Room no. 301 - 1 books and stories free download online pdf in Gujarati

Room no. 301 ભાગ 1

નમ્રતા અને વિજયના લગ્નને આજે એક વર્ષ પૂરું થયું છે અને વિજય સોફા પર બેસી છાપુ વાંચી રહ્યો છે અને નમ્રતા ચા અને નાસ્તો લઈને ડાઇનિંગ ટેબલ પર આવીને બેસે છે અને વિજયને કહે છે ચાલ નાસ્તો કરી લઈએ મેં તારા ફેવરેટ આલુ પરોઠા બનાવ્યા છે

વિજય ડાઇનિંગ ટેબલ પર આવીને બેસે છે અને બને પોતાને એક વર્ષ માં જેટલા પણ કિસ્સા થયા છે એની વાતો કરે છે અને વાતો કરતા કરતા વિજય નમ્રતાને કહે છે કે આપણે એનિવર્સરી છે તો આપણે લોંગ ડ્રાઈવ પર જઈએ

નમ્રતા વિજય ને પૂછે છે પણ ક્યાં જઈશું?

વિજય થોડીક વાર વિચારે છે અને પછી કહે છે કે ચાલ આપણે આજે જોવા જઈએ અમે પણ તારી ઘણા દિવસથી ઈચ્છા હતી તો આજે ચાલ આપણે ગોવા ફરવા જઇએ.

નમ્રતા ગોવાનું નામ સાંભળતા જ એકદમ રાજી થઇ જાય છે અને તે ફટાફટ ગોવા જવા માટે તૈયાર થઈ જાય છે અને તે વિજયને કહે છે કે ગોવા બહુ દૂર છે એટલે હું અને તું વારાફરતી ડ્રાઈવ કરીશું જેથી કોઈ અકસ્માત ન થાય.

વિજય અને નમ્રતા પોતાની સ્વીફ્ટ કારમાં રેડિયો FM સાંભળીને ગોવા જઈ રહ્યા છે અને વિજય રેડિયો FMની સાથે રોમેન્ટિક ગીતો ગાઈ રહ્યો છે

ગાડી ચલાવતા ચલાવતા હવે રાત્રિનો સમય થઈ ગયો છે અને વિજય અચાનક કારણે બ્રેક મારે છે અને નમ્રતા ને કહે છે બે મિનિટ હું હમણાં ફ્રેશ થઈને આવું અને એમ કહીને તે ગાડીની બહાર જાય છે.

વિજય ગયો તેને 10 મિનિટ થઈ ગઈ છે પણ હજુ સુધી તે આવ્યો નથી નમ્રતાને બહુ ચિંતા થવા લાગે છે પણ બહાર ખૂબ અંધારું છે અને રસ્તો સુનસામ છે એટલે તેને પણ બહાર નીકળવામાં બીક લાગે છે.

ત્યાં અચાનક ગાડીની પાછળથી અવાજ આવવા લાગે છે "ઠક ઠક" નમ્રતા ગભરાઈ જાય છે એવું લાગે છે જાણે કોઈ ગાડી પર હાથ પછાડી રહ્યું હોય અચાનક ગાડીની ઉપરથી પણ અવાજ આવવા લાગે છે હવે નમ્રતા ખૂબ ગભરાય જાય છે

થોડી વાર પછી અવાજ બંધ થઈ જાય છે અને ત્યાં ગાડીની બારી પર અવાજ આવવા લાગે છે. નમ્રતા ખૂબ ગભરાય ગઈ હતી તે વિચારી રહી હતી કે બારી ખોલું કે નહીં અને તેને વિજયની પણ ચિંતા થતી હતી

અચાનક ચારે બારી અને ગાડી ઉપરથી અવાજ આવવા લાગ્યો. નમ્રતા ખૂબ ગભરાય ગઈ અને તે તરત ડ્રાઇવિંગ સીટ પાર બેસીને ગાડી સ્ટાર્ટ કરવા લાગી. ગાડી સ્ટાર્ટ કરીને તેને એક્સિલેટર પર પગ મૂક્યો પણ ગાડી થોડી આગળ ચાલી અને ઉભી રહી ગઈ એવું લાગ્યું કે જાણે કોઈ ગાડી પાછળથી ખેંચી રહ્યું હોય અને આગળ ન જઇ શકે તે માટે રોકી રહ્યું હોય.

નમ્રતા ખૂબ ગભરાઈ જાય છે થોડી વાર વિચાર કરીને તે નિર્ણય કરે છે કે હવે બહાર નીકળીને જોવ કે શું થઈ રહ્યું છે અને કોણ આ કરી રહ્યું છે તે પાછળની સીટ પર રાખેલું ગાડીનું પાનું જુએ છે અને તે પોતાને બચાવવા માટે પાનું લઈ લે છે અને ગાડીનો લોક ખોલીને બહાર નીકળે છે

ગાડીની બહાર નીકળે તે જુએ છે કે ગાડીની પાછળ કોઈએ દોરી બાંધી છે અને તે દોરી ક્યાં જઈ રહી છે તે જોવા માટે નમ્રતા આગળ વધે છે ત્યાં અચાનક તે જુએ છે કે દોરી એક ઝાડની ઉપર જય રહી હોય છે

જ્યારે તે ઝાડ ઉપર નજર કરે છે તો તેની આંખો ખુલી ને ખુલી જ રહી જાય છે વિજયની લાશ બે ડાળી વચ્ચે ફસાયેલી હોય છે જેના કારણે જ ગાડી આગળ નહોતી જઇ શકતી.

ભાગ 1 પૂર્ણ

પહેલો ભાગ પૂર્ણ -

બીજા ભાગમાં આપણે જોશું કે વિજયનું ખરેખર મૌત થઈ જાય છે અને જો હા તો આ કોણ આ કરી રહ્યું છે? અને જે વ્યકતિ ગાડી પર હાથ પછાડી રહ્યું હતું એ કોણ હતું? અને નમ્રતા હવે શું કરશે?

બીજા રસપ્રદ વિકલ્પો