Room no. 301 ભાગ 3 Chirag Dhanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Room no. 301 ભાગ 3

અત્યાર સુધી આપણે જોયું કે નમ્રતા અને વિજય એમની એનિવર્સરી પર ગોઆ જઇ રહયા છે અને વિજય રાત્રે ફ્રેશ થવા માટે બહાર જાય છે પણ તે પાછો આવતો નથી અને નમ્રતા ગાડીમાં બેઠી હોય છે અને અચાનક અવાજો આવવા લાગે છે અને નમ્રતા ગભરાય જાય છે ત્યારબાદ તે હિમ્મત કરીને ગાડી ચલાવવાની કોશિશ કરે છે પણ ગાડીને કોઈ પાછળથી ખેંચી રહ્યું હોય એવું લાગે છે અને બહાર જઈને જુએ છે તો ગાડીની પાછળ વિજયની લાશ દોરી વડે ઝાડની બે ડાળીઓ વચ્ચે ફસાયેલી હોય છે પણ પછી નમ્રતા અચાનક ચીસ પાડીને જાગી જાય છે અને તેને ખબર પડે છે કે એ સપનું છે બંને હોટેલમા રાત્રે રહેવાનું નકકી કરે છે અને એ હોટેલ પેરેડાઈસમાં રૂમ નં 301 બુક કરે છે અને એ રૂમમાં બહાર નમ્રતાને કોઈકનો અવાજ સંભળાય છે અને તે વિજયને કહે છે તો વિજય તેને આરામ કરવાનું કહે છે તે આરામ કરતી હોય છે ત્યાં કબાટનો અવાજ આવે છે તે કબાટમાં જુએ છે તો એક જૂનો ફાટેલો શર્ટ એમા હોય છે અને એ જોઈ એ ચોંકી જાય છે હવે આગળ......

રૂમ નં 301 ભાગ 3 શરૂ

નમ્રતા તે શર્ટને જોઈને ગભરાય જાય છે અને તે ઝડપથી દોડીને રૂમની બહાર રૂમ નં જોવા દોડે છે અને તે જુએ છે 301 અને અચાનક ફરીથી તેને પાછળથી અવાજ આવે છે નમ્રતા યાદ આવી ગયું લાગે છે...

હવે નમ્રતા અવાજને બરોબર ઓળખી જાય છે અને ઊંચા અવાજે બોલે છે અંકુર તું જ છોને તું જ આ બધું કરી રહ્યો છો ને! આવું શા માટે કરી રહ્યો છો તું? એમ કહીને જોરજોરથી રડવા લાગે છે ત્યાં ફરી એકવાર અવાજ આવે છે વિજયને તો જોઈ લે બરોબર છે કે નહિ?

નમ્રતા રૂમ તરફ દોડે છે બાથરૂમમાં જુએ છે તો વિજયની લાશ બાથટબમાં છે તે શ્વાસ નથી લઇ રહ્યો. નમ્રતા ગભરાઈને હોટેલ રિસેપ્નીસ્ટ પાસે જવા સીડી તરફ દોડે છે અને તેનો પગ લપસી જાય છે અને તે સીડી પર પડી જાય છે તેને ખૂબ ઇજા થવાથી તેને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. 10 દિવસ પછી તે ભાનમાં આવે છે વિજયના માતાપિતા ત્યાં ઉભા હોય છે અને તે નમ્રતાને કહે છે વિજય હવે નથી રહ્યો એટલે તે સપનું ન હતું પણ હકીકત હતી વિજય ખરેખર આ દુનિયામાં નથી રહ્યો. તે જોરજોરથી રડવા લાગે છે ડોક્ટર તેને સમજાવે છે કે તમારા માટે આવી સ્થિતિમાં રડવું સારું નથી તમને પ્રોબ્લેમ થઈ શકે છે અને તેમને આરામ કરવાનું કહે છે અને વિજયના માતાપિતાને બહાર રહેવાની સલાહ આપે છે.

ફરી નમ્રતાને એક અવાજ સંભળાય છે "જ્યારે આપણે કોઈક આપણું છોડીને જતું રહે તો કેવું દુઃખ થાય ને નમ્રતા" આ અંકુરનો જ અવાજ હતો. નમ્રતા ચિડાઈને બોલે છે તારે બદલો લેવો જ હતો તો મારી સાથે લેવો હતો ને વિજય સાથે શું કામ? અંકુર પણ જોરથી બોલે છે મેં પણ તારા કારણે મારો જીવ ગુમાવ્યો અને મારા માતાપિતાને પણ ગુમાવ્યા હતા. ત્યારે તો તને કંઈ પણ નહોતું થયું.


ભાગ 3 પુર્ણ

કોણ છે આ અંકુર? નમ્રતાનો એની સાથે શું સંબંધ છે? શું નમ્રતાને કારણે તેના માતાપિતાનું મૃત્યુ થયું હતું? અને તેનો પણ જીવ નમ્રતાને કારણે ગયો હતો? તેને વિજયને શા માટે મારી નાખ્યો? આ બધા પ્રશ્નોના જવાબ ભાગ નં 4 મા મળશે.