#KNOWN - 23 books and stories free download online pdf in Gujarati

#KNOWN - 23

અચાનક અનન્યાના રૂમમાં રહેલ બારી જોરજોરથી ભટકાવા લાગી....

"ત્રિલોકનાથ" અનન્યા આદિત્યની સામું જોતા બોલી.

"હા એ જ નામ હતું, પણ અચાનક આ બારીઓ કેમ આમ ખખડવા લાગી છે??" આદિત્યએ ઉભા થઈને બારીઓ બંધ કરી દીધી.

"આ રોજનું છે આદિ."

"મતલબ"

"આવું રોજ બારીઓ અથડાતી હોય છે કારણ વગર."

"તો તું તપાસ કેમ નથી કરતી??"

"એમાં શું તપાસ કરું !! આ કેમ થતું હશે એ તો જાણું જ છું પણ કોણ કરે છે અને કેમ કરે છે એ નથી ખબર પડતી. એમ પણ મને એ જાણવામાં રસ પણ નથી.
આ પુસ્તક ખોલવા માટે મને ખ્યાલ છે ત્યાં સુધી અમાસના રાત્રીના અમૃત ચોઘડિયામાં ખોલવાનું હોય છે અને તે માત્ર એક પ્રહર સુધી જ ખુલ્લું હોય છે એવું મેં સાંભળ્યું હતું." અનન્યાએ પુસ્તક તરફ ઈશારો કરતા કહ્યું.

"અરે વાહ!! તને તો સારુ નોલેજ છે... હવે મને ખબર પડી કે આગલી અમાસે હું કેમ આ પુસ્તકને ખોલી નહોતો શક્યો."

"હમ્મ તો મુહૂર્ત જોઈ લો પંડિતજી"

"સારુ તો તું તૈયાર થઇ જા."

"શેના માટે??"

"લગ્ન માટે. હાહાહા "

"બસ હવે બંધ કર મજાક અને જોઈ લે જલ્દી... "

થોડીવાર બાદ આદિત્ય પોતાના મોબાઈલમાં જોવે છે.
"અનુ રાતના 2.30 વાગ્યાંથી 4 વાગ્યાંનું છે અમૃતનું ચોઘડિયું.... "

"ઓહ ગોડ હજુ તો રાતના 9 જ વાગ્યાં છે ત્યાં સુધી શું કરીશું??"

"હું છું ને જોડે શું કામ ટેંશન લે, કરવા માટે ઘણાય કામ છે." આમ કહીને આદિત્ય અનન્યાને આંખ મારે છે.

"સ્ટોપ આદિ..."

"ઓક્કે મૂક એ બધું આજે આપણે આપણા ભૂતકાળ વિશે વાત કરીએ."

"મારે નથી કરવી પ્લીઝ... "

"કેમ પણ હું પણ કહીશ બધું તો તારે પણ કહેવું પડશે... "

"સારુ પહેલા તું કહે... "

"મને મોમ અનાથાશ્રમથી લાવી હતી. ત્યારે હું માત્ર 10 વર્ષનો હતો પણ તેમણે મને ખૂબજ પ્રેમ આપ્યો હતો... "

"અને તારા ડેડ??"

"અનુ ડેડ વિશે મેં કયારેય કાંઈ પણ સાંભળ્યું નથી બસ એટલી જ ખબર છે કે મને લાવવાથી તેમને પ્રોબ્લેમ હતો અને પછી તેઓ જતા રહ્યા હતા કોઈક બીજી સાથે... મને એ માણસનો ચહેરો પણ યાદ નથી એમ પણ એ ડેડ કહેવાને લાયક પણ નહોતો... "

"હમ્મ રાઈટ... પછી... "

"પછી અચાનક મને મોમના કેન્સરની જાણ થઇ. મેં તેમની સારવારમાં કોઈજ કચાશ નહોતી રાખી પણ ખબર નહીં હું જોઈ શકતો હતો કે મોમ એ સમયે કાંઈક અલગ જ હતી. તે તેના ફોનમાં સતત કોઈકની સાથે વાતો કરતી હતી... મોમ જયારે ઘેર આવી સાજી થઈને એ જ દિવસે તેણે સ્યુસાઇડ કર્યું... હું ખૂબજ તૂટી ગયો હતો પણ તેમણે મને મરતાં પહેલા એક કાગળ લખ્યો હતો જેમાં કોઈક આંટી તેમના શબને લઇ જશે અને મોમની એક વસ્તુને પણ જેથી મર્યા બાદ પણ મોમની આત્મા એ વસ્તુમાં કેદ થઇ જાય અને મોમ મારી સાથે આરામથી રહી શકે.."

"આંટી જીવતા રહીને પણ તો તારી સાથે રહી શકતા હતા આદિ !! મરવાનું કારણ નક્કી કાંઈક બીજું જ લાગે છે... બાયધવે તારી મોમને જે લઇ ગયા એ આંટી કોણ હતા??"

"ખબર નહીં તેમણે મને એમનું નામ નહોતું કહ્યું, બસ તેઓ આવ્યા અને મોમની ડેડબોડી લઈને ગયા અને પાછા આવીને તેમણે ઘરમાં એ વસ્તુ ક્યાંક મૂકી દીધી અને મોમની આત્મા ઘરમાં ફરવા લાગી.. હું એ બધું જોઈને એટલો ખુશ થઇ ગયો હતો કે મેં આ બાબતને લઈને વધારે કોઈ વિચાર ના કર્યો... "

"જો તું ઈચ્છે તો હું તારી મોમ પાસે એ વાત ઉગલાવી શકું છું કે કેમ તેમણે મરવાનું પસંદ કર્યું." અનન્યાએ આદિત્યનાં હાથમાં હાથ પરોવતાં કહ્યું.

"નો અનુ... મોમને કોઈ પણ તકલીફ થાય એ મારાથી સહન નહીં થાય."

"ઓક્કે જેવી તારી મરજી."

"અરે હા કાલે હું આબુ જઉં છું. મારા એક દોસ્તની બેચલર પાર્ટી છે તો હું કાલે નહીં મળી શકું તને. પરમદિવસે આવી જઈશ." આદિત્યએ ખોટું બોલતા કહ્યું.
(અનન્યા જોડે આવવાની જીદ ના કરે બસ. અમદાવાદ જવાનું છે એ વાતની એને ખબર નથી પડવા દેવાની. )

(આ જ સારો મોકો છે આદિના ઘેર જઈને તેની માઁ જોડે સાચું ઉગલાવાનો.) અનન્યા મનમાં જ વિચારી રહી.
"ઓક્કે તું જઈ આવ. તું આવીશ ત્યારે આપણે મળીશું." અનન્યાએ ચહેરા પર બનાવતી હાસ્ય રેલાવતા કહ્યું.

"ઓક્કે બેબી." કહીને આદિત્યએ રાહતનો શ્વાસ લીધો અને અનન્યાને કપાળે હળવું ચૂમી લીધું.

આમ વાતો કરતા કરતા આદિત્ય અને અનન્યાને કયારે ઊંઘ આવી ગઈ તેમને ખબર જ ના રહી.

રાતના અચાનક 3.30 વાગે અનન્યાની આંખો ખુલી. તેણે ઘડિયાળમાં જોયું તો તે તરત બેઠી થઇ ગઈ અને તરત બાજુમાં સૂતેલ આદિત્યને ઢંઢોળીને ઉઠાડવા લાગી.

"આદિ, ઉઠ.મોડું થઇ ગયું ચાલ જલ્દી એ પુસ્તક ખોલવાનું છે." અનન્યા જોરજોરથી રાડો પાડતી રહી.

આદિત્ય પણ તરત બેઠો થઇ ગયો અને તે પુસ્તકને હાથમાં લઈને તેની ઉપર ગંગાજળ છાંટીને મંત્રોચ્ચાર કરવા લાગ્યો.
અનન્યા સતત પુસ્તક સામું જોઈ રહી હતી. આદિત્યનાં મંત્રોચ્ચારથી તે પુસ્તકના રહસ્યમયી લોક ખુલવા લાગ્યા. એક એક કરીને બધા લોક ખૂલતાં રહ્યા. અનન્યા અને આદિત્યનાં ચહેરા ઉપર ચમક આવી ગઈ.
આદિત્ય તરત લોક ખૂલતાં જ પુસ્તકને ખોલવા ગયો પણ તેના કવરને અડવાથી તેને જોરદાર ઝાટકો વાગ્યો. આવું સતત બે ત્રણ વાર થયું. અનન્યાને પણ આ વાતની નવાઈ લાગી.

"એક મિનિટ આદિ, મને ટ્રાય કરવા દે. "
આમ કહીને આદિત્યનાં હાથમાંથી તે પુસ્તક અનન્યાએ પોતાના ખોળામાં લીધું અને તેનું કવર ખોલવા હાથ લંબાવ્યો. આદિત્ય અને અનન્યાના આશ્ચર્ય વચ્ચે અનન્યાથી તે કવર ખુલી ગયું.
અનન્યાએ તરત તેમાં રહેલ રહસ્યો વાંચવાનું શરુ કર્યું.

"આ શું વાંચે છે?? આમાં ક્યાં કાંઈ લખ્યું જ છે." અનન્યાને વાંચતી જોઈને આદિત્ય બોલ્યો.

"એક મિનિટ તને આ લખેલું કાંઈ દેખાતું નથી??" અનન્યાને નવાઈ લાગતા તે બોલી.

"ના મને તો કંઈજ નથી દેખાતું. તને શું દેખાય છે??" આદિત્યએ નવાઈ લાગતા પૂછ્યું.

"આમાં દુનિયાના અલગ અલગ રહસ્યમયી વસ્તુઓ વિશે વાત કરેલી છે. જેમકે મહાદેવનું ડમરુ, વિષ્ણુ ભગવાનનું સુદર્શન ચક્ર, લક્ષ્મીનો ઘડો,...વગેરે વગેરે." અનન્યા પુસ્તકમાં રહેલ શબ્દો વાંચતા બોલી.

"જલ્દી કર અનુ હવે આપણી જોડે દસ જ મિનિટ છે આ પુસ્તક બંધ થવાની." આદિત્યએ અનન્યાને ઘડિયાળ તરફ ઈશારો કરતા કહ્યું.

અનન્યા જોરજોરથી પાના ફેરવવા લાગી. ત્યાંજ તેના હાથમાં આ પુસ્તકનું એક ફાટેલું અડધું પન્નુ ધ્યાનમાં આવ્યું.

"આદિ આ જો પાનું ફાટેલું છે મતલબ આમાં કંઈક રહસ્ય હોવું જોઈએ." એમ કહીને અનન્યા ફરી પન્ના ફેરવવા લાગી. ત્યાંજ તેનું ધ્યાન બીજા ટુકડા પર ગયું.
અનન્યાએ તરત એ પન્નાને અડધા રહેલ પન્ના પર સાચવીને મૂક્યું.

"આદિ એક કામ કર જલ્દી આનો પીક પાડી લે."

આદિત્યએ તરત એ પન્નાનો ફોટો પાડી દીધો અને તેને ચેક કરવા ખોલ્યો તો એ બ્લેન્ક પાનું હતું.

"શીટ!! આતો બ્લેન્ક છે અનુ."

"ઓહહ ગોડ હવે મારે આને યાદ રાખવું પડશે."

"અનુ પાંચ જ મિનિટ છે હવે."

અનન્યાએ એકદમ ઊંડો શ્વાસ લીધો અને તે પન્ના પર રહેલ લખાણ અને રહસ્યોને યાદ કરવા લાગી....

ત્યાંજ અચાનક રૂમમાં અનન્યાનું ધ્યાન ભટકાવવા જોરજોરથી અવાજો થવા લાગ્યા.
અનન્યાએ જોયું તો આદિત્ય બારી પાસે ઉભો ઉભો નીચે પડવાની તૈયારી કરતો હતો. તેની આંખોમાં અજીબ ભયાનકતા હતી. ત્યાંજ આદિત્યએ ચહેરા પર ડરામણી સ્માઈલ લાવીને પોતાનો પગ લાંબો કર્યો....

(ક્રમશ : )

(જો આપને મારી નોવેલ ગમી હોય તો પ્રતિભાવ આપવાનું ના ભૂલશો...)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED