#KNOWN - 22 books and stories free download online pdf in Gujarati

#KNOWN - 22

"મારે તેના જ શહેરમાં જવું પડશે. અમદાવાદ... એ પણ મોમને કે અનન્યાને ખબર ના પડે એમ."
આદિત્ય ઉભો થઈને કોલ લગાવે છે.

"હેલો ઓમ?? હું આદિત્ય બોલું છું."

"યા સમજી ગયો. બોલ આદિત્ય શું કામ કોલ કર્યો મને??" ઓમે આદિત્યને સવાલ કર્યો.

"અનન્યા માટે તું મરી ચૂક્યો છું પણ અનન્યાને આ વાતની જાણ નથી અને હમણાં જ્યાં સુધી મને પૂરા સત્યની જાણ ના થાય ત્યાં સુધી હું એને પણ કાંઈ પણ કહેવા નથી માંગતો." આદિત્યએ પોતાની વાત રજૂ કરતા કહ્યું.

"બરાબર છે. અનન્યાને આ વાતની જાણ ના જ થવા દઈશ. પણ તારે બીજું શું જાણવું છે અનન્યા વિશે?? જેટલું હું જાણતો હતો એ મેં કહી દીધું."

"ઓમ હજુ તો ઘણું બધું જાણવાનું બાકી છે. એ માટે મારે અમદાવાદ જવું પડશે. તું મારી સાથે આવીશ??"

"કાલે મારે કોલેજમાં કામ છે.આપણે તું પરમદિવસે ફ્રી હોય તો જઈએ."

"કાલે તો મારે પણ બહુ જરૂરી કામ છે. તો ડન આપણે પરમદિવસે અમદાવાદ જઈએ છીએ. કોઈને પણ આ વાતની જાણ ના થવા દેતો સમજ્યો."

"હા, સમજી ગયો." ઓમે આટલું કહીને ફોન કાપી નાખ્યો.
"અનન્યા હવે તારું સાચું રૂપ હું બધા સમક્ષ લાવીશ હાહાહા,"ઓમ સ્વગત બબડ્યો.

******************

બીજે દિવસે અનન્યા કોલેજ જવાનું ટાળે છે. તેને તેના રૂમમાં ચાલતી જોઈને કોઈને પણ એવું ના લાગે કે તેનો એક્સીડેન્ટ થયો હશે. અચાનક તેના મોબાઈલમાં રિંગ વાગી અને અનન્યા દોડતી દોડતી મોબાઈલ પાસે આવી.

"હેલો... જાન"

"હેલો બોલ સવાર સવારમાં યાદ કરી મને!!" અનન્યા ખુશ થતી બેડ પર સુઈ ગઈ અને સુતા સુતા જ વાત કરવા લાગી.

"યસ આજનો દિવસ મસ્ત છે. બહાર મોસમ પણ મસ્ત છે. તો વિચારું છું કે તારી પાસે જ આવી જઉં." આદિત્ય એકદમ રોમેન્ટિક અંદાજમાં બોલ્યો.

"હા તો આવી જા. મારી ક્યાં ના છે."

"આવું છું ડાર્લિંગ..."

થોડીવાર સુધી અનન્યા કાંઈ પણ બોલતી નથી.

"અરે!! અનુ સુઈ ગઈ કે શું??"

"ના જાગુ છું. વિચારોમાં ખોવાઈ ગઈ હતી."

"મારા સિવાય કોના વિચારો આવે છે તને??"

"તારા જ વિચારોમાં ખોવાઈ ગઈ હતી."

"અચ્છા શું?? મને તો કહે."

"તું કયારેય મને દગો તો નહીં દે ને??" અનન્યાએ એકદમ ગંભીર સ્વરે પૂછ્યું.
આદિત્ય થોડીવાર સુધી કંઈજ ના બોલ્યો.

"શું થયું?? બોલતી બંધ થઇ ગઈ??" અનન્યાએ ફરી સવાલ કર્યો.

"અચાનક કેમ આવો સવાલ કર્યો??"

"આ મારો જવાબ નથી આદિ."

"તું સવાલ જ ખોટો કરે છે તો જવાબ પણ એવો જ આપું ને."

"મેં એકદમ બરાબર સવાલ કર્યો છે. તું જવાબ આપી દે બસ."

"અનન્યા મેં તને આપણી પહેલી મુલાકાતમાં જ કહ્યું હતું કે હું તને ઓળખવા માંગુ છું. તારી સાથે રહીને હું તારાથી તો એટ્રેક્ટ જ છું પણ મારે તારા સાચા વ્યક્તિત્વને ઓળખીને એટ્રેક્ટ થવું છે. જે દિવસે મને ખબર પડશે એ જ દિવસે હું તને પ્રપોઝ કરી દઈશ."

(મારા વ્યક્તિત્વથી તો તું કયારેય એટ્રેક્ટ નહીં થઇ શકે. અનન્યા મનમાં જ બોલી.)

"ઓક્કે હું એ દિવસની રાહ જોઇશ.
બાયધવે પુસ્તક લઈને આવે છે??" અનન્યાએ ગળું ખંખેરીને સવાલ કર્યો.

"યસ જાનેમન!! તારી હોસ્ટેલે જ ખોલીશું એ પુસ્તકનું રહસ્ય. હું આવું છું હમણાં."
આટલું કહીને આદિત્યએ કોલ કટ કરી નાખ્યો.

અનન્યા પણ ફ્રેશ થવા બાથરૂમમાં પ્રવેશી. બહાર નીકળીને તેણે બ્લેક કલરનું ઑફ શોલ્ડર ટોપ અને બ્લુ શોર્ટ્સ પહેર્યું. તે દર્પણ સામે ઉભી રહીને પોતાના લાંબા કેશને સરખા કરી રહી હતી. તેના માથાની ગૂંચ ઉકેલાતી જ નહોતી. કંટાળીને તેણે ડ્રોવરમાંથી કાતર કાઢી અને તે ગૂંચને તરત જ કાપી નાખી.
"કાશ મારા જીવનની ગૂંચો પણ હું આમ જ કાપી શકત." અનન્યા કાતર સામું જોઈને બોલી. પછી તરત એને એની જગ્યાએ મૂકી અને પોતાની જાતને દર્પણમાં નિહાળવા લાગી.
"ભગવાને ખરેખર અનન્યા નામ સાથે મને પણ એવી જ બનાવી છે પણ કાશ..... " ત્યાંજ અવાજ આવ્યો.
અનન્યા ખુશ થતી દરવાજો ખોલવા ગઈ.
સામે આદિત્ય ઉભો હતો. આદિત્યનાં અંદર આવતા જ અનન્યાએ બારણું બંધ કરી દીધું.

"તારો ડર આખી હોસ્ટેલને લાગતો લાગે છે." આદિત્યએ હસતા હસતા કહ્યું.

"કેમ??"

"તો કોઈ દિવસ જોયું ગર્લ્સ હોસ્ટેલમાં બોયને સામેથી આગલા દરવાજે જતા કોઈ ના રોકે. સ્ટાફ પણ મારી સાથે સરસ રીતે વર્તે છે. અને બીજી છોકરીઓ તો જાણે ભૂત જોયું હોય એમ મારી સામું ફાટી આંખોએ જોતી હોય છે."

"બસ બસ કેટલું બોલે છે." આટલું કહીને અનન્યાએ આદિત્યનાં હોઠો પર નાનકડી ચુમ્મી આપી દીધી.

"તો તો મારે હજુ બોલવું પડશે... " આદિત્ય આંખ મારતાં બોલ્યો.

"એ બધું કરવા આવ્યો છું અહીંયા??" અનન્યા ચહેરા ઉપર બનાવટી ગુસ્સો લાવતા બોલી.

આદિત્યએ અનન્યાનો હાથ પાછળ મચકોડયો અને તેની આંખોમાં જોવા લાગ્યો.
"મને છંછેડીશ નહીં... નહીં તો તારી બહુ ખરાબ હાલત કરીશ." આદિત્ય અનન્યાની એકદમ નજીક આવીને બોલ્યો.
અનન્યાએ તરત આદિત્યને ધક્કો મારીને પાડી દીધો અને તેની ઉપર ચઢીને બોલી.
"તું કોને ડરાવે છે એતો જો... "
અને બંને ખડખડાટ હાસ્ય સાથે પોતાના શરીરમાં લાગેલ ગરમીને શાંત કરવામાં લાગી ગયા.

થોડીવાર બાદ અનન્યા જમવાનું લાવી અને બંનેએ જમીને થોડીવાર સાથે બેસવાનું નક્કી કર્યું.

"શું થયું આદિ?? તારો ચહેરો કેમ ઉતરેલો છે??" અનન્યાએ આદિત્યનાં હાથમાં હાથ નાખતા પૂછ્યું.

"અનુ મને નહીં ખબર કે મારે તારી સાથે આ વાત શેર કરવી જોઈએ કે નહીં પણ મને ચેન નહીં પડે એટલે કરવા માંગુ છું."

"હા બોલ.. બીજું કાંઈ નહીં તો એક દોસ્ત સમજીને જ કહી દે."

"અનન્યા મારી મોમને કેન્સર હતું. હું એ વખતે બારમા ધોરણમાં હતો. મોમને કેન્સર મટી ગયું હતું અને તેઓને લઈને હું એ દિવસે ઘરે આવ્યો હતો. મોમ પણ ખુશ હતા. પણ.... "

"પણ પણ શું થયું તો આંટીને??"

"મોમે ધાબે જઈને નીચે પડીને સ્યુસાઇડ કરી લીધું..."

"વ્હોટ!! સાચે!! પણ કેમ??"

"કેમ એ જ તો મને નથી ખબર પડતી."

"મને એમ હતું કે એમની મોત કેન્સરનાં લીધે જ થઇ છે.."

"તને નહીં, બધાને એમજ છે પણ હકીકત મને જ ખબર છે કે એ સ્યુસાઇડ હતું."

"તો પછી તું એમને જ ડાયરેક્ટ પૂછી લે ને કે કેમ આવું કર્યું??"

"તેઓ મારી સાથે આ બાબતને લઈને વાત જ નથી કરતા.."

"સ્ટ્રેન્જ.... કયારેય તે એમને કોઈ વાતને લઈને સિરિયસ જોયા છે??"

"હા એમના મરતાં પહેલા મેં 2-3 વખત એમને કોઈકની સાથે વાત કરતા પકડ્યા હતા પણ તેઓ કોઈકને કોઈક બહાનું આપીને ટાળી દેતા હતા."

"યાદ કર... કોની સાથે વાત કરતા હતા અને શું??"

"એકવાર મેં કોઈક ત્રિલોકદેવ અઘોરીનુ નામ સાંભળ્યું હતું એમના મોંઢે..... નવાઈની વાત તો એ છે કે તેમનો મોબાઈલ પણ ખબર નહીં તેમણે મરતાં પહેલા ક્યાં છુપાઈ દીધો હતો!!"

અચાનક અનન્યાના રૂમમાં રહેલ બારી જોરજોરથી ભટકાવા લાગી....

(ક્રમશ : )

(જો આપને મારી નોવેલ ગમી હોય તો પ્રતિભાવ આપવાનું ના ભૂલશો...)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED