sangharsh - 3 books and stories free download online pdf in Gujarati

સંઘર્ષ - 3

નહોતું મારૂ કોઈ ઘર બાર કે નોહતું કોઈ સગુ-વહાલું જે મારી વાત જોઈને બેસી રહ્યું હોય.આટલી બધી ભીડ માં એકલા હોવું એનથી મોટું કોઈ દુખ નથી.પરીક્ષા માં એકલા ફેઇલ થઈએ તો દુખ થાય પણ સાથે આપણા બીજા બે ચાર મિત્રો ફેઇલ થયા હોય તો એટલું બધુ દુખ ના થાય.

એકલતા જીવતા જીવજ માણસ ને મારી નાખે છે, ફક્ત હલતું ચાલતું મળદુ બનાવી દે છે. હું પણ એક મડદું જ બની ને રહી ગયો હતો. ફક્ત હાડ-માસ નું પૂતળું, કોઈ તો એવી જગ્યા હોય જ્યાં મારે પહોંચવાનું હોય, કોઈ તો એવું હોય જે ક્યાક મારી રાહ જોઈને બેઠું હોય.

આજે હું બધુ જ ગુમાવી ચૂક્યો હતો. હવે કોઈ પણ જાતની આશા નોહતી અને ના તો કોઈ જાદુ થવાનું હતું ને કોઈ ખજાનો મળવાનો હતો. હું આખો લુટાઇ ગયો હતો અને હજુ પણ તે લોકો મને લૂટવા માંગતા હતા. મને હવે કોઈ પણ રસ્તો સુજતો ના હતો. નાનો હતો ત્યારે કેવો રમતો મસ્તી કરતો દોડતો કૂદતો અને થાકીને સૂઈ જતો હતો. ખબર નોહતી પડતી કે હું શું મેળવવા અહિયાં આવી ચડ્યો હતો.

બેડ ની બંને બાજુ સરખું બેલેન્સ જળવાઈ રહ્યું હતું. ખરેખર તે મારા જેટલીજ દુખી હતી, કદાચ મારા કરતાં પણ વધારે..... ગમે તેમ એક વેશ્યા હોવું કોઈ સારી વાત નથી ભલેને ગમે તેટલા રૂપિયા મળતા હોય પણ પોતાની આબરૂ વહેચી નાખવાથી વધારે ખરાબ શું હોય શકે. કોઈક તો મજબૂરી હોતી જ હશે નહિતર કોઈ શરીર નો ધંધો શું કામ કરે.

મને એમ કે તે થોડી વાર માં શાંત થઈ જશે. પણ તેનું રડવાનું ચાલુજ રહ્યું. મે મારા પગ ને બુટ માંથી આજાદ કર્યા, સવારથી તે બૂટમાંને બૂટ માં જ બફાઈ ગયા હતા. મારૂ ધ્યાન અત્યારે પગ પર ગયું. લોહી ની અવર જવર પણ હવે બંધ થઈ ગઈ હતી. બંને પગ ની પાની હવે અતિશય દુખતી હતી. મે દીવાલને ટેકો દઈને મારા પગ લંબાવ્યા. મારૂ મગજ પણ હવે દુખવા લાગ્યું હતું. વિચારી વિચારીને મગજ આખું ખાલી થઈ ગયું હતું. એવું લાગતું હતું જાણે કોઈ તેમાં હથોડા મારે છે.

તે બેડ ની એક બાજુ એમની એમજ રડતી હતી ને હું બીજી બાજુ આડો પડ્યો હતો. રૂમ ની ડિમ લબૂક જબુક લાઇટ માં તેના ચહરા નો એક ભાગ દેખાતો હતો.તેને પણ લિપસ્ટિક નો થથેડો કર્યો હતો ને મેકૂપ ના નામે પાવડર નો ઢગલો હતો. તેના ગાલ ઉપર આંગળાના નિશાન છપાયેલા હતા. હવે ખ્યાલ આવ્યો કે અંદર કોઈ ટાળી નોહતું પાડતું, પણ ચૂન્નિબાઈએ તેને મારી હતી તેનો અવાજ આવતો હતો.

હવે મારૂ મગજ ફરવા લાગ્યું હતું. તેના રડવાથી હવે મગજ ફાટતું હતું. શાંતિ જોઈતી હતી મારે પણ હવે તેનું રડવાનું મને પરેશાન કરતું હતું.

“હું તને કઈ નહીં કરું, તું રડવાનું બંધ કર” મે ગુસ્સામાં ત્રાડ નાખી. તે હેબતાઈ ગઈ ને વધારે જોરમાં રડવા લાગી.

“શું નામ છે તારું?” મે તેને શાંત કરવા થોડી વાત કરવાની કોશિશ કરી. તેણે જવાબ માં પોતાનું માથું પણ ઊચું ના કર્યું. મને હવે તેના ઉપર ગુસ્સો આવતો હતો.મગજ નો પારો વધારેને વધારે ઊચે ચડતો જતો હતો.

“સલી વેશ્યા,**,***,****,બંધ કર તારી જબાન”મે તેને બે-ચાર ગાળો દઈ દીધી.

આખરે તેણે રડવાનું બંધ કર્યું પણ એક વાર શુધ્ધા મારી સામે ના જોયું. હું તેમજ આડો પડ્યો રહ્યો. સામેની ઘડિયાર માં સાડા અગિયાર વાગી ચૂક્યા હતા. હું લગભગ અડધી કલાકથી આ ખોલીમાં માથું પકવી રહ્યો હતો.

મારી ગાળો દીધા પછી તે ચૂપચાપ થઈ ગઈ હતી. રૂમમાં એક અલગજ શાંતિ પથરાઈ ગઈ હતી. હવે તો ઘડિયાર નો સેકન્ડ કાટોય અવાજ કરતો હતો. હું ચૂપચાપ તે ઘડિયાર ની ટક-ટક સાંભડતો રહ્યો. થોડી વાર મગજ માંડ શાંત રહ્યું, ફરીથી અંદર વિચારોના ઘોડા દોડવા લાગ્યા.

ફરીથી નિરાશા, એકલતા, દુખ-દર્દ, હુફ અને વાસનાનો ઉદ્ભવ થયો. મે મારા શરીરને તેની થોડી નજીક ઘસીટ્યું પછી તેના ખભા પર હાથ મૂક્યો. આ વખતે મારા સ્પર્શ માં સોએ સો ટકા વાસના હતી.

“હાથ ના લગાડ,કમીના” તેને ખભો ઉલાળીને મારો હાથ ફગાવી દીધો. આ વખતે ખબર નહીં કેમ તે મારી મનોવૃતિ સમજી ગઈ હતી. સ્ત્રીઓ માં સ્પર્શ ની ઇન્દ્રિય ઘણી શક્રીય હોય છે આ કળા તેને નેચરલીજ મળે છે.

“સાલી **, તું મને ગાળ આપે છે! મે તારા રૂપિયા આપ્યા છે.” મે તેનો બાહુ બહુ જોશથી પકડી લીધો.

“તેરી માં કો જાકર કે બોલ,સાલે.”તેને મને જોરથી ધક્કો માર્યો અને બેડ ની એક બાજુ ઊભી રહી ગઈ.

હવે તે પૂરે પૂરી દેખાઈ રહી હતી. તેના પોણા છ ફૂટનું ઊચું કાઠાળું શરીર, પાતળી ઊચી ડોકી, મધ્યમ ઊભાર અને આઠડા આકારની સુંદર કમર, તે હીબકાં ભરી રહી હતી જેથી તેની છાતી ઉપર-નીચે થતી હતી. લબૂક જબૂક લાઇટ માં તે કોઈ નર્તકી ના પૂતળા જેવી લગતી હતી. તેનો ચેહરો સ્પસ્ટ નોહતો દેખાતો પણ તેની ગોળાઈ એકદમ માપેલી હોય તેવી હતી. તેને રેડ-બ્લેક કુરતી અને નીચે વાઈટ ચોવણી પહેરી હતી. આ બધા માં એક વસ્તુ બરોબાર દેખાતી હતી જેના ઉપર ના છતાં પણ ધ્યાન ચાલ્યું જ જાય...તેના હોઠ અને તેની ઉપર લગાડેલ લાલ લિપિસ્ટીક નો થથેડો. હું ઊભો ઊભો તેને નિહારતો નોહતો મને તેના ઉપર ગુસ્સો આવતો હતો.

તેને મારી માં ને ગાળો દીધી હતી. ખરેખર તેને ખરાબ ભૂલ કરી નાખી હતી. હું બેડ નું ચક્કર લગાવીને બરોબાર તેની સામે પહોંચ્યો. હું તેનાથી બે ચાર ઇંચ ઊચો હતો મે તેના બાહુ જોશથી પકડી લીધા. તે ડઘાઈ ગઈ.

“વેશ્યા,***,****,ધંધો તું કરે છે અને ગાળો મારી માં ને આપે છે.”

તેની પાસે કોઈ જવાબ નોહતો તે મારાથી ડરી ગઈ હતી. મે તેના બાજુ કઈક વધારેજ ભિસ દઈને પકડ્યા હતા.

“છોડ મને, કહું છું છોડી ડે મને..... “ તે હવે આજીજી કરતાં કરતાં મારી પકડ માથી છૂટવાની નાહક કોશિશ કરતી રહી.

હું ખેડૂત નો દીકરો હોવાથી માર મજબૂત શરીર સામે તેનું કઈ આવે તેમ નોહતું. અમે બેડ ની કિનારી પર જ ઊભા હતા. તેને મને ધક્કો માર્યો પણ મારી પકડ અકબંધ જ રહી. પણ અમારું સંતુલન બગડ્યું અને અમે બેડ ઉપર પડ્યા. તે પીઠ ના ભાગે આડી પડી અને હું તેની ઉપર. તેની ઘૂટ્ણ થી નીચેના પગ બેડથી લબડતા હતા ને ઉપર નો ભાગ બેડ ઉપર માછલીની જેમ તડફડિયા મારતો હતો. મારો એક પગ જમીન ઉપર અને બીજો બેડ ઉપર અને બંને હાથેથી તેના બાજુ પકડી રાખેલા હતા. મારા કમરની ઉપરનો ભાગ તેની ઉપર હતો પણ અમારી વચ્ચે ખાસ્સું એવું અંતર હતું.

હવે તેનો ચેહરો મારી આખોની સામે હતો. તેની દાઢી ની અણીયાળી ગોળાઈ, તેના લાલ લિપિસ્તિક વાળા રસિલા હોઠ, પાતળું અને બરોબાર માપીને લગાવેલું હોય તેવું નાનું નાક અને પછી તેની આખો. તેની આંખો કોઈ ઈચ્છાધારી નાગની જેવી કાતિલ અને તેની ઉપરના પોપચાં તેની ઉપર ઘડી-ઘડી પડદો નાખી દેતા હતા. પણ તેમાંથી ભારે અગન વછૂટતી હતી. આંખ માંથી વહેતા આસું ની એક જાડી એવી ધારા તેના ગલ ઉપરથી વહેતી હતી. તે કરગરતી હતી, તડફડિયા મારતી હતી પોતાના શરીરને આમ થી તેમ ફેરવતી હતી ને છૂટવાનો વ્યર્થ પ્રયત્ન કરતી હતી. તે ઊંડા સ્વાસ લઈ રહી હતી જેથી કરીને તેના ઊભાર વારે-વારે મને સ્પર્શતા હતા. હું તેની શરીરની ગરમી મેહસૂસ કરી સકતો હતો તે આખી ગરમ થઈ ગઈ હતી. તે કઈ કરી શકે તેમ નોહતી તે મજબૂર હતી. મારી પકડ થોડી ઢીલી થઈ, ખરેખર તો હું તેની સુંદરતા જોઈને આભો બની ગયો હતો. હું તેની ખુબજ નજીક હતો, મે તેની આખો માં મારી આખો પરોવી હતી. તેની આખોમાં ડૂબતો જતો હતો. તેની આંખો માં આસુંની પરત પાછળ નું કઈક અજીબ આકર્ષણ મને તેની નજીક ખેચી રહ્યું હતું. હું હિપ્નોટાઇસ થઈ રહ્યો હતો.

તે મારી મંશા સમજી ગઈ. તે હવે વધારે તડફડિયા મારવા લાગી. તે બીજું કઈ કરી શકે તેમ નોહતી એટ્લે તે મારા ઉપર થૂકી.

“કૂત્તા,છોડી ડે મને.”

મે મારી પકડને વધારે ભીસી ને તેની બાજુ નમ્યો.

“હરામકી ઓલાદ, દૂર જ મરાથી, મને છોડી દે જવા દે મને ...”તેને મારી ઉપર ગાળો ની બોછાર બોલાવી.

તેને ફરી એક બીજી ભૂલ કરી નાખી હતી. તેને મને હરામકી ઓલાદ કીધું હતું. હવે મે મારૂ આખું શરીર તેના ધમધમતા શરીર ઉપર ઢોળી દીધું. મે અમારી વચ્ચે એક કણની જગ્યા પણ ના રહેવા દીધી.

પણ ઘડી ના છઠ્ઠા ભાગમાંજ તે હરકત માં આવી અને તેને તેના એક બાજુના હાથ ની કોણીથી જોશ દઈને પોતાની જાત ને ફેરવી દીધી. મારૂ બેલેન્સ બગડી ગયું ને મારા હાથની પકડ છૂટી ગઈ ને હું બેડ ની બાજુ માં એક આંટો ફરી ગયો. મારા પુઠા ના ભાગે નીચે પડ્યો. અને બીજી જ સેકેંડે મારૂ માથું બાજુ માં પડેલા લાકડાની ટીપોઇ ના ખૂણે અથડાયું. એક બાજુ મારા પુઠા માં વાગ્યું હતું અને સાથો સાથ મારા માથાની જોરદાર ટક્કર થઈ હતી અને એ પણ એટલી જોરથી કે મને ચક્કર ચડી ગયા હતા. હું કળ ખાઈને મારા બંને હાથ માથાની પાછળ રાખીને ટૂંટિયું વાળીને નીચે પડ્યો રહ્યો ને તે બેડ ની થોડે દૂર જઈને ઊભી રહી અને જોતી રહી.

હું થોડો સ્વસ્થ થયો પણ મારી સહન શક્તિ હવે પૂરી થઈ ગઈ. મે અત્યાર સુધી બહુ સંયમ જાળવી જોયો, પણ હવે બસ થયું. હું ઊભો થયો, તેની પાસે જઈને તેની એક લાફો છોડી દીધો. તેને તેની અપેક્ષા નોહતી કરી. મારા ચાર આંગળાની છાપ તેના ગાલ ઉપર બરોબાર દેખાતી હતી. મે ફરીથી તેના બંને હાથ પકડ્યા ને તેને બેડ તરફ ઘસીટવા લાગ્યો. તે બરડા પાડવા લાગી તેની બૂમો એટલી મોટી હતી કે મારા કાનના પડદા ફાટી જાય. તેને તેના બંને હાથ મારી છાતી પર રાખીને જોશથી ધક્કો માર્યો. હું તેનાથી દૂર જઈને ઊભો રહી ગયો.

જોતજાતમાં તે પાછળ ફરી અને દરવાજો ખોલી ને ભાગી ગઈ. હું મારા માથા ઉપર હાથ દઈને ઊભો રહ્યો. લોહી તો નોહતું નીકળતું પણ તમ્મર ચડી ગયા હતા.

થોડી વાર થઈ એટલે ચૂન્નિબાઈ તેનો હાથ પકડીને રૂમમાં આવી. તેની સાથે રૂબી પણ હતી.

“સાલી મેને તેરે લિયે ઇતના કુછ કિયા, તું મેરે લીયે ઇતનાભી નહીં કર શકતી? સહજાદી કો સીર્ફ મુફ્ત કી રોટીય હી તોડની હે બસ.

“મુજે છોડ દે અમ્મા, મુજે જાને દે. મે દૂસરે સબ કામ કર દેગી. તું મુજે છોડ દે.” તેને બે હાથ જોડી દીધા ને રડવા લાગી.

ચૂન્નિબાઈએ તેની એક પણ ના સાંભળી ઊલટાની તે વધારે ગુસ્સે થઈ ગઈ અને તે તેને મારવા લાગી. તેને બચાવમાં પોતાનો હાથ ઉલાળ્યો એ તે ભૂલથી ચૂન્નિબાઈના જડબા ને લાગ્યો. રૂબી તરતજ આગળ વધીને તેના બંને હાથ પાછળ પકડી લીધા.

“સટ્ટાક...સટ્ટાક....સટ્ટાક...”ચૂન્નિબાઈએ એક પછી એક તેના ગાલ ઉપર માર્યે જતી હતી. સતક એક મિનિટ સુધી તેને ચાલું રાખ્યું. તેના ગાલ એટલા લાલચોળ થઈ ગયા હતા કે હવે આંગળાના નિશાન પણ નોહતા દેખાતા. મને હવે તેના ઉપર થોડી દયા આવતી હતી.

“સાલી તુજે બડા કિયા વોહી મેરી સબસે બડી ગલતી હે.” ચૂન્નિબાઈ તેના ઉપકાર ગણાવા બેસી ગઈ.

“મુજસે એ સબ નહીં હોતા, દર્દ હોતા હે....” તે આટલું જ બોલી શકી.

“જા રૂબી રસ્સી લેકર આ. આજ તો ઈસે એસા સબક શિખાઉગી ના કી અગલી બાર ઉહ તક ના બોલેગી.” ચૂન્નિબાઈએ ઓડર આપ્યો. રૂબી ફટાફટ બહાર ચાલી ગઈ.

“મુજે જાને દે, મુજે માફ કરદે. મુજે ઇસમે ક્યૂ ઘસિટ રહી હે તેરે પાસ તો કિતને સારે પેસે હે ......”તે કરગરતી રહી.

“જબાન લડાતી હે મુજસે, મુજે સિખયેગી?? ચૂન્નિબાઈ કો! અબ દો-ચાર દિન તક ભૂખી મરેગી ના તબ જાકે તેરી અક્કલ ઠીકાને આયેગી.” ચૂન્નિબાઈએ બોલતા બોલતા ફરીથી તેને એક લાફો ચોળી દીધો. તેને તેની કલ્પના નોહતી કરી સટ્ટાક અવાજ સાથે આખો રૂમ ગુંજી ઉઠ્યો. રૂમ માં સન્નાટો છવાઈ ગયો.

મને અત્યારે ખરેખર તેના પ્રત્યે દયા આવતી હતી, જોકે થોડા સમય પેહલા તેને મારૂ માથું લગભગ ફોડીજ નાખ્યું હતું તો પણ.... આમ જોવા જઈએ તો તેને ફક્ત પોતાનો બચાવ જ કર્યો હતો ને.

ચૂન્નિબાઈએ તેને ધક્કો માર્યો. તે નીચે પડી ને મારી જેમજ ટીપોઇ સાથે ભટકાઈ. ટીપોઇ પર ની તાંબાનો પોટ નીચે પડી ગયો. તેની ઉપર ના પ્લાસ્ટિક ના ફૂલો નીચે પડી ગયા ને પોટ નીચે દળદળતો હતો.

“તું સાલી કિસી કામ કી નહીં હે” ચૂન્નિબાઈ વળીને તેનો બાજુ ને ખેચવા ગઈ. અને પછી મે જે આગળનું દ્રશ્ય જોયું છે તે હું ક્યારેયના ભૂલી શકું.

હું હજુ આખનો પલકારો કરું તે પહેલાતો તેને પોટ ઊચકીને ચૂન્નિબાઈ ના માથા પર જિકિ દીધો. પોટ નો ખૂણો બરોબર તેના માથાની કાનની ઉપર ના ભાગે જિકયો હતો. ચૂન્નિબાઈ ત્યાંને ત્યાંજ ખાઈને પડી ગઈ. તેના મોમાંથી જીણી ચીસ નીકળી ગઈ તે નીચે ફર્શ પર પાડીને કણસરતિ હતી.

“હરામખોર,મુજસે ધંધા કરવાયેગી, સાલી, ***, ****, **, ****” તે ગાળો ની રમજટ બોલાવ્યે જતી હતી ને સાથે સાથે પોટ વડે ચૂન્નિબાઈના માથે પાછળના ભાગે બીજો ઘા પણ જીકી દીધો. તે હવે પાગલ થઈ ગઈ હતી.

“ઠણ...ઠણ...ઠણ...ઠણ....” તેને એક પછી એક ઘા જીકવાનું શરૂ કરી દીધું. લગભગ દસેક ઘા ચૂન્નિબાઈના માથે જીકી દીધા. તેનું માથું ફાટી ગયું.

ચૂન્નિબાઈના ફાટેલા માથા માથી લોહીની ધારવાડી શરૂ થઈ ગઈ હતી. પણ તે પાગલ થઈ ગઈ હતી. તે કંઈ બોલયે જતી હતી ને ઘા જિકયે જતી હતી તેને કદાચ એ પણ ભાન નોહતું કે તે કોઈનું માથું ફોડી રહી છે. તેના હાથ લોહી લોહી થઈ ગયા હતા તેના કપડાં લોહી થી ભીંજાવા લાગ્યા. આખા રૂમમાં લોહીના છાટા ઉડતા હતા. તેના મો પર તો ફુવારા ની જેમ લોહી ઉડતું હતું. ખરેખર તેના ઉપર કોઈ અલગ પ્રકારનું પગગલપન સવાર થઈ ગયું હતું.

ચૂન્નિબાઈએ ક્યારનું કણસરવનું પણ બંધા કરી દીધું હતું. તે કોમાં માં ચાલી ગઈ હતી અથવા કદાચ સીધી ઉપર ચાલી ગઈ હતી.

છેલ્લી દસ મિનિટથી હું પૂતળાની માફક ઊભો ઊભો જોતોજ હતો. હવે હું દોડીને તેની પાસે ગયો. મે તેને પકડીને પાછળ ઘસડી ને ત્યાંથી દૂર હટાવી. જોકે હું પણ ડરતો હતો તેનો એક ઘા મને પણ ભારે પડે તેમ હતો. એટલે મે સાવચેતી રાખીને તેને પાછળ હટાવી.

“બસ કર ઓયે, બંધ કર....હોશ માં આવ છોકરી, તે મરી ગઈ છે.” મે તેને હચમચાવી ને બૂમ પાડી.

મારી બૂમો આખીરકાર તેના કાન માં ગઈ તે હોશ માં આવી. હાથ માં પકડેલો પોટ તેને જટ્કાથી એમ ફેકયો જાણે તેમાથી કરંટ આવ્યો હોય. તેને હવે પરિસ્થિતી નો બરોબર ખ્યાલ આવતો હતો. તેને બંને હાથ મો પર ડાબી દીધા ને ફરીથી રડવા લાગી.

મે તરત જઈને દરવાજો બંધ કરી દીધો. પાછો આવીને ચૂન્નિબાઈના નાક આડો હાથ રાખ્યો. તેના સ્વાસ બંધ થઈ ગયા હતા મે તેને હચમચાવી પણ તે જરા પણ ઉહ ના કર્યું. ચૂન્નિબાઈનું પ્રાણ પંખેરૂ ઊડી ગયું. તેના માથા નીચે લોહીનું પટોડું ભરાઈ ગયું હતુ.

હવે હું મારા વિશે વિચારવા લાગ્યો, હું ફસાઈ ગયો હતો, મને કઈ સમજાતું નોહતું. હું ક્યાં આવી ચડ્યો હતો. મારી સામે એક લાશ હતી જેનું લોહી હજુ ગરમ જ હતું. મે તેની સામે જોયું.

તેના હોશ ઊડી ગયેલા હતા. તે બસ રડયે જતી હતી. તે ચૂન્નિબાઈની નજીક આવી ને તેના ગાલ ઉપર થાપકી મારવા લાગી.

“અમ્મા..અમ્મા....ઉઠ જા અમ્મા...” તે ચૂન્નિબાઈને હચમચાવતી હતી. તેને થપ્પડ મારતી હતી. તેને ગળે લગાવતી હતી, પુચકારતી હતી, તેનું નામ લઈને તેને ઉઠાડવાની કોશિશ કરતી હતી. તે વ્યર્થ પ્રયત્નો કરતી હતી. તે ગમે તે કરે પણ ચૂન્નિબાઈ હવે જાગવાની નોહતી.

ચૂન્નિબાઈનું મો ખુલ્લુ હતું ને તેના ચહેરા ઉપર ના ગુસ્સા ના ભાવ એમ ને એમ જ રહી ગયા હતા. તે ચૂન્નિબાઈને વળગીને રડતી હતી. તેની સફેદ ચોવણી આખી લાલ લાલ લોહી થી ભરાઈ ગઈ હતી. તે દ્રશ્ય ખરેખર ભયાનક હતું.

મને હવે તે વાત નો ડર લાગતો હતો કે રૂબી હમણાં જ આવી જશે પછી શું કરશું. મે ખૂન નોહતું કર્યું પણ તોય મારૂ નામ તેની સાથે જોડાવાનું જ હતું. અને ગમે તેમ એક વેશ્યાગૃહ સાથે નામ જોડાવું તે ખરાબ વાત જ હતી. જ્યારે અહિયાં તો કોઈના ખૂનનો મામલો હતો. હું વારી-વારી દરવાજા સામે જોતો હતો ને પછી ચૂન્નિબાઈ માં મો સામે.

હવે તો એક જ રસ્તો હતો, ત્યાંથી ચૂપચાપ ભાગવાનો અને તે પણ કોઈને ખબર ના પડે તેમ. મે હળવેકથી દરવાજો ખોલ્યો ને બહાર લોબી માં જોયું. દૂર છેવાડે લગભગ કોઈક ઊભું હતું તે કદાચ જોગટ હતો પેલો કાળો ને ભડડો એવો માણસ. તેની નજર મારા ઉપર પડે તે પહેલા મે મારૂ માથું અંદર નાખીને દરવાજો બંધ કરી દીધો. તે હજુ ચૂન્નિબાઈને હચમચાવતી હતી. હું તેની પાસે ગયો તેને પાછડ ખેચી.

“તે મારી ગઈ છે હોશ માં આવ.” મે ત્રાડ નાખી. તે ડઘાઈ ગઈ.

“હવે શું થશે? મારૂ શું થશે? અમ્મા મરી ગઈ...તે લોકો હવે મને પણ મારી નાખશે.” તે બરોબર ભાન માં આવી હતી. ડર લાગતો હતો. તેને હવે પોતાની ચિંતા થતી હતી. તેને ચૂન્નિબાઈ તરફ જોયું ને ફરીથી રડવાનું શરૂ કરી દીધું.

મે રૂમમાં એક નજર ફેરવી. દરવાજાની સામેની બાજુ પર એક બારી પડતી હતી. નક્કી તે બારી બહારની બાજુ જ પડતી હોવી જોઈએ. મે ફટાફટ તે બારી ખોલી તે થોડી જામ થઈ ગઈ હતી. બારી જેવી ખૂલી કે ઠંડી હવાનો એક જપાટો આવ્યો. ઠંડી હવા ચહેરા ને અડકીને વહેતી થઈ એટલે થોડી હાશ થઈ. બહાર ઘનઘોર અંધારું હતું. તે વિસ્તાર માં કોઈજ રહેતું નોહતું. એક પ્રકારનો સન્નાટો છવાયો હતો. કોઈ અંદાજો પણ ના લગાવી શકે કે હમણાં જ થોડી વાર પહેલા અંદર રૂમમાં એક ખૂની ખેલ ખેલયો હતો. ને કોઈનું ખૂન થઈ ગયું હતું.

મે એક વાર પણ પાછળ ના જોયું ને સીધો બારી થી બહાર કૂદકો મારી દીધો. મને એ પણ યાદ ના રહ્યું કે અમે પહેલા માળ પર હતા. હું આખો મારા પગ ઉપર નીચે પડ્યો હતો. એવો જટકો લાગ્યો કે મારા પગ સીધા પેટ માં ઘુસી ગયા.

મારા મો માથી આહ નીકળી ગઈ. મારે બસ અત્યારે ભાગવું હતું. અહિયાંથી બહુ દૂર ચાલ્યે જવું હતું. મે પગ ઉપાડ્યા પણ મને બરોબર નું લાગ્યું હતું. એમ લાગતું હતું કે ખરેખર પગ પેટ ની અંદર ઘરી ગયા હોય. મે દસેક ડગલાં લંગડતા લંગડતા ભર્યા. મારે ભગવું હતું પણ ભગાતું નોહતું. અહિયાં કોઈનું ખૂન થયું હતું. મારી આખોની સામે કોઈક નું શરીર તડફડિયા મારતું મારતું લાશ બની ગયું હતું......


ક્રમશ......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED