સંઘર્ષ - ૬ Jaydip દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંઘર્ષ - ૬

સવારે મારી આંખો ઊઘડી. સામેની દીવાલ પર ઘડિયાળ હતી. નાનો કાટો દસ પર પહોચવાની તૈયારી માં હતો. મે બીજી જ સેકેંડે સોફીના તરફ નજર કરી. પણ તે ત્યાં ન હતી. રસોડામાંથી પણ કંઈ અવાજ નોહતો આવતો. ફક્ત સીલિંગ પર લાગેલા ફેન નો અવાજ સંભળાતો હતો. મે આખી રૂમ માં ફરી નજર દોડાવી. કંઇક બદલાઈ બદલાઈ ગયેલું લાગતું હતું. રૂમ એકદમ સાફ હતી. કચરા પોતું લગાવેલું હતું અને બીજી નાની મોટી ચીજ વસ્તુ જે આમ તેમ રજળતી હતી તે બરોબર વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હતી. હું આ રૂમ હવે સાફ કરવાનો ન હતો કેમકે મારે થોડા દિવસ પછી ગામડે જ જવાનું હતું.

હું ઊભો થઈને રસોડા માં ગયો. સોફીના ત્યાં પણ ના હતી, ચૂલા પર એક બરતન માં ઠંડી ચા પડી હતી. મારી નજર પાછળના દરવાજા તરફ પડી. તે ખુલ્લો જ હતો. તે કદાચ બહાર બાથરૂમ માં ગઈ હશે એટ્લે હું ફરીથી રૂમ માં આવીને બેસી ગયો. થોડી વાર પછી તે અંદર આવી. તેને જોઈને મને થોડી નિરાંત થઈ. તેને આજે પણ મારા એ જ કપડાં પહેર્યા હતા. હું ફટાફટ તૈયાર થયો ને ન્યુસ ચેનલ્સ ફેરવવા માટે દુકાન તરફ ચાલતી પકડી.

કમાલ હતી, આજના ન્યૂજ માં પણ કંઈ ન હતું. કાલે કરતાં આજે થોડો ડર ઓછો થઈ ગયો હતો, પણ તે જાણવું તો ખુબજ અગત્યનું હતું કે તેમના ગયા પછી ત્યાં શું થયું હતું. શું ચૂન્નિબાઈ જીવતી જ હશે? ના..ના.....એ ના બની શકે. મે જાતેજ એને ચેક કરી હતી. અને જો તે મરી ગઈ હતી તો તેના ખૂનના કોઈ ન્યુઝ આવ્યાં કેમ નહીં. હવે તો સત્ય વાત ની ખબર ત્યાં જઈને જ પડે તેમ હતી.


હું રૂમ પર આવ્યો, જમ્યો અને પછી તુરંત ચૂન્નિબાઈ ની કોઠી તરફ નીકળી પડ્યો. મે ચૂન્નિબાઈ ની કોઠી થી થોડે દૂર રિક્ષા ઊભી રાખવી અને ત્યાં ઉતરી ગયો. પછી થોડું એવું ચાલી ને કોઠી થી પચાસેક મીટર ના અંતર પર આવેલા ગલ્લા પર જઈને ઊભો રહ્યો. આવા ધગધગતા ઉનાળા માં ત્યાં કોઈ પણ જાતની ચહેલ પહેલ લગતી ન હતી. મે ત્યાં ઊભા રહીને એક સિગાર ઓર્ડર કરી. હું ક્યારેક ક્યારેક જ સિગાર પીતો હતો અને આજે તો થોડો ખરાબ દેખાવ કરવો જરૂરી હતો.


મે સિગાર ના થોડા કશ માર્યા અને પછી દુકાનદાર જોડે થોડી વાતો શરૂ કરી.


“ક્યો ભાયા, આજ યહાં પે એકદમ સન્નતા હે?” મે કોઠી તરફ ઈશારો કર્યો.


‘ક્યાં યાર! યે તો દોપહર કા વક્ત હે ઇસી લીએ ....બાકી શામ કો તો લાઇન લગતી હૈ.’


‘એસા ક્યાં?’


‘હા બંધુ, કભી યહાં કા ચક્કર નહીં લાગયા ક્યાં? એક બાર મુલાકાત લે લીયો શામ રંગીન હો જાયેગી.’ તેને એક આંખ મારીને મીઠું સ્મિત આપ્યું.


‘હાહાહા.......વોહી સોચ રહા હું. એકાદ ચક્કર લગા હી લેતા હું..’ મે પણ સામે આંખ મારી.


‘થોડી દેર કર દી બંદુ, થોડે દિન પહેલે આતે તો હુસ્ન કી પરી સે મુલાકાત હોતી’


‘ક્યાં મતલબ?’ હું થોડો ચમકી ગયો.

‘અરે થી એક મોહતરમાં, જૈસે તૈસો કો તો હાથ ભી ના લગાને દે. ઇસ્પેસિયલ તેરે જેસે જવાન કો હી જાને દેતી થે ઉસકે પાસ ઓર તો ઓર ઉસકા દામ ભી તગડા થા.'


‘થી!!! મતલબ ...મે આશ્વર્ય થી પૂછ્યું.


‘સૂના હે કી ભાગ ગઈ, દો દિન સે ઉસકે આદમી યહાં આતે હે, પુછતે હે કી દો દિન પહલે રાત કો ઉસે ભગતે દેખા હે યા નહિ? અબ તો મે ભી પરેશાન હો ચુકા હું ઉનકે ફાલતુ કે સવાલો સે.’ તે પટ પટ પોપટ ની જેમ બોલવા લાગ્યો.


‘ફીર ક્યાં મિલી યા નહીં?’મે પૂછ્યું.


‘પતા નહીં, આજ મિલી યા નહિ લેકિન કલ તક તો ઉસકા કોઈ અતાંપતા નહીં થા. અગર મિલ ગઈ હોગી ના તો તો ઉસકી ખૈર નહીં. બહુત ગુસ્સે મે થા વો કાલીયા.’



હું સમજી ગયો કે તે જોગટ ની જ વાત કરે છે. હું હમ્મ માં જવાબ આપતો રહ્યો અને તેને વાત આગળ ચલાવી.



‘લગતા હે સાલી ને બોહોત બડા બબાલ ખડા કર દિયા હૈ... દો દિન સે ભૈરવા ભી આયા હુઆ હે. વરના ભૈરવા કભી ઇતના રૂકતા નહીં હૈ.’



‘અચ્છા, વેસે યે ભૈરવા કોણ હૈ?’ મે પૂછ્યું અને સાથે બીજી સિગાર ઓર્ડર કરી. આ પાનના ગલ્લા વાળા ને કઈક વધારે જ નોલેજ હતું.


‘ભૈરવા કો નહીં જાનત કા! અરે એ સબ ઇસકી હી તો દેન હૈ. ચુનની બાઈ ઉનકી માશૂકા હે’


‘ઐસા ક્યાં?’



‘હમ્મ.... યે ધંધા સુકુન સે ઐસે હી નહીં ચાલત હે.દારૂ સે લેકે છમિયાં તક સબ કા ઇનપોટ-એક્સપોર્ટ વો હી તો કરત હે.



‘એસા ક્યાં!!’ મે આંખો થોડી પોહલી કરી જેથી પેલો તેનું મો વધારે ખોલે.


‘હાં, યે કોઈ એસા વેસા ઇન્સાન નહીં હે. બોહત બડા આદમી હે. બસ ઇસકા નામ કોઈ અખબાર મે નહીં આતા... બાકી તો જુલ્મ કી દુનિયાકા સબસે કાલા ચહેરા યહી તો હે. પડદે કે પીછે કા પરફોર્મર યહી હે. જો ભી ઇસકે સાથ હાથ મિલાતા હે માલામાલ હો જતાં હે ઓર જો એક ઊંગલિભી ભી ઉઠતાં હે સમજ લો ભગવાન કો પ્યારા હો જાતા હે.’


‘તો યે કોઠી ચુન્નીબાઈ કી નહીં હે ક્યાં?’


‘નહીં ભી હે.. ઓર હે ભી. યે શૂરું તો ભૈરવા ને કરકે દિયા થા લેકિન યે ધંધા બડા કિયા ચૂન્નિબાઈ ને. ચૂન્નિબાઈ ને ભી અપના નામ ખૂબ બડા કિયા ઓર ઉસકે લિયે કોઈ ભી કસર નહીં છોડી હે. ચૂન્નિબાઈ પૈસો કી ભૂખી હે ભિખારન. ઈતના કુછ હે ઉસકે પાસ ફીર ભી વો યહાં કી દુકાનો સે હફતા વસૂલ કરતી હે ઓર મેરે પાન મસાલેકા એક રૂપિયા નહિ દિયા કભી. ભૈરવા કા તો યે એક છોટા સા ધંધા હે. વો કભી ભી ઇસમે દખલ અંદાજી નહીં કરતાં.’


ચૂન્નિબાઈ ને હું ક્યાં નથી જાણતો. બહુ સસ્તી મોત મરી છે તે. હું મનમાં જ બાબડ્યો.


‘ક્યાં સોચ મે પડ ગયે બ્ંદુ?’



‘કુછ નહીં, બસ ચલતે હે અબ. ફેર કભી એકાદ શામ કા ચક્કર લગા હી લેંગે’ મે તેની સામે આંખ મારી ને પછી ચાલતો થયો. મારૂ અહિયાં વધારે વખત ઊભું રહેવું સેફ નોહતું.



મે સીધી ઘર તરફ ની રિક્ષા પકડી લીધી.



સાંજે 5:00 વાગ્યે.....




‘શું થયું?’ સોફીના એ પૂછ્યું.


હું ક્યારનોય ઘરની બહાર ચાલ્યો ગયો હતો. તે અકળાઈ ગઈ હતી. તેને થોડો ઘણો ખયાલ તો આવી જ ગયો હતો કે હું તપાસ કરવા માટે કશે ગયો હોઈશ.


‘કશું જ નહીં, અને પોલીસ ને પણ આ વાત ની જાણ નથી થઈ.’ મે જવાબ આપ્યો ને ખુડશી ઉપર બેસી ગયો.



‘તું ત્યાં ગયો હતો!’


તે એકદમ ડઘાઈ ગઈ અને મારી પાસે આવી ને બેસી ગઈ.



‘હા....’ મે માથું હકાર માં હલવ્યું.


‘તું ત્યાં કેમ ગયો હતો?’



મને તેની આ વાત બિલકુલ ન ગમી. એટ્લે નહિ કે તેનો સવાલ અજીબ હતો. તેનો સવાલ તો બરોબર જ હતો પણ અજુગતું એ હતું કે તે આજે મને તું...તું ...કહીને બોલાવતી હતી. મને તેની આ તુકાર વાળી ભાષા એ યાદ અપાવતી હતી કે તે એક વેશ્યા છે. મને તે રાત યાદ આવતી હતી. તે રાત્રે તેના મો માંથી નીકળેલી ગંદી ગાળો યાદ આવતી હતી. મને પછતાવો થતો હતો તે રાતનો. મે કોઈ કારણ વગર મુસીબત મારા માથે લીધી હતી. તે સુંદર હતી. મને તેના પર દયા આવતી હતી. પણ અત્યારે મારા મગજ પર ભૈરવો ચડેલો હતો.



‘EVERYDAY YOU LEAVES A FOOTPRINT’ અમારા પગલાનો પીછો કરતાં કરતાં તે અહિયાં સુધી આવી તો ચડશે જ. મને મન માં ને મન માં તેના પ્રત્યે નફરત થતી હતી. પણ તેના ચહેરા સામું જોતા જ મારો બધો ગુસ્સો ખબર નહીં ક્યાં ચાલ્યો જતો હતો. અત્યારે પણ તે મારી સામે ચિંતિત ભાવથી જોઈ રહી હતી.


‘આ ભૈરવો કોણ છે?’ મે સહજતાથી પૂછ્યું.


તેના ચહેરા પર નો રંગ એકાએક ઊડી ગયો. તેને મોમાં આવેલું થૂંક તેને પાછું ગળા નીચે ઉતારી દીધું. તે કશું જ ના બોલી.



‘તે અહિયાં આવેલો છે.’ મે કહ્યું.


‘તમે હવે ત્યાં નહીં જતાં, તે મારી નાખશે.’ તમને મારી નાખશે અને મને પણ ખતમ કરી નાખશે.




ક્રમશ ....