Room no. 301 ભાગ 4 - અંતિમ ભાગ Chirag Dhanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Room no. 301 ભાગ 4 - અંતિમ ભાગ

ભાગ 3 માં આપણે જોયું હતું કે વિજયની મૌત થઈ જાય છે અને નમ્રતા સીડી પરથી પડી જાય છે તે 10 દિવસ પછી ભાનમાં આવે છે અને તેને વિજયના માતાપિતા કહે છે કે વિજય હવે આ દુનિયામાં નથી અને ત્યારે ફરી અવાજ સંભળાય છે નમ્રતા તેના પર ચિડાઈને કહે છે કે તારે બદલો મારી સાથે લેવો હતો તો વિજયને શું કામ માર્યો? અને અંકુર નમ્રતાને કહે છે કે તેના કારણે અંકુરનું અને તેના માતાપિતાનું મૌત થયું હતુ.

ભાગ 4 - શરૂ

હોસ્પિટલ રૂમમાં નમ્રતા રડી રહી છે અને અંકુર તેના બેડની બાજુના ટેબલ પર બેઠો છે અને તેને ઊંચા અવાજે કહે છે તારામાં આટલી લાગણીઓ ક્યાંથી જાગી ગઈ? તું તો આવી હતી જ નહીં.

નમ્રતા રડતા રડતા કહે છે કે હું માનું છું 10 વર્ષ પહેલાં મારાથી ભૂલ થઈ હતી મારે એ નહોતું કરવું જોઈતું. મેં તારી સાથે બોવ ખોટું કર્યું હતું. હું એના માટે તારી માફી માંગુ છું.

પોલીસ ઓફિસર ત્યાં નમ્રતાને રૂમમાં દાખલ થાય છે અને નમ્રતાને કોઈકની સાથે વાત કરતા જુએ છે પણ ત્યાં ખરેખર કોઈ હતું જ નહી. પોલીસ ઓફિસર રૂમની અંદર આવે છે નમ્રતાને પૂછે છે આ બધી ઘટના વિશે જણાવશો.

નમ્રતા બધી વાત જણાવે છે અને કહે છે કે અંકુરની આત્માએ મારી સાથે બદલો લેવા વિજયનું ખૂન કર્યું છે. પોલીસ ઓફિસર ગુસ્સે થઈ જાય છે અને કહે છે ખોટી કહાનીઓ ન બનાવો આ બધું તમે જ કર્યું છે. આત્માએ ખૂન કર્યું છે કેવી વાર્તા બનાવો છો. સાચું બોલો. તમે શા માટે વિજયનું ખૂન કર્યું?

નમ્રતા રડવા લાગે છે અને અંકુરને કહે છે ''અંકુર પ્લીઝ બધાની સામે આવી ને કેને આ બધું તે જ કર્યું છે''

અંકુર તેની વાત માની જાય છે અને ત્યાં બેઠેલા બધા જ લોકોની સામે અચાનક અંકુર ટેબલ પર દેખાય છે. પહેલા તો બધા લોકો ડરી જાય છે કેમકે આવું દ્રશ્ય ક્યારેય કોઈએ જોયું નહોતું. અંકુર કહે છે કે હા સર આ બધું મેં જ કર્યું છે. નમ્રતા નિર્દોષ છે.

પોલીસ ઓફિસર કહે છે તમે તો આ દુનિયામાં છો જ નહિ એટલે અમે તમને ગિરફતાર પણ ન કરી શકીએ પણ તમે આવું શા માટે કર્યું?

અંકુર પોતાની વાત શરૂ કરે છે સર આજથી 10 વર્ષ પહેલાં મારા અને નમ્રતાના લવ મેરેજ થયા હતા અને અમે આવી જ રીતે ગોઆ ફરવા ગયા હતા. એ જ પેરેડાઇસ હોટલના રૂમ નં 301મા નમ્રતાનો અને મારો ઝઘડો થઈ ગયો તેને એશોઆરામ જોતા હતા અને મારી ત્યારે એવી હાલત ન હતી. મેં તેને ઘણી સમજાવી પણ તે સમજવા તૈયાર જ ન હતી. એને તેના ઘરનાં લોકોની સહાનુભૂતિ મેળવવા માટે મારા પર ખોટા આરોપ લગાવ્યા અને મને ખોટા કેશમાં ફસાવી દીધો.

હું એ મેન્ટલ પ્રેસર સહન ન કરી શક્યો અને મેં આત્મહત્યા કરી લીધી અને મારા માતાપિતાનો હું એક જ દીકરો હતો. તેઓ પણ મારી મોતની ખબર સહન ન કરી શક્યા અને એમને પણ આત્મહત્યા કરી.આમ આ એક છોકરીના લાલચને કારણે મારો પરિવાર તબાહ થઈ ગયો.

પોલીસ ઓફિસર અને ત્યાં રહેલા બધા વ્યક્તિઓ આ આખી વાત સાંભળી સ્તબ્ધ રહી ગયા અને અંકુરે કહ્યું હવે મારી અને મારા માતાપિતાની આત્માને શાંતિ મળશે પણ હું બધાને કહેવા માગું છું કે હંમેશા પૈસા અને એશોઆરામ જ બધુ નથી હોતું.

સ્ત્રીઓ માટે કાનૂન તેમની રક્ષા માટે બનાવવામાં આવ્યા છે પણ ઘણી વખત એવું બને છે કે તેઓ કાનૂનનો ખોટો ઉપયોગ કરે છે અને આપણો આ સમાજ હંમેશા પુરુષને જ દોશી માને છે. લોકોને સોચ બદલવાની જરૂર છે દરેક વખતે પુરુષ દોશી નથી હોતો અને અંકુર આ કહેતાની સાથે જ અદ્રશ્ય થઈ જાય છે.

Room no. 301 નવલકથા પૂર્ણ

વાંચકમિત્રો મને આશા છે કે આપને આ નવલકથા ગમી હશે. જો કંઈક સૂચન હોય તો તમે મને વોટ્સએપ પર આપી શકો છો. આપનો આભાર.
Chirag dhanki
8758309436