sangharsh - 1 books and stories free download online pdf in Gujarati

સંઘર્ષ - 1

જીંદગી થી બધું હારી ને ફરીથી જુનુંન સાથે લડવા માટે પ્રેરિત કરતી એક અજય નામના યુવાન ની કથા, કે જેમણે એક આંના થી લઈને મોટું સામ્રાજ્ય ઉભું કર્યું , પ્રેમ ભીખ માંગવાથી નથી મળતો કે નથી પૈસા ખર્ચવાની . પ્રેમ જીંદગી ના એવા તબ્બકા માં તમારી સામે આવીને ઊભો રહે છે કે જ્યારે તમને કંઈ સુજતું નથી , તમારી પાસે એમને આપવા માટે કંઇજ નથી છતાં પણ તમે એને જબરદસ્તી થી નિભાવો છો અને એ પ્રેમ તમને ક્યાં લઇ જાય છે એની કોઈને ખબર નથી હોતી . માણસ ના રૂપમાં એક દોહરી જીંદગી જીવતો આ અજય નામના વ્યક્તિ ની ચાલવાની લથડવાની ડૂબવાની આગળ વધવાની પૈસાની પ્રેમની અને બલિદાન ની કહાની એટલે સંઘર્ષ.
અજય એક અનાથ છોકરો જે અજાણતા એક વેશ્યા(સોફીના) ની જીંદગી માં પ્રવેશી જાય છે અને તેની બધી જ મુસીબતો તેના માથા પર સવાર થઈ જાય છે જે ના ચાહવા છતાં પણ તે મુસીબતોનો ભોગી બની જાય છે . તેની પાસે એક જ રસ્તો રહે છે અને તે છે આગળ વધવાનો . તે બન્ને પોતાની જાત ને બચાવવા કેટલાય લોકોની બલી આપે છે. ધીરે ધીરે તેઓ લાશોના ઢગલા પર ડગલા ભરતા જાય છે અને એ મુકામ પર પોહચી જાય છે કે જ્યાંથી તેમને કોઈ હરાવી ના શકે . પોતાના ઊભા કરેલા અવિચળ સામ્રાજ્ય ની બે બાજુ છે , એક છે સોફીના જે ચહેરો છે અને એક છે અજય જે તેની આત્મા છે . અજય પડદા પાછળ નો કારીગર છે જે પાપ ની આ દુનિયા ના બધા કામ પાર પાડે છે છેવટે તેનો ચહેરો જ તેનો દુશ્મન બનીને તેની જિંદગીનો અંત લાવે છે .
સંઘર્ષ ની થોડી ઝાંખી

મારી પાસે હવે તેને પૂછવા માટે કોઈજ સવાલ નોહતા.અમારા વચ્ચે પાછું મોન સિવાઈ ગયું.મને તેના વિષે બધી ખબર પડી ગઈ હતી.તેની સ્ટોરી પણ કોમન જ હતી. ફિલ્મ માં હોય તેવીજ સેડ સ્ટોરી હતી. મને તેની વાતોમાં કઈ નવાઈ ના લાગી. હું દસ મિનિટ ના વાર્તાલાપ માં તેની આખી જિંદગી સમજી ગયો.

“એક વેશ્યા ની જિંદગી સમજવી એટલી આસાન નથી જેટલી તું વિચારે છે.” તેને મોન તોડ્યું.ખબર નહીં તે મારા મન ને કેવી રીતે વાંચી ગઈ.

“એટલે! તું કહેવા શું માંગે છે?”

સોફીના ના ચહેરા ઉપર કેટલાય ભાવનાઓ ના રંગો આવ્યા અને ચાલ્યા ગયા, તે ધીમેથી ઊભી થઈ અને મારી સામેની ખુડશી ઉપર આવીને બેસી ગઈ. અને તેની વાત આગળ વધારી.

“અજયબાબુ અમારી જિંદગી એટલી આસાની ની સમજાય જાય એટલીય સરળ નથી. એ જમના ગયા કે જ્યાં વેશ્યા પાકિજા ની મીના કુમારી અને ઉમરાઓ-જાન ની રેખા ની જેમ હોતી હતી. હવે ના તો તેવા કોઈ નર્તકી ના દરબાર છે ના તો કોઈ આલીશાન કોઠા. અસલિયત માં ફક્ત ગટરુજ હોય છે. ગટરો એટલા માટેજ બનાવમાં આવે છે કે ઘર ની ગંદગી પછી આંગણા માં ના ફેલાઈ જાય, જેથી સમાજ સાફ સૂથરો રહે. જો એક વેશ્યા ની જિંદગી સમજવીજ હોય ને તો આ ગટર માં કૂદવું પડે.”

હું ફક્ત તેની સામે જોતો રહ્યો.તેના ગમગીન શબ્દોને સમજવાની કોશિશ કરતો હતો. તેના અવાજ માં દર્દ હતું,એક ગમગીની હતી. પણ તેની આખોમાં તેજ હતું તેને તે કોઠી છોડ્યા ની અપાર શાંતિ હતી. તેને હળવું સ્મિત આપ્યું.તેના હાસ્ય માં કટુતા હતી.

“અજયબાબુ આ જે કોઠા હોય છે ને તે તમારા બિગબજાર ની જેમ હોય છે.જ્યાં બધુજ મળે છે બસ કહેવામા આવે છે કે લોકો સેક્સ ખરીદવા આવે છે.”

હું તેની સામે એવિ રીતે જોત રહ્યો જાણે કોઈ વિધ્યાર્થી તેના ટીચર ને જોતો હોય,તેને સમજવાની કોશિશ કરતો હોય.

“બિગબજાર અને તમારી કોઠી !” હવે મારા સવાલ માં કૌતૂહલ હતું.

“જી હા!,જેમ કે તમે ખરીદવા આવેલા તમારી એકલતા, જેમ પેલા મંદિર ના પૂજારીનો છોકરો ખરીદવા આવે છે તે નવરાત્રિ ના વ્રત ની રાત્રીઓ જે તેની પત્ની એ તેની સલામતી માટે રાખી હતી, જેમ પોલીસ થાનેદાર ખરીદવા આવે છે તેની ઈમાંનદારી, જેમ પેલો દુકાનદાર ખરીદવા આવે છે તે મહિનાઓ ની રાત્રિ જ્યારે તેની પત્ની ઉછેરતી હોય છે તેના પેટમાં રહેલી સંતાન, જેમ આવે છે તારા જેવા જુવાન એ ગૅરંટી ખરીદવા કે તે હવે પૂરા મર્દ થઈ ગયા છે, જેમ આવે છે એંશી વર્ષ ના મિયાં જે પોતાને નવાબ ના વંશજ બતાવે છે તે ખરીદવા આવે છે તેનો અહંકાર કે તેના અંદર ની આગ હજુ નથી ઓલવાઈ, જેમ આવે છે પેલા બઁક ના મેનેજર ખરીદવા તે ચાર-પાંચ દિવસ જેમાં તેની પત્ની તેને સાથ નથી દઈ શકતી, જેમ આવે છે પેલો રિક્ષા વાળો આખો દિવસ રિક્ષા ચલાવી અને પોલીસ ની ગાળો ખાઈને રાત્રે એક ક્વાટર દેસી દારૂ નો બાટલો લઈને જે ખરીદવા આવે છે કાલે ફરી ગાળ ખાવાની હિમ્મત………”

“થયો ને અમારો કોઠો બિગબજાર જેવો, જે બધાની જરૂરત પૂરી કરે છે, કેટલી હિમમતવાન અને મહાન હોય છે એક વેશ્યા કે જેના લીધે કેટલાય ઘર અને કેટલીય સ્ત્રીઓના વિશ્વાસ તૂટતાં તૂટતાં રહી જાય છે.”

તે એકધારી બોલતી રહી ને હું તેને ધ્યાન થી સાંભળતો રહ્યો. તેની વાતોનો કોઈ અલગ જ મતલબ હતો. મે તેની આખો ને વાચવણી કોશિશ કરી પણ તેની આખોમાં મને શૂન્ય અવકાશ શિવાય કઈ ના દેખાયું. મે તેને ઉપર થી નીચે સુધી એક નજરે જોઈ. શું હશે આની ઉમર?,મારા જેવડીજ હશે કદાચ. આ ઉમરમાં એક છોકરી પ્રેમ સગાઈ અને લગ્નના સપના જોતી હોય છે જ્યારે સોફીના તેની જિંદગી સાથે લડાઈ લડી રહી હતી. સોફીના જેવી કેટલીય હશે જે પોતાનું શરીર મજબૂરી માં વ્હેચટી હશે.ખરેખર તે મહાન હતી તે તો ફક્ત પોતાનું શરીર વ્હેચતી હતી જ્યારે અમે તો અમારો આત્મા વહેચતા હતા. ...........

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED