યાન રાખું, સંપૂર્ણ આરામ કરું તો કદાચ આ બાળકને બચાવી શકાય. હું અને પ્રત્યુષ ખુશ થઈ ગયા. અમે કેમ કોઈ વાતમા ના પાડતા ? મેં અને પ્રત્યુષે ડૉક્ટર કહે એમ જ કરવાનું નક્કી કરી દીધું. અને ઘરના બધા જ અમારી સાથે હતા. એ પછીના બધા જ મહિના મારે આરામ કરવાનો હતો. ફરી એક વાર ઇન્ટર્નશીપ અધૂરી રાખવાની હતી.પછીના છ મહિના પ્રત્યુષ મારી સાથે પડછાયાની જેમ ઉભા રહ્યાં. પ્રત્યુષના મમ્મી બધું જ કામ છોડી બસ મને સાચવતા જ રહેતા. બધા ને એક જ આશા હતી બસ આ બાળક આ દુનિયામા સારી રીતે આવી જાય. મેં મારી સપનાની દુનિયા આ બાળકની સાથે જ બનાવી દીધી. એના સિવાય કોઈ બીજું સપનું નહીં, કોઈ આશા નહીં. એ દિવસ આવી ગયો જયારે બાળક આવ્યું. એ દિવસે સવારે મને પેટ મા દુઃખવા લાગ્યું. તરત જ પ્રત્યુષ મને હોસ્પિટલ લઈ ગયા. મારા સાસુ અને મારા મમ્મી મને હિંમત આપતા રહયા. બાળક નીચે હતું એટલે સીઝીરીએનની સલાહ જ આપી ડોક્ટરે. અને અમે માની ગયા. થોડી વાર પછી બાળકના રડવાનો અવાજ મારા કાન પર અથડાયો. અને બધું જ દુઃખ જતું રહ્યું. ડોક્ટરે કોન્ગ્રેચ્યુલેશન કહેતા, દીકરો જન્મ્યો છે. એમ મને કહ્યું. મારી આંખો ભરાઈ ગઈ. બધું બરાબર હતું. ત્રણ દિવસ પછી મને રજા અપાઈ. નવા નવા રમકડાં, નાના નાના કપડાં, ફૂલો અને ફુગ્ગાઓથી પ્રત્યુષે ઘરને સજાવ્યું હતું. એક બાળકના આવવાથી ઘરમાં જાણે રોનક આવી ગઈ હોય. બાળક રડે તો બધા દોડાદોડ કરી મુકતા. બાળક હશે તો બધા હસતા. એ સુઈ જાય તો જાગી ના જાય એ માટે ઘરમા કોઈ બોલતું નહીં. અને અચાનક બે દિવસ પછી મારો દીકરો મારા ખોળામા જ હતો. પાંચ જ દિવસનો હતો ત્યારે એ. હું એને સુવાડતી હતી. અને એના ધબકાર બંધ થઈ ગયા. મેં રાડ પાડી. પ્રત્યુષ આવી ગયા. એ પણ બાળકને જોઈને ડરી ગયા. તરત ડૉક્ટરને બોલાવ્યા. અને ડોક્ટરે આવી ને કહયું, હવે આ દુનિયામા અમારું બાળક નથી રહ્યું. કદાચ કોઈ કારણસર એ ઓક્સિજન નહીં લઈ શક્યું હોય.
આખા ઘરમા સન્નાટો છવાઈ ગયો. સૌથી ખરાબ હાલત પ્રત્યુષની હતી. એ તૂટી ગયા હતા. જાણે આ બાળક સાથે એમના ઘણા સપના તૂટી ગયા હોય. બહુ રડ્યા એ દિવસે એ. પહેલી વાર મેં એમને આ રીતે રડતા જોયા. ગમે તેમ કરી હિમ્મત એકઠી કરી મેં. અને પ્રત્યુષ પાસે ગઈ. પ્રત્યુષ.... ભગવાનને આ જ ગમ્યું હશે. હું બોલી ને તરત જ એમને મારા ખોળામા માથું નાખી દીધું. મારા કમર ફરતે હાથની પક્કડ મજબૂત કરી, ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. હું એમના વાળમા મારી આંગળીઓ ફેરવતી રહી. ક્યાંય સુધી ચુપચાપ હું બેસી રહી. પ્રત્યુષ, બધું ઠીક થઈ જશે. આપણે બંને સાથે છીએ તો, આપણે ફરી એને પાછું લાવીશું. મમ્મી અને પાપા એ આવીને સમજાવ્યું, તમે હજી નાના છો. જલ્દી તમારો ખોળો ફરી ભરાઈ જશે. થોડા સમય પછી, ધીરે ધીરે બધું નોર્મલ થવા લાગ્યું. હજી પ્રત્યુષ પહેલાની જેમ હસતા નહોતા. મારાથી આ સહન નહોતું થતું. સમય પાણીની જેમ વહેવા લાગ્યો.. એ વાત ને વર્ષ થઈ ગયું. પ્રત્યુષ અને મારો પ્રેમ ગાઢ થતો જતો હતો. એ રાતે, પ્રત્યુષ.. . આપણે ફરી બાળક લાવવા વિશે.. હું આગળ કઈ બોલું, એ પહેલા જ પ્રત્યુષે મને અટકાવી. હમણાં નહીં. હાલ મારે નવી એક કંપની કરવી છે અમદાવાદમા. હાલ ત્યાં કન્સ્ટ્રકશન કામ ચાલી રહ્યું છે. લગભગ છ મહિનામા પૂરું થઈ જશે. એટલે આપણે ત્યાં જવું પડશે. અમદાવાદ ??? મેં પૂછ્યું . હા અમદાવાદ, આપણે ત્યાં બે વર્ષ જેવું રહીશુ. જ્યાં સુધી મારી કંપની બરાબર ચાલે નહીં ત્યાં સુધી. પછી હું અહીંથી ધ્યાન રાખી શકીશ. પણ, અમદાવાદ જ કેમ ? મેં ફરી પૂછ્યું. પ્રલોકી, ત્યાં જગ્યા સારી છે. આજુબાજુ બહુ જ હોસ્પિટલ છે. આપડી દવાનું સીધું વેચાણ થઈ શકે. હું બોલ્યા વગર ત્યાંથી નીકળી ગઈ.
અમદાવાદ એટલે પ્રબલ, તારી યાદોનો ખજાનો ! કેમ કરી ને રોકી શકતી હું મને ? બધું જ મારા મગજમા ગૂંગળાવા લાગ્યું. ગળામા ડુમો ભરાઈ ગયો. એવું તો નહોતી હું તને ભૂલી ગઈ હતી. પણ હું હવે પ્રત્યુષને દગો ના દઈ શકું. અને એક બાળક ના જવાથી એ માણસ છ મહિના સુધી હસી નહોતા શક્યા, એમને મારા અને તારા વિશે ખબર પડે તો એ જીવી પણ શકે કે નહીં ? મારા મનમા એક ડર લાગવા લાગ્યો. અમદાવાદ ના અવાય એ માટે મારી રીતે પ્રયત્નો કર્યા. બધા જ અસફળ રહયા. અમદાવાદ આવવું જ પડ્યું. અને જ્યારથી અમદાવાદ આવી ત્યારથી પ્રબલ, તારા વિચારોએ વધુ વેગ પકડ્યો. ત્રણ મહિના સુધી હું ઝઝૂમતી રહી. એક વાર ઈન્ટરનેટ પર તારો નંબર સર્ચ કર્યો. અને મેં તને ફોન લગાયો. કંઈક ખોટું કરી રહયો એમ અહેસાસ થતા તરત ફોન કટ કર્યો. પણ તે મારો પીછો ના છોડ્યો. મને ફોન પર વાત કરવા મજબુર કરી જ. અને પછી જે થયુ બધું જ ખબર છે તને પ્રબલ....
આ બાજુ પ્રત્યુષ, પરેશાન થઈ જાય છે. નવ વાગી ગયા હતા. પ્રલોકી, હજી કેમ નથી આવી ? એ મનમાં પોતાને પૂછી રહયો હતો. એક ફોન પણ નથી કર્યો. પ્રત્યુષે ફોન કર્યો, હેલો.... સોરી પ્રત્યુષ, વાતોમા મેં ટાઈમ જોયો જ નહી. હું હમણાં જ નીકળું. પ્રલોકી બોલી ગઈ. પ્રત્યુષે કહયું. ના પ્રલોકી, કોઈ ઉતાવળ નથી તું શાંતિથી આવ. એમ કહી પ્રત્યુષે ફોન મૂકી દીધો. પ્રલોકી, તે તારી વાત કહી પણ તું એક વાર મારી વાત સાંભળ. પ્રબલ કહેવા લાગ્યો. ના પ્રબલ, આજે નહી. આજે બહુ લેટ થઈ ગયું છે. હું કાલ આવીશ. પ્રલોકીએ પ્રબલને સમજાવા કોશિશ કરી. રિયા અને કોમલે કહયું, પ્રલોકી તું એક વાર તો પ્રબલની વાત સાંભળી લે. અને પ્રત્યુષે પણ તો કહયું, શાંતિથી આવ. પ્રલોકીને બધાની વાત માનવી જ પડી. ઓકે, પ્રબલ તું બોલ આજે હું પણ સાંભળવા માંગુ છું શુ થયુ હતું.. ?. પ્રત્યુષ રૂમમા આંટા મારી રહયો હતો. એને વિચાર આવ્યો, પરિમલ ગાર્ડન આંટો મારી આવું. પ્રલોકીને ત્યાં જઈને ફોન કરું. એમ વિચારી પ્રત્યુષ નીકળી પડ્યો.
શુ થશે ? જયારે પ્રત્યુષ, પ્રબલ અને પ્રલોકીને સાથે જોશે ? પ્રબલની વાત સાંભળી પ્રત્યુષ શુ કરશે ? જાણો આવતા અંકે.....