sangharsh - 4 books and stories free download online pdf in Gujarati

સંઘર્ષ - ૪

મે હવે ધીરે ધીરે દોડવાનું શરૂ કર્યું. અસહ્ય વેદના થતી હતી. પગ મારૂ કીધું કરતાં જ નોહતા. હું વીસેક મીટર દૂર ગયો હોઈશ ત્યાં મને પાછડ કોઈ અવાજ થયાનો ભ્રમ થયો. મારી પાસે હવે એટલો સમય પણ નોહતો કે હું એક વાર પાછળ ડોકું ફેરવી ને નક્કી કરું કે તે ભ્રમ હતો યા પછી ખરેખર કોઈ હતું. હું ખરાબ ડરી ગયો. જિંદગી માં મે પહેલી વાર કોઇની ખૂન થયેલી લાશ જોઈ હતી, અરે લાઈવ મર્ડર જોયું હતું. હું હવે તે બાજુ જોવા પણ નોહતો માંગતો. અવાજ ને લીધે મારી ગતિ થોડી વધી. પગ લંગડાતા હતા, દર્દ થતું હતું પણ મારે અત્યારે અહીથી દૂર ચાલ્યું જવું હતું બસ.

મારી કમર ફાટતી હતી. કૂદકો મારવાથી મારા પાસોડા ભરાઈ ગયા હતા. દોડવાથી થોડી રાહત થઈ હતી. મારૂ શરીર જકડાઈ જાય તે પહેલા હું દોડવા લાગ્યો હતો જેથી કરીને અંદર કઈ મુંઢમાર ના થયો. ગમે તેમ મારે તો અત્યારે બસ ભગવુ જ હતું. તે લોકો ને હમણાંજ ખબર પડી જશે. નક્કી તે મારી ઉપર શક કરશે અને મને શોધવા નિકળી પડશે. તે બધાયે મને સારી રીતે જોયેલો છે. હવે મારી પાસે થોડોક જ સમય હતો અહીથી દૂર ભાગી જવાનો.

હું બસ ભાગ્યે જતો હતો. દસ મિનિટ સુધી હું અંધારા માં રસ્તાની એક બાજુ કોઈ જોઈ ના શકે એવી રીતે ભાગ્યે જતો હતો. હું હજુ એક કિલોમીટર પણ દૂર નોહતો પાહૂચ્યો ત્યાં મને શ્વાસ ચડી ગયો. મારાથી હવે ખરેખર દોડાતું નોહતું. મારા પગ ત્યાંને ત્યાંજ થોભાઈ ગયા. હું ઊંડા સ્વાસ લેવા લાગ્યો. વાંકો વળીને ઘૂંટણ પર હાથ ટેકવીને હાફવા લાગ્યો. મારૂ ધ્યાન મારા કપડાં પર ગયું. મારા બ્લૂ શર્ટ પર લાલ લાલ લોહી ના ધબ્બા પડી ગયેલા હતા ને મારા હાથ પણ લાલ હતા.

હું રસ્તાની બાજુની લાઇટ નીચેજ ઊભો હતો. કોઈ પણ મને જોઈ શકે તેમ હતું. મે દોડવાનું શરૂ કર્યું. અત્યારે મારે એટલે દૂર નીકળી જવું હતું કે તે લોકો અંદાજો પણ ના લગાવી શકે. હું ઊંડા શ્વાસ લેતો રહ્યો ને દોડવાનું ચાલુ રાખ્યું. સતત પંદર મિનિટ સુધી દોડતા-હાફતા-ચાલતા-દોડતા હું હવે ઘણો દૂર નીકળી આવ્યો હતો. હવે મને થોડીક નિરાંત થઈ.

મારી નજર ફરીથી મારા કપડાં તરફ ગઈ. જો કોઈ મને જોઈ જશે તો સીધો ખ્યાલ આવી જશે કે આ કોઈના લોહીથી હોળી રમીને આવ્યો છે. સારું હતું કે તે વિસ્તાર સુમસાન હતો ત્યાં રહેવા વાળા કોઈ નોહતા ફક્ત થોડા ઘણા વાહનોની અવર જવર જ હતી. મને સામે ચોપાટીનું બોર્ડ દેખ્યું. મારૂ મગજ હવે થોડુંઘણું ચાલતું થયું. મને ખબર હતી કે હવે મારે શું કરવાનું છે.

હું ફટાફટ ગેટ ની બાજુની દીવાલ કૂદીને અંદર દાખલ થઈ ગયો. અંદર ક્યાંક તો પાણીની સગવડ હોવીજ જોઈયે. રાતના અંધારમાં ચોરની જેમ દીવાલ કૂદીને નો એન્ટ્રી માં ચાલવામાં ડર તો લાગતોજ હતો પણ અત્યારે પહેલા કપડાં સાફ કરવા ખુબજ અગત્ય ના હતા. થોડે અંદર ગયા પછી પાણી ના નળ દેખાયા. મે ફટાફટ જઈને નળ ને આખો ખોલી નાખ્યો ને નીચે મારા લોહી વાળા હાથ રાખી દીધા. અત્યારે તરસ છીપવા કરતાં પણ લોહી સાફ કરવું ખુબજ જરૂરી હતું. પાણી નો ધોધ સીધો હાથ ઉપર પડતો હતો તો પણ લોહી જતું ના હતું લોહી જામીને સુકાઈ ગયું હતું. મે હાથ ઘસીને સાફ કર્યા પછી આખું માથું નળ નીચે નાખી દીધું. મારૂ મગજ ધમધમતું હતું. પાણી થી થોડી ટાઢક થઈ. પછી પાણી ખોબમાં ભરી ને કપડાં ઉપર નાખવા લાગ્યો. ભીના હાથ કપડાં ઉપર ફેરવવા લાગ્યો. હાથ ફરી ફરી લોહી વાળા થઈ જતાં હતા.

મારા આખા કપડાં ભીના થઈ ગયા તો પણ હજુ શર્ટ ઉપર લાલ લીસોતા હતા. પણ તેનાથી હવે ના કહી શકે કે આ શું છે?? હવે કઈંક નિરાંત થઈ. મે લગભગ આઠ-નવ કલાક થી પાણીની એક બુંદ પણ મોમાં નોહતી નાખી. મારૂ ગળું સુકાઈ ગયું હતું. મે નળ નીચે હાથ રાખીને મોઢું માંડી દીધું. પાણી ગળાને સ્પર્શ કર્યું એટલુ મીઠું લાગ્યું કે મધ પિતા હોઈએ. મે એકી શ્વાસે પાણી પીવાનું ચાલુ રાખ્યું. એટલુ બધુ પાણી પીધું કે પેટ ફાટી જાય. તો પણ ગાળાની તરસ છીપાતી નોહતી.

જો કોઈ ત્યારે મને પૂછતે કે દુનિયાની સૌથી મીઠી વસ્તુ કઈ? તો મારો જવાબ હોત પાણી. તે દિવસે ખ્યાલ આવ્યો કે પાણી થી મીઠું આ દુનિયામાં કશું જ નથી. મારા પેટ માં પાણી નોહતું જતું તો પણ હું પાણી પીધે જતો હતો.

મારૂ પેટ પાક્કુ ફાટી જાત જો કોઈએ મને પાછડથી હાથ ના લગાડ્યો હોત. હું ચોકી ગયો. અત્યારે અડધી રાતે અને આવા સમયે કોઈએ મને હાથ અડકાર્યો હતો. મારો અડધો જીવ ચાલ્યો ગયો.

મે જડપથી ડોક પાછળ ફેરવી. મે જોયું.....અને તેને જોઈને મારો બચેલો કુચેલો જીવ પણ ઉપર આવી ગયો. તે સમયે જો કોઈ ભૂત-પ્રેત હોત તો પણ સારું હતું પણ તે બીજું કોઈ નહીં પેલી ખૂની છોકરી હતી જેને લીધેથી હું આ મુસીબત માં મૂકયો હતો. હવે મને ખ્યાલ આવ્યો કે તે અવાજ થયો હતો તે કોનો હતો. તેને મારી પાછળ કૂદકો માર્યો હતો અને અત્યાર સુધી તે મારો પીછો કરતી હતી.

તેનો આખો ચહેરો લાલ-લાલ લોહી થી ભરેલો હતો અને તેના કપડાં જોવા જેવા નોહતા. થોડા સમય પહેલા બંધ રૂમમાં ડિમ લાઇટ માં ડરેલી સહેમી સુંદર છોકરી અત્યારે ભયાનક લગતી હતી.

મારી જિંદગી નો તે સૌથી ખરાબ અને સૌથી સારો દિવસ હતો. ખરાબ એટલે કે તે દિવસે હું મારૂ બધુ ગુમાવી ચૂક્યો હતો. તે દિવસે મે પહેલી વાર એક લોહીથી લથપથ લાશ જોઈ હતી, એક લાઈવ મર્ડર જોયું હતું, અને કદાચ તેનો ઇલજામ મારી ઉપર આવવાનો હતો અને સારો એટલે કે તે દિવસે મારી જિંદગી માં “સોફીના”આવી હતી. મારી જિંદગી બદલાઈ જવાની હતી. ગમે તેમ પણ તેને અત્યારે જોઈને મને શેજેય ખુશી નોહતી થઈ.

અત્યાર સુધી તો હું એવું સમજતો હતો કે હું ત્યાંથી દૂર ચાલ્યો આવ્યો એટલે હવે હું હવે સુરક્ષિત છું. પણ હવે તો તે ખુદ મારી સામે આવીને ઊભી હતી અને આવી હાલત માં. મુસીબત ખરેખર મારો પીછો નોહતી છોડતી. તે મારા માટે એક મોટી મુસીબત હતી.

“તું અહિયાં!શું કામ.....તું મારો પીછો શું કામ કરે છે?”મે ગુસ્સામાં તેને પૂછ્યું.

તે કઈ પણ ના બોલી. કદાચ તેને પણ મારા સવાલો ના જવાબ નોહતી ખબર.

તેને નળ પાસે જઈને નળ ખોલ્યો ને હાથ મો ધોયા વગર જ મારી જેમ જ નળ નીચે મો નાખી દીધું.તેને તેના વાળ એક તરફ રહે તેવી રીતે ડોકી એક બાજુ ફેરવીને પાણી પીવાનું શરૂ કર્યું, હું ફક્ત તેની તરફ જોતો રહ્યો.

કોઈ કાતિલ એટલું સુંદર કેમ લાગી શકે? એક બાજુ લટકતા તેના ખુલ્લા વાળ, અને ઉપર લીધેલો નાનો પફ જે તેને બરોબર ઓપતો હતો. તેની આખો ના પલકારા અને પાણી ને ઘટક ઘટક પિતા તેના હોઠ અને પાણી જ્યારે તેના ગળાથી નીચે ઉતરતું હતું ત્યારે તેની ડોકી ની મચક તેની સુંદરતા માં વધારો કરતી હતો. ખરેખર તે અત્યારે પણ અદ્ભુત લગતી હતી.

કોઈ અત્યારે પણ આટલું બધુ સુંદર કેમ લાગી શકે! કુદરત ખરેખર કમાલ છે. હું તેની સુંદરતા જોવા નોહતો માંગતો પણ મારી નજર હટતીજ નોહતી. શું કરું હું કોઈના વશમાં હતો. તે સતત પાણી પીએજ જતી હતી. તેની તો આખા દિવસ ની તરસ હશે. નળ નીચે રાખેલા હાથ ની કોણી થી વહીને અડધું પાણી નીચે તેના કપડાં ઉપર પડતું હતું.

તે પાણીએ મારૂ સારું એવું ધ્યાન ભંગ કર્યું. મારૂ ધ્યાન તે પાણી સાથે તેના કપડાં તરફ ગયું. મને તેની લાલ ચોવણી દેખાઈ. હું વશ માંથી બહાર આવ્યો. તે એક વેશ્યા હતી, અને જેને એક ખૂન કરી નાખ્યું હતું, કોઈને ઘડી બે ઘડી માં પરલોક પહુચાડી દીધું હતું.

તે ભલેને ગમે તેટલી સુંદર હોય પણ તે એક ખૂની વેશ્યા હતી. તે મારી પાછળ પાછળ મારી રૂમ સુધી આવી પાહૂચે તે સારી વાત નોહતી.

તે શું કામ મારી પાછળ આવે... તેને તો તેના ઘરે જવું જોઈએ. અરે તે ચૂન્નિબાઈને અમ્મા કહેતી હતી એટલે તેને જ તેની અમ્મા ને મારી નાખી. પણ તેની અમ્મા હતી તો તેને તેને ધંધા માં કેમ લગાવી દીધી? કોઈ માં આવું શું કામ કરે..?ખરેખર તે તેનિજ માં હતી???

જે હોય તે, મારી પાસે અત્યારે તેની કહાની જાણવાનો સમય નોહતો. મારે તો ગમે તેમ કરીને તેનાથી પીછો છોડાવવો હતો. મે પાછળ ફરીને ભગવાનુ શરૂ કર્યું. પણ હું જેવો ગેટ સુધી પાહૂચ્યો કે મારી પાછળ કોઈના દોડવાનો અવાજ આવ્યો. મે ફરીને જોયું તે દોડીને મારી પાસે આવી ગઈ.

“તું મારો પીછો ના કાર છોકરી. તું તારા ઘરે જા, શું કામ મને મુસીબત માં નાખે છે , તું મને મરવીશ” મે કહ્યું.

“મને તારી સાથે લઈ જા” તે એટલુજ બોલી.

પહેલી વાર તેનો અવાજ સાંભળ્યો હતો. અત્યાર સુધી તો તેના બરડા જ સાંભળ્યા હતા. તેનો અવાજ સ્ત્રીઓ જેવોજ મધુર ને જીણો હતો જેમાં એક ટકા પણ કર્કશતા ના હતી.

“પાગલ થઈ ગઈ છે ? હું તને ઓળખતો પણ નથી, તું એક વેશ્યા છો.” મે ગુસ્સામાં કહ્યું.

“મારૂ કોઈજ નથી આ દુનિયામાં હું ક્યાં જાઉં..,અને અમ્મી ....”એમ કહીને તે રડવા લાગી. તેને હવે મુન્નિબાઈના મોતનો પછતાવો અને દુખ થતું હતું. હું થોડોક ઢીલો પડ્યો ને શાંતિથી કહ્યું.

“તું ક્યાક બીજે જતી રહે, મારા ઘરે બધા હશે, હું તને ત્યાં ના લઈ જઈ શકું. તું બીજે ગમે ત્યાં ચાલી જા.” મે ખોટે ખોટું કહ્યું જેથી તેનો પીછો છૂટે.

આ વખતે તે કાઇજ ના બોલી તે ચૂપ ચાપ ઊભી રહી. તેનું રડવાનું ચાલુજ હતું. તે સાચેજ એક અબળા હતી. મને તેના પ્રત્યે ખરેખર દયા આવતી હતી. જો પરિસ્થિતી આવી ના હોત તો હું ખુશીખુશી તેને સાથે લઈ જાત. આખરે હું પણ આ દુનિયામાં હવે એકલોજ હતો.

મે પાર્ક માથી બહાર નીકળી ને દોડવાનું શરૂ કર્યું. મે પાછળ જોયું. શીટ......તે હજુ મારો પીછો છોડવા નોહતી માંગતી. તે શું કામ સમજતી નોહતી.

મે મારી ગતિ વધારી. વિચાર્યું કે ક્યાં સુધી તે મારી સાથે આવશે. થાકી જશે એટલે પીછો છૂટશે. મે વધારે જોશથી દોડવાનું શરૂ કર્યું. હું મુસીબત ને મારા ગળે બાંધવા નોહતો માંગતો.

દસ મિનિટ..પંદર મિનિટ...વીસ મિનિટ..મે દોદ્યેજ રાખ્યું. મે ફરીને જોયું. તે મારી પાછળ જ હતી. હે ભગવાન, કઈ માટીની બની હતી તે. હું સાવ થાકી ગયો હતો. મારાથી હવે દોડતું પણ નોહતું અને તે મારી સતહ સાથે દોડી હતી, તે એક સ્ત્રી હતી તે છતાં તે થાકવાનું નામ નોહતી લેતી.

જો આમ જ ચાલતું રહ્યું તો તે તેના રૂમ સુધી આવી પહુચશે. પછી તે કશુજ નહીં કરી શકે. તે એક દિવસ તો પકડાવાની જ છે. અને સાથે સાથે મારૂ પણ આવી બનશે.

હું ઊભો રહી ગયો. તે જેવી મારી નજીક આવી કે હું તૈયાર હતો. સટાક...એક બરોબર નો લાફો લગાવી દીધો. તે ત્યાંની ત્યાંજ એક આંટો ફરી ગઈ. તેને એક હાથ ગાલ ઉપર લગાવ્યો. તેને પણ શ્વાસ ચડ્યો હતો, જેથી તેની છાતી ઉપરનીચે થતી હતી. તેની આખો માં વેદના હતી ને ચહેરા ઉપર પરસેવાના ટીપાં બાજી ગયા હતા.

“***,સળી,***,***..સમજતી કેમ નથી, મારી પાછળ શું કામ આવે છે, તું કોણ છો ...શું કામ છે તારે મારૂ?? હું તને નથી જાણતો. તું મારી પાછળ આવવાનું બંધ કર. મે તેને બરોબર ની ખખડાવી.

તે સીધી મારા પગે પડી ગઈ. મને તેના બંને હાથ થી પકડી લીધો.

“મને લઈ જાઓ, હું ગમે તે કરીશ, તમે કહેશો તે કામ કરીશ, મને બચાવી લો...” તે કરગરવા લાગી.

તે ખુબજ ડરી ગઈ હતી. તે ઇનડાઇરેક્ત્લી મને એમ કહેવા માંગતી હતી કે તે પોતાનું શરીર વેચવા પણ તૈયાર છે. થોડી વાર પહેલા કશુજ કરવાની ના પડતી હતી તે હવે બધુજ કરવા તૈયાર હતી. મજબૂર હતી બેચારી ની. મજબૂરી ધારેને તો દુનિયાનો કોઈ પણ વ્યક્તિ ખરીદી શકે છે.

“હું તને ક્યાં રાખીશ? તું મારી સાથે ના આવી શકે બસ.” મે શાંતિ થી કહ્યું.

“મારૂ કોઈજ નથી આ દુનિયા માં. મહેરબાની કરીને રહેમ કરો. તે લોકો મને મારી નાખશે.”

“તું સમજતી કેમ નથી, હું મારા ઘરે તને ના રાખી શકું.’

“તમે મને બીજે ક્યાક રાખી દો, બે દિવસ મને બીજે ક્યાક સંતાડી દો. હું પછી બીજે કશે ચાલી જઈશ. તે લોકો મને શોધતાજ હશે.”

મે નીચે તેની સામે જોયું. કોઈ મારા પગ પકડીને રડી રહ્યું હતું. મને હવે તેના ઉપર પ્રેમ આવતો હતો. તે મારી જેમજ એકલી હતી. તેને મારા પગ ભીસીને પકડ્યા હતા ને મારી તરફ જોઈને રડતી હતી, કરગરતી હતી. ત્યારે મે જો તેની આખોમાં આખ ના પરોવી હોત તો મારી જિંદગી કઈક ઓર હોત. તેની આખોમાં મને અસહ્ય પીડા દેખાઈ. બિચારી સાવ લાચાર હતી. તેને આજે જે કઈ પણ ગુમાવ્યું હતું તે તો તેનું હતુ પણ નહીં. તેની જિંદગી કોઇની મૂઠી માં કેદ હતી તે બસ એક કટપૂતળી હતી. તેની ભૂલ એટલી જ હતી કે તેને મૂઠી ખોલવાની કોશિશ કરી હતી. પોતાની માટે આઝાદી માંગી હતી.

મે નીચે નમીને તેના ખભા પકડીને તેને ઊભી કરી. મે તેને મારી સાથે લઈ જવાનો નિર્ણય લઈ લીધો. હવે કોઇની પણ હિમ્મત નોહતી કે તેને હાથ શુદ્ધા લગાડી શકે. મે એક એવી વ્યક્તિ નો હાથ પકડ્યો હતો જે એક વેશ્યા હતી, જેને હાલમાં જ મારી આંખોની સામે કોઈનું ખૂન કર્યું હતું, અને મારા માટે એક બહુ મોટી મુસીબત હતી. ગમે તેમ પણ મે તેને મારી સાથે લઈ જવાનું નક્કી કરી લીધું હતું. તેનો માસૂમ ચહેરો જોઈને હું પીગળી ગયો હતો.

“ઠીક છે, ચલ મારી જોડે.” મે ધીમા અવાજે કહ્યું.

તેની આંખો માથી આસું સરી પડ્યા. તે મારી સામે એવી રીતે જોવા લાગી જાણે હું તેનો ભગવાન હોય. મને હજુ સુધી સમજાતું નોહતું કે તે શું કામ મારી પાછળ આવી હતી. મે તેને મારી હતી, તેની સાથે જબરજસ્તી કરવાની કોશિશ કરી હતી. તો પણ તે ...!

તેના કપડાં લોહી લોહી ભર્યા હતા. તેની કુર્તી આખી લાલ ચટક રંગ ની થઈ ગઈ હતી. તેને અત્યારે કોઈ પણ જોઈ જાય તો પક્કુ મુસીબત આવી ચડે.

તે લોકો પૂછતાં પૂછતાં આ બાજુ આવશે. અમે રસ્તા ઉપર દોડતા હતા. વધારે અવર જવર નોહતી તો પણ અમુક માણસોએ અમને જોયા જ હશે. મારી પાસે બાઇક પણ નોહતી ને અમે રિક્ષા પણ કરી શકીએ તેમ નોહતા. અને મારી રૂમ પણ અહીથી ખાસ્સી દૂર હતી. અગર અમે દોડતા દોડતા જઈએ તો પણ લગભગ અડધો કલાક નો રસ્તો હતો. અને હવે દોડી શકાય તેવી હાલત પણ નોહતી મારી.

હું આગળ આગળ જડપથી ચાલતો હતો, દોડતો હતો, ઊભો રહી જતો ફરીથી દોડતો અને ચાલતો. તે બરોબર મારી પાછળ પાછળ આવ્યે જતી હતી. તે અમારી વચ્ચે નું અંતર વધારે નોહતી થવા દેતી. તેને મનમાં કદાચ એવું હતું કે હું તેનાથી છટકી જઈશ. મને તેના લોહી વાળા કપડાનો સૌથી વધારે ડર હતો. એટલા માટે હું રસ્તાની આજુ બાજુ જોતો જતો હતો કે ક્યાક ફરીથી પાણી મળી જાય. આમ ને આમ અમે દોડતા હાફતા રસ્તો કાપતા ગયા.

લગભગ ચાલીસ મિનિટ પછી અમે મારી રૂમ પર હતા. આ રૂમ માં પાંચ જણા રહતા હતા. પણ અઠવાડિયાથી હું એકલોજ હતો. બીજા બધા પોતપોતાની જગ્યા એ ચાલ્યા ગયા હતા. પણ હું ક્યાં જવાનો હતો... એમ પણ પંદર દિવસ પછી હું પણ આ રૂમ મકાન માલિક ને સોપી દેવાનો હતો.

હું અત્યારે એક સુંદર છોકરી સાથે રૂમ માં એકલો હતો. કોલેજ કરતી વખતે આવો મોકો હમેશા શોધતા હતા જે આજે મળ્યો હતો. પણ આજની પરિસ્થિતી કંઇક ઓર હતી. અમે બંને ગરમ હતા, એટલા માટે કે અમે કોઇકનું ખૂન કરીને આવ્યા હતા. અમારા હાથ ખૂન થી રંગાયેલા હતા. મે તેનો સાથ આપવાનો વિચાર કર્યો હતો એટલે હવે અમે બંને બરોબર ના ગુનેગાર હતા. અત્યારે અમારા મગજ માં ડર સિવાય બીજું કશૂજ નોહતું. હું સેટિ ઉપર બેસી ગયો.

હવે થોડી નિરાંત થઈ. મારા જીવમાં જીવ આવ્યો. હું જીવતે જીવતો સાવ સાજો રૂમ પર આવી પહૂચ્યો હતો. મારૂ ધ્યાન તેની તરફ ગયું. તે બાજુની દીવાલના ટેકે સરકતી સરકતી નીચે બેસી ગઈ. તેના રડવાનો અવાજ નોહતો આવતો પણ તેની આંખો માથી આસું વહેતા થયા. તે ઊંડા ઊંડા શ્વાસ લેતી હતી ને ડૂસકાં ભરતી હતી. મે તેને રડવા દીધી.

શું હું બહુ મોટી મુસીબત માં મુકાઇ ગયો હતો? મે કોઈક મોટા કુંડાળામાં પગ તો નોહતો મૂકી દીધો ને? મને હવે વિચારો આવવા લાગ્યા. અહિયાં મારા રહેવાના કઈ ઠેકાણા નોહતા અને હવે આને હું મારી સાથે કેમ અને ક્યાં સુધી રાખીશ. મે તેની સામું જોયું. તે ત્યાને ત્યાજ પડી હતી.

તે નિરંતર રડ્યે જતી હતી. તેને આચકી આવવા લાગી. મને એવું લાગ્યું કે તે હવે કઈક વધારેજ રડી રહી છે એટલે હું તેની પાસે જઈને ઉભડક બેસી ગયો. મે તેના ખભા ઉપર હાથ મૂક્યો. મારા સ્પર્શ માં તેના પ્રત્યે દર્દ હતું.

તેને સહેજ મસ્તક ઉપર કરીને મારી સામું જોયું. તેનો ચહેરો વેરવિખેર થઈ ગયેલો હતો. તેનો પફ વિખાઈ ગયેલો અને વાળ એક બીજામાં ઘૂચવાઈ ગયા હતા, તેની આંખો થાકી ગઈ હતી ને રડી રડી ને આખનું કાજળ તેના ગાલ ઉપર રેલાઈ ગયું હતું, અને સૌથી અગત્યનું તેના હોઠ ઉપરનો થથેડો ચાલ્યો ગયો હતો. જે સારી વાત હતી. તો પણ તે પહેલા કરતાં વધારેજ ખૂબસૂરત લગતી હતી.

અમારી નજરો મળી અને એક થઈ. અને પછી તેના ગળા માંથી જે રુદન નિકળ્યું છે ..બાપ રે..ખરેખર મે આખી જિંદગીમાં આવું રડતાં કોઈને નોહતું જોયું. અત્યારે તેને કોઈક ની જરૂર હતી. કોઈક એવું જેના ખભા ઉપર માથું રાખીને રડી લે અને પોતાનું બધુ દર્દ આસું સાથે બહાર નીકળી જાય.

મારે તેને ગળે વળગાળવી હતી, એટલે નહીં કે તે એક છોકરી ને હું એક છોકરો હતો પણ એટલે કે કોઈકને ભેટવાથી દુખ હળવું થઈ જાય છે. કદાચ તેને તેની જરૂર હતી પણ મને સંકોચ થતો હતો.

મને ખરેખર તેને ગળે વળગાળવામાં ખચોટ અનુભવાતી હતી. થોડી વાર પહેલા હું તેને મારા બાહુપાશ માં જકડી રાખવા જબરજસ્તી કરતો હતો, અત્યારે તેને ખરેખર તેની જરૂર હતી પણ હું નોહતો કરી શકતો. સ્ત્રી જાતને સમજવી ખરેખર મુશ્કિલ છે. હું ત્યાથી ઊભો થઈને બાથરૂમમાં ચાલ્યો ગયો. સીધો જઈને મારૂ આખું શરીર પાણીના ફુવારા હેઠળ રાખી દીધું. મારૂ આખું શરીર ગરમ ધગધગતું હતું જાણે 100 ડિગ્રી તાવ આવ્યો હોય. એમ લાગતું હતું કે પાણી શરીર ને અડકીને સીધું વરાળ થઈ જતું હતું. હું કેટલીય ઘડી ફુવારા હેઠળ એમ ને એમ જ ઊભો રહ્યો. શરીર નો થાક હવે કઈક ઉતાર્યો હતો. હું ફ્રેશ થઈને કપડાં પહેરીને તેની પાસે ગયો. તે ત્યાની ત્યાજ બેસી હતી પણ હવે તેનું રડવાનું બંધ થઈ ગયું હતું. તેનું મો જોઈને એમજ લાગે કે તે કોઈ પૂતળું છે. તે સાવ મડદાની માફક બેઠી હતી. દીવાલને ટેકો દઈને, પગ આગળ લંબાયેલા, હાથ નીચે લબડેલા ને હથેળી આસમાન તરફ ખુલ્લી હતી, તેની આંખો સામેની દીવાલ ઉપર એકી ટશે સ્થિર થઈ ગઈ હતી.

“શું નામ છે તારું?”મે પૂછ્યું.

તેને કઈ પણ જવાબ ના આપ્યો.

“મારૂ નામ અજય છે, તારું નામ શું છે?” મે ફરીથી પૂછ્યું. તેને કાઇજ ના કીધું. હોઠ પણ ના ફફડાવ્યા, અરે તેને આંખ ની કીકી શુદ્ધા ના હલાવી. બસ એમ જ મડદા ની જેમ બેઠી રહી.

મે તેની સાથે વાતો કરવાની ગહની કોશિશ કરી પણ તે કશુજ ના બોલી. તે સાવ નજીવી થઈ ગઈ હતી. તે અંદર થી હજુ રડતી હતી તેના આસું પૂરા થઈ ગયા હતા.

વ્યર્થ પ્રયત્નો કર્યા બાદ હું મારી પલંગ ઉપર ઊંધો પડી ગયો. તેને કઈ પણ હરકત ના કરી. હું આડો પડ્યો પડ્યો તેને જોતો રહ્યો. તે ખરેખર અલોકિક લાગતી હતી. તે શું કામ વેશ્યા બની હશે?? આવી સુંદરતા ખરેખર બજાર માં ચંદ રૂપિયા માં વેચાતી હતી. હું બસ તેના જ વિચારો કરતો હતો. તેની સામુજ જોઈએ રાખ્યો હતો. તે પોતાની પાંપણ પણ નોહતી હલાવતી. તે અત્યારે બહુ ખરાબ સ્થિતિ માં હતી. હું બસ તેની સુંદરતા ને ગટકાવતો હતો. મારૂ શરીર ગાદલાં ઉપર પસ્ત થઈને પડ્યું હતું. હું તેને જોતો રહ્યો ને તેના વિચાર માં ક્યારે સૂઈ ગયો ખબર જ ના પડી.
ક્રમશ.......


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED